આમ તો નવાઈ જ નહી એ વાત ની, હુ દરરોજ મારા બસસ્ટેશન ઉભી જ હોવ કોલેજ જવા માટે ,આજે બહુ જોર આવતુ હતુ જાણે ઘર નો એક એક ખુણો બુમો પાડી પાડી ને મને કંઈ રહ્યો હતો કે નથી જવુ કોલેજ ,
કારણ હતુ રવિવાર ની સવાર
આખુય ગામ એ ય ને શાંતિ થી ભોર નિંદર મા સુતુ હોય અને મારે રવિવારે કોલેજ જવુ પડે
આ તો કેેવો અત્યાચાર, પરમ આનંદ નો દિવસ અને કોલેજ
પરિશ્રમ એ જ પારસમણી
આ મારી મમ્મી ના શબ્દો
ચાલો હવે અમે એય ને ઉપડ્યયા હુ સ્ટટેશન પર
લીમડા ના છાંયા નીચે બસ ની રાહ જોતી
આ ગરમી મા મને બહુ જ વાલો લાગતો એ લીમડો
જે હજારો મુસાફર નો છાંંયો બનતો
ત્યા મે એક માણસ ને જોયો જે કચરા નો કોથળો
લઈ ચાલ્યો જતો અને બોલતો રહેતો એ ભઈલા ઓળખો છો ને મને અરે ઓલા બાઈક વાળા ભાઈ ની તો લઈ જ નાખી એણે કહ્યું મારા ભાઈ ઓ મારા ભઈલા ક્યા હતા આટલા દિ થી કેેેટલા વરહ વીતી ગયા મારા ભઈલા પેલા ભાઈ સમજી ગયા ગાંડો છે ને બક્યા કરે છે પછી મારી તો સવારી આવી ગઈ અને હૂૂ ને માારૂ કામ
દરરોજ એનો નિત્યક્રમ ચાલ્યા કરતો એ દરરોજ કચરા નો કોથળો લઈ આવે ને પાછો એ એના રસ્તે , પણ એકવાર એ ગાંડા એ હદ જ કરી નાખી ....
.રસ્તે એક બેન જતા હતા એય ને પોતાની ધુન મા એ ગાંડો આવ્યો ને તે બેન નુ પસઁ ખેચ્યુ. એ બેન એ સટાક કરતો એ ગાંડા ભાઈ નો ગાલ લાલ કરી નાખ્યો ,પણ મને વિચિત્ર તો એ લાગ્યુ કે એક તો બરાબર ની ભાઈ ને માર પડી છે અને એ હાસ્ય મલકાવતો મલકાવતો ચાલ્યો જાય છે.
એની આવીતો કેટલીય વિચિત્ર ઘટના ઓ મારા ધ્યાન મા આવતી પણ એ તો રહ્યો ગાંડો કરે કંઈ પણ અમુકવાર તો એ ચારપગે ચાલી ને ગળામા કચરા નો કોથળો લટકાવતો જતો હોય
હુ આ બધી જ ઘટના એક મુઢ પ્રેક્ષક ની જેમ ધ્યાન મા લેતી . એ સમય મને માનવી ની કૂતુહલતા અને સમાજ ના નિયમો વિશે ઉંડાઈ મા વિચાર કરવા મજબુર કરી દેતો એક સમજદાર માણસ સૌ કોઈ નિયમો બાંધે છે એ ગાંડા ને છે કોઈ ચિંતા ફરતો રહે છે અહી થી ત્યાં
પણ તે કચરા નો ટોપલો એની પાસે જ રહેતો તે સફેદ રંગ કાળા રંગ ના ડાઘા વાળો કોથળો એને જોઈને હાસ્ય તો ત્યારે ઉપજતુ જ્યારે એ એના માથામા કાળા ,લીલા બક્કલ મારીને આવતો એની વતઁણુક તો અનોખી લાગે પણ તેનો સ્વભાવ મા વિચિત્રપણુ ત્યારે દેખાઈ આવતુ જ્યારે તે કોઈક કોઈક વાર જ કોઈ માણસ ની પજવણી કરતો રહે
અચાનક એક દિવસે એ આત્મા ના દશૅન થયા નહી તો હશે કંઈક મે એટલી તસ્તી ન લીધેલી પણ પાછલા બે અઠવાડીયા થી તે દેખાયો નઈ
અને અચાનક તે દિવસ ના ,સમાચાર મુખ્ય મથાળા પર બસ ના સ્ટેશન પાસે કુમળા બાળકો ના ધંધા કરતી ટોળકી ઝડપાઈ
અરે આ શુ હવે ખબર પડી કે તે ભીખ માગતા બાળકો
નો ધંધા માટે ઉપયોગ થયેલો મને આ વાત મા રહસ્ય જાગ્યુ તો. મે આખી ય વાત વાંચી
અને હુ થોડી વાર તો અચંબા માથી બહાર જ ન નીકળી શકી કેમ કે પેલો ગાંડો લઘરવઘર ના બેઢંગ કપડા વાળો તે ગાંડો મિશન પર હતો અને બધી જ આજુબાજુ ની ખબર રાખતો
પેલા બેન નુ જેણે પસઁ ખેચેલુ તે પણ એ ગેંગ ના સભ્ય હતા અને તે ગાંડો નહી પણ પોલીસ અધિકારી હતા અને એમનો મુખ્ય હેતુ આ ગેગ ને પકડવાનો હતો તેમણે તે દિવસે પસઁ માથી ચતુરાઈપુવઁક તે સબુત ભેગા કરેલા
આ વાત ની મને ત્યારે ખબર પડી જ્યારે મે તે ઓફિસર ને તદ્ન નવા વેશ મા છબી છપાયેલી મે તો જોર થી બુમ પાડી હે....મા...... મારી મમ્મી સાચે રસોડા માથી આવી ને પુછે કે એવુ તો શું થયુ હશે?
આજ વાત ની મે જ્યારે મારા મમ્મી ને સવિસ્તાર કહ્યુ તો એમણે પણ એમના મમ્મી ને યાદ કરી લીધા