Chhe koi aevi bhasha ??- 6 in Gujarati Love Stories by Kinjal Dipesh Pandya books and stories PDF | છે કોઈ એવી ભાષા??? (6)

Featured Books
Categories
Share

છે કોઈ એવી ભાષા??? (6)

દૂર છું તારા થી ફક્ત અંતર થી
પણ મહેસુસ કરું તને એકદમ નજીક
મારા અંતર થી,

તારા માં જ રહી ને તને સાદ દઉં છું
દૂર રહી ને પણ હૈયામાં હામ દઉં છું..

માની લે તું મને તારા માં
માણું તને હું મારા માં..

દૂર રહી ને પણ આમ જ
પ્રેમ કરી લઈએ..
ચાલ ને જીવી લઈએ...

- સેજલ (કુંજદીપ)

રોજ ના કામ પતાવીને સેજલ પોતાના રુમ માં જાય છે. અની પરીક્ષા નજીક છે તો વાંચે છે. મન લગાવીને ખૂબ વાંચે છે. રાતે 12 વાગ્યે એને અચાનક યાદ આવે છે કે વિશાલ ફોન ની રાહ જોતો હશે. પોતાના વિશાલ સાથે એકલી એકલી જ વાતો કરે છે.
Sorry sorry કહેતા હાથ માં ફોન લે છે ,વિશલા લખી મોકલાવે છે ..તરત જ વિશાલ નો જવાબ આવે છે બોલ મારી ગાંડી..
સેજલ ને વિશાલ ને વળગી પડવાનું મન થાય છે.

વિશાલ sorry યાર, વાંચવા બેઠી તો તને ફોન કરવાનો કે મેસેજ કરવાનું પણ રહી ગયું. અરે ગાંડી હું સમજું છું અને હવે તને મારા સમ છે જો sorryકહયું છે તો. હું તારો જ છું. મારી ગાંડી આજે બહું વાંચ્યું, થાકી ગઈ હશે આવ તને થોડો વહાલ કરું મારી વહાલી આવતી રે.. વિશાલ સેજલ પર દૂર છે છતાં ખૂબ વહાલ કરે છે. સેજલ પણ વિશાલ ને વળગી ને જ બેઠી હોય એવું મહેસુસ કરે છે. ધીમે ધીમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે.. બસ વિશાલ..સેજલ..lv u yaar એવા જ શબ્દો સંભળાય છે.દૂર હોવા છતાં બંને એકબીજા માં ઓતપ્રોત થઈ જાય છે. હવે બંને માટે દૂર રહેવું લગભગ અશક્ય છે. સ્વાભાવિક જ છે. તમે જ વિચારો હવે બે પ્રેમ કરવા વાળા કયાં સુધી રાહ જોઈ શકે કે દૂર રહી શકે?

વિશાલ હું તને જલદી મળવા આવીશ મારા જીવલા, હા સેજલ હવે મારા થી પણ નથી રહેવાતું તને જોયા વિના કે તને પ્રેમ કર્યા વિના. આવ જલદી તું મને મળવા, પ્લીઝ સેજલ આવ હવે તને જોયા વિના હું નથી જીવી શકતો.

હા વિશાલ , બસ હવે થોડો સમય . આટલા દિવસ તે રાહ જોઈ જ છે તો હવે થોડા દિવસ વધારે ધીરજ રાખી લે.
બસ તું જ હોય વિશાલ, એનાથી વિશેષ મારી જીંદગી માં શું હોય!?? તારા થી શરૂ કરી તારા માં જ પતે બસ એજ મારી જીંદગી હોય...


રાત્રીના અંધકારમાં,
સૂરજના પ્રકાશ માં,

કરે પ્રેમ તું મને આ અન્નત અવકાશમાં,

છે પ્રેમ તારો આ શ્વાસ ને રોમ રોમમાં,

કરે પ્રેમ,દ્રઢ મન,મને ને નિસચ્યને,

બન્યો છું સર્વસ્વ,સંપૂર્ણ ને સધ્ધર આ પ્રેમમાં,

સાથ તું બાંધ ગાંઠ, તું જ છે અનન્ય જીવનમાં.

- વિશાલ (કુંજદીપ)
હા મોજ હા મારા મીઠડા..
વાહ જોરદાર લખ્યું છે,
હદય ને સ્પર્શી ગયું..
હવે તું સાંભળ..મારા જીવલા

આહ!એ શ્વાસ વાળું એ ગાઢ ચુંબન..
હજી યાદ છે મને..

તારી એ નસીલી આંખો...
હજી યાદ છે મને..

તારા એ કોમળ હાથો નો મારા શરીર ને સ્પર્શ ...
હજી યાદ છે મને..

મારા વાળ ની લટ ને સહેલાવતો...
હજી યાદ છે મને...

તારા હોઠ થી મારા રોમે રોમ ને સ્પર્શ...
હજી યાદ છે મને...
કુંજદીપ.

આજના જમાનામાં પ્રેમ ન મળતા છોકરા છોકરીઓ આત્મહત્યા કરે છે. અરે આતો શું વાત થઈ ભલા!!??

પ્રેમ માં તો મરવા કરતાં તો જીવવામાં જ મઝા છે,
ભલે ને દૂર રહીએ પણ,
પ્રેમ નો પ્રત્યેક પળ ઉજવી
જીવી લેવામાં જ મઝા છે.

પ્રેમ એટલે કોસો દૂર
રહીને પણ,
એક પણ શબ્દ સાંભળ્યા વિના ,
ચહેરા ના હાવ ભાવ જોયા વિના,
સામેની વ્યક્તિ ના હદય ની
દરેક તરંગ ને જાણવું..
-અજ્ઞાત.

કુંજદીપ.
To be continue...