આપણે જોયું કે, તૃપ્તિ અને આસિતના પરિવારે એમને કોઈ જ ચિંતા કર્યા વગર શિવને માટે યોગ્ય સારવાર અને સારવારની સચોટ માહિતી એકઠી કરવાનું કીધું હતું. હવે આગળ...
તૃપ્તિ આખી રાત એજ મુંજવણમાં રહી કે કેમ આ બધું સારી રીતે પૂર્ણ થશે, સવારે એ પ્રભુને મનોમન પ્રાથના કરે છે આંખ બંધ છે છતાં આંસુ સરી રહ્યા હતા, મન દ્રિધામાં હતું કે શિવનો પ્રેમ આજીવન એની સાથે રહે એવું પ્રભુ ઈચ્છે છે કે નહીં?? બસ,ચોધાર આંસુ વહી રહ્યા છે.
સુધ બુધ ખોઈ બેઠી છું,
પ્રભુ તારે દ્વાર બેઠી છું,
મનમાં આસ લઇ બેઠી છું,
પાડ પાડજે માઁ ની મમતાનો,
કારણકે સમય થી હતાશ બેઠી છું...
આસિતએ થોડા જ દિવસોમાં સંપૂર્ણ માહિતી કે જે શિવમાટે ઉચિત છે એ એકઠી કરી લીધી હતી. ફક્ત એજ નક્કી કરવાનું હતું કે સારવાર ક્યારે અને ક્યાં સિટીમાં લેવી.
શિવ હવે અઢી વર્ષનો થઈ ગયો હતો. હજુ સુધી એને લોહી ચડાવવું પડ્યું ન હતું, ફક્ત દવાથી જ ચાલતું હતું. શિવનું હિમોગ્લોબિન અત્યાર સુધી ૮ થી ૯% રહેતું હતું, પરંતુ હવે હિમોગ્લોબિન ઘટીને ૬ થી ૭% રહેવા લાગ્યું હતું. શિવને બીજી તકલીફો જેવીકે મોઢા પર સોજા ચડવા, ખોપરી નું હાડકું વધવું, બરોડ વધવી, અને કિડનીમાં નુકશાન થતું હોવાથી ડોક્ટરએ હવે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કીધું હતું.
શિવનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ પુના, સહ્યાદ્રી હોસ્પિટલમાં, ડૉ.શશિકાન્ત આપ્ટે પાસે કરાવવાનું નક્કી કર્યું હતું. આસિતનું મુળવતન કેશોદ આથી પુનામાં એમને એક નાનું ઘર ભાડે રાખવું પડે આથી પેલા એ શોધ્યું, અને ૧૧ મહિના નો કોન્ટ્રાક કર્યો હતો. ડોક્ટરએ બોનમેરો કોનું મેચ થશે એ જાણવા માટે એક HNA રિપોર્ટ કઢાવવાનું કીધું હતું. રિપોર્ટ્સ મુજબ માતાનું ૮૫% અને પિતાનું ૧૦૦% બોનેમેરો મેચ થતું જાણવા મળ્યું હતું. આ રિપોર્ટ્સ નો ખર્ચ ૧૦,૦૦૦ રૂપિયા હતો. પણ ખુશીની વાત એ હતી કે સામાન્ય રીતે ભાઈ કે બહેનનું મેચ સારું થાય પણ શિવ એક માત્ર સંતાન હોવાથી પિતાનું ૧૦૦% મેચ એ પેલી જીત બની ગઈ હતી. વળી, આસિતની જોબ સારી હતી અને તેમના સાહેબ પણ ખુબ સારા હતા એમને ૩ મહિના આસિતને રજા આપી અને આસિતનો પગાર ચાલુ રજા એ પણ એને મળશે તથા એ ઉપરાંત ૫લાખ ની લૉન પેટે પણ રૂપિયા આપ્યા હતા જે આસિત માટે ખુબ સારું હતું.
બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ વખતે દર્દીને સ્પેશ્યલ રૂમ કે જેને BMT રૂમ કહે છે એમાં રહેવાનું હોય છે. આ રૂમને આખો કૅમિકલથી સાફ રાખવામાં આવે છે. દિવસમાં ૩/૪ વખત આખા રૂમની દીવાલ છત જમીન અને વોશરૂમને કેમિકલ થી પોતા તેમજ ધોવામાં આવે છે. અતિશય ચોખાય કે જે બેકટેરિયા રહિત આખો રૂમ હોય છે. દર્દીના કપડાં તેમજ તેની સાથે રહેનારે પણ એ જ ચોખાય વારા ત્યાં થી જ સાફ કરીને આપે એ કપડાં પહેરવાના હોય છે. ત્યાં સફાઈ કરવા માટે આવે એ વ્યક્તિ પેલા બહારના વોશરૂમ માં નાહીને નવા કેમિકલથી સાફ કરેલ કપડાં પહેરીને આ BMT રૂમ માં આવે છે અને આ BMT રૂમની સફાઈ કરે છે, ખુદ ડૉક્ટર પણ જેટલી વાર રોઉન્ડમાં આવે એટલીવાર એ પણ પોતાના કપડાં ચેન્જ કરીને જ આવે છે. આ રૂમ માં અંદર હોવ ત્યારે દિવસ છે કે રાત એ પણ ખબર પડતી નથી, કારણ કે આખો રૂમ પેક હોય છે, બહારની હવા અંદર પ્રવેશી ન શકે એટલો પેક આ રૂમ એકજાતની જેલ લાગે એવો હોય છે. આ રૂમ માં દર્દી અને એની સાથે રહેનાર વ્યક્તિ સિવાય કોઈ જ દેખાય નહીં માટે લાંબો સમય આ રૂમ માં રહો તો તમે ગાંડા જેવા થઈ જાવ એમ કહીયે તો પણ ખોટું નથી. આ રૂમમાં આપણા શિવને ૧ મહિનો રહેવાનું છે.
દ્રીધામાં રહેલા છે સૌ કોઈના જીવ,
ચપટીમાં રહેલા છે સૌ કોઈના જીવ.
"દોસ્ત" શિવના જીવમાં રહેલા છે સૌ કોઈના જીવ!!
તૃપ્તિને મેં કોલ કરી જણાવ્યું કે શિવને એકદમ સારું થઈ જશે તું ખુબ હિમ્મત રાખજે અને શિવ જયારે ઠીક થઈ જાય ત્યારે મારી જોડે "દેવભૂમિ દ્વારિકા નગરી" દર્શન કરવા આવજે. તૃપ્તિએ કહિયુ કે હજુ અમારે ૧ વર્ષ તો અહીં જ રહેવું પડશે કારણ કે જો શિવને ટ્રાન્સપ્લાન્ટ પછી કોઈ પ્રોબ્લેમ થાય તો તુરંત સારવાર આપવી જ પડે, મિનિટ માં તો બહુ જ બધા ફેરફાર થઈ જાય. મને તૃપ્તિના અવાજમાં ખુબ જ વેદના સંભળાઈ રહી હતી, એ ફક્ત બોલતી જ નહોતી પણ કાળજું મારુ પણ કંપાવી રહી હતી, મેં એને કહીંયુ બધું જ સારું થશે આપણે જયારે અનુકૂળતા હશે ત્યારે દર્શન માટે જાસુ, આમ કહી મેં કોલ મુક્યો પણ મારુ મન બેચેન હતું.
દિનાંક : ૬/૪/૨૦૧૪
આજ રોજથી શિવની બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ની તૈયારી શરૂ થઈ હતી. શિવને સહ્યાદ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજ થી આ કુમળા બાળકની મૃત્યુ સાથેની જંગ સારું થવાની હતી. શિવના હર્દયમાં આજે કેથેટર ફિટ કરવામાં આવ્યું હતું, તૃપ્તિની સ્થિતિ આ બધું જોઈ શકે એવી ન હતી છતાં એ હૃદય પર પથ્થર મૂકીને ખુદ પથ્થર જેમ કઠણ બની ને શિવને હિમ્મત આપી રહી હતી.
દિનાંક : ૭/૪/૨૦૧૪
બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ પહેલા કીમો થેરેપી આપે છે, જે ૮ દિવસ આપવામાં આવે છે. કેન્સરના દર્દી ને આપવામાં આવતી કીમો થેરેપી ૪ વર્ષ ચાલે છે, એનો ખર્ચ ૨ લાખ રૂપિયા જેટલો થાય છે, જયારે શિવને જે કીમો થેરેપી અપાશે એમાં ૮ દિવસનો ૫ લાખ રૂપિયાનો ખર્ચ થશે. આજથી શિવને કીમો થેરેપી આપવાની શરૂ કરી હતી.
કીમો થેરાપીથી થતી તકલીફ અને આ પરિસ્થિતિનો સામનો કરવા શિવ કેમ ઝઝુમે છે એ જાણવા જરૂર વાંચજો પ્રકરણ : ૮ ....