Friends With Benefits in Gujarati Short Stories by Ravi Purohit books and stories PDF | ફ્રેન્ડ્સ વિથ બેનીફીટ્સ

Featured Books
Categories
Share

ફ્રેન્ડ્સ વિથ બેનીફીટ્સ

ફ્રેન્ડ્સ વિથ બેનીફીટ્સ



હા, પણ હું ત્યાં કેવી રીતે આવીશ? આઈ મીન હજુ આપણે બંને ફોન પર જ વાતો કરી છે અને તું મને તારા ઘરે બોલાવે છે એ પણ રાજકોટથી દોઢસો કિમિ દૂર.

હા, તો હવે આપણે ફોન પર બહુ વાતો કરી છે. મારે તને મળવું છે અને મળીને વાતો કરવી છે.


જો સ્વીટી તારી વાત સાચી છે પણ તું મને બોલાવે છે રાત્રે, એ પણ તારા ઘરે અને એ પણ બધા હોય ત્યારે.


હા, તો તું સાંજના સાત વાગ્યાની બસમાં નીકળજે સાવરકુંડલા આવવા, લગભગ બસ તને અગિયાર વાગ્યા સુધીમાં પહોંચાડી દેશે અને ત્યારબાદ તું મને અહીંયા પહોંચીને ફોન કરજે.


હા, પણ રાત્રે કેમ? તારા ઘરના બધા ક્યાં હશે?


જો વિકી, રાત્રે મળીશું, મારો રૂમ છે ત્યાં બેસીશુ અને વાતો કરીશું અને વહેલી સવારે તું નીકળી જજે અને મારા ફેમેલીના બધા વહેલા સુઈ જાય છે એટલે તું એની ચિંતા નહિ કરતો.... સિમ્પલ.


સુઈ જાય છે પણ રાત્રે જાગે નહિ એની શું ખાતરી? તું મને મરાવશે યાર... આટલું સિમ્પલ...


તું તો બહુ ફટ્ટુ છે યાર, આવી જા અને મારા પર ભરોષો કર બેબી.


***


આ વાત છે એક વીક પહેલાની જયારે વિકી અને સ્વીટી બંને અજાણતા જ ફોન પર રોન્ગ નંબર દ્વારા વાતો કરવા લાગ્યા હતા અને આજે એક વીક પછી સ્વીટી વિકીને પોતાના ઘરે મળવા બોલાવે છે એ પણ રાજકોટથી દોઢસો કિમિ દૂર આવેલા સાવરકુંડલા ગામ જે ગામમાં એસટી સિવાય બીજી કોઈ બસ જતી નથી. વિકિની ઉમર લગભગ એકવીસ વર્ષની છે અને એ કોલેજના સેકન્ડ યરમાં છે.સ્વીટી 32 વર્ષની ડિવોર્સી છે. બંને જણ ફોન પર જ મળ્યા છે અને બંનેએ માત્ર પોતાના પીક્સ એક્સચેન્જ કર્યા છે. નથી વિકી સ્વીટીને ઓળખતો અને નથી સ્વીટી વિકીને ઓળખતી તેમ છતાં બંનેને મળવું છે અને એ પણ ઘરે મળવું છે અને એ પણ એકલા મળવું છે અને એ પણ રાત્રે મળવું છે અને એ પણ આખી રાત મળવું છે. સ્વીટીના કહ્યા પ્રમાણે તે વિકીને મળશે અને બંને વાતો કરીને સવારે છુટા પડી જશે અને સ્વીટી રાજકોટ ક્યારે આવે એનું કઈ નક્કી નથી એટલે બેટર છે કે વિકી જ તેને મળવા સાવરકુંડલા આવી જાય. વિકીને જયારે એમ થયું કે રાત્રે શુ કામ ત્યારે સ્વીટી પાસે જવાબ હતો કે સાવરકુંડલા ગામ નાનું છે અને રાજકોટની જેમ અહીંયા કાફે ન હોય કે શાંતિથી બેસીને મળીને વાતો કરી શકાય એટલે વિકીને રાતના સમયે જ આવવું પડશે. વિકી હજુ એકવીસ વર્ષનો હતો અને મળવા માટે તો એ તૈયાર હતો પણ અંદરથી એને પણ ડર હતો. અજાણ્યા ગામમાં કોઈને ઓળખતો નથી અને જો રાતના સમયે સ્વીટી ન મળી તો? સ્વીટી મળી અને તેણે માર ખવડાવ્યો તો? સ્વીટીએ માર ન ખવડાવ્યો અને તેના પેરેન્ટ્સ જાગી ગયા અને વિકી પકડાઈ ગયો તો? આ બધા સવાલો તેના મનમાં રમતા હતા પણ હવે વિકીને માત્ર ચોવીસ કલાકનો સમય મળ્યો હતો. આજે શુક્રવાર હતો અને શનિવારના સાંજે સાત વાગ્યાની બસમાં વિકીને નીકળવાનું હતું એ પણ સ્વીટીને મળવા જેને તે ક્યારેય મળ્યો નથી, બસ માત્ર ફોન પર વાતો કરી છે અને માત્ર એક ફોટો જોયો છે.


***


હા, પપ્પા હું મારા દોસ્તો સાથે જૂનાગઢ જાવ છું, સાંજે નીકળીશું અને રાત્રે ત્યાં પહોંચીને એક ફ્રેન્ડના ઘરે રોકાઈ જઈશું. વહેલી સવારે ત્યાંથી ગીરનાર ચડવાનો પ્લાન છે અને બપોર સુધીમાં પાછા નીચે. સાંજે પાછા રાજકોટ. હું રાજકોટથી જાવ છુ અને બીજા બે ફ્રેન્ડ છે એ સીધા જૂનાગઢ આવે છે અને એક ફ્રેન્ડ છે એ તો જૂનાગઢ જ છે. દોસ્તો સાથે છેલ્લી ઘડીએ પ્લાન બન્યો એટલે તમને અત્યારે કહું છુ. તમે ચિંતા નહિ કરતા હું રવિવાર સાંજે કે મોડામાં મોડો રાત્રે પાછો આવી જઈશ.


બેટા તારી વાત સાચી છે પણ આવી ઉતાવળ કરવાને બદલે નેક્સ્ટ વીકનો પ્લાન બનાવો.


પપ્પા, પ્લાન બન્યો છે તો જઈ આવીએ નહીંતર જો પ્લાન બનાવવાની રહે રહીશું તો કયારેય નહિ જવાય. પ્લીઝ પપ્પા.


ઠીક છે, આ વખતે જઈ આવો પણ હવેથી આવા લાસ્ટ મોમેન્ટના કોઈ પ્લાન હોય તો મને નહિ પૂછતો. તારી રીતે જ સમજી જજે કે પપ્પા ના જ પાડવાના છે.


.થૅન્ક્સ પપ્પા, પ્લીઝ મને બસ સ્ટેન્ડ સુધી ડ્રોપ કરી દો અને થોડા પૈસા આપો.


***


હાય બેબી, હું બસ સ્ટેન્ડ છુ અને અહિયાંથી હમણાં બસમાં નીકળું છુ પણ બસ આજે થોડી લેટ છે એમ મને અહિયાંથી કહ્યું છે એટલે હું રાત્રે કદાચ બાર વાગ્યા સુધીમાં આવીશ, વાંધો નહિ ને?


કોઈ વાંધો નહિ, તું જેટલો લેટ આવીશ એમ મારા ઘરે બધા ઊંઘી ગયા હશે એટલે કોઈ પ્રોબ્લેમ પણ નહિ થાય... તને.


હા, મને જ. તારું તો ઘર છે અને તને શું પ્રોબેલ્મ થવાનો?


બેબી, તને એવું લાગે છે હું તને પણ કોઈ પ્રોબ્લેમ આવવા દવ?


નો બેબી, અચ્છા ચાલ તારા માટે શું લઇ આવું?


મારા માટે તું આવે છે એ જ બહુ છે.


ના યાર, તો ભી, તું બોલને શું લઇ આવું ?


ચોકોલેટ્સ લઇ આવજે બસ.


ઓકે બેબી, ડન. બાય. રાત્રે મળીએ, સુઈ જતી નહિ તું પણ તારા ફેમેલી જોડે.


હું ફેમેલી જોડે નહિ તારી જોડે સુઈ જઈશ બસ?


શું? એટલે?


મજાક કરું છુ, તું આવી જા ચાલ.


***


હેલો નિર્મિત, યાર એક હેલ્પ કરવાની છે તારે.


બોલ ને...


યાર, હું અત્યારે મારી એક ફ્રેન્ડને મળવા બહારગામ જાવ છુ અને ઘરે પપ્પાને ખોટું કહ્યું છે કે હું અને મારા ફ્રેન્ડ્સ બધા જૂનાગઢ જઈએ છીએ અને તું અને સાગર બંને સીધા જૂનાગઢ આવવાના છો.


ઓકે તો મારે શું કરવાનું આમાં? ફ્રેન્ડ સાથે જલસા તું કરે અને અમારે શું કરવાનું?


અરે યાર, તું પપ્પા ફોન કરે તો કહી દેજે મારી સાથે જ છો અને ઘર બાજુ બે દિવસ નહિ આવતો ભાઈ.


હા હા, ફ્રેન્ડ મળી ગઈ એટલે અમને તો તું નજીક ક્યાંથી આવવા દે?


એવું નથી ભાઈ, આવીને બધી વાત કરું છુ.


ઓકે બ્રો, આવીને વાત કર.


***


યા બેબી, બસ માં જ છુ અને તારા માટે ચોકલેટ પણ લઇ લીધી છે, થોડો લેટ આવીશ પણ આવીશ જરૂર.


બી રેડી એન્ડ સુઈ નહિ જતી, બાય.