Dardbharyo prem - 8 in Gujarati Love Stories by Nitin Patel books and stories PDF | દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત - ભાગ - 8

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત - ભાગ - 8


     પંકજ અને આશા Hotel ના Room માં Romantic અને ખુશનુમા Feel થાય એવી અતરંગ પળોને માણીને બહુ ખુશ હતા અને બંને બાઈક પર બેસીને પોતાના ઘરે જવા નીકળી જાય છે. રસ્તામાં એક Boyfriend અને Girlfriend કરે એવી હરકતો અને વાતો કરતા પંકજ આશાને એના ગામના સ્ટેશન પર ઉતારીને પોતાના ગામ તરફ જવા નીકળી જાય છે. ઘરે પહોંચતા રાત થઇ ગઈ હોય છે એટલે બંને Fresh થઈને જમવાનું પતાવી ને બીજા થોડા ઘણા કામ કરીને મોબાઈલ માં Chat ચાલુ કરે છે.

        મોબાઈલ માં બંનેની Scrin પર એકબીજાના Namepage ની Profile જ ખુલ્લી હોય છે.બંને જેવા Msg કરે એવા તરત જ એકબીજાના Chatpage માં Seen થઇ જાય, આમેય પણ જેને True Love હોય એને સામેના પ્રિય પાત્ર સિવાય બીજાની કોઈની Chat પસંદ ના આવે જ્યાં સુધી એમની વાતો ચાલુ હોય. આવી જ રીતે બંને આજના દિવસ ની રંગીન પળોને ફરીથી યાદ કરીને એકબીજાને Msg દ્વારા Feel કરાવી રહ્યા હતા ને આવી હસીન પળોને ભૂલવા પણ કોણ માંગે. Chat માં બીજી અહીંતહીં ની વાતો કરી Next Time ક્યારે મળીશું એનું નક્કી કરી Chat ને પૂર્ણ કરતા એવા Romantic Msg અને, દિલને અલગ Effect આપે એવા Lovely Emoji કરીને બંને સુઈ જાય છે.

      પંકજ અને આશા બંને ના કોલેજ નો Root એક જ હોવાથી બંને બીજા દિવસે પણ મળે છે, બંને કોલેજ Student હોવાથી Class Bunk કરીને મળે છે. પંકજ આશાને Chocolate લાવીને આપે છે અને કહે છે કે મારી Silky Type Girl ને મારા તરફ થી Dairymilk Silk. આશા પણ આ જોઈ પંકજ ના ગાલ પર Kiss કરી લે છે. આગળના દિવસ Relation માણ્યા પછી પણ બંને ના ચહેરા પર સાચા પ્રેમની Feeling પ્રત્યક્ષ દેખાઈ રહી હતી. પછી થોડીવાર બંને પોતાના દિલની લાગણીઓ ની આપલે કરતા રહ્યા ને Lipkiss કરીને બંને પોતાના ઘર તરફ નીકળી ગયા.

     પંકજ અને આશા આવી રીતે રોજ મળતા રહેતા હતા, બંને કોલેજ ના Class Bunk કરતા કા તો કોલેજ પુરી થઇ જાય પછી મળતા રહેતા, કોઈ દિવસ Movie જોવા જવું, કોઈ દિવસ Long Drive પર નીકળી જવું, Fast House અને Hotel માં જમવા જવું, Garden માં જઈ બેસવું, આવી રીતે પોતાની Lovestory માં બંને Time Spend કરી રહ્યા હતા. કોઈ દિવસ બંને વચ્ચે નાના-મોટા ઝગડા થતા રહેતા ને પછી ફરી પાછા એકબીજાને મનાવી લેતા, આવા રીસામણા અને મનામણાં ચાલ્યા રાખતા, પણ પંકજ અને આશા નો Love બરકરાર જ રહેતો. આ બંને ના પ્રેમ માં રતીભાર પણ ફરક ના પડતો.

   આશા અને પંકજ નામના આ Lovebirds ને જોઈને તો કેટલાય યુવાનો અને યુવતીઓ માટે પંકજ અને આશા Perfect And Best Couple બની ગયું હતું, તો કેટલાય માટે તો જલન પણ કરાવી રહ્યું હતું. School ના સમય થી ચાલુ થયેલી આ પ્રેમકહાની કોલેજ ના સમય સુધી એક જ લય માં ચાલી રહી હતી અને આજે આ બંનેની પ્રેમકહાની ને 5 વર્ષ પુરા થઇ ગયા હતા. આ 5 વર્ષ માં આશા અને પંકજ ની Lovestory માં કંઈપણ નહોતું બદલાયું, બદલાયું હોય તો દિવસે ને દિવસે વધતો જતો એકબીજા માટે પ્રેમ. બંને એકબીજા માટે બન્યા હોય એવું નહિ પણ એકબીજાની જિંદગી જ બની ગયા હતા એવું કહું તો કઈ ખોટું નથી.

    પંકજ અને આશા બંને નું B.sc નું Last Year હતું ને બંનેની રોજબરોજની મુલાકાતો થતી રહેતી, પંકજ પણ હવે પોતાની Study પરથી ધ્યાન હટાવીને આશા પર જ બધું ધ્યાન લગાવી દીધું હતું. પંકજ હવે આશાને દર Friday Movie Show જોવા લઇ જતો, High Payable Rate વાળી Hotels માં Lunch અને Dinner માટે લઇ જતો.પંકજ હવે દરેક મુલાકાત માં આશા માટે મોંઘી Chocolates, Costly Dresses અને Gift માં Watch, Ring, Earing, Neckless, Breslate જેવી વસ્તુઓ આપતો રહેતો. આશા આવી બધી Gifts લેવાના ઇન્કાર કરવા છતાં પંકજ આશા માટે આવી બધી Gift આપે જ રાખે છે. પંકજ આ બધું દેખાડા માટે નહોતો કરતો પણ પોતાને એ એક કેટલો મોટો પ્રેમ દિવાનો છે બસ એ બતાવા માંગતો હતો.

    પંકજ અને આશા દુનિયા ના રીતરીવાજ ની પરવા કર્યા વગર પોતાના પ્રેમસાગર માં લાગણીઓની ડૂબકી લગાવી રહ્યા હતા, પણ હવે ડૂબકીઓ એમને ડુબાડી નાખવાની હતી એ કદાચ બંને જાણતા નહિ હોય. પણ હવે ચાલુ થવાનું હતું પંકજ અને આશાની પ્રેમ પરીક્ષા નું પ્રકરણ, પણ હવે પાસ થશે કે નાપાસ એતો જોવું રહ્યું.

                                *****

    આ પ્રેમકહાની માં હવે શું કશ્મકશ આવાની હતી? બંને જીવનસાથી બનશે કે જુદા થઇ જશે? આખરે કયુ દર્દ મળશે? આ પ્રેમીઓના પ્રેમ નો શું અંત આવશે? એ વધુ આવતા અંકે.

તમે મારી અન્ય કહાની પણ વાંચી શકો છો..

જમીનદાર : પ્રેમ અને દુષ્મની

બસ એક તારા માટે

   તમારું રેટિંગ ના આપવું અથવા ઓછું રેટિંગ આપવું એ મારા લખાણમાં ભૂલ છે એ તરફ આંગળી ચીંધે છે તો તમે Personaly મને મારી ભૂલ નીચે આપેલ Number પર કહી શકો છો.

    તમારો અભિપ્રાય મને સારુ લખવા પ્રેરણા આપશે તો તમારો કિંમતી અભિપ્રાય મને આપવો.. તમારો અભિપ્રાય મને Chat Box અથવા મારા નીચે આપેલ Whatsup No. પર કરી આપી શકો છો.

નીતિન પટેલ 
8849633855