વેદ,મોહિત અને નીરજ તેના શો રૂમ માં પહોંચ્યા બહારથી જોતા આ શૉ રૂમ ખુબ જ વિશાળ લાગતો હતો. ત્રણ માળના આ શૉ રૂમ માં ગ્રાઉન્ડ ફ્લોર પર ટીવી,ફ્રીઝ,વોશિંગ મશીન તેમજ બીજી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ નું ડિસ્પ્લે કરેલ હતું બીજા માળ ઉપર તમામ કંપનીઓ ની વસ્તુ નો સ્ટોક રાખેલ હતો અને દરેક માળ પર ચાર- પાંચ માણસો કામ કરતા હતા.ત્રીજા માળ ઉપર સંકેત ની કેબીન હતી.તેની બાજુ માં તેના મેનેજર ઊર્જિત ની કેબીન હતી તેમજ ત્યાં હોલમા બીજા ટેબલો ગોઠવેલ હતા. તેમાં તેના અન્ય કર્મચારીઓ કામ કરતા હતા.આ આખી બિલ્ડીંગ c.c.t.v. કેમેરા થી સજ્જ હતી અને તેનું મોનીટરીંગ સંકેત ની કેબીન માં થતું. અને આ સિવાય શો રૂમ માં સેફ્ટી માટે સિક્યુરિટી ગાર્ડ ની વ્યવસ્થા હતી.
વેદ અને તેની ટિમ અંદર દાખલ થઇ. તેણે મેનેજર ને બોલાવવા કહ્યું. થોડી વાર પછી મેનેજરે આવી અને વેદ ને પોતાનો પરિચય આપતા કહ્યું “હેલો ઇન્સ્પેક્ટર હું ઊર્જિત આ શો રૂમ નો મેનેજર આપની શું સેવા કરી શકું.”
“હું અહીં સંકેત ના કેસ ને લઇ ને થોડી પૂછપરછ કરવા આવ્યો છું. મારે બધા કર્મચારી ની પુછપરછ કરવી છે.તો બધાને એક જગ્યાએ એકઠા કરો. ” વેદ
“જી આપણે ઉપર જઈએ ત્યાં હું બધાને એકઠા કરું છું.”ઊર્જિત
બધા ને લઇ ને ઊર્જિત ઉપર જવા લાગ્યો ત્યારે વેદે તેને કહ્યું કે “તમારા સ્ટાફ માં કેટલા માણસો કામ કરે છે ?”
“લગભગ પાંત્રીસ માણસો કામ કરે છે તેમાંથી શો રૂમ પર પંદર અને બાકી ના વિસ માણસો ફિલ્ડ પર કામ કરે છે “ ઊર્જિત
“સંકેત વિષે તમારે શું કહેવુ છે?” વેદ
“એ સ્વભાવે તો ખુબ સારા માણસ હતા. સ્ટાફ ના બધા કર્મચારીનું ધ્યાન રાખતા પરંતુ કામ માં તે એકદમ વ્યવસ્થિત હતા કોઈ કર્મચારી પોતાના કામ પ્રત્યે બેદરકારી દાખવે ત્યારે તેને ગુસ્સો આવી જતો અને તે તે કર્મચારી ને ઠપકો આપી દેતા પરંતુ થોડી વાર પછી બધું ભૂલી જઈ અને સામાન્ય થઇ જતું હતું.” ઊર્જિત
બધા ઉપર પહોંચ્યા ઉર્જિતે વેદ ને સંકેત ની કેબીન માં બેસાડી અને બધા માટે કોફી મંગાવી અને બધા ને એકઠા કરવા માટે રામુ ને મોકલ્યો.બધા એ કોફી પીધી ત્યાં રામુએ બધા ને બહાર એકઠા કર્યા.ઊર્જિત,વેદ અને તેની ટિમ બધા બહાર આવ્યા, ત્યાર બાદ ઉર્જિતે બંધનો પરિચય આપતા કહ્યું.”આ કાવ્યા છે. એ સંકેત સાહેબ ની સેક્રેટરી છે. આ મિસ્ટર મયુર એ અહી એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે.આ મી. નમન છે એ અહી ના હેડ ક્લાર્ક છે. માયરા,મહિમા અને આન્યા એ ત્રણે ક્લાર્ક છે. આ મિસ્ટર પુનીત છે એ ડીસ્પેચ હેડ છે. વિરાજ તેનો આસીસ્ટન્ટ છે. અને શ્યામ અને રામુ છે.”
વેદ બધા પર એક નજર કરી અને બધાને વાર ફરતી સંકેતની કેબીન મા બોલાવી અને પૂછપરછ શરુ કરી. સૌ પ્રથમ કાવ્યાને બોલાવી.
“મીસ કાવ્યા સંકેત વિશે જણાવો તમને સૌથી વધારે ખબર હશે કેમ કે તમે તેના સેક્રેટરી હતા એટલે સૌથી વધારે તમે તેમની સાથે રહેતા હશો.” વેદ
“આમ તો સાહેબ બહુ સારા માણસ હતા તે સ્વભાવે બહુ સરળ અને શાંત હતા પરંતુ જો કોઈ કામ મા જરા પ૬ કામચોરી કે પોતાનું કામ વ્યવસ્થિત ન કરે તો તેણે ગુસ્સો આવતો.” કાવ્યા
“તેને કોઈ સાથે દુશ્મની હતી?” વેદ
“ના. પણ આવડો મોટો બિઝનેશ હોય તો આજ બિઝનેશ વાળા બીજા વેપારી નારાજ હોય એ સ્વાભાવિક છે.” કાવ્યા
“જે દિવસે તેનું ખૂન થયું તે દિવસે તે કોઈ ચિંતા કે કોઈ મુશ્કેલીમા હોય એવું લાગ્યું તને?” વેદ
“ ના કારણ કે તે ત્યારે આખો દિવસ ઓફીસ મા આવેલ નહતા” કાવ્યા
“શું? તો તે તેણે ફોન કરી ને પૂછ્યું ન હતું?”વેદ
“ મેં ફોન તો કર્યો હતો પણ તે બંધ આવતો હતો.” કાવ્યા
“તો તે ઘરે તપાસ ન કરી ?”વેદ
“ના કેમકે તે ઘણી વખત આવી રીતે ક્યાંક ચાલ્યા જતા.”કાવ્યા
“ઠીક છે. બીજું એવું કઈ યાદ આવતું હોય તો જણાવો કે જેનો સંબંધ તેના ખૂન સાથે હોય.”વેદ
“ના એવું તો કઈ યાદ નથી આવતું” કાવ્યા
“ઠીક છે અત્યારે તો તમે જઈ શકો છો પણ જરૂર પડ્યે તમને ફરીથી બોલાવશું.”
“આભાર” કાવ્યા
ક્રમશ.....
આપનો રિવ્યૂ જરૂર થી જણાવજો