Sukhiya no daglo in Gujarati Motivational Stories by vishnusinh chavda books and stories PDF | સુખીયા નો ડગલો

Featured Books
  • સૌરાષ્ટ્રની રસધાર-બોળો

    વૈશાખ મહિનાને બળબળતે બપોરે, ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસ્...

  • ખજાનો - 41

    ( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિય...

  • ભીતરમન - 40

    તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત...

  • ફરે તે ફરફરે - 22

    ફરે તે ફરફરે - ૨૨   જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હત...

  • નાયિકાદેવી - ભાગ 29

    ૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જા...

Categories
Share

સુખીયા નો ડગલો

         એક શિવનગર હતું. પંદરેક હજાર ની વસ્તી.આ શિવ
નગર માં એક ધનપતિ શેઠ  નામ દોલત ચંદ્ર હતું.ભારે મોજીલા અને થોડા ઘણું વિલાસી જીવન જીવે. સુખ સાહેબી તો એમની હવેલીમાં જ જાણે ઇન્દ્ર નો મહેલ
બધી જ જાતનું રાચરચીલું અને કોઈ વસ્તુ ની ખોટ નહીં.
ઘરમાં પણ એક દિકરો અને નાની દિકરી અને સુંદર  ગુણીયલ શેઠાણી જે શેઠનો પડતો બોલ ઝીલે.પણ શેેઠને 
તો હવે જવાની આવી હતી.આમતો શેઠ પંચાવન વર્ષના હતા.પણ દિલથી એ જવાન હતાં.તેઓ વધુ પડતાં ભોગસુખ ને માણવા જતા માંદા પડયા.સખત માંદગી આવી એમાં વળી ઉંઘ હરામ થઈ ગઈ.અનિદ્રાનો  રોગ લાગુ પડ્યો.
માંદગી અસહ્ય બની ગઈ. સગાવહાલા અને ઘરના લોકો ચિંતા કરવા લાગ્યા.તે દરમિયાન એક દિ એક  બાવો હવેેલીએ આવી ચડ્યો.એને નોકર દ્વારા હવેલી માં લઈ જવામાં આવ્યો.શેઠને જોઈને તે  માંદગીના મૂળ માં પડેલા
વિલાસ ને જાણી ગયો.વધુ ને વધુ સુખી થવા માટે તેણે વધુ ને વધુ ભોગસામગ્રીઓનો ખડકલો કરી દીધો હતો.તે બધું
જાણ્યું અને જોયું હાય !  આમ છતાં શેઠ તૃપ્તિ પામી શક્યો નહીં.
          તેણે કહ્યું શેઠજી જો કોઈ સુખી માાાણસનો ડગલો (પહેરણ) લાવીને આપને પહેરાવાય તો ચોવીસ કલાક માં રોગ નિર્મૂળ થઈ જાય.શેઠે પોતાના  નોકર ચાકરો ને ડગલો લાવવા માટે ચારે દિશામાં  દોડાવ્યા.
     હવે સુખી માણસો બંગલામાં રહે,મોટી હવેલીઓમા
રહે,મોટા નગરોમાં રહે. શ્રીમંતાઈમાં તેઓ આળોટતા હોય. માન સન્માન થી ફાટફાટ થતા હોય બગીચાઓમાં બેસતા હોય. ઘોડેસ્વારી કરતા હોય.નોકરો શહેરોમાં ધસી ગયા.જે
કોઈ શ્રીમંત કહ્યા તે બધાને પુછ્યુંં‌. પરંતુ ભારે આશ્ચર્યની 
વાત બની કે મસમોટા લખપતિઓ કે કરોડપતિઓએ
પણ પોતે સુખી હોવાની ના પાડી.પોતાના કેટલાક  દુઃખોનું
વર્ણન કર્યું. ‌‌‌દુનિયાના કુલ સુખ દસ કલ્પીએ તો બે, ત્રણ ચાર
બાબતના છેવટે એક બાબતનું દુઃખ તો દરેક ને હતું જ.હવે શું કરવું ? નોકરો શહેરને છોડીને ગામડાઓમાં ધસી ગયા પણ ત્યાં ય એ જ હાલત.
          અરે ! પછી તો જંગલોમાં પહોંચ્યા. બાવાઓને મળ્યા તેઓ સારી દુનિયા ની ફકીરી છોડીને ફકીર બન્યા હતા એટલે તેમની પાસે તો નકરું સુખ હોવું જોઈએ એવી નોકરોની કલ્પના હતી.કાશ ! બાવાઓ પણ દુઃખી હતા. ક્યાંક આપસમાં ઝઘડા હતા ક્યાંક કામની પીડા સતાવતી હતી. ક્યાં ક્રોધ બધુ બાળીને ખાખ કરતો હતો ક્યાંક પરલોકના સુખની લાલસા અદમ્ય બની હતી.
         છેવટે નોકરો પર્વત ઉપર ચડ્યાં. ત્યાં ફરતાં ફરતાં તૂટેલી-ફૂટેલી ઝૂંપડીમાં બેઠેલો એક 'માણસ' જડી આવ્યો. નોકરોએ તેને તેનું નામ પુછ્યું.તેને તેનું નામ સુખીયો જણાવ્યું. તેને શેઠ પાસે આવવાની વિનંતી કરી કેમકે તે ખુબ જ સુખી જણાતો હતો. તેને પૂછ્યું ત્યારે તેણે ઉત્તર આપ્યો કે હા હું સુખી છું. મારે કોઇ વાતનું દુઃખ નથી. તેણે કહ્યું ભાઈઓ મારે શા માટે શેઠ પાસે આવવું જોઈએ. મને તેમનું કોઈ કામ નથી. નોકરો એ કહ્યું ભલા શેઠ ને તારું કામ છે માટે તું ચાલ. પેલા માણસે કહ્યું તેને મારું કામ હોય તો તે અહીં આવે. જ્યારે  શેઠની હવેલીએ આવવા તે કેમે ય કબૂલ ન થયો એટલે નોકરોએ નગરમાં પાછા આવ્યા. અને શેઠ ના મુનીમ ને વાત કરી‌.શેઠની માંદગી દર કલાકે વધતી જતી હતી. મુનીમ મે મારતે ઘોડે પુરપાટ વેગે તે માણસ પાસે ગયો. હાથ જોડી નમસ્કાર કરીને મુનીમે ભારે આદરથી નગરમાં પધારવા વિનંતી કરી.
             ખુલ્લાં માથાવાળો જટાજૂટ ધારણ કરેલો લાલચોળ મોવાળો અલમસ્તકાયા વાળો નાની ચડ્ડી પહેરેલો ખુલ્લા દેહવાળો જમીન ઉપર બેઠેલો સ્મિત કરતો તે માણસ મુનીમને કહેવા લાગ્યો. મારે મુનીમ પાસે આવવાની કશી જરૂર નથી મને કોઈ વાતનું દુઃખ નથી. હું તમામ રીતે સુખી છું નકરો સુખી છું તમે લાખ ઉપાય કરશો તો ય હું આવવાનો નથી‌. મુનિમને  તેના અફર વચનની ખાતરી થતાં એણે કહ્યું ભલે ભાઈ તો એક કામ કર. તમે તમારો ડગલો (પહેરણ) અમને આપો. અમે તે લઈ જઈએ એ માટે તમે કહો તેટલી સોનામહોરો આપીએ‌.
        માણસે કહ્યું ભાઈ ડગલો  હતો. ત્યારે હું તેના દુઃખોથી દુઃખી હતો એ કાઢી નાખ્યું બાદ હું સંપૂર્ણ સુખી બની ગયો છું. મારી પાસે પહેરણ નથી કશું નથી. ભાઈઓ મારી પાસે ઘણું હતું પણ તે ઘણું જ મને ત્રાસરૂપ બન્યું હતું પછી હું ઓછું કરતો ગયો જેમ જેમ ઘટાડતો ગયો તેમ તેમ હાશ... હાશ... થતું ગયું. હું વધુ ને વધુ આનંદ અનુભવવા લાગ્યો. છેલ્લે મેં ડગલો  ફેકી દીધો. અને મારો આનંદ મારા હૈયે સાગરની જેમ હિલોળે ચડ્યો.
          જે સામગ્રીથી શૂન્ય છે તેજ  આનંદથી પૂર્ણ છે. જે આનંદથી પૂર્ણ છે.  તે સામગ્રીથી શૂન્ય હોય. બિચારો મુનીમ હવે શું કરે ? વિલે મોંએ શેઠ પાસે ગયો શેઠ ના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા શેઠ ને મરતા કોઈ અટકાવી શકયું નહીં.
           આજના સમયમાં આજ છે લોકો બિજા નું આંધળું અનુકરણ કરી ને પછી પારાવાર હાલાકી, મૂશ્કેલી, દુઃખ વેઠે છે.અને પછી આ દુઃખ માં પોતાના પરિવાર ને પણ શામેલ કરીદે છે.જેથી એક હર્યાભર્યા ઘર પરિવારમાં દુઃખ કંકાસ નો જન્મ થાય છે.અને પોતાના હસતાં રમતાં પરીવાર ને શેઠની
જેમ છોડીને આ ફાની દુનિયા છોડીને ચાલ્યા જાય છે.જેથી
તેની આવનારી પેઢીઓને આનું પરિણામ ભોગવવું પડે છે.
અને તેઓ બિચારા રોજે રોજ આને ભોગવાતા રહે છે.અને
પછી પોતાના નસીબને દોષ દેતા રહે છે.તેઓ શહેર ની પેલી હવેલીઓ જોઈને ખુશ થઈ જાય છે.અને એવું વિચારતા
હોય છે.કે કાશ આપણે પણ આવી હવેલી હોય, નોકર ચાકર હોય, સુખ સાયબી હોય સારા કપડાં સારું ખાવાનું અને ગરીબી નું નામ જ ના હોય તો કેવું સારું પણ એમને ક્યાં ખબર છે. કે આ હવેલીઓમાં રહેનારાઓને રાત્રે ઊંઘ નથી આવતી અને ઝૂંપડીમાં રહેનારો જગતનો તાત એશ્વર્ય આનંદથી જાણે સ્વર્ગમાં સુઈ ગયો હોય. તે રીતે સુઈ જાય છે આજ તો સાચું સુખ છે. એક દિવસ આપણે પણ ખાલી હાથે આ ફાની દુનિયા છોડીને જવાનું છે તો શાનો આટલો બધો દંભ,દેખાળો, અલગારી રહો, મસ્ત જીવન જીવો આભાર મિત્રો   
                               -: અર્પણ :-
           મારા અરવલ્લી ના અલગારી માણસ ને