College na karastano - 7 in Gujarati Comedy stories by Keyur Pansara books and stories PDF | કોલેજના કારસ્તાનો - ભાગ - 7

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

કોલેજના કારસ્તાનો - ભાગ - 7

રીસેસ પુરી થતાં બધા વિધાર્થીઓ ફરી પાછા ક્લાસરૂમમાં પાછા ફર્યા અને જોયું કે જે પંખો બંધ કર્યો હતો ત્યાં બેઠેલા વિધાર્થીઓ એ પોતાની જગ્યા બદલાવેલ છે.                                                                                                                          આથી બધા ફટાફટ જ્યાં પંખો ચાલુ હોય તેની નીચે રાખેલ બેંચિસ પર બેસવા લાગ્યા હવે ક્લાસમાં સૌથી છેલ્લે અમારી ગેંગ આવતી આથી જ્યારે અમે ક્લાસમાં દાખલ થયા ત્યારે જોયું કે જે પંખો રીસેસ પહેલા બંધ કરવામાં આવ્યો હતો તેની નીચે રહેલી બેંચિસ જ ખાલી હતી.                                                                                                                 આથી ના છૂટકે અમારે બંધ પંખાની નીચે બેસવું પડ્યું.થોડી વાર બેઠા પછી મનીયો પોતાની જગ્યાએથી ઉભો થયો અને પંખાની સ્વીચ ઓન કરી આવ્યો અને જ્યાં સુધી કોલેજ ટાઈમ પૂરો થયો ત્યાં સુધી તેમાંથી કોઈ પણ જાતનો અવાજ ના આવ્યો.અને જે લોકોએ પોતાની જગ્યા બદલી હતી તેઓને થયું કે કારણ વગર જ જગ્યા બદલાવી પંખામાં કોઈ જાતનો અવાજ આવતો જ નથી.                                                                               બીજા દિવસે જગ્યા બદલનાર વિધાર્થીઓ ફરી પોતાની મૂળ જગ્યાએ બેઠા એક લેકચર પૂર્ણ થયો ત્યાં સુધી કોઈ અવાજ ના આવ્યો પરંતુ બીજો લેક્ચર શરૂ થયો તેની દસેક મિનિટ પછી ક્લાસરૂમમાં ચૂઈ. ઈ. ઈ. ઈ....  એવો અવાજ થયો અને ફરીથી બધાએ પંખા તરફ જોયું.                                                                                                                  તેથી લેક્ચર આપતા ફેકલ્ટી એ ફેન ઓફ કરવાનું કહ્યું.એટલે તે ફેન ઑફ કર્યો.અને પોતાનો લેક્ચર શરૂ કર્યો.પરંતુ ફરી પાછો ચુ. ઈ.. ઈ.. ઈ એવો અવાજ આવ્યો ફરી અમે બધાએ બીજા પંખા તરફ જોયું આથી ફેકલ્ટી એ બધા ફેન બંધ કરાવ્યા.                                                                                               ફેન બંધ થયા બાદ પણ ક્લાસમાં ચુ. ઈ.. ઈ એવો અવાજ આવ્યો.હવે અમે બધાએ બારીની બહાર જોયું અને કહેવા લાગ્યા કે બહારથી કંઇક અવાજ આવે છે.                                                                                                                                         આથી ફેકલ્ટી એ પણ તે અવાજ ની વચ્ચે લેક્ચર શરૂ જ રાખ્યો.રિશેસ પડતા બધા વિદ્યાર્થીઓ કેન્ટીનમા ગયા.બધા નાસ્તો કરવામાં વ્યસ્ત હતા ત્યાં ચુ. ઈ.. ઈ.. અવાજ સાંભળવા મળ્યો.અમે અવાજની દિશામાં જોયું તો મોં પર સ્માઈલ અને હાથમાં મોબાઈલ સાથે અમન ઉભો હતો. અમને લોકોને સમજતા વાર ના લાગી કે ક્લાસરૂમમાં અવાજ ક્યાંથી આવતો હતો.                                                                                                                        ક્લાસમાં જે અવાજ આવતો હતો તે અમનના મોબાઈલમાંથી આવતો હતો.તેને પોતાના મોબાઈલમાં કોઈ ફ્રીકવન્સિની રીંગટોન ડાઉનલોડ કરી હતી.                                                                              અમે બધાએ તો અમનને વધાવી લીધો અને રીંગટોન અમારા મોબાઈલમાં નાખવા કહ્યું.પહેલા તો એને ભાવ ખાધો પણ પછી તેને રીંગટોન અમારા મોબાઈલમાં નાખી દીધી અને રિસેસ વાળી વાત યાદ કરાવતા કહ્યું કે બધા એકીસાથે રીંગટોન ના વગાડતા કોઈપણ એક જ વ્યક્તિ રીંગટોન વગાડશે.                                                                                      અમે બધાએ વાત સ્વીકારી અને નક્કી કરવા લાગ્યા કે કોણ રીંગટોન વગાડશે.ભૂપીએ કહ્યું કે તે વગાડશે એટલે બધાએ હામી ભરી અને રિસેસ પૂરી થવાની રાહ જોવા લાગ્યા.                                                                                                               રીસેસ પૂરી થવાનો બેલ વાગ્યો અને બધા ક્લાસરૂમ તરફ જવા લાગ્યા.ક્લાસરૂમમાં જઈને બધાએ પોતપોતાની જગ્યા લીધી.ભૂપી તો હાથમાં મોબાઈલ લઈને જ બેઠો હતો અમે કીધું કે ભાઈ ઢીલો પડ, થોડીક શાંતિ રાખ, લેક્ચર ચાલુ થાય એની થોડીક વાર પછી વગાડવાનું છે.                                                                                                                ભૂપીએ મોબાઈલ બેગમાં રાખી દિધો.આ અમારી ટેવ હતી કે લેક્ચર ચાલુ હોય ત્યારે મોબાઈલમાં કોઈ ફિલ્મો કે વીડિયોની લેવડ - દેવડ કરવી હોય તો મોબાઈલ અમે બેગમાં જ રાખતા.                                                                                                     તેથી ટેવ મુજબ ભૂપીએ મોબાઈલ પોતાના બેગમાં જ રાખ્યો અને લેક્ચર સ્ટાર્ટ થયો થોડી થોડી વારે તે અમારી તરફ જોઈ લેતો અને તેને ઇશારાથી શાંતિ રાખવાનું કહેતા.                                                                                                                           ભૂપીને અત્યારે લેકચરમાં કોઈ રસ નહોતો તેને તો રીંગટોન વગાડવાનો ઉત્સાહ હતો.તેને ફરી વખત અમારા તરફ જોયું અને અમે ઇશારાથી તેને મંજુરી આપી.                                                                                                                                    ભુપી તો ઉત્સાહમાં આવી ગયો અને રીંગટોન વગાડવા માટે મોબાઈલ હાથમાં લીધો પણ ઉત્સાહના અતિરેકમાં ભૂલથી બીજી રીંગટોન તેનાથી વાગી ગઈ અને ક્લાસરૂમમાં "જય દ્વારકાધીશ" ની સંગીત સાથેની રીંગટોન બધાને સાંભળવા મળી.                                                                                                                   (ક્રમશઃ)