Carry On Kesar - Film Review in Gujarati Film Reviews by Hardik Solanki books and stories PDF | કેનવાસમાં મઢેલી રંગોળી એટલે કેરી ઑન કેસર - ફિલ્મ રીવ્યુ

Featured Books
Categories
Share

કેનવાસમાં મઢેલી રંગોળી એટલે કેરી ઑન કેસર - ફિલ્મ રીવ્યુ

કેરી ઑન કેસર...

વિપુલ મહેતા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'કેરી ઑન કેસર' એક ઉત્તમ પારિવારિક ફિલ્મ છે. જેમાં હાસ્ય પણ છે અને લાગણીઓના ઘોડાપૂર પણ!

Shyamji and Kesar Patel, a traditional Gujarati elderly childless couple live in a small town in Gujarat. A fashion designer based in Paris, Annie comes across Kesar’s artistic work and makes arrangement to learn the art from her. However, things don't go as planned and a twist of fate prompts Kesar to confront her past. The couple decides to have a child at an age where most couples are grandparents.

મોટી ઉંમરે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા મા બનવાની કેસરની સફર અને તેનાં પતિ શામજીનાં જીવનમાં આવતાં પરિવર્તનો અને તેમને મદદ કરતાં ડૉક્ટર અને ઍનીનાં પાંગરતાં પ્રણયની કેનવાસમા મઢેલી રંગોળી એટલે 'કેરી ઑન કેસર'!

ફિલ્મમાં બહુ નાની-નાની વાતો ઘણું કહી જાય છે. જેમકે ખરતી ધૂળ જીવનમા સંતાન ન હોવાનું બદનસીબ અને સફેદ મડવર્ક જીવનનો ખાલીપો દર્શાવે છે. દરેકને એક ભૂતકાળ હોય છે જે માણસને કદાચ કઠોર બનાવી દે છે. એટલે જ કેસર શુષ્ક અને શાંત છે.

બંધ પડેલી ફેક્ટરી અને વાંઝીયાપણું એક સાથે જોડીને ડાયરેક્ટર સાહેબે કમાલ કરી છે! શામજી પટેલનાં ઘરની દિવાલો સફેદ અને કોરી એટલે છે કે એ દિવાલો પર લીટા પાડનાર કોઈ નથી. શામજી અરીસામાં જોઇ નવજુવનીયાની જેમ મૂછને તાવ આપતાં આપતાં પિતા બનવાનાં અહેસાસને લીધે આંખ ભીની કરી બેસે છે એ સીન અભિનયનાં નવાં આયામો દર્શાવે છે!

વાછરડા ટીમલીને ખુદના સંતાન માનીને સેવા કરતી કેસરમાં માતૃત્વનો અકબંધ દરિયો હિલોળા લે છે જે દ્રશ્ય આંખ કોરી રહેવા નહીં દે! માતૃત્વનાં સમાચાર મળતાં કેસરના ચહેરા પર ઉપસેલા ભાવ તમારી નસ નસમાં વહી તમારાં રૂંવાડા ઊભાં કરી તમારી છાતીમાં ધબકતા હર્દયમાં ફાળ પાડીને આંખ વાટે આંસુ બની વહી નીકળશે!

ફિલ્મમાં આવી અનેક વાતોને ખૂબજ સુંદરતાથી વણી લેવાઈ છે. જેમકે હાલક ડોલક હિંચકો આવનારા સંકટનો સાક્ષી હોય એમ કઈંક કહે છે. માતૃત્વનાં અહેસાસ પછી જેમ મહિના વધે છે તેમ તેમ કેસરે પહેરેલી સાડીનાં રંગો વધું નીખરે છે એ કેટલાં એ જોયું અને કારખાનાંની ચાવી આપ્યાં પછી ઉધડતો દરવાજો? અદ્ભૂત!

વર્ષો સુધી મંદીર તરફ જતાં કેસરના રોકાયેલા પગ માતૃત્વનાં સમાચાર બાદ મંદીર તરફ વળતાં કેવા ધ્રૂજે છે! અને કાળજા નો કટકો ગીત તો હ્ર્દય સોંસરવો ઉતરી જઇ રડાવી દે છે! હા, આ ગીત દરમિયાન મેં મારી પાછળ બેઠેલાં ગુજરાતી ફિલ્મનાં મહાન કલાકારોની ભીની આંખો જોઇ! લાગણીને સ્ત્રી-પુરુષની જાત જેવા કોઈ બંધન નથી નડતા!

દંપતીનાં 'પ્રોગ્રામ'ને વખોડવા આવી પહોંચેલા લોકો ટીવી પર પ્રસિધ્ધ થવાં બીજી ક્ષણે તેનાં વખાણ કરે છે જે ટોળું આખા સમાજનું પ્રતિનિધિત્વ કરે છે!

કેસર અને શામજી આ ફિલ્મની મજબૂત કડી છે. ધારદાર ડાયલોગ્સ હોય કે ગીત જોરદાર!

વરસાદ અને હરખની હેલી, કેસરની એ કેરી ખાવાની અદા, અડધી રાતે તડબૂચ ખાવાની ઇચ્છા, આંબલી ખોળે લેવી એ બધુંજ ફિલ્મને ઉત્તમ બનાવે છે.

રિતેશ મોભ અને અવની મોદીનો અભિનય સારો છે. ઓધાકાકા (અર્ચન ત્રિવેદી) અને જીગલો (અમિષ તન્ના) ઉત્તમ અને અદ્ભૂતમ!

જામખંભાળિયામાં Gj 1, Gj 4 અને Gj 7 વાળા વાહનો ક્યાંથી? જામખંભાળિયામાં બધી કાળી રિક્ષામાં એક માત્ર ગ્રીન સીએનજી રિક્ષા એ પણ અમદાવાદની? ઍની શરૂઆતમાં ગુજરાતી બોલે અને ભારત આવ્યાં પછી ઈંગ્લીશ વધુ એવું કેમ? ટેસ્ટ ટ્યુબ બેબીની પદ્ધતિ દર્શાવી શકાઈ હોત! ધબકતા કારખાનાં સાથે 'કેસરાની' લોન્ચ થતી દર્શાવી શકાઈ હોત! એક વાર બાળકની કિલકારી કે રુદન સાંભળાવી અમને ભાવવિભોર કરી શકાયા હોત ને!

માતૃત્વનાં રંગોને ફિલ્મનાં પરદે બખૂબી આત્મસાત કરતી સુપ્રિયા પાઠક અને પતિથી પિતા સુધીની સફર ખેડતા દર્શન જરીવાલા, બન્નેનાં અફલાતૂન અને ઉત્તમ અભિનય માટે વિપુલ મહેતાની આ ફિલ્મ સહપરિવાર સાથે જરૂર માણવી જોઇયે!