Uday - 4 in Gujarati Moral Stories by Jyotindra Mehta books and stories PDF | ઉદય ભાગ ૪

Featured Books
Categories
Share

ઉદય ભાગ ૪

એરંડા નો મબલક પાક ઉતર્યો. મફાકાકા આનંદ માં આવી ગયા બીજા ખેતરો માં તો સરસ પાક ઉતારતો પણ આ ખેતર માં પાક ઉતરવો એ તો તેમને મન ચમત્કાર હતો અને તેને માટે નટુના પગલાં જવાબદાર હતા એવું તે માનતા હતા. પછી એક દિવસ સમાચાર આવ્યા કે તેમની દીકરી નયના તેની નણંદ દેવાંશી અને છોકરાને લઇ ગામડે આવી રહી છે . કાકા તો બે દિવસ પહેલાથી તેના સ્વાગત ની તૈયારી કરવા લાગ્યા . દીકરી ના સ્વાગત માટે તો તેમને ઘર પણ ધોળાવી દીધું . પાડોશ માં રાઘાભાઈ ને ઠંડા પાણી ના બાટલા ફ્રિજ માં ભરી રાખવા કહી દીધું . સંતોકભાભી ને છાસ રોજ આપવા કહી દીધું . કાકી જીવતા હતા ત્યાં સુધી તો મફાકાકા એ ભેંસ રાખી હતી પણ ઉજળીકાકી ગયા પછી તો ભેંસ વેચી દીધી તેથી દૂધ અને છાસ તો સંતોક ભાભી ને ત્યાંથી આવતા હતા . નયન ને છાસ વગર જરાય ચાલતું નહિ તેની કાકા ને ખબર હતી એટલે પહેલાથી સંતોક ભાભી ને કહી દીધું કે રોજ બે તપેલી છાસ મોકલાવી દેવી તેમના ઘેર વલોવ્યું ના હોય તો બીજાને ત્યાંથી આપી દેવી . કાકા નું માન પણ ગામમાં ખુબ હતું રસિક પોતાના ઘરે થી નવી નક્કોર ખુરસીઓ મૂકી ગયો અને કેશકાકા ટેબલ ફેન આપી ગયા . કાકા ને ઘેર તો જાણે લગ્નપ્રસંગ હોય તેવી તડામાર તૈયારીઓ ચાલી. સાંજની ગાડી માં આવવાની હતી પણ વિનુ ને બપોરે જ રીક્ષા લઇ રવાના કરી દીધો .રામલા ને ય ખેતરે થી બોલાવી લીધો હવે ખેતરે નટુ એકલો રહી ગયો. નટુ ને કહી ગયો કે કદાચ મોટીબેન કાલે નવું ખેતર જોવા આવશે. નયના ને આખા ગામમાં બધા માંથી મોટીબેન કહી બોલાવતા અને નયના ગામડે આવતી તોય મોટીબહેન ની જેમ રહેતી . સંતોકભાભી હોય કે તેમના છોકરા તેમની માટે કાંઈક ભેટ વસ્તુ કે ખાવાનું લઈને આવતી . સાંજે નટુ ને સમાચાર મળી ગયા કે મોટીબેન આવી ગયા છે. તે દિવસે કાકા ને ઘેર મોડે સુધી ઉજાણી ચાલી . રાત્રે બધા ગયા પછી નયના એ પૃચ્છા કરી કે નવું ખેતર કયું વાવવા લીધું છે. કાકા એ કહ્યું એ તો બે વરહ થી લીધું સ પણ પાક તો ઉણ જ ઉતર્યો સ . નયના વિચારમાં પડી ગયી કે જે ખેતર માં ઘાસ પણ નહોતું ઉગતું ત્યાં બાપા એ પાક કઈ રીતે લીધો . ત્યારે કાકા એ નટુ ની વાત કરી બીજે દિવસે ખેતરે જવાનું નક્કી કર્યું .

સવારે જયારે મોટીબેન ખેતરે આવ્યા ત્યારે નટુ બધા કામમાંથી પરવારી ચુક્યો હતો અને લીમડા ના છાંયડે બેઠો હતો અને આરામ કરી રહ્યો હતો. દૂરથી મોટીબેન ને તેમના છોકરાવ અને તેમના નણંદ આવતા જણાય એટલે નટુ એ ઉભા થી જે શ્રી કૃષ્ણ કર્યા. મોટીબેને ખુબ પ્રેમથી તેની પૃચ્છા કરી.. પછી છોકરાવ નાહવાની ઈચ્છા જાહેર કરી એટલે નટુ એ બોર ચાલુ કર્યો અને કુંડી માં નાહવાનું કહ્યું. તે દરિમયાન મોટી બેહેને નટુ ને તેના પરિવાર વિષે પૂછ્યું ત્યારે કાકા ને કહેલી બધી વાતો મોટીબેન ને કહી પણ તેમની પાછળ બેસેલી દેવાંશી એકટક નટુને તાકી રહી હતી . મોટીબેન છોકરાને બહાર નીકળવા કહેવા ગયા ત્યારે તે તક નો લાભ લઇ દેવાંશી એ કહ્યું કે મેં તમને ક્યાંક જોયા હોય તેવું લાગે છે ? તમારો ચેહરો એકદમ પરિચિત હોય તેવું લાગે છે ? યાદ નથી આવતું પણ ક્યાંક તો જોયા હોય તેવું લાગે છે . દેવાંશી ને પૂછતાં ખબર પડી કે તે સાયકોલોજી ની સ્ટુડન્ટ છે અને છેલ્લા વરસ માં ભણે છે.

દેવાંશી, એક અદભુત સૌંદર્ય તેની મોટી મોટી આંખો હશે ત્યારે પડતા ગાલ માં પડતા ખંજન સુંદરકાયા . જાણે બધું જ પ્રમાણસર જાણે સ્વર્ગ ની કોઈ અપ્સરા હોય તેવું તેનું રૂપ અને લાવણ્ય . આવાજ જાણે કાં મંદિર ની ઘંટડીયો નો ઝીણો રણકાર વાગતો હોય તેવો મધુર . નટુ બે ઘડી તેની સામે તાકી રહ્યો પછી તેણે કહ્યું ના જી મને ક્યાંથી જોયો હોય અને ગરીબો ના ચેહરા આમેય સરખા હોય. મોટીબેન છોકરાવ ને લઈને આવ્યા એટલે નટુ એ બાજુ ની વાડી માંથી લાવેલા જાંબુ આપીને છોકરાવ ને વિદાય કર્યા પણ દેવાંશી ના ચેહરા પરનું પ્રશ્નચિહ્ન કાયમ રહ્યું તેણે વિચાર્યું કે આ વ્યક્તિ ની જાણકારી મેળવવી પડશે આમેય ૧૦ દિવસ તો અહીં રહેવાનું છે .