Rahasyamay purani deri - 13 in Gujarati Horror Stories by Prit's Patel (Pirate) books and stories PDF | રહસ્યમય પુરાણી દેરી - 13

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

રહસ્યમય પુરાણી દેરી - 13


રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-13

(આગળનાં ભાગમાં જોયું મણીડોશી ઢોલીને બચાવે છે અને પછી ગામને બચાવા મુખી પાસે એનાં વંશજની દિકરી માંગે છે. હવે આગળ...)

મણીડોશી બોલી " સાંભળ્યું નહીં મુખી, મને એ બાળકી આપી દે, જો તારે ગામને બચાવું હોઇ તો મને તેં બાળકી આપી દે."

મુખી એક્દમ થોથવાયો થઈ ગયો અને પગ પાછા પડવા લાગ્યા. પછી મણી ડોશીનાં પગમાં પડી ગયો અને કહ્યુ કે " અમારાં ઘરમાં ચાર પેઢીથી પહેલી વાર લક્ષ્મી પધાર્યા છે. એ કન્યા સિવાય બીજુ બધુ માગી લ્યો મણી બહેન, પરન્તુ અમારાં કુટુંબની કન્યા નહીં માંગો."

ત્યાં જ ગુસ્સામાં મણી ડોશી બોલી " મારે એજ બાળકી જોઇ છે, જે તમારા ઘરે ચાર પેઢી પછી જન્મી છે."

ઘનાભાઈને આ વાત કાને પડતાં જ ગુસ્સામાં આવી ગયા. ધુવાંપુવાં થઈને બાહર ખિતિએ લટકતી કુહાડી હાથમાં પકડી. એક જ શ્વાસે બને હાથે પકળેલ કુહાડીને ઉગાવેલ ખુલ્લે મોઢે અવાજ કરતા મણી ડોશી તરફ દોડ લગાવી.

પ્રવીણભાઈ સાથે બીજ બે ત્રણ લોકો એ અવાજ સાંભળતા જ ઘનાભાઈ ને પકડી લીધાં. અને મણી ડોશીને મારતા અટકાવ્યા. ત્યાં જ ઘનાભાઈ આહોશમાં આવીને બોલ્યા "આજ તો આ મણી મારા હાથે નહીં બચે, જીવતે જીવતી મારી નાખું"

મણી ડોશી હસીને તેની તરફ પગલાં ભરતા બોલ્યા કે " જીવતાં હોઇ તેને જ મરાય, મરેલાને મારીને શું ફાયદો"

ત્યાં જ મુખી સમજી ગયા અને મણી ડોશીનાં પગ પોતાના બન્ને હાથોથી આંટી મારીને પકડી લીધાં અને કરગરવા લાગ્યા કે " માઁ ક્રોધ નો કરો માઁ, બાળક કહેવાય."

ત્યાં જ ઘનાભાઈ ક્રોધમાં આવી બોલી ગયા "ભાઈ, આ આપણે કરેલી સજા નો બદલો લેવા આવી છે. આને પગે નો પળો, એક વાર મને છૂટો મુકી દયો. હમણાં બતાવી દવ કે ડાકણનું લોહી કેવું હોઇ."

મુખીજી ઉભા થઈ બહુ જ ક્રોધમાં આવી ગયા અને પોતાના હાથને ઘનાભાઈ તરફ લંબાવતા કહ્યુ કે " એ મૂર્ખ, હવે બંધ થઈ જા, આ તારા જ પાપની સજા આજે તારી બેટી ભોગવશે"

આખા ગામનાં લોકો મુખી તરફ જોવા લાગ્યા. પરન્તુ મુખીને અત્યારે ફક્ત ને ફક્ત ઘનાભાઈનાં પાપ અમે માસુમ બેગુનેગાર પોતાની બાળકી દેખાઈ રહી હતી.

હવે પ્રવીણભાઈનો સક યકિનમાં બદલી ગયો હતો કે સાચે કંઇક તો રહસ્ય મુખીજી અને મણીડોશી એ છુપાવ્યુ છે.

ફરીથી મુખીજી મણીડોશીનાં પગ પકડી લીધાં અને કહ્યુ કે " તમે ઇચ્છો તો તમે કહો તે જગ્યા પર આવીને હુ મારો જીવ આપી દવ, પણ મહેરબાની કરીને અમારાં ઘરની લક્ષ્મીને..." થોથવાતો મુખી ફરી હિમ્મત કરી બોલ્યો " બીજો કોઈ પણ આકારો રસ્તો બતાવો, હુ મારો જીવ રેડી દઈશ પણ મારી વંશજ દિકરીને..." આગળ મુખી કાંઈ જ બોલી શક્યો નહીં.

મણીડોશી એ મુખીને ઉભા કર્યા અને કહ્યુ કે " મે બીજો જ રસ્તો વિચારીને તમારી પાસે તમારી લક્ષ્મી માગી છે, પહેલા રસ્તા પર તો મારો જીવ આપી દઈશ તોય ગામ નહીં બચે."

મુખીજી અંદર ગયા અને પોતાના ઘરની લક્ષ્મીને ઉપાડી પાછા ફર્યા. લક્ષ્મીની રાહમાં પોતાની ચાર પેઢી ગુજરી ગઇ હતી. અંતે લક્ષ્મી પધાર્યા તોય આવી મુસીબત સામે આવીને ઊભી રહી ગઇ. હાથમાં પકળેલ લક્ષ્મીને લઈ મણીડોશી તરફનું એક એક પગલું મુખીને સાત સાત જન્મનાં ફેરા જેટલું લાગી રહ્યુ હતુ. લાગતું હતુ કે એક માનવ જન્મ પછી ચૌરાશિ હજાર જન્મોને ફરી વળ્યો એવાં સાત જન્મનાં ફેરા ખાલી સાત પગલામાં માપી લીધાં હતાં.

બાળકીને પોતાનાં હાથમાંથી મણીડોશીનાં હાથમાં આપતાં પોતાના હાથ એટ્લે ધ્રુજી રહ્યાં હતાં કે જાણે પોતાની આત્મા ખુદ યમરાજને સોંપી રહ્યાં હોઇ.

મણી ડોશીએ બાળકી લઈ ગામનાં બાહર વડ તરફ ચાલવા લાગ્યા. ત્યાં જ પકડીને રાખેલ ગાંડા હાથીની જેમ તરફડિયા મારતો ઘનાભાઈ ચીસું પાડીને બોલતા હતાં " મણી, તારો જીવ તો મારા હાથે જ બાહર કાઢીશ. મારી બેટી ને મુકી દે."

મણીડોશી ત્યાં જ ઉભા રહી ગયા અને થોડા મલકયા પછી પાછું ફરીને બોલ્યા, " મારા જીવને છોડ, તારો જીવ જ આ બાળકીએ બચાવ્યો છે. નહિતર કરશન સાથે જ તારું માથું વાઢી નાંખેત"

ગાંડા હાથી પર હળદરની ધાર કરતા જ જેમ ધડામ કરતો ત્યાં જ બેસી જાય તેમ જ પોતાના શરીરમાંથી જીવ બાહર આવી ગયો હોઇ એમ ઘનાભાઈ ત્યાં જ બેસી ગયા. અને બધાં લોકો એ તેને મુકી દીધો. ત્યાં જ મુખીએ પોતાનાં ભાઈને ગળે લગાવી લીધો.

ક્રમશ...

બધુ જાણતો હોવાં છતા મુખી કેમ ચુપ હતો ?
શુ સાચે જ મણી બાળકીની બલી આપશે?

(આગળ શુ થાય તેનુ રહસ્ય જાણવા બન્યાં રહો રહસ્યમય પુરાણી દેરી ની રોમાંચક સફર સાથે...)


મારી નવી રચના કાશ... આવી ગઇ છે જે તમારા દિલને પ્રેમરસમાં ઉતારી દેશે. તમારુ દિલ પ્રેમ કરવા તત્પર થઈ ઉઠશે. અને મારી રચના " ગ્રીન સિગ્નલ " સંપુર્ણ થઈ ચૂકી છે તે વાંચી તમારો અભિપ્રાય આપશો જી. આભાર...?

પ્રિત'z...?