Bas kar yaar - 13 in Gujarati Fiction Stories by Mewada Hasmukh books and stories PDF | બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - 13

Featured Books
Categories
Share

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - 13

આ વખતે મળવા આવે તો ગુલાબ ના બગીચા મા આવજે...
ગુલાબ ને પણ ખબર પડે કે એક ગુલાબ મારી પાસે પણ છે...


Part 13..
બસ કર યાર... 

"હેલો અરુણ" મહેક નું અભિવાદન મારા રોમ રોમ મા પ્રસરી ગયું...

ચહેરા પર ખીલી ઉઠેલા.. જાજરમાન દેદીપ્ય... થી મહેક વેરાન વગડામાં મીઠી પરબડી જેવી લાગતી હતી...

હું ક્ષણ ભર જ નજર નાખી શકયો.. મારા અંતર ના તાર ગૂંચવાઈ ગયા... કોઈ શબ્દ.. થી હું મહેક ને રીપલાય આપી શકુ તેવી પોઝિશન હતી જ નહિ..
ડો, ઘનશ્યામ સર... સામે જ હતાં..

થોડી વાર હું નિશબ્દ ત્યાં જ ઊભો રહ્યો... ત્યાં.. બીજાં સાત.. આઠ સ્ટુડન્ટ આવી પહોંચ્યા....

મહેક ને આજે ઘણા દિવસે જોઈ વીણા.. ખુશ ખુશ થઇ મહેક ને ભેટી પડી..


ડો, ઘનશ્યામ સર થોડા વ્યસ્ત થતાં....
બીજા મિત્રો પણ..મહેક સાથે હાય... હેલો.. નું અભિવાદન કરી રહ્યા હતા.. 
મહેક..પણ, પોતાની આંખ પર વારેઘડી.. અડપલાં કરી જતી..એ નસીબદાર લટ ને પ્રથમ આંગળી થી.. સહજ સાચવી ને.. કાન ની પાછળ સેટ કરતી હતી..

એનાં આંખો માં આંજેલું કાજલ ... મારા હૃદય ની આંખો ને અનિમેષ.. જોયા કરવાની આજીજી કરતું હતું...

કાન માં..ગોલ્ડન રીંગ માં ગોલ્ડન ગોલ્ડન લાગતી હતી ..

નમણું નાક..ને એની બાજુ માં..માઇક્રો ઉપસી આવેલો.. કાળો તલ....
મારા શરીર સોફ્ટવેર ને હેંગ કરતો હતો..

એનાં ગાલ માં હસવાથી..થતું ખંજન...મહેક કિસ્મત વાળી છે.. તેવું વારે વારે..સહુ ને પ્રતીત કરાવતું હતું..

મારા મન માં ...મહેક ના શણગાર.. ના અછાંદસ.... કાવ્ય.... લખાતાં હતાં.. ત્યા જ 

ડો, ઘનશ્યામ સર....બોલ્યા..

મિત્રો..તારીખ 4 ના આયોજન માટે આપણે બધા એ સાથે રહી..આયોજક બની.. પોત પોતાની જવાબદારી મુજબ કાર્ય કરવાનું છે...
******* **** ******** ***** ******

દરેક મિત્રો ને અલગ અલગ કામની વહેંચણી કરવામાં આવી..અરુણ..અને મહેક એક જ ક્લાસ ના હોવાથી ... બંને ને એક જ કામ સ્ટેજ ડેકોરેશનની જવાબદારી આપવામાં આવી..

*** ******* ***** *******

અરુણ..?
યસ.. મેં જરીક હસવાની અદા સાથે.. મહેક ની નજર માં નજર પરોવવાની કોશિશ કરી.

તમારો હિસાબ..!!
કેટલો થયો હતો.. આઈસ્ક્રીમ નો..!!..
મહેક અદબ વાળીને બોલી..

હાલ.. ના બને તો કંઈ વાંધો નઈ..!!
મેં હ્રદય ને મજબૂત કરી જવાબ આપ્યો...

ના.. એવું નથી.. જસ્ટ ટેલ મી..!
આંખો ના ઈશારા થી હાસ્ય વેરતી મહેક બોલી..

હા, ૯૬૦ સમથીંગ...મે કહી જ દીધું..

પોતાના પર્સ માંથી મહેકે એક હજાર રૂપિયા કાઢી મારી સામે ધરતા કહ્યું...
 થેંક્યું..! તમે એ દિવસે મારી મદદ કરી..!!

ઓહ, ઇટ્સ ઓકે.. વારંવાર હવે થેંક્યું નહી કહેવાનું..ઓકે...મે મહેક ને કહવાનો પ્રયાસ કર્યો..

બાકી ના પૈસા પરત આપવા માટે..મારી પાસે છૂટ્ટા નથી..કહેતા..પહેલા મહેકે કહ્યું...
ચાલશે, પછી આપી દેજો..

મે હકારાત્મક..જવાબ આપવા માથું હલાવ્યું...

આપ કૉફી પીશો..??
મે શરમાઈ ને કહ્યુ.

હા,કેમ નઈ..!
મહેકે કૉફી પીવા હા કહી..

 અહી ની કેન્ટીન મા ફાવશે.!
મે ફરીથી ડર ની નજરે પૂછ્યું..

હા, કેમ નઈ..અહિયાં બહાર કરતા કેમ અલગ હોય છે.?
મહેક હસતી હસતી બોલી .

ના,આ તો માત્ર પૂછ્યું ..મે પણ હસવાનો પ્રયત્ન કર્યો .

થોડીવારમાં..હું અને મહેક કેન્ટીન મા કૉફી નો ઓર્ડર આપી ટેબલ પર આમને સામને ગોઠવાઈ ગયા હતાં...

હું શરમ અનુભવતો હતો..કોઈ મિત્ર જોઈ જશે તો...
કે પછી મહેક ની કોઈ ફ્રેન્ડ..જોઈ જશે તો..!!

હું વિચારો ના વમળ માં ખોવાયો..
કૉફી નો ઓર્ડર આપ્યો છતાં..એ પણ. દશ મિનટ સુધી ન આવ્યો..

હું મનોમન બબડ્યા કરતો હતો.. કોઈ જોઈ ન જાય તો સારું..

અને ચા ની કીટલી થી બુમ સંભળાઈ... ..આજે દૂધ બગડી ગયું છે માટે એક કલાક સુધી કૉફી કે ચા નહિ મળી શકે..

હાશ.!
મારા દિલ ને તિવ્ર ગરમી માં પણ આહલાદક ટાઢક થઈ..

ઓકે..અરુણ...આપના નસીબ માં નહિ હોય..આજની કૉફી.!!

બાય... કાલે મળશું લાયબ્રેરી . માં.
જવાબદારી ના કામ માટે..કહેતા મહેક થોડી વધુ હસી ..

મે પણ, નિર્દોષ હાસ્ય ની છોળો હવા માં ઉડાડી.. ખુશી નો અનુભવ કર્યો...

મહેક માટે મારા દીલ મા પ્રેમ ના અવિરત મોજાં ઊછળતાં હતા..પણ,મારા મા હિંમત નહોતી કે હું મારા મનની વાત મહેક ને કહી શકું..

મહેક સાથે મારી વાતો .મજાક મસ્તી .
સોશ્યલ મીડિયામાં ફનિ ચેટ..વગેરે મને મહેક નો પાક્કો પ્રેમી ઘોષિત કરતા હતા..પણ,મહેક..

શું મહેક મને ચાહતી હશે .?

સવાલ હર વખતે મને સતાવ્યા કરતો..
મહેક બીજા ફ્રેન્ડ સાથે કોઈ કામ લઈને પણ વાતચીત કરતી..તો મને ન ગમતું ..હું એના પ્રેમ માં વહેમી બની ગયો હતો.. એવું મને લાગતું હતું..


પણ,મારામાં એટલી તાકાત નહોતી કે હું એની સામે દિલ ની લાગણી વ્યક્ત કરી શકું...


આજે મહેક સાથે થોડાક નજીક જવાનો પ્રસંગ મારા દીલ દિમાગ પર હાવી થઈ ગયો...

મે વોટ્સઅપ પર એને મળવાનો પ્રયાસ કર્યો .પણ ,આજે એ ઓફ લાઇન હતી...

આમાય..કિસ્મત ના દોષ કાઢી મે ગુડ નાઈટ..લખી સુવા નો ટ્રાય કર્યો....

આગળ આવતા રવિવારે.... ? ? ? 
Thanks all friends.. 

चंद रिश्ते जो.....
मेरी उम्र भर की पूँजी हैं.... 
उन्ही रिश्तों में......
शामिल है आपका भी नाम....

हसमुख मेवाड़ा