(આપણે આગળના ભાગમાં જોયુ કે મીલીના પાછા જવાનો સમય થઈ ગયો હોવાથી રણવીર નિરાશ થઈ જાય છે. કાવેરીના પૂછવાથી એ કબૂલે છે કે એ મીલીને ઘણો પ્રેમ કરે છે. અને એ પણ છેલ્લા પાંચ વર્ષથી. એ પોતાનો ભુતકાળ કાવેરી સમક્ષ કહે છે.હવે આગળ.)
આ વાત ત્યારની છે જ્યારે હું કૉલેજના છેલ્લા વર્ષમાં હતો. મે મીલીને ત્યારે જોયેલી જ્યારે એ કૉલેજમાં એડમીશન ફૉર્મ સબમીટ કરવા આવેલી. એને જોતાં જ મારા હૃદયે જાણે ધડકવાનું બંધ કરી દીધુ. એવુ નહોતું કે મે સુંદર છોકરીઓ નથી જોઈ. અમારા કૉલેજમાં એક એકથી ચડિયાતી અને મોર્ડન છોકરીઓ આવતી. પણ મને બધાંમા નકલીપણું જ દેખાતુ. તેઓ બસ બીજાને આકર્ષિત કરવા મેકઅપના થપેડા કરતી. પણ જ્યારે મેં મીલીને જોઈ ત્યારે તેની માસૂમીયત ભર્યો ચહેરો અને આંખોની નિખાલસતા આકર્ષી ગઈ.આ પહેલા હું ફક્ત એસાઇનમેન્ટ સબમીટ કરવા જ કૉલેજમાં આવતો. કારણ કે ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી હું જોબ કરતો હતો. મારા પિતાજીના અવસાન પછી ઘરની બધી જવાબદારી મારી મમ્મી પર આવવાથી એમને થોડી રાહત રહે માટે મે કૉલેજની સાથે સાથે નોકરી કરવાનું નક્કી કર્યું. હું ભણવામાં પહેલાથી જ હોશિયાર હોવાથી મારા બધાં જ પ્રોફેસર મને સપોર્ટ કરતાં. મારે ઘરની જવાબદારી ઉઠાવવી હતી અને મારી કરિયર પણ બનાવવી હતી. એટલે મેં મારું બધું ધ્યાન નોકરી અને ભણવામાં જ પરોવ્યું. હા હું સ્પોર્ટસમાં સારો હોવાથી કૉલેજના દરેક સ્પોર્ટસમાં ભાગ લેતો. મે નક્કી કર્યુ હતું કે જ્યાં સુધી હું મારી જીંદગી માં સેટલ ન થઈ જાવ ત્યાં સુધી કોઈ પણ છોકરીના ચક્કરમાં નહી પડીશ. પણ કહેવાય છે કે આપણા ધારવાથી કંઈ થતું નથી. ભગવાને આપણાં માટે જે ધારેલું હોય તે જ થાય છે.
મીલીને જોઈને મને એની સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો. હવે હું જોબ પર જવા પહેલા વહેલો નીકળીને રોજ કૉલેજ જવા લાગ્યો. મીલીને નજર ભરીને જોવું જાણે મારું વ્યસન બની ગયું હતું. એના ચહેરાની હસી જોઈને મારામાં પોઝીટીવ એનર્જી આવતી. હું પહેલા કરતા વધુ મહેનત કરવા લાગ્યો. જોતજોતામાં એન્યુઅલ ફંક્શનની તૈયારીઓ થવા લાગી. અને એના પછીના મહિનામાં મારી ફાઈનલ એકઝામ આવવાની હતી. મીલીથી દૂર થવાનાં ખ્યાલથી જ મારું મન બેચેન થઈ જતું. છેવટે મે નકકી કર્યું કે મીલીને મારી ફીલીંગ કહી દેવી. પછી એનુ જે ડીસીઝન હશે તે સ્વીકારી લેવું. અને મે મીલી સાથે વાત કરવાનુ નક્કી કર્યું.
બીજા દિવસે સવારે મે વહેલો કૉલેજ પહોચ્યો. મે આમ તેમ નજર કરી પણ મીલી મને ક્યાંય ન દેખાય. મે એના ક્લાસ માં તપાસ કરી ત્યાં પણ તે ન્હોતી. છેલ્લે હિંમત કરીને એના એક ક્લાસમેટને પૂછ્યું .તેણે કહ્યું કે મીલી એની ફ્રેન્ડ સાથે ગાર્ડનમાં છે. મે ગાર્ડન તરફ ભાગ્યો. આમ તેમ મીલીને શોધી. થોડે દૂર એક ઝાડ નીચે તે એની એક ફ્રેન્ડ સાથે બેસેલી હતી. એને જોઈને મારુ દિલ જોરજોરથી ધડકવા લાગ્યું. મે મારી ધડકનોને કાબુમાં લઈ પોતાની જાતને સંભાળી. અને હિંમત કરીને એની પાસે પહોંચ્યો. હું એનાથી થોડે જ દૂર હતો. એ લોકોનુ ધ્યાન મારા તરફ નહોતું. અને મારા કાને એની ફ્રેન્ડનો સવાલ અફળાયો. તે મીલીને પૂછી રહી હતી કે તારા સપનાનો રાજકુમાર કેવો હશે ? મે આતુરતાથી મીલીના જવાબની રાહ જોવા લાગ્યો. મીલી થોડું વિચારીને કહે છે. મારા સપનાનો રાજકુમાર અસલી રાજકુમાર જેવો જ હશે. ખૂબ જ અમીર. દુનિયાની બધી ખુશી મારા કદમોમા બિછાવી દે. મહેલ જેવા એના ધરમા નોકરોની ફોજ હોય. મારી દરેક ઈચ્છા પૂરી કરે. મારા પર ધન દોલતની વર્ષા કરે. જો એવો કોઈ છોકરો હોય તો હું મેરેજ માટે કંઈ વિચારીશ. આટલું સાંભળીને તો મારા દિલના જાણે ટૂકડા ટૂકડા થઈ ગયાં. હું ભારે હૈયે ત્યાથી ચાલ્યો ગયો. જીવનમાં પહેલી વાર કોઈને તૂટીને ચાહી હતી. પણ એની પસંદ હું નહોતી. એના સપનાના રાજકુમારમા હું બંધ બેસતો નહોતો. એના જેવા સપનાઓ હતા એને પૂરા કરવાની તાકાત હાલ મારામાં નહોતી. છેવટે મે મીલીના પ્રેમને દિલના કોઈ એક ખૂણામાં દફનાવીને આગળ વધવાનું નકકી કર્યું.
પોતાના પહેલા પ્યારની નિષ્ફળતાથી નાસીપાસ થયેલો હું મારા રૂમમાં ઉદાસ બેઠેલો હતો. અને અચાનક મારી નજર ટેબલના ખુલ્લા ડ્રોઅર મા પડેલી એક જૂની ડાયરી પર પડી. આ પહેલા પણ એ ડાયરી મે ઘણી વાર જોઈ હતી. પણ કોઈ દિવસ વાંચી ન્હોતી. મીલીના વિચારોને મારા મગજમાંથી દૂર કરવા મે ડાયરી વાંચવાનું નક્કી કર્યું. ડાયરીના પહેલા પાના પર જ મારા પપ્પાના અક્ષરમા લખેલું એમનુ નામ વંચાયુ. મે સમજી ગયો કે આ મારા પપ્પાની પર્સનલ ડાયરી હતી. જેમ જેમ ડાયરી વાંચતો ગયો તેમ તેમ મારી આંખો માં આંસુ આવતાં ગયાં. પૂરી ડાયરી વાંચીને મે ક્યા સુધી મારી આંખો બંધ કરીને વિચાર્યા કર્યુ. એ ડાયરીમા મારા પપ્પાએ મારા જન્મથી લઈને મારા બાળપણ સુધીની બધી યાદો લખી હતી. મારા જન્મથી મારા પપ્પા ખૂબ ખુશ હતા. મારા થકી તેઓ પોતાની અધૂરી ઈચ્છા પૂરી કરવા માંગતા હતા. મારા પપ્પાની ઈચ્છા હતી કે તેઓ આર્મી જોઈન કરે અને ભારત માતાની સેવા કરે. પરંતુ કોઈ કારણસર એમનું એ સપનું પૂરું ન થયુ. મારાં જન્મ પછી તેઓ મને આર્મીમા મોકલીને પોતાનુ સપનું પૂરું કરવા માંગતા હતા. પણ બાળપણમાં જ એમનું મૃત્યું થઈ ગયુ હોવાથી એમની એ ઈચ્છા પણ અધૂરી રહી ગઈ. મે થોડીવાર કંઈક વિચાર્યું અને નક્કી કર્યું કે મારા પિતાના અધૂરાં સપનાને હું પૂરા કરીશ. મીલી સાથે જીવન વિતાવવાના મારા સપનાને તો હું પૂરું ન કરી શક્યો. પણ મારા પપ્પા ના સપનાને પૂરાં કરવાનું મે મકસદ બનાવી લીધું. અને આજે હું એમના સપનાને પૂરું કરી એક આર્મી ઑફિસર બની ગયો.
રણવીરની વાત સાંભળીને કાવેરી થોડીવાર ચૂપચાપ બેસી રહે છે અને કહે છે, તારી સાથે જે થયું તે ખરાબ થયું પણ હું હજુ પણ કહું છું કે તને જરૂર કંઈક misunderstanding થઈ છે. કેમકે મે જેટલું મીલીને જાણું છું તેના પરથી sure કહી શકું છું કે આ મીલીના વિચારો નથી. મીલી એક સીધીસાદી છોકરી છે. એના કોઈ મોટા સપના નથી. હું તને હજુ પણ કહું છું કે મીલી સાથે આ બાબતમાં વાત કરીને બધી misunderstanding clear કરી દે પછી મોડું ન થઈ જાય.
મીલી પ્રત્યેના મારા પ્રેમને મે કોઈ ખૂણામાં દફન કરી દીધો છે. હવે હું તેને ઊખેડવા નથી માગતો. એક વાર તો મે મારા દિલનુ તૂટવાનું સહન કરી લીધું. પણ હવે જો મારુ દિલ તૂટશે તો કદાચ હું સહન નહીં કરી શકું. હવે હું એની યાદોના સહારે જીવતા શીખી ગયો છું.
એટલામાં પરી કાવેરીને બોલાવે છે. અને કાવેરી ત્યાંથી ચાલી જાય છે.
વધુ આગળના ભાગમાં...