Limelight - 15 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૧૫

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લાઇમ લાઇટ - ૧૫

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૧૫

સાગરને એ વાત સમજાતી ન હતી કે "લાઇમ લાઇટ" ના હીરોએ મિડિયામાં પ્રકાશચંદ્ર વિરુધ્ધ વાત કરી હોવા છતાં એ તેને કેમ એમ કહી રહ્યા હતા કે નુકસાન તને થશે! મોન્ટુએ ફોન કરી તેને ફરિયાદ કરી હતી કે રસીલીને પ્રચારમાં વધુ મહત્વ અપાઇ રહ્યું છે. તેને બાજુમાં કરી દેવામાં આવ્યો છે. તેની આ ફિલ્મથી લાઇમ લાઇટમાં આવવાની ગણતરી સ્વાભાવિક હતી. પણ સાગરનો અનુભવ કહેતો હતો કે હીરોઇનને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવતી ફિલ્મમાં નવોદિત હીરો લેવામાં આવતા હતા અને તેને આવો અન્યાય થતો જ હતો. જો જાણીતા સ્ટાર હીરોને લેવામાં આવે તો ફિલ્મની લાગત વધી જાય અને તેને વધારે મહત્વ આપવું પડે. ફિલ્મનો ખર્ચ ઓછો કરવાનો આ ફંડા જૂનો હતો. મોન્ટુ પ્રતિભાશાળી અભિનેતા હતો પણ સાગર આ બાબતે મોન્ટુને કોઇ મદદ કરી શકે એમ ન હતો. તેણે પ્રકાશચંદ્ર પર ખો આપી હતી. પછી પ્રકાશચંદ્રએ તેને શું જવાબ આપ્યો એ સાગર જાણતો ન હતો. એટલે તે મોન્ટુ વિશેના બ્રેકિંગ ન્યૂઝ જોઇ ચોંકી ઉઠ્યો હતો. મોન્ટુએ પોતાને મહત્વ ન આપવા બદલ પ્રકાશચંદ્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં તેની ભૂમિકા પર કાતર ચલાવવામાં આવી હોવાનો આક્ષેપ કરી સિને એસોસિએશનમાં જવાની ચિમકી ઉચ્ચારી હતી. ગભરાયેલા સાગરે જ્યારે પ્રકાશચંદ્રને આ વાતથી વાકેફ કર્યા ત્યારે તે હસીને તેના નુકસાનની વાત કરવા લાગ્યા ત્યારે સાગર વિચારમાં પડી ગયો. અને ચિંતાથી પૂછ્યું:"સર, મારું નુકસાન કેવી રીતે?"

"અરે ભાઇ! તને પ્રચારનું કામ સોંપ્યું છે એ હું કરી રહ્યો છું એટલે તારે મને પણ એના પૈસા ચૂકવવા પડશે ને? તું બીજાને સોંપે છે એ કામ મેં કરી દીધું છે!"

"મતલબ?"

"મતલબ એ જ કે મોન્ટુએ મારી સાથે વાત કર્યા પછી જ મિડિયામાં મારી વિરુધ્ધ હુમલો કર્યો છે!"

"ઓહ! તો આ તમારો આઇડિયા છે. બાકી એ તો ગુસ્સામાં હતો...."

"હા, એણે મને ફોન કર્યો ત્યારે એણે પહેલાં તારા પર ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું કે સાગર મને પ્રચારમાં મહત્વ આપી રહ્યો નથી. મારા વિશેના કોઇ સમાચાર આપતો નથી. રસીલી વિશે જ છપાવ્યા કરે છે. મારી પણ મહત્વની ભૂમિકા છે. મને અન્યાય થઇ રહ્યો છે. મેં કહ્યું કે તને અન્યાય થતો હોય તો તું મિડિયા પાસે ન્યાય માંગ! મારી વાત સાંભળી તે વધારે ગુસ્સે થઇ ગયો. તેણે કહ્યું કે મેં તમને આવા નહોતા ધાર્યા. મને એમ કે તમે નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપો છો. પણ તમે તો મારી અવગણના કરાવી કારકિર્દીને નુકસાન કરી રહ્યા છો. કારકિર્દી શરૂ થાય એ પહેલાં જ ગુમનામીમાં મોકલી રહ્યા છો. એટલે મેં એને શાંત પાડતા કહ્યું કે હું તારા અને મારા ફાયદા માટે જ મિડિયામાં ફરિયાદ કરવાનું કહી રહ્યો છું. તું પત્રકારને એવી ફરિયાદ કર કે રસીલીને વધુ પડતું મહત્વ અપાઇ રહ્યું છે અને મારી ભૂમિકા પણ કાપવામાં આવી રહી છે. જો તારે વાતને વધારે ચગાવવી હોય તો સિને એસોસિએશનમાં જવાની ધમકી આપી દેજે. તું આપોઆપ ચર્ચામાં આવી જઇશ. એણે મને નવાઇથી પૂછ્યું કે તમને વાંધો નથી ને? મેં કહ્યું કે હું જ તને કહું છું પછી મને શું વાંધો હોય? અમે તારા અભિનયના વખાણ છપાવીશું તો લોકોને એ વાંચવાનું એટલું નહીં ગમે જેટલું તારી ફરિયાદનું વાંચવાનું ગમશે. અને મને પત્રકારો પૂછશે ત્યારે હું એમ કહીને વાળી લઇશ કે મોન્ટુને કોઇ ગેરસમજ થઇ છે. તેની ભૂમિકા ટૂંકી કરવામાં આવી નથી. હવે પછી તેની સાથે જ પ્રચાર કરવામાં આવશે. મોન્ટુએ મને કહ્યું કે મેં પહેલાં તમારી વિરુધ્ધ મિડિયામાં જવાનું વિચાર્યું હતું. પણ પછી થયું કે તમે મને સાઇન કરીને મોટી તક આપી છે તો પહેલાં તમારી સાથે જ વાત કરી લઉં. એટલે તમને જ પહેલાં ફોન કર્યો. અને એ સારું જ કર્યું! મોન્ટુને મારો આઇડિયા ગમી ગયો અને તે તરત જ એક ફિલ્મી વેબસાઇટના પત્રકાર પાસે પહોંચી ગયો. આજે દરેક જગ્યાએ એની ચર્ચા છે. ફિલ્મી પત્રકારોને તેના પ્રત્યે કેવી સહાનુભૂતિ થઇ આવી! સાગર, તેં જોયુંને ? તેને સાઇન કર્યો ત્યારે મેં આ જ મિડિયામાં તેના વિશે પ્રેસનોટ આપી હતી પણ કોઇએ તેની નોંધ લીધી ન હતી. જેવો તેણે વિવાદ ઊભો કર્યો કે મિડિયા સામે ચાલીને તેની પાસે પહોંચી ગયું. અત્યારે મારા અને એના ફોનની રીંગ સતત વાગી રહી છે. આટલી વાત કરી એટલામાં છ મિસકોલ આવી ગયા છે. ચાલ હું એમને જવાબ આપી દઉં. તું તારે તારી રીતે પ્રચારનું કામ ચાલુ જ રાખજે. અને આ રીતે કોઇ મુદ્દો હાથમાં આવી જશે તો હું એને સીધો જ મિડિયામાં મોકલી આપીશ!" કહી પ્રકાશચંદ્રએ હસતાં હસતાં ફોન મૂકી દીધો.

સાગરને થયું કે આ સારો આઇડિયા છે. મારે બીજા નવોદિતો માટે પણ અજમાવવો જોઇએ!

***

રસીલી સાથેની પહેલી મુલાકાતને સાકીર આખો દિવસ વાગોળતો રહ્યો. તેને મળીને હવસ જાણે વધુ ભડકી રહી હતી. ભ્રમરવૃત્તિવાળો સાકીર પોતાનો નિયમ પાળવા માગતો હતો. તે સ્ટાર બન્યા પછી તેની સાથે જે છોકરી હીરોઇન તરીકે કામ કરતી તેને કોઇને કોઇ રીતે તાબામાં લઇ ભોગવતો રહ્યો હતો. કેટલીક છોકરી મજબૂરીમાં તો કેટલીક આ ફિલ્મી દુનિયાની પ્રથા કે રસમ સમજી સાકીરની પથારી ગરમ કરતી હતી. સાકીરનું મન હવે ભમરાની જેમ રસીલી પર મંડરાઇ રહ્યું હતું. રસીલી નામના નાજુક અને તાજગીભર્યા ફૂલનો રસ ચૂસવા સાકીરનું ભમરાળું મન તડપી રહ્યું હતું. રસીલીએ જેટલી સરળતાથી તેની સાથે ડાન્સ કર્યો અને નજીક આવી તેના હોઠને પોતાની સામે રમતા મૂકી દીધા એ પરથી સાકીરને ખ્યાલ આવી ગયો કે તેણે રસીલીનો સુંવાળો સાથ માણવા મોડું ના કરવું જોઇએ. જો પ્રકાશચંદ્ર ફોન પતાવી જલદી ટપકી પડ્યા ના હોત તો તેના રસીલા હોઠોના જામ પી લીધા હોત. રસીલી બધી તૈયારી સાથે જ આ ફિલ્મી દુનિયામાં આવી હશે. પ્રકાશચંદ્ર કે મોન્ટુ તેનો લાભ લઇ પણ ચૂક્યા હોય એમ વિચારતા સાકીરની આંખ સામેથી રસીલીનું મદમસ્ત શરીર હઠતું જ ન હતું. અને મન તેનો સાથ મેળવવ હઠ કરી રહ્યું હતું. રસીલીને મળ્યા પછી તેણે પોતાની હવસની પ્યાસ બૂઝાવવાની યોજના મનમાં વધારે ઘૂંટી હતી. રસીલીને કેવી રીતે પોતાની બાંહોમાં ઝૂલતી કરવી એનો વિચાર તે કરી રહ્યો. તેણે કંઇક વિચાર્યું અને રસીલીનો નંબર ડાયલ કર્યો. રસીલીએ ફોન ઉઠાવ્યો નહી. સાકીરને નવાઇ લાગી. આજે તેણે રસીલી પાસેથી એનો નંબર લઇને મિસકોલ કર્યો હતો. રસીલીએ તેની સામે સેવ કરી લીધો હતો. કદાચ કોઇ કામમાં હશે એમ વિચારી તેણે રાહ જોવાનું નક્કી કર્યું. બે મિનિટમાં જ રસીલીનો ફોન આવ્યો. સાકીરને થયું કે આગ બંને તરફ લાગી છે. તેણે "હલ્લો..." કહ્યું. સામેથી અંગડાઇ લેતી રસીલી માદક સ્વરમાં બોલી:"સાકીરજી, આજની મુલાકાત યાદગાર રહી...."

"આરામમાં હતી કે શું?"

"હા, ઊંઘી ગઇ હતી..."

"મારી નીંદ ઉડાવીને તને ઊંઘ આવે છે?"

"કેમ? શું થયું?"

"અરે! તારી સાથે ફિલ્મ કરવા માટે હું જાગી રહ્યો છું. સ્ક્રિપ્ટ વાંચું છું. મારું માનવું છે કે આપણે સાથે બેસીને આ રોમેન્ટિક ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચીએ તો ભૂમિકાને પડદા પર વાસ્તવિક બનાવી શકીશું..." સાકીરે વાસ્તવમાં પોતાની ઇચ્છા શું છે તેનો ઇશારો આપવાનું શરૂ કરી દીધું.

"તમારી વાત સાચી છે. પ્રકાશચંદ્રને કહીને આપણે ફિલ્મ શરૂ કરતા પહેલાં એક કેમ્પ ગોઠવીએ..."

"અરે એમને શું કામ તકલીફ આપવાની. એક કામ કર, તું મારા ફાર્મહાઉસ પર આવી જા. આપણે પહેલાં સ્ક્રિપ્ટને સમજી લઇએ. પછી બધા સાથે મળીશું..."

"એમ પણ ચાલે. તમારા ફાર્મહાઉસ પર મારાથી આવી શકાશે નહીં. તમે જ મારા ફ્લેટ પર આવોને...આમ પણ હું એકલી બોર થઇ રહી છું."

શરાબ અને શબાબના શોખીન સાકીરને થયું કે રસીલી સામેથી રસઝરતું આમંત્રણ આપી રહી છે. "ઠીક છે. હું એક કલાક પછી આવું છું." કહી સાકીર રંગીન સપનું જોતાં તૈયાર થવા લાગ્યો.

રસીલીએ ફોન મૂક્યો. પછી લુચ્ચું હસી તેણે ફોનમાં એક નંબર ડાયલ કર્યો.

વધુ આવતા સપ્તાહે....

***

મિત્રો, ૯૦૦૦ થી વધુ ડાઉનલોડ થઇ ચૂકેલી "લાઇમ લાઇટ" ના આ પ્રકરણમાં રસીલીએ લુચ્ચું હસીને કોને ફોન કર્યો? એ ઉપરાંત અગાઉના પ્રકરણોમાં પરિણીત રસીલીએ વધુ રૂપિયાની માગણી કરીને એવી કઇ વાત કહી કે ભારતીબેનને નવાઇ લાગી? ધારાએ તેની પોર્ન સીડી બનાવનાર સાકીર ખાન માટે શું વિચાર્યું હશે? અજ્ઞયકુમાર રસીલીને સાકીર ખાનને કારણે કેમ સાઇન કરવા માગતો હતો? "લાઇમ લાઇટ" ના ટ્રેલર લોન્ચિગમાં "રસુ" નામની બૂમ પાડનાર માણસ કોણ હતો? સાકીર ખાન પ્રકાશચંદ્રના ડાયરેક્શનમાં કામ કરવા તૈયાર થયો એની પાછળ કયા બે કારણ હતા? પ્રકાશચંદ્રની ફિલ્મ હિટ રહેશે કે નહીં? શું કામિનીનો ફાઇનાન્સર રાજીવ માટેનો ડર સાચો સાબિત થશે? પ્રકાશચંદ્ર સુંવાળો સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હશે? જેવા ઘણા બધાં પ્રશ્નો અને રહસ્યો છે, જે તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો.

*

મિત્રો, મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો"ના માતૃભારતી પરના ૧.૧૫ લાખથી વધુ ડાઉનલોડ અને ૧૯૫૦૦ રેટીંગ્સ તેની લોકપ્રિયતાનો પુરાવો છે. પહેલું પ્રકરણ તો ૩૬૦૦ થી વધુ વાચકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. કોલેજમાં ભણવા ગયેલી એક અતિ સ્વરૂપવાન અને યુવાનીથી છલકતી માદક છોકરી અર્પિતા કેવી રીતે એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે અને પછી એ કેવી રીતે તેનો બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા ૪૮ પ્રકરણ સુધી તમને ચોક્કસ જકડી રાખશે.

આ ઉપરાંત મારી અન્ય શ્રેણીઓ પણ આપને વાંચવી ગમશે.

લઘુ નવલ "આંધળો પ્રેમ"

પ્રેરણાત્મક વાર્તાઓ "જીવન ખજાનો"

ચિંતનાત્મક વાતો "વિચારમાળાના મોતી"

અને રોમેન્ટિક તથા સામાજિક વાર્તાઓ તો ખરી જ.