Ek minute ma ishq in Gujarati Love Stories by Hir books and stories PDF | એક મિનિટમાં ઇશ્ક

The Author
Featured Books
Categories
Share

એક મિનિટમાં ઇશ્ક

અચાનક મોબાઈલ માંથી મધુર અવાજ કાનને સ્પર્શ થયો... આમ તો રોજ જે રિંગ સંભળાતી એજ હતી.. પણ એ દિવસે એની મધુરતા જ અલગ હતી.

સામેથી એક મૅસેજ ફોનમાં પડ્યો.. 'plzz mari ek help kari sako cho'.. Mane pelu song che ne kuch na kaho.. Kuch bhi na kaho.. E song mokli sako cho..'

આમ તો એનું નામ હેત્વી હતું..પણ બધા એને 'હેતુ ' થી વધુ ઓળખે એને સિંગિંગનો ગાંડો નશો.. . હેતુ ની નજર સામે આ મૅસેજ આવતા થોડીક ક્ષણ એ શૂન્ય થઈ ગઈ.. એની બીજી જ ક્ષણે એને થોડીક સ્વસ્થ થઈ ને એની આંગળીઓ ફોન ના કીપૅડ પર ફેરવી અને મૅસેજ નો ઉત્તર આપતાં કહ્યું 'who r you??'.. વાસ્તવમાં હેતુ જાણતી હતી કે આ એ જ છે.. જે પેલા કવિતા વાળુ ગ્રૂપ છે એના admin છે.. અને એમની કવિતાઓ વાંચવા માટે જ તો એ ગ્રૂપમાં add થઈ હતી... અને એટલે જ તો એમનો ફોન નંબર પણ એના ફોન માં ગ્રૂપ બન્યુ ત્યારનો  સેવ કરેલો હતો
છતાં પણ એને વાત ને નવો વળાંક આપવા માટે પૂછી લીધું હતું.

હેતુ ના મેસેજ કર્યાં ની બીજી જ સેકંડે સામેથી ઉત્તર આવ્યો....'hu pela grup ma chu.. Plzz tame maru aatlu kaam kari aapsho'.

હેતુ તો મનમાં હરખાઈ ગઈ કેમકે એતો ક્યારનીય એવું ઈચ્છતી હતી કે એમની સાથે બસ એકવાર વાત કરવાનો લ્હાવો મળી જાય.. આમ તો એમને એ બહુ ઓછુ જાણતી હતી.. કેમકે હમણાં હમણાં જ એ ગ્રૂપ બન્યુ હતુ.. હજી તો ગ્રૂપ ના લોકો કોઈને નામ થી પણ ઓળખતા નહોતા... પણ હા હેતુ એમને કૉલેજમાં હતી ત્યારની જ જાણતી હતી.. (એટલે કે નામ જાણતી હતી).. એકવાર કૉલેજના બુલેટિન બોર્ડ પર એમની એક સુંદર કવિતા લગાવી હતી.. ને બે દિવસ પછી હેતુ ની નજર એ અદ્ભૂત રચના પર પડી.. (આમ તો હતી સાયન્સ ની વિદ્યાર્થિની.. પણ માતૃભાષા પ્રત્યે ખૂબ જ લગાવ).. તરત જ એને પોતાના ખભા પર ભરાવેલી બૅગ ઉતારી અને પોતાની કવિતાની ડાયરીમાં એ લખવા માંડ્યું...

હજી તો એ  એક લીટી લખે છે.. ત્યા તો પાછળથી એક અવાજ સંભળાય છે.. "એને લખશો નહી".. હેતુ એ એજ ગતિમાં સામે પુછ્યું," કેમ પણ".. પેલા છોકરા એ કહ્યું આ "મારા મિત્ર એ લખ્યું છે.. અને એને  કહ્યું છે કે કોઇ લખે નહી કે ફોટો ના પાડે એ જોજો.. કેમકે એને એક આખુ પુસ્તક બનાવવું છે"..
હેતુ કાઈ બોલે એ પહેલાં તો એ કવિ સાક્ષાત ત્યાં આવી ગયા..
ડાર્ક પિન્ક કલરનુ શર્ટ ને એમાં પણ છેક ગળા સુધી ના બટન બંધ .. બ્લેક પેન્ટ..સાથે શર્ટ ઈન કરેલુ...ને પગમાં બ્લેક શૂઝ.. વાળ તો એક્દમ ગૂંગરાલા(કરલી) જોતાની સાથે જ કોઈક પ્રેમમાં ડૂબેલો આશિક હોય તેવું લાગે..

એમને હેતુની સામે જોયું.. ને કહ્યું.. "હું દેવ...ને મે જ મારા મિત્રોને ધ્યાન રાખવાનું કહ્યું હતું.. Sorry....જો તમારે મારી કવિતાઓ વાંચવી હોય તો મારી પાસેથી મારા ક્લાસમાંથી લઇ જઇ શકો છો.. પણ આ ના લખશો.." ( હેતુ કરતા એ એક વર્ષ આગળના ક્લાસમાં હતા)

હેતુ ને દુઃખ તો થયુ.. પણ કોઈને જણાવ્યું નહી... એ પછી ક્યારેય એ કવિતા લેવા પણ નહોતી ગઈ કે એમની સામે પણ... બસ આટલી જ ઓળખાણ..

એ વાત ને ત્રણ વર્ષ થયા.. ને આજે સીધો જ મેસેજ આવેલો..

હેતુ એ મેસેજનો જવાબ આપતા કહ્યું ' Haa hu tamne moklish.. Pn hal hu ahmedabad chu.. Tamne ghare jai ne moklish..'

સામેથી શું reply આવશે એ રાહ જોવામાં હેતુ ફોન ને તેનાથી દૂર જ નથી કરી શકતી
.. ને પાછો એ રીંગ નો મધુર અવાજ આવ્યો ને તરત એ ફોન મા જુએ છે
.. ને એમને લખ્યું હોય છે.. 'okk kai vandho nahi pan jaldi mokljo plzz mare tamara Voice ma gayela song ni jarur che'..

હેતુ ohkkk કહે છે ને પછી ફોન બંધ કરી દે છે..

એ એક મિનિટ ના સમય ની અંદર હેતુ કેટલાય વિચારો કરે છે... એને ખરેખર વાત કરવી હતી.. પણ એ કાંઈક વિચારીને ફોન બંધ કરી દેછે... એને ક્યારેય પ્રેમ તો નહોતો કર્યો કોઈને....

પણ આ એક વ્યક્તિ ના મેસેજથી એના અંદર એક પ્રેમ નું મોજું ફરીવળ્યું હતું.. બસ ખાલી એના એક મેસેજ થી એના ચહેરા પર થી ખુશી ની રેખા ઓ હટવા નું નામ નહોતી લઈ રહી.... એને એમ જ થયા કરતું.. ફક્ત એની સાથેની એક પળ મળી એમાં આટલી ખુશી મળી છે.. તો આખી જિંદગી એનો સાથ જિંદગીને કેટલી ખુશનુમા કરી દેશે...

પણ............ હેતુ ના એ વિચારો બસ એના વિચારમાં જ રહી ગયા..એને બસ એક જ ડર હતો કે હું કાંઈક કરીશ તો સમાજ શું કહેશે!!! કોઈ જોઈ જશે મને આમ વાત કરતા.. તો....આવા તો કેટલાય વિચારો  હેતુ ને હંમેશા માટે એ જ જગ્યા પર લાવી ને ઊભી કરી દેછે કે.. જ્યાં એ પેલી એક મિનિટ પુરી થયા પછી હતી...

એ પછી એમના ઘણા મેસેજ આવ્યા.. પણ...... એ પછી ક્યારેય એને એ chat box ખોલ્યું જ નથી.

એ એક મિનિટમાં એણે કેટકેટલું એની નજર સમક્ષ જોઇને ભૂંસી નાખ્યું... એ એક મિનિટમાં થયેલો ઈશ્ક હેતુ એ એના હૃદયના એક નાજુક ખૂણામાં કેદ કરી ને રાખ્યો છે.. જે ક્યારેય ત્યાંથી નીકળી નહીં શકે..

સમાપ્ત.

આ મારો પ્રથમ પ્રયાસ હતો.. તો કઈ પણ ભૂલ હોય.. જોડણી ની ભૂલ હોય તો એના માટે હું દિલ થી માફી માંગુ છું... ને કઈ પણ ખોટું લખાઈ ગયું હોય તો એ માટે માફી ચાહું છું.