KING - POWER OF EMPIRE - 22 in Gujarati Fiction Stories by A K books and stories PDF | KING - POWER OF EMPIRE - 22

The Author
Featured Books
Categories
Share

KING - POWER OF EMPIRE - 22

(આગળના ભાગમાં જોયું કે શૌર્ય ઈન્સ્પેકટર પાવલે ને બે વિકલ્પ આપે છે એક તેને જીંદગી આપતો હતો તો બીજી મોત, પાવલે ની હાલત ખૂબ ખરાબ થઈ જાય છે, બીજી તરફ ઈન્સ્પેકટર દિગ્વિજય સિંહ લાલ ડાયરી ના રહસ્ય ને જાણવાની કોશિશ કરે છે તેને જે માહિતી મળે છે તેના દ્વારા તે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકયા ન હતા આથી તે પણ આ સમયે મુંઝવણ માં હોય છે , હવે એક નવી મુસીબત શૌર્ય તરફ આવી રહી હતી તો ચાલો જાણીએ એક નવું રહસ્ય) 

શૌર્ય રાત્રે મોડો ઘરે પહોંચે છે એટલે તે સીધો રૂમમાં જઈ ને સુઈ જાય છે, બીજે દિવસે શનિવાર હોવાથી કૉલેજ મા પણ રજા હતી એટલે તે આરામ થી સૂતો હોય છે, સવારે સાડા આઠ વાગ્યે તેની આંખ ખૂલે છે, તે ઉઠી ને તૈયાર થવા બાથરૂમમાં જતો રહે છે, અડધી કલાક પછી તૈયાર થઈ ને બહાર આવે છે ત્યાં જ તેની ટેબલ પર તેની ફેવરિટ કૉફી પડી હોય છે, એ સમજી ગયો કે કેડબરી ને કાલ થયેલી ઘટના વિશે S.P. અને અર્જુન એ જાણ કરી દીધી છે એટલે જ આજે તેની કૉફી અને ન્યુઝપેપર રૂમમાં આવી ગયું છે.  તે બારી પાસે જઈ ને પડદો ખોલે છે અને સુર્ય નો પ્રકાશ આખા રૂમમાં પથરાય જાય છે તે બનેં હાથ ખોલી ને થોડી ક્ષણો માટે એમ જ સ્થિર થઈ જાય છે જાણે તે સૂર્ય નું સ્વાગત કરતો હોય. 

શૌર્ય પોતાના બેડ પાસે જાય છે અને કૉફી નો મગ હાથમાં લઈને એક ઘૂંટડો ભરે છે અને ન્યુઝપેપર ખોલી ને વાંચવા લાગે છે, ધીમે ધીમે તે વાંચતો હતો અને એક પેજ પર આવી ને અટકી જાય છે તે પેજ પર જોઈ ને તેના ચહેરા પર એક સ્મિત આવે છે, તે પેજ પર ખબર હતી ઇન્સપેક્ટર પાવલે ની, તેમાં લખ્યું હતું કે ઈન્સ્પેકટર પાવલે એ પોતાના જ પોલીસ સ્ટેશનમાં પોતાની સર્વિસ રિવોલ્વર વડે આત્મહત્યા કરી હતી અને તેની પાસે થી એક સુસાઈડ નોટ પણ મળી હતી અને તેનો ફોટો પણ આપ્યો હતો, એ નોટમાં શૌર્ય એ જે લખાવ્યું હતું એજ લખ્યું હતું. 

શૌર્ય એ ન્યુઝપેપર સાઈડમાં મૂકી ને પોતાની કૉફી પૂરી કરી ત્યાં S.P. અને અર્જુન દોડતાં તેની રૂમમાં આવ્યાં, “સર આજ નું ન્યુઝપેપર વાંચ્યું ” S.P. એ  કહ્યું 

“હા હવે ખબર છે પાવલે એ આત્મહત્યા કરી ” શૌર્ય એ કહ્યું 

“સર તમને આટલો વિશ્વાસ હતો એના પર ” અર્જુન એ કહ્યું 

“એના પર નહીં અર્જુન પોતાની જાત પર હતો એટલે જ તો કાલ એને જીવતો છોડયો ” શૌર્ય એ કહ્યું 

“માની ગયા સર છું નિશાન લગાવ્યું તમે ” અર્જુન એ કહ્યું 

“સર આજે કૉલેજ નથી જવાનું ” S.P. એ કહ્યું 

કૉલેજ નું નામ પડતાં જ શૌર્ય વિચાર મા ખોવાય ગયો અને અચાનક જ તેને કંઈક યાદ આવ્યું હોય એમ, “ઓહહ નો ” શૌર્ય બોલી પડયો. 

“શું થયું સર? ” S.P. એ કહ્યું 

“એક પ્રોબ્લેમ થઈ ગઈ ” શૌર્ય એ કહ્યું 

“શું પ્રોબ્લેમ? ” અર્જુન એ કહ્યું 

“પ્રીતિ ” શૌર્ય એ કહ્યું 

“પ્રીતિ?  અને  પ્રોબ્લેમ? ” S.P. એ કહ્યું 

“અરે આ બધા ચકકર મા એક વાત હું ભુલી જ ગયો ” શૌર્ય એ વાળમાં હાથ ફેરવતા કહ્યું 

“કંઈ વાત સર? ” S.P. એ કહ્યું 

“કાલ જયારે હું ગિરફતાર થયો ત્યારે પ્રીતિ, શ્રેયા અને અક્ષય ત્યાં જ હતા અને મને વિશ્વાસ છે કે પ્રીતિ એ મને બહાર લાવવા કોશિશ કરી જ હશે ” શૌર્ય એ કહ્યું 

“તો એમા શું પ્રોબ્લેમ છે?  એ તમારી આટલી કેર કરે છે ” અર્જુન એ કહ્યું 

“અરે કેર વાળા એ આ વાત લઈ ને સીધી કાનજી પટેલ પાસે ગઈ હશે ” શૌર્ય એ કહ્યું 

“સર ચિંતા ના કરો મે કાલ જ માહિતી મેળવી લીધી હતી તેના પરિવાર ના લોકો કાલ કોઈ ફંકશન મા ગયા હતા ” S.P. એ કહ્યું 

“હાશ,  પણ એને ખબર પડી કે હું બહાર આવી ગયો અને પાવલે એ આત્મહત્યા કરી તો એ સવાલો નો પહાડ ઉભો કરી દેશે ” શૌર્ય એ કહ્યું 

“સર તમારે એનો સામનો તો કરવો જ પડશે પણ એક વાત તો સારી થઈ કે તેના દાદાજી ને આ ખબર ન પડી ” S.P. એ કહ્યું 

“પડી હોત તો પણ એ કાનજી પટેલ મને આેળખી ન  શકત આટલા વર્ષો પછી મારો ચહેરો એને યાદ જ નહીં હોય ” શૌર્ય એ ગુસ્સે થતાં કહ્યું 

“એ તો ઠીક છે સર પણ એક પ્રોબ્લેમ બીજી પણ છે ” અર્જુન ધીમે થી બોલ્યો 

“હવે શું પ્રોબ્લેમ છે? ” શૌર્ય એ કંટાળતા કહ્યુ

“સર પ્રીતિ એ કાલ દેસાઈ ને ફોન કર્યો હતો અને તમારી જમાનત ની વાત કરી હતી ” અર્જુન એ ખચકાતા કહ્યું

“હે ભગવાન S.P. મે કીધું હતું તને આ એક નંબર ની મુસીબત છે આજ સુધી મારા માટે મુસીબત જ ઉભી કરી છે ” શૌર્ય એ કહ્યું 

“સર કાનજી સર તમને ના આેળખી ન શકે તો એ દેસાઈ કંઈ રીતે આેળખે? ” S.P. એ કહ્યું 

“ S.P. એ વ્યક્તિ ને આટલી ઈજ્જત આપવાની જરૂર નથી અને વાત રહી મિસ્ટર દેસાઈ ની તો એ વ્યક્તિ કેસ અને ફેસ કયારેય નથી ભૂલતાં ” શૌર્ય એ કહ્યું 

“તો સર હવે? ” અર્જુન એ કહ્યું 

“બસ હવે બહુ થઈ ગયો આ લુકાછુપી નો ખેલ ” શૌર્ય ઉભો થઈ ને બારી પાસે જતા બોલ્યો 

“મતલબ?  ” S.P. એ કહ્યું 

“મતલબ એ કે હવે સમય આવી ગયો છે જે કામ માટે આપણે અહીં આવ્યા છીએ તેને શરૂ કરવાનો સમય આવી ગયો છે, જે લક્ષ્ય માટે હું આટલા વર્ષો થી રાહ જોઈ રહ્યો હતો બહુ જલ્દી એની જાહેરાત થવાની છે ” શૌર્ય એ કહ્યું

“મતલબ BUSINESS EMPIRE મા બહુ જલ્દી મહોત્સવ શરૂ થવાનો છે ” S.P. એ કહ્યું 

“હા હવે તમે બંને આજ થી જ કામ પર લાગી જાવ બહુ જલ્દી આ દુનિયા ને કિંગ નો અસલી ચહેરો જોવા મળશે ” શૌર્ય એ કહ્યું 

“સર કામ મુશ્કેલ છે પણ અમે તે કરી ને જ રહેશું ” અર્જુન એ કહ્યું 

“તમે ખાલી એક વાત યાદ રાખજો જે કિંગ આગળ ઝુકયો એ બચ્યો અને જે અવાજ ઉઠયો એ આ દુનિયા થી ઉઠયો ” શૌર્ય એ કહ્યું 

“નો પ્રોબ્લેમ સર હવે તો બધા ની હાલત ખરાબ થશે જે પણ તમારી વિરુદ્ધ જવાનો વિચાર પણ કરશે એને તો એવી જીંદગી મળશે કે એ મોત માટે તરસી જશે ” S.P. એ ગુસ્સે થતાં કહ્યું 

“નહીં S.P. શાંત, તમે લોકો ગુસ્સે થઈ કંઈ નહીં કરો આરામ થી કામ કરો કારણ કે આટલા વર્ષો મા શૌર્ય થી કિંગ બન્યો છું એટલા મા એવી ઈમેજ બની છે કે આ નોબત નહી આવે, તમે તો મારા એ હાથ છો જેના સાથે મે ચાલતાં શીખ્યું છે એટલે કોઈ મારામારી તમે નહીં કરો બસ મારા લક્ષ્ય સુધી પહોંચવાનો રસ્તો બનાવો અને બક્ષી અંકલ ને ઈન્ડિયા બોલાવા, NOW WAR IS BEGINNING ”

આખરે શું છે શૌર્ય નું લક્ષ્ય?  અને એ કાનજી પટેલ ને કંઈ રીતે આેળખે  છે?  શું છે આખરે તેના અતિત નું રહસ્ય અને હવે શું કરવા ઈચ્છે છે શૌર્ય?  અને આ બક્ષી અંકલ કોણ છે?  સવાલ બહુ છે પણ ઉતર માત્ર એક જ છે વાંચતા રહ્યો , “KING - POWER OF EMPIRE ”