Double Murder - 3 in Gujarati Crime Stories by Dhruv vyas books and stories PDF | ડબલ મર્ડર - 3

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

Categories
Share

ડબલ મર્ડર - 3

 
વેદ, મોહિત અને નીરજ સંકેત ના ઘરે જવા માટે રવાના થયા.બંગલા ની અંદર પ્રવેશતા હોલમાં સોફા પર સંકેત ના માતા તથા તેની પત્ની બેઠા બેઠા રડતા હતા અને તેના પિતા બાજુમાં ઉભા ઉભા એ  લોકો ને સાંત્વના આપી રહ્યા હતા . રમેશ એક ખૂણા માં ઉભો હતો.વેદ ને આવતો જોઈ એ તેની પાસે ગયો અને મોહન વર્મા સાથે ઓળખાણ કરાવતા કહ્યું કે “સાહેબ આ સંકેત સાહેબ ના પિતા છે.” અને વેદ ની ઓળખાણ આપતા કહ્યું કે “સાહેબ આ એજ ઇન્સ્પેક્ટર સાહેબ છે જે આ કેસ સાંભળી રહ્યા છે.”

            ઓળખાણ કારાવી રમેશ ત્યાંથી ચાલ્યો ગયો. વેદે પુછપરછ શરૂ  કરી “આવા સમયે  પૂછપરછ કરવી યોગ્ય ન ગણાય પરંતુ ખૂની સુધી ઝડપથી પહોંચવા માટે જરૂરી છે.તો આપ સહકાર આપશો.” વેદ

“પૂછો સાહેબ તમારે શુ પૂછવું છે.અમે પણ એજ ઈચ્છીએ છીએ કે ખૂની ને ઝડપથી સજામળે. ” મોહન વર્મા 

“તમને કોઈ પર શંકા છે” વેદ 

“ ના સંકેત તો સ્વભાવે ખુબ સીધો અને પોતાના કામથી કામ રાખવા વાળો માણસ હતો તેનું ખૂન  કોઈ શામાટે કરે” મોહન વર્મા 

“ઠીક છે” પછી વેદ નવ્યા તરફ ફરી અને તેણીને પૂછ્યું “એવી કોઈ વાત કે એણે ખાલી તમને કીધી હોય જેમ કે કોઈ તેને ધમકી આપતું હોય,અથવા કોઈ બ્લેકમેઇલ કરતુ હોય જેવી કે જેના કારણે તેની અત્યારે આવી હાલત થઇ હોય” વેદ 

“ના એવી તો કોઈ વાત કીધી નથી” નવ્યા  

                 આ બધી વાતચીત મોહિતે પોતાની બુક માં નોંધ  કરી લીધી ત્યાર બાદ વેદ મોહન વર્મા પાસેથી સંકેત ની   ઓફિસ નું સરનામું અને ત્યાં કામ કરતા સ્ટાફ ની માહિતી લઇ. ત્યાંથી સ્ટેશને આવવા નીકળે છે.બધા સ્ટેશને આવી. રાત થઇ ગઈ હોવાથી વેદે બધાને જવાનું કીધું અને પોતે થોડી વાર કેબીન માં બેઠો.પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ પણ સવારે આવવાનો હોવાથી તે પણ ઘરે જવા માટે રવાના  થયો.

                  બીજા દિવસે સવારે બધા ફરી સ્ટેશને આવી અને પોતપોતાના કામ માં લાગ્યા. થોડી વાર પછી વેદ પણ આવ્યો.તેણે એક કોન્સ્ટેબલ ને કોફી લાવવા કહ્યું અને તે કેબીન માં ગયો. થોડી વાર પછી મોહિત વેદ ની કેબીન માં આવ્યો.

                    “ડો. દેશમુખ નો ફોને આવ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે.તમે હજી નહતા આવ્યા એટલે હું જઈ ને લઇ આવ્યો ” એમ કહી મોહિતે એક કાગળ વેદ ને આપ્યો.

                  વેદે એ રિપોર્ટ વાંચવાનું શરુ કર્યું જેમ જેમ તે વાંચતો ગયો તેમ તેમ તેના ચહેરાના હાવભાવ બદલાવ લાગ્યા .રિપોર્ટ  માં લખ્યું હતું કે તેનું મૃત્યુ સ્લો પોઇઝન ને કારણે થયું હતું.તેના પર તીક્ષ્ણ હથિયાર વડે વાર તેના મૃત્યુ બાદ કરવામાં આવેલ હતા.વેદે રિપોર્ટ વાંચી અને ડો. દેશમુખ ને ફોન લગાવ્યો.

“ગુડ મોર્નિંગ ડો.”વેદ 

“ગુડ મોર્નિંગ ઇન્સ્પેક્ટર “ ડો. દેશમુખ 

“ડો. આ સ્લો પોઇઝન ને અસર કરતા કેટલો સમય લાગે?” વેદ 

“લગભગ ત્રણ થી ચાર કલાક”ડો. દેશમુખ 

“અને સંકેત ના મૃત્યુ નો સમય અંદાજે કેટલા વાગ્યા આસપાસ હશે.” વેદ 

“લગભગ રાત્રે 12 થી 1 ની વચ્ચે” ડો. દેશમુખ 

“આભાર ડો. આગળની કશી માહિતી મળે તો મને જાણ કરજો” વેદ 

“ચોક્કસ” ડો. દેશમુખ.


પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી આ કેસ વધારે ગૂંચવાઈ ગયો.મોહિત ને રિપોર્ટ તેમજ ડો.દેશમુખ સાથે થયેલ વાતચીત વિશે જણાવી અને રાણા ને ગાડી કાઢવા કહ્યું. તે મોહિત તેમજ નીરજ સાથે સંકેત ની ઓફિસે  જવા નીકળ્યા. સંકેત ની ઓફિસ સ્ટેશન થી 45 મીનીટ  જેટલી દૂર હતી. સંકેત એ એક ઇલેક્ટ્રોનિક્સ નો બિઝનેશ કરતો હતો તેની પાસે ઘણી મોટી મોટી કંપની ઓની ડિસ્ટ્રિબ્યુટર શિપ હતી. તેનો આ બિઝનેશ પુરા મુંબઈ માં વિસ્તરાયેલ હતો. તેની અવાક પણ મહિને કરોડો માં હતી.

ક્રમશ......

આપનો રિવ્યૂ જરૂર થી જણાવજો.