Aghor Aatma-17 Shrungar Sarovar in Gujarati Horror Stories by DHARMESH GANDHI (DG) books and stories PDF | અઘોર આત્મા-૧૭ શૃંગાર સરોવર

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

અઘોર આત્મા-૧૭ શૃંગાર સરોવર

અઘોર આત્મા

(હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા)

(ભાગ-૧૭ શૃંગાર સરોવર)

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

---------------------

(ભાગ-૧૬માં આપણે જોયું કે...

અઘોરી અંગારક્ષતિ જણાવે છે કે શક્તિશાળી જીવન જીવવા માટે અઘોપંથમાં મૈથુન અને બલિદાન આવશ્યક છે. સમૂહમાં મંત્રોચ્ચાર કરી રહેલા અઘોરીઓ રક્ત ભેળવેલો સોમરસ પીને મદમસ્ત બની ચૂક્યા હતા. વશીકરણ થયું હોય એમ ખૂલ્લા અને વિશાળ વક્ષઃસ્થળ ધરાવતી આદિવાસી યુવતીઓ પોતાની કમર તથા નિતંબોને લટકમટક કરાવતી નૃત્ય કરી રહી હતી. અઘોરીઓ સામૂહિક મૈથુન-સાધના કર્યાં બાદ યુવતીઓનાં બલિદાન માટે તીક્ષ્ણ હાડકા લઈને એમના પેટ-ગરદનમાં ઘોંચી રહ્યા હતા...

હવે આગળ...)

--------------

વાસનામય સિસકારાઓથી ગૂંજી રહેલી કાલા ડુંગરની તળેટી હવે લોહિયાળ બની ચૂકી હતી. પ્રચંડ શક્તિ પ્રાપ્ત કરવા માટે લગભગ બે કલાક સુધી ચાલેલી અઘોરીઓની સામૂહિક સંભોગ-સાધનાનો અંત આખરે સામૂહિક નરસંહારમાં પરિણમ્યો. યુવતીઓના મૃતદેહો લોહી નીગળતી હાલતમાં અસ્તવ્યસ્ત પડ્યા હતા. અઘોરપંથની પ્રણાલી મુજબ મૈથુન અને બલિદાન એ જ સર્વશક્તિમાન થવા માટેના સ્રોત હતા! એટલામાં કાન ફાડી નાખે તેવો જયઘોષ ગૂંજી ઊઠ્યો, ‘મા... મા... દેવી... મા શક્તિ મા...’

ભયાવહ કાલી ખાડી હેમખેમ પસાર કરીને અમે હવે કાલા ડુંગરની તળેટી પણ વળોટી ચૂક્યાં હતાં. અમારો લક્ષ્ય ભદ્રકાલીની એ અવાવરું ગુફા હતી. અઘોરી અંગારક્ષતિના જણાવ્યા મુજબ એ ગુફામાં અસંખ્ય પ્રેતાત્માઓ સાથે નાગલોકના વંશજો વસવાટ કરતા હતા. ગુફામાંથી મારે નાગમણિ મેળવીને મારા તિમિરને પાછો પામવાની અઘોર સાધના પાર પાડવાની હતી. અમે પાંચેય જણ ભદ્રકાલીની એ અગોચર ગુફા તરફ તરફ આગળ વધી રહ્યાં હતાં જ્યાં હજુ સુધી કોઈ સામાન્ય માનવીનાં પદાર્પણ થયાં ન હતા!

તિમિર મને બાહોમાં લઈને ચાલી રહ્યો હતો. અમારી આગળ જ વિલી અને મેગી પણ એકબીજાને વીંટળાઈને આગળ વધી રહ્યાં હતાં. અમારી પાછળ ચાલી આવતો શેન કદાચ એકલતા અનુભવતો હશે. હું સમજી શકતી હતી કે એ અત્યારે મને જ તાકી રહ્યો હશે. એની નજર મારી ગોરી પીઠ ઉપર ચોંટેલી હશે. લયબદ્ધ રીતે ઉપર-નીચે થઈ રહેલાં મારા નિતંબો એના હૃદયના તારમાં ઝણઝણાટી પેદા કરી રહ્યા હશે. પણ મારો પ્રેમ તિમિર હતો. શેનને હું એક સારો દોસ્ત માની રહી હતી. હું અનુભવી શકતી હતી કે એને પણ મારી નિર્દોષ મિત્રતાની હૂંફની જરૂરિયાત છે.

‘એય તપ્પુ, ત્યાં જો તો...’ તિમિર એકાએક આનંદિત મુદ્રામાં બોલી પડ્યો.

‘વા...ઉ... ઓસમ!’ એકસાથે વિલી અને મેગીનાં મોંમાંથી પણ ઉત્તેજિત સ્વર નીકળી પડ્યા.

અમારી નજર સમક્ષ એક સુંદર સરોવર હતું. એનું કાચ જેવું પારદર્શ પાણી પવનના સૂસવાટાથી હિલોળાં લઈ રહ્યું હતું. એમાંથી ઉડીને આવતી પાણીની વાછટ મારા શરીરને રોમાંચકારી કંપારી આપી રહી હતી. શાંત જણાતું સરોવર પોતે જ જાણે કે આજે શૃંગારિક બની ઊઠ્યું હતું. એના પાણીમાં સફેદ અને ગુલાબી ઝાંયવાળા કમળના ફૂલ તથા અન્ય રંગબેરંગી પુષ્પો ધરાવતી જળપ્રકૃતિની વેલો લહેરાઈ રહી હતી. સરોવરે જાણે કે પોતે જ એક અદ્બૂત શણગાર સજ્યો હતો! સરોવરમાં તરી રહેલા બતકો પોતાની પાંખો વીંઝીને પાણીની છાલક ઉડાડી રહ્યા હતા. રતિક્રીડા કરવા માટે થનગની રહેલા સફેદ રૂ જેવા હંસલાથી સરોવરની શોભા અનહદ વધી ગઈ હતી.

તિમિર મારો હાથ પકડીને મને સરોવરના કિનારે ખેંચી ગયો. સ્વચ્છ પાણીમાં નજીકના ઊંચા વૃક્ષોના તોતિંગ પડછાયા પડી રહ્યા હતા. તિમિરે મને પાણીમાં ખેંચી. મારું ઐશ્વર્ય નીતરતું રૂપ એ ઠંડા પાણીમાં મારું માદક પ્રતિબિંબ ઉપસાવી રહ્યું. તિમિરે મારા વાળ છોડી નાખ્યા. મારા છૂટ્ટા વાળ હવાની લહેરખીઓમાં ચહેરા અને પીઠ ઉપર વિખેરાઈ ગયા. પાણીમાં મારા લાવણ્ય નીતરતા રૂપને તાકી રહેલી મારી નજર એક ક્ષણ માટે લજ્જિત થઈ ઊઠી. તિમિર હવે ઉત્તેજનાત્મક મસ્તીએ ચઢ્યો હતો. ચાંચમાં ચાંચ નાખીને રતિક્રીડા કરવા માટે થનગનાટ અનુભવી રહેલા હંસોની જોડી અમને વધુ રોમાંચિત કરી રહી હતી. વિલી અને મેગી પણ એકબીજાની બાહોમાં ખોવાઈને મદહોશી અનુભવી રહ્યાં હતાં. શેન સરોવરના કિનારે બેસીને ત્રાંસી નજરે મને નિહાળી રહ્યો હતો; મારા રૂપરસને ગટગટાવી રહ્યો હતો!

તિમિર મારા ગોરા હાથ ઉપર પોતાની આંગળીઓ ફેરવી રહ્યો હતો. ધીમે-ધીમે એની આંગળીઓ રમતિયાળ બની રહી હતી. મારા હાથ ઉપરથી મારી ગરદન ઉપર અને ત્યાંથી મારા ચહેરા ઉપર ફરી વળી. જેવી એની આંગળીઓ મારા હોઠ ઉપર રમવા માંડી કે મેં એક સિસકારો બોલાવ્યો, જેનાથી તિમિર બેશુદ્ધ જેવો બની ગયો. હવે એ બેકાબૂ થઈ રહ્યો હતો. એણે મને પાણીમાં ઊંડે સુધી ખેંચી લીધી. ગરદન સુધી પાણીમાં ડૂબેલા અમે બંને જણ પોતાનો ચહેરો માત્ર પાણીની બહાર રાખીને એકબીજાને તાકી રહ્યાં હતાં. ધીમે-ધીમે ફેલાઈ રહેલી ખુમારીથી મારી આંખો મીંચાઈ રહી હતી. અચાનક મારા શરીરે સરોવરના પાણીની તેજ ઠંડક વર્તાવા લાગી. મેં આંખો ખોલીને જોયું તો મારા વસ્ત્રો મારા શરીરેથી અળગાં થઈને પાણીમાં હિલોળા લઈ રહ્યાં હતાં. મેં તિમિર તરફ એને વધુ ઉત્તેજિત કરી મૂકે એવી ગુસ્સાભરી મારકણી નજર ફેંકી. એણે એક ગુલાબી કમળ તોડીને પાણીમાં ડૂબેલાં મારા બંને વક્ષ ઉપર ફેરવવા માંડ્યું. હવે મારા દરેક અંગો સાથે છેડછાડ થઈ રહી હતી.

અચાનક ‘છપ્પાક...’ કરતો પાણીમાં કોઈકનો છલાંગ મારવાનો અવાજ સંભળાયો. મેં ત્રાંસી અધખૂલી નજરે જોયું કે શેન પાણીની સપાટી નીચેથી તરતો તરતો મારી તરફ આવી રહ્યો હતો. મેં ફરી આંખો મીંચી દીધી. તિમિર મને બાહુપાશમાં લઈને ભીંસી રહ્યો હતો. એની પણ આંખો બંધ હતી. એણે એક ઝાટકા સાથે મને એના તરફ પીઠ કરીને ફેરવી નાખી. પાણીમાં ગરકાવ થયેલાં મારા ઠંડા નિતંબો ઉપર મેં તિમિરના બંને હાથનો અને પછી એના શરીરનો આહ્લાદક ભાર અનુભવ્યો. એના બંને હાથ હવે મારી કમરને પૂરી તાકાતથી એની તરફ પાછળ ખેંચી રહ્યા હતા. અમારા બંનેનાં ઉંહકારા અને સિસકારા વચ્ચે મેં અનુભવ્યું કે મારી છાતી ઉપર પણ કોઈકના હાથ ફરી રહ્યા હતા. મેં આંખ નહિ ખોલી. તિમિર પણ મને ચોંટીને તેજીથી પ્રહારો કરવામાં મશગૂલ હતો. પાણીની અંદર મેં અનુભવ્યું કે મારી છાતીના ઉભાર ઉપર કોઈક મૃદુ હોઠનો સ્પર્શ થઈ રહ્યો હતો. એ આહલાદકતા મને પાગલ કરી રહી હતી, જેમાં આંખો ખોલીને વિક્ષેપ પાડવાનો મારો કોઈ ઈરાદો ન હતો. ધીરે-ધીરે એ સ્પર્થ કઠોર બનતો જતો હતો. પછી એ કોમળ સ્પર્શ મારા શરીરના નીચેના વળાંકો તરફ ઉતરતો ગયો. મારી નાભી તરફ, જાંઘ તરફ... લગભગ બધે જ... હવે મને આગળથી પણ હળવા આંચકા લાગવાના શરુ થઈ ચૂક્યા હતા. પાછળથી તિમિરનું જનૂન અને આગળથી એક આહ્લાદક જોશ..! અમારી ચારેય તરફ પાણીના વમળો ઊઠી રહ્યા હતા. હું વલયાકારે ઘૂમી રહી હતી. ચારેય દિશાઓમાંથી ચરમસીમાની અનુભૂતિ કરી રહી હતી! ધીમે-ધીમે શૃંગાર સરોવરનું ઠંડું પાણી શાંત થઈ ગયું. મેં તૃપ્ત થઈને મારી આંખ અડધી ઉઘાડીને કિનારે દ્રષ્ટિ ફેંકી તો શેન હજી પણ ત્યાં જ બેઠો બેઠો મને તાકી રહ્યો હતો!

ધીમે-ધીમે અમે દરેક જણ એ જ અવસ્થામાં નિદ્રાધીન થઈ રહ્યાં હતાં...

***

જયારે અમારી નિદ્રા તૂટી ત્યારે સંધ્યાકાળ થઈ રહ્યો હતો. શૃંગાર સરોવરના કિનારાની ઝીણી રેતીમાં આળોટતા અમારા નિર્વસ્ત્ર શરીરો પ્રકૃતિ સાથે એકાકાર થઈ ચૂક્યાં હતાં. જાણે કે હપ્તાઓનો અમારો થાક લગભગ આખો દિવસ પ્રાકૃતિક અવસ્થામાં સૂઈ રહેવાથી હળવો થઈ ગયો હતો. એવું બિલકુલ નહોતું કે જીવાત્મા તરીકે માત્ર મારી જ જરૂરિયાત સંતોષવી પડે એમ હતી. તિમિર ઉપરાંત મારા ત્રણેય વિદેશી મિત્રો પ્રેતાત્મા હોવા છતાં પણ સમયાંતરે માનવરૂપ ધારણ કરતાં રહેતાં હોવાથી એમને પણ થાક અનુભવાતો હતો. જોકે પેટની ભૂખની પૂરતી માટે જંગલમાં ફળ-ફૂલની કમી નહોતી. અમને દરેકને શારીરિક જરૂરિયાતો, ઉત્તેજના, રોમાંચ ઉદ્ભવતાં રહેતાં હતાં; અમે એને પૂર્ણ કરતાં રહેતાં હતાં.

***

વસ્ત્રો પહેરીને અમે આગળ વધ્યાં. આગળ વધતાં વધતાં ઘનઘોર ઝાડીઓની પેલે પાર ઓચિંતી જ અમારી નજર પડી તો અમારી આંખો વિસ્મયથી પહોળી જ રહી ગઈ. અમે દરેક જણ અમારું માથું ઊંચું કરીને સામે ઊભેલી એક વિશાળકાય મૂર્તિને તાકી રહ્યાં. લગભગ સિત્તેર ફૂટ ઉંચી મૂર્તિ એક વિશાળ ચટ્ટાનમાંથી કોતરીને બનાવવામાં આવી હતી. મૂર્તિ બનાવનારા શિલ્પીઓ તથા કારીગરોની અફલાતૂન કામગીરી જોઈને સૌ દંગ રહી ગયાં હતાં.

‘ઔઉ, જીસસ!’ એક સાથે ત્રણેય વિદેશી-મિત્રોના મોંમાંથી ઉદ્ગાર સરી પડ્યો.

એમના અચરજને પામી જઈને તિમિરે એમને અંગ્રેજીમાં સમજાવ્યું, ‘આ હિંદુ ધર્મની એક દેવીમા છે, કાલિકા માતા... રાક્ષસો, દૈત્યોનો નાશ કરનારી દેવી! અસુરો સામે પ્રચંડ શક્તિ ધરાવતી, સૃષ્ટિને અનિષ્ટોથી બચાવતી દેવી, મા કાલી!’

કાલિકા માતાની મૂર્તિના ભારેભરખમ પગ નીચે કચડાયેલા રાક્ષસના પ્રાણ નીકળતા હોય એ રીતે એનો ચહેરો ફાટી ગયો હતો. મહાકાય મૂર્તિ ઉપર ઠેરઠેર પીપળાના વૃક્ષો ઉગી નીકળ્યા હતા. છતાં પણ દૂરથી સાફ જોઈ શકાતું હતું કે મૂર્તિના હાથમા ત્રિશૂલ અને તલવાર પકડેલાં હોય એવી કોતરણી કરવામાં આવી હતી. ગુસ્સાથી લાલચોળ બનેલો દેવીમાનો ચહેરો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હતો. મોટી-મોટી આંખોમાં અગનજ્વાળાઓની ઝાંય વર્તાતી હતી. ખૂલ્લા મોંમાંથી બહાર તરફ લબડી રહેલી લાંબી જીભ લાલ રક્તથી ભીંજાયેલી લાગી રહી હતી. પહોળા થયેલા મુખમાંથી પાણીનો એક નાનકડો ધોધ વહીને નીચે તરફ પડી રહ્યો હતો. જાણે કે અસુરોનું પીધેલું રક્ત મુખમાંથી વહી રહ્યું હતું. ખડક કોતરીને કરવામાં આવેલી કુશળ કારીગરીથી દેવીમા આબેહૂબ અમારી નજર સમક્ષ દર્શન આપી રહ્યાં હોય એવી અનુભૂતિ અમને થઈ આવી.

‘તપસ્યા...’ તિમિરે મારી તંદ્રા તોડી. ‘દેવીમાના મુખ તરફ નજર કર.’

‘મુખમાંથી બહાર નીકળેલી લાંબી જીભમાંથી પાણીનો ધોધ પડે છે, મતલબ અંદર તરફ ક્યાંક પાણીનો સ્રોત હશે!’ મેં કહ્યું.

‘હા, અને બીજી વાત... એ વિશાળ મુખની જીભ નજીક પગથિયાં જેવી રચના કરેલી જણાય છે. ચોક્કસપણે અંદર તરફ જવાનો એ જ રસ્તો હશે.’ તિમિરે અનુમાન લગાવ્યું.

અત્યાર સુધી હેરત અને સ્તબ્ધતાથી માત્ર વાતો જ સાંભળી રહેલાં મિત્રો પૈકી મેગી એકાએક બોલી ઊઠી, ‘ક્યાંક આ જ તો ભદ્રકાલીની ગુફા નહિ હોયને?’

અમે બધાં ચોંકી ઊઠ્યાં. મેગીની વાત અમને સાચી હોવાની ખાતરી થઈ આવી. અને તિમિરના જણાવ્યા મુજબ કાલિકામાની મૂર્તિના મુખમાંથી લબડી રહેલી જીભ એ જ ભદ્રકાલી ગુફાનું પ્રવેશદ્વાર હોવાની સંભાવના હવે નકારી શકાય એમ નહોતી. જોકે એ માર્ગે ગુફામાં પ્રવેશ કરવાનું અત્યંત જોખમકારક જણાઈ રહ્યું હતું! અમે ઉપર તરફ જઈ રહેલાં એ પગથિયાંનાં મૂળ શોધવા માટે કાલિકામાના ચરણ તરફ અમારાં પગ ઉપાડયા. જેવાં અમે દેવીમાનાં પગ તળે કચડાયેલા પેલા વિકરાળ રાક્ષસ નજીક પહોંચ્યાં કે તિમિર બોલી ઊઠ્યો, ‘કોઈકના કણસવાનો અવાજ સંભળાય છે!’

અમે ધ્યાનથી સાંભળ્યું. કોઈકનું તીણું રુદન અમારાં કાને અથડાયું. અમે વિહ્વળતાથી આસપાસ નજર દોડાવી. વિલીએ કહ્યું, ‘આ ડેમોનના ગળામાંથી રડવાનો અવાજ આવી રહ્યો હોવાનું જણાય છે!’

અમે ધ્યાનપૂર્વક જોયું તો ખડકમાંથી કોતરાયેલા અને દેવીમાનાં પગ નીચે કચડાયેલા એ અસુરના ચહેરામાં અમને એક વિચિત્ર પ્રતિકૃતિ દેખાઈ આવી. એ પ્રતિકૃતિ અન્ય કોઈ નહિ, પરંતુ કાલી ખાડીમાંથી પ્રગટેલો પેલો કાળો પડછાયો જ હતો... અને એ કારમું રુદન પણ એના જ ગળામાંથી રેલાઈ રહ્યું હતું...

***

(ક્રમશઃ) દર મંગળવારે...

(અઘોર આત્મા : ભાગ-૧૮ વાંચવાનું ચૂકશો નહિ.)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------