બાળકો માં બાપ અને મારા વિચાર.......
૨૧ મી સદી ...એક એવો સમય છે જેમાં બાળકો જન્મ ની સાથે યુ ટ્યુબ કેવી રીતે ચલાવવું એ શીખી ને આવે છે . કેમ. ના આવે બાળકો બધા સંસ્કાર ગર્ભ માંથી જ લઇ ને આવે છે. અને આનું કારણ કદાચ એ છે કે.મારા મમ્મી એ મારા જન્મ પેલા ભગવાન સ્વામિનરાયણના દ્વારા રચિત ભક્ત ચિંતા મણી વાંચી હતી. હ્નું આજે 11 માં ધોરણ માં છું કદાચ એટલે જ સારા સંસ્કાર છે મારા માં .પણ શું મારી પત્ની આં વા ધાર્મિક પુસ્તકો વાંચશે . ના મારા ભવિષ્ય કરતાં. અત્યાર ની j વાત કરીએ .માં ઓ અત્યારે રામાયણ ની જગ્યા એ ફેસ બુક વાંચે છે .પછી પરિણામ તમે જુઓ j છો.અને પછી સૌથી મોટો આવતો પ્રોબ્લેમ છે "જનરેશન ગેપ "
આ નું મૂળ એપિસેન્ટર છે બાળકો પાસે થી અપેક્ષા પણ સાપેક્ષતા થી.
"બાળકો પાસે થી અપેક્ષા સારી છે પણ એ સાપેક્ષતા એ ના હોવી જોઈએ નહીંતર એ નિષ્ફળતા જ છે."
એમા એવું છે કે આજના માં બાપો એ સમજવું કે " ચાદર જેટલી હોય પગ એટલા જ લાંબા કરાય"
છોકરા માં જેટલી મહત્તમ શકિત હોય એટલી જ અપેક્ષા રખાય .હવે બાજુ વાળા ના છોકરા ગાતા ને જોઈ ને એમ ના કેવાય કે તું પણ ગા તન્યાં સુધી ઠીક છે પાછો ગાવા ના ક્લાસ માં મૂકશે કેમ....?એટલા માટે કેમ કે બાજુ વાળા. ના છોકરા ને ગાતા આવડે છે .હવે મોટો થઈ ને બાજુ વાળા નો છોકરો એના માં બાપ ને ઘર ની બહાર કાઢી મૂકશે ત્યારે તમારો છોકરો પણ.......સમજી જાઓ.
બીજો સૌથી મોટો સવાલ માં બાપ નો કે "અમારા બાળકો અમને સમજતા નથી" ના j સમજે ને એ બિચારું 21 મી સદી નું અને તમે......યાર....... try to understand all the parents he is technological minded child ... એ કોઈ નો ઓશિયાળો નથી શિવાય googl અને એને ટેકનોલોજી થી દુર રાખશો તો તમારા અને તમારા વિચારો થી દુર થશે.તમારી દરેક સલ્હા એ અનુસરતો નથી પણ મગજ માં તો ઉતારે જ છે . પણ એ તમારે ધ્યાન રાખવું જોઈએ કે.પહેલા પહેલા તમારે એને સમજવું જોઈએ કે ટેકનોલોજીકલ માં શું કહે છે તમે એ સમજી ગયા તો તમે અને તેઓ આપોઆપ એકબીજાને સમજી જશો.
છેલ્લે તો હું તમને એક છેલ્લો ટોપિક જનરેશન ગેપ વિશે જ્ઞાન આપી દેઇશ કે જનરેશન ગેપ એ જ છે કે બાળકો સ્વયંભૂ બનવા માંગે છે અને સપના જોવા માગે છે જ્યારે મા-બાપ તેને પોતાની અને અન્યોની સાપેક્ષે જુએ છે .આ જ કદાચ આજના બાળકોને જનરેશન ગેપ લાગે છે. અને આને પૂરવામાં નહીં પરંતુ સાપેક્ષતા દૂર કરવાની જરૂર છે તો આપોઆપ જનરેશન ગેપ દૂર થઈ જશે.
હું ટીન અેજર જ છું. અગિયારમા ધોરણમાં છું.આં મારા જ વિચારો છે. અને જો આ વિચારો કદાચ તમે તમારા બાળકો સાથે શેર કરશો તો તમે અને તેઓ એકબીજાને સારી રીતે સમજી શકશો અને તમારા વચ્ચેના સંબંધો વધુ સારી રીતે સુધ આરી શકશો
અંતે જો કોઈપણ પરિસ્થિતિમાં જો તમારા બાળકો તમને ન સમજે તો એક સરસ ઉપાય છે જે મારા મમ્મી પપ્પા મારી સાથે પણ અપનાવ્યો છે. કોઈ પણ પરિસ્થિતિ છે જો તમે એના માટે કંઈ કરી નથી શકતા. તેમાં તમે તેને સમજાવો કે તમે કેમ એમના માટે એ વસ્તુ નથી કરી શકતા જરૂર સમજશે.
By .hetarth somani