સ્વીટ હાર્ટ
એક સંબંધો માં ગુંચવાયેલી અનોખી પ્રેમ કથા
સુહ્યદ વેકેશન પડતા મામા ના ઘરે રહેવા જાય છે. આ વર્ષે એક બીજી વ્યક્તિ પણ આવી હોય છે સ્વીટી. સુહ્યદ ના દુર ના માસી ની છોકરી.સુહ્યદ કરતા ઉંમર મા 5 વર્ષ મોટી અને તોફની હોય છે. બધા ને સ્વીટી ની કેર કરતા જોઈ ને સુહ્યદ ને સ્વીટી પર ગુસ્સો આવે છે પોતાનો વર્ષો થી મળતો પ્રેમ અચાનક કોઈ બીજા ને મળે તો સ્વાભાવિક પણે ના ગમે. એ સમયે સુહ્યદ ની ઉંમર 16 વર્ષ ની અને સ્વીટી 21 વર્ષ ની હોય છે. સુહ્યદ સ્વીટી થી દૂર રહેવા માટે પોતાના કઝિન્સ ની સાથે બહાર રમવા કે ફરવા રોજ જતો રહે છે. પાર્થ અને કપિલ એ બંને માંથી પાર્થ સુહ્યદ ની ઉંમર નો અને કપિલ સ્વીટી ની ઉંમર નો હોય છે (સુહ્યદ ના કઝિન્સ ). કપિલ અને સ્વીટી ને સારું બનતું હોય છે. બંને આખો આખો દિવસ વાતો કરતા રહેતા હોય છે. એ જોઈ ને સુહ્યદ અને પાર્થ કપિલ ને નાદાની માં ચીડવે છે. એક દિવસ બધા અગાસી પર ભજીયા બનવાનો પ્રોગ્રામ ગોઠવે છે ત્યારે સુહ્યદ ને બધી ભજીયા ની સામગ્રી લેવા માટે કપિલ ઓફિસ ગયો હોવાથી સ્વીટી સાથે જબરદસ્તી જવું પડે છે. ત્યારે એ બંને પહેલી વાર વાતો કરે છે. સ્વીટી સાથે વાતો કરી ને સુહ્યદ ને લાગે ખબર પડે છે કે કેમ બધા મામા ના ઘરે સ્વીટી ને વધારે મહત્વ આપે છે. આ રીતે બંને વચ્ચે વાતો શરુ થાય છે. એક દિવસ સુહ્યદ ને વહેલી સવારે જાગેલો જોઈ સ્વીટી વાતો કરવા માટે જાય છે.
સ્વીટી : હાઈ સુહ્યદ ગુડ મોર્નિંગ !! આજે આટલી વહેલી સવારે સાહેબ જાગી ગયા ?
સુહ્યદ : ગુડ મોર્નિંગ સ્વીટી !! હા આજે હું ને પાર્થ જઇયે છે ગાર્ડન માં મોર્નિંગ વોક કરવા માટે।
સ્વીટી : અરે વાહ તમે લોકો અને મોર્નિંગ વોક... કઈ ની જાવ અને હા તમને લોકો ને વાંધો ના હોય તો હું પણ આવું ? મે સુરત માં ગાર્ડન જ નથી જોયા કેવા હોય છે.
સુહ્યદ(મનમાં) : આ માથાનો દુખાવો ક્યાં સાથે આવવા માટે તૈયાર થાય છે.
ત્યાં અચાનક પાર્થ આવે છે તે સાંભળી જાય છે આથી સ્વીટી ને સાથે આવવા માટે હા પડે છે.
આવી રીતે રોજ એ લોકો અલગ અલગ જગ્યા એ ફરવા માટે જવાથી સુહ્યદ અને સ્વીટી નું બોન્ડિંગ ખુબ સારું બની જાય છે. અને વેકેશન પૂરું થતા સ્વીટી પોતાના ઘરે પોરબંદર અને સુહ્યદ પોતાના ઘરે સુરત માં જ હોય છે ત્યાં જતો રહે છે. એ સમયે મોબાઈલ બંને પાસે ના હોવાથી નંબર ની આપલે થતી નથી. એક દિવસ અચાનક સુહ્યદ ના મમ્મી ભગવતી બેન સુહ્યદ ને સવારે વહેલો જગાડી ને કહે છે
"ફટાફટ ઉભો થા અને તૈયાર થઈ ને સ્ટેશન થી બિંદુ બેન અને સ્વીટી ને લઈ આવ."
ભગવતી બેન જેવું સ્વીટી બોલે છે સુહ્યદ સફાળો જાગી ને બેઠો થાય છે અને પોતાના હાથ પર ચીટિયો ખણે છે કે સપનું છે કે હકીકત. સુહ્યદ ફટાફટ તૈયાર થઈ ને પોતાની જાતે જ સ્વીકારી લીધેલી પ્રેયસી સ્વીટી ને મળવા સમય કરતાં 30 મિનિટ વહેલો પહોંચી જાય છે.
સમય થતા ટ્રેન આવે છે સ્ટેશન પર અગાઉથી જણાવેલા ડબ્બા પાસે સુહ્યદ ઉભો રહી ને આ લોકો ના નીકળવાની રાહ જુએ છે. અચાનક જ સ્વીટી અને બિંદુ બહેન ટ્રેન માંથી બહાર આવતા દેખાય છે.
આગળ નો પાર્ટ આવતા શુક્રવારે...