બધા હોટલ પર પહોચે છે. બધાં ડાઈનીંગ હોલમાં જમવા જાય છે. મીલીની દવા હજુ ચાલુ હોવાથી રણવીર એના માટે ખીચડી ઓર્ડર કરે છે. મીલી ખીચડી ખાવાની ના પાડે છે. રણવીર એને સમજાવે છે કે અત્યારે તારા શરીરને આ મસાલાવાળો ખોરાક માફક નહીં આવશે.જો તું ફરી બિમાર પડીશ તો પછી તને બોટલ ચઢાવવી પડશે. બોટલના ડરથી મીલી ખીચડી ખાવા રાજી થાય છે.પણ તમે બધાએ મને પ્રોમિસ આપવુ પડશે કે મારી દવાઓ પૂરી થઈ જાય પછી મને જે પસંદ હોય તે ખવડાવું પડશે. વિવેક, કાવેરી અને રણવીર એક સાથે હા કહે છે.
રાત્રે બધા પોતપોતાના રુમમાં જાય છે. આજે ફરી બન્ને જણા એકબીજા સાથે વિતાવેલી દરેક પળને મમળાવતા એકબીજાના સપનામાં ખોવાય જાય છે.
આજે લદાખમા એમનો છેલ્લો દિવસ હોય છે. આજે સવારથી રણવીરની આંખોમાં એક ઉદાસી હોય છે. તે વારે વારે મીલીને જ જોયા કરે છે. તે આજે મીલીની દરેક ઈચ્છા પૂરી કરે છે. એને જે પસંદ હોય તે ખવડાવે છે. જાણે મીલીના ચેહરાને પોતાની આંખોમાં સમાવી લેવાનો હોય તેમ અપલક એના નિહાળતો હોય છે. આ બાજુ મીલી પણ આજે છેલ્લો દિવસ હોવાથી ઉદાસ થઈ જાય છે. એના હૃદયમાં એક ટીસ ઉપડે છે. એ બેચેની અનુભવે છે. પણ એ પોતાની આ ફીલીંગ્સને સમજી નથી શકતી. રણવીર તરફના પ્રેમનો એને એહસાસ તો છે. પણ એને તે સમજી નથી શકતી. રણવીરથી દૂર જવાના વિચારથી જ એનુ મન તડપી ઊઠે છે. એ પોતાની જાતને પૂછે છે કે, થોડા દિવસ પહેલા જ મળેલા એક અજનબી માટે એનુ મન આટલુ કેમ તડપે છે ! આખરે અમારી વચ્ચે એવો તે કેવો સંબંધ છે કે હુ હંમેશા એનો સાથ ઈચ્છું છું ! એ મારી કેર કરે તો મને કેમ ગમે છે ! એ મારી આસપાસ હોય તો હુ મારી જાતને સલામત મેહસુસ કરું છું. જો એ મારી સાથે ના હોય તો મને કેમ ગમતુ નથી ! અને એની અંદરથી એક અવાજ આવે છે, કારણકે તુ એને પ્રેમ કરવા લાગી છે. એનુ મન એને જવાબ આપે છે. પોતાના મનની વાત સાંભળીને એને એહસાસ થાય છે કે એ રણવીરને પ્રેમ કરે છે. અને એ ખુશીથી નાચવા લાગે છે.
આ બાજુ કાવેરી ક્યારની આ બન્નેને જોઈ છે. તે કંઈક નકકી કરે છે. રણવીર જ્યારે એકલો બેસેલો હોય છે ત્યારે તે
એની પાસે જાય છે. અને એની સાથે વાત કરવાની શરૂઆત કરે છે. તે રણવીરને કહે છે કે, જો તને ખોટું ના લાગે તો એક વાત પૂછું ? રણવીર તેમની તરફ જુએ છે અને કહે છે, હા હા પૂછોને મને તમારી કોઈપણ વાતનું ક્યારેય ખોટું ના લાગે. જો રણવીર મને ફેરવી ફેરવીને વાત કરવાની આદત નથી. એટલે હું સીધેસીધું જ તને પૂછું છું કે શું તુ મીલીને પ્યાર કરે છે.
રણવીર થોડીવાર સુધી એમની સામે જુએ છે. અને પછી એક નિસાસો નાંખીને કહે છે. હું એને પ્રેમ કરું છું કે નહીં એ મહત્વનું નથી. એનાં કેવા વિચારો છે,એના કેવા સપના છે એ મહત્વનું છે.
એની વાત અત્યારે છોડ તારા મનમાં શું છે એ કહે કાવેરી એની વાત કાપતા પૂછે છે.
જુઓ ભાભી આટલા સમયથી આપણે સાથે છીએ આપણા બધાં વચ્ચે એક રિશ્તો બની ગયો છે. માટે હું તમારી સામે જૂઠું નહીં બોલીશ. હા હું મીલીને પ્યાર કરું છું. એ પણ આજથી નહી છેલ્લા પાંચ વર્ષથી કરું છું.
આ સાંભળી કાવેરીની આંખો પહોળી થઈ ગઈ. હે.....આ તુ શું કહે છે. આપણે તો હજુ થોડા દિવસ પહેલા જ મળ્યા છે !!!!
એટલે જ તો કહું છું કે મારી ફીલીંગનુ કોઈ મહત્વ નથી એ શું વિચારે છે એ મહત્વનું છે.
શું તમે પહેલેથી એકબીજાને ઓળખો છો ? શું તે એને પ્રપોઝ કરેલું ? શું એણે તને ના પાડેલી ? ઓફઓ...મને કંઈ સમજ પડતી નથી. please મને સમજાવ.
શશશ....અરે શાંતિ રાખો ભાભી હું તમને બધી વાત કરુ છું. ના મીલી મને આ પહેલા કયારેય રૂબરૂ નથી મળી અરે એને તો ખબર પણ નથી કે હું તેને દિવાનાની જેમ ચાહુ છુ. આટલી વાત કહેતા રણવીર પોતાના ભૂતકાળ માં ચાલ્યો જાય છે.
* * * વધુ આગળના ભાગમાં * * *