અરેરે ...આ શું કરો છો ?? આખું ઘર ગંદુ કરશો?? તમારી ધમાલ મસ્તી ને થોડો આરામ આપો.
આવું કહેતાાં વીણાબેન પોતાનાં દિકરા વંશ ને ટોકતા હતાાં.
પણ વંશ તો હેલી સાથે તોફાન કરવાં મા મશગુલ હતો.
વંશ વાતે વાતે હેલી ને ડફોળ કહેતો.તો હેલી પણ ચિડાઈ ને સામે તું ડફોળ નો જવાબ આપતી.
બન્ને ના તોફાનો જોઈ વંશ ના મમ્મી ખિજાયા ને અલગ અલગ બેસાડયા.
હેલી બાજુ માં રહેતા શારદાબેન ની દિકરી હતી.ખૂબ જ ડાહી અને ભણવામાં ખૂબ હોશિયાર.વંશ અને હેલી બાળપણ થી સાથે જ મોટા થયેલાં એટલે ખૂબ જ ધમાલ કરતાં.હેલી બધું ભણાવી દેતી વંશ ને.બન્ને જણા એ 12 માં ધોરણ ની બોડઁ ની પરીક્ષા આપી. ને વેકેશન ની મજા . રોજ રમવા નું.
હેલી ના પપ્પા એક કાર અકસ્માત માં દેવલોક થયા હતા.હેલી ની મમ્મી શારદાબેન ખૂબ સ્વમાની હતા.તેમણે કોઈ ની મદદ વગર હેલી ને એકલાં હાથે મોટી કરી હતી.ઘરે બેસીને ટયુશન ..નાનું મોટું કામ કરી ને..તો હેલી પણ.ભણવામાં ખૂબ હોશિયાર હતી.
પાડોશ માં રહેતા વીણાબેન સાથે એમને ખૂબ જ બનતું.બંને એકબીજાને સુખ દુઃખ ની વાતો કરતાં. તો વંશ અને હેલી ને પણ સારો મનમેળ હતો.
નિર્દોષ દોસ્તી હતી એમની.હેલી ને વંશ જયારે ડફોળ કહે ત્યારે ખૂબ ગુસ્સો આવતો.ને હેલી ગુસ્સો કરતી એટલે વંશ વધું ને વધુ ચિડવતો.હવે તો વંશ માટે તો ડફોળ વિશેષણ ખૂબ ગમતું થઈ ગયું.
વેકેશન પુરું થવા આવ્યુ ને બન્ને હવે કોલેજ માં આવ્યા.પણ બન્ને ના રસ્તા અલગ થઈ ગયાં.વંશ કોમર્સ કોલેજ માં તો હેલી સાયન્સ કોલેજ માં.
સાંજ પડતાં બન્ને મળતા તો પોતાની કોલેજ ની વાતો કરતાં. કોલેજ માં નવી નવી બહેનપણી ઓ ની વાતો.વંશ ને તો હેલી ની દરેક વાતો સાંભળવી ગમતી.
હેલી હવે પરીક્ષા ના લીધે વંશ ને મલવા ઓછું આવતી.પણ વંશ ને હેલી વગર જરાય ગમતું નહોતું.કદાચ વંશ ને હેલી માટે કોઈ અલગ લાગણી ઉદભવી હતી. પણ હેલી ને એ કંઈ કહી ન્હોતો શકતો.
આમ ને આમ સમય પસાર થઈ ગયો કોલેજ પણ કયારે પુરી થઈ ખબર પણ ના પડી.
હેલી ને સારી નોકરી મળી ગઈ તો વંશ એનાં પપ્પા નો ધંધો સંભાળવા લાગ્યો.બન્ને મળતા ઓછું પણ મળે ત્યારે નાની પણ વાત એકબીજાને કહેતા.હજુ પણ વંશ હેલી ને ડફોળ કહી ને ચિડવતો.ને હેલી ગુસ્સો પણ કરતી.
હવે બન્ને માટે પાત્ર શોધવા લાગ્યા.વંશ એ હિંમત કરવાનું નકકી કર્યુ કે એકવાર હેલી ને પ્રપોઝ કરી જોવું.જો હેલી હા પાડે તો મારે બીજી કોઈ છોકરી જોવી નથી.
વંશ હિંમત કરવા માટે પણ અઠવાડિયું કરે છે.આખરે એ દિવસ પણ આવી જાય છે .હેલી વિચારી ને કવ એમ જવાબ આપીને જતી રહે છે.
હેલી ને લગ્ન તો કરવાં હતાં પણ એના મમ્મી ની ચિંતા એને સતાવતી હતી.હું જતી રવ સાસરે તો મમ્મી નું કોણ?
એકલે હાથે મને ઉછેરી ને હું મારા સુખ નો જ વિચાર કરું??
એના ઘડપણમાં કોણ? જયારે એને મારી જરૂર હોય ત્યારે જ હું ના હોવ તો??
એવા માં વંશ ની પ્રપોઝે એના વિચારો ને નવી રાહ ફંટાવી દીધી.. હેલી એ વિચારયુ કે હુ કેમ વંશ ના દિલ ને જાણી ના શકી?? કેમ એનું મન વાંચી ના શકી?? હેલી ખૂબ વિચારતી રહી ને આખરે એ સૂઈ ગઈ.
સવારે એકદમ તાજગી સાથે ખુશ મને જાગે છે..મતલબ એને કોઈ સારો નિર્ણય લીધો હશે??
એ ઓફિસ જવા નિકળે છે ને જતાં વંશ ને મળવા જાય છે ને સાંજે કોફી પીવાનું નકકી કરે છે.વંશ તો ખુશ ખુશ.
બન્ને માટે આખો દિવસ પસાર જ ન્હોતો થતો.સાંજ કયારે પડે??
આખરે બન્ને જણા કોફી ટેબલ પર મળે છે.હેલી એના મન ની વાત કરે છે..કે મમ્મી માટે હું લગ્ન જ નહોતી કરવાની પણ જ્યારે વંશ સાથે જીવન પસાર કરવાંનું હોય તો એક જ વાત કરવાની છે કે મારાં મમ્મી ની કાળજી રાખવામાં જો તુ સાથ આપીશ તો આ લગ્ન શક્ય છે.
વંશ પણ કંઈ છીછરા દિલ વાળો નહોતો એ સાચે જ એની ડફોળ ને ચાહતો હતો.ખરા મન થી અને દિલ થી.
કોફી ટેબલ થી ઘર કયારે આવ્યુ બન્ને ને કંઈ જ ખ્યાલ ના રહ્યો.
"વિશ્વાસ થી એકમેક નો સાથ,,
થઈ જાય ગમતો સંગાથ.
પ્રેમ ની તાકાત ને લાગણી ઓ
તરબોળ,,
હાથ માં હાથ લઈ ચાલ્યા જીવનકેડી તરફ."