Chapti sindur - 2 in Gujarati Motivational Stories by Neel books and stories PDF | ચપટી સિંદુર ભાગ-૨

The Author
Featured Books
Categories
Share

ચપટી સિંદુર ભાગ-૨

(આગળના પ્રથમ ભાગમાં નવ્યા તેના નિકેશ સાથેના પ્રેમ સંબંધનો અંત કરે છે…. નિકેશ આઘાતમાં ઘેર પહોંચે છે…. ને દુઃખ માં જ સુઈ જાય છે… ને બીજા દિવસની સવાર પણ થઈ જાય છે….)

નિકેશ રોજની જેમ જ નોકરી પર જવા તૈયાર થઈ રહ્યો છે. ચિંતા ના ભાવ મસ્તિષ્ક પર સ્પષ્ટ ઉભરાઈ ગયા છે. વારંવાર મોબાઈલ હાથમાં લે છે નવ્યા ને કોલ કરવાના ઈરાદાથી પણ આંગળીઓ જાણે સાથ જ નથી આપતી. પરંતુ નિકેશ જેમ વિચારતો હતો તેનાથી વિપરીત જ નવ્યા નો કોલ આવે છે. નિકેશ અચંબિત થાય છે…. વિચારે છે કે જે ગયી કાલ રાતે મને છોડીને સંબંધ જ પૂરો કરી ને ચાલી ગયી એનો સવારમાં જ સામેથી કોલ !

નિકેશ ઝટથી વિચારોમાંથી બહાર આવી ને કોલ રીસીવ કરે છે… સામેથી નવ્યા…. હેલ્લો નિકેશ મને પીક અપ કરવા આવે છેને… ! નિકેશ કાંઈ જ સમજી નથી શકતો…. બસ હા આવું છું…. કહીને કોલ કટ કરે છે.

નિકેશ અસમંજસમાં જ છે…. વિચારો તો ઘોડા માફક દોડ્યા જાય છે. આખરે નવ્યા ને કરવું શું છે…. શું ચાલે છે એના મનમાં ! આજ વિચારોમાં નિકેશ નવ્યાને ઘેર પહોંચે છે. ત્યાં નવ્યા ઓફીસે જવા તૈયાર હોય છે. મમ્મી નિકેશ આવી ગયો છે …. હું જાઉં છું ઓ.કે. કહી નવ્યા બાઈક પર બેસી જાય છે. 

આ બાજુ નિકેશ કાંઈ જ સમજી નથી શકતો કે શું થઈ રહ્યું છે અને નવ્યા શું કરવા માગે છે. નવ્યા એકદમ સામાન્ય જ હતી જાણે કાંઈ બન્યું જ ના હોય. આ બધું જોઈ નિકેશ અંદરોઅંદર અકળાતો હતો. આખાય રસ્તામાં બન્ને વચ્ચે કોઈ જ વાત જ ના થઈ.

ઓફીસ પર પણ બન્ને પોત પોતાના કામમાં વ્યસ્ત રહે છે. લંચ સમયે હરરોજ ની જેમ એક જ ટેબલ પર નિકેશની ચેમ્બરમાં ભેગા થાય છે, બધું સામાન્ય જ છે રોજની જેમ. નવ્યાનું આ વર્તન નિકેશ થી સહન નથી થાતું. અંતે નિકેશ જ ચૂપકી તોડીને નવ્યા આ શું છે બધું… મને કાંઈ સમજાતું નથી…. તું મારી સમજણની બહાર છો…

શું છે…. કાંઈ જ નથી નિકેશ…. નવ્યા જવાબ આપે છે.

કાંઈ જ નથી !!!! કાંઈ જ નથી નો હું શું મતલબ કાઢું ? મને એમ કે ગયી કાલ રાતની ઘટના પછી તું મને ભાગ્યે જ બોલાવીશ… હું તો કેટ કેટલું વિચારી બેઠો હતો…. નવ્યા એ આમ શુકામ કર્યું…. મને બોલાવશે કે કેમ….ઓફીસ પર સાથે હશું તો વાત કરશે કે કેમ… કેટલુંય વિચારી લીધું. થેન્ક ગોડ કે મારી નવ્યા મારી સાથે જ છે… એ બદલાઈ નથી…. ગયી કાલની ઘટનાને દુ:સ્વપ્ન સમજીને ભૂલી જાઈશ…. તું નહીં મૂક ને મને નવ્યા ? નિકેશ બસ એકતરફી બોલતો રહે છે.

હા નહીં મૂકું નિકેશ… પણ …. નવ્યા જવાબ આપે છે.. આ સાંભળી નિકેશ ના જીવ માં જાણે જીવ આવી ગયો…

પણ …. શું નવ્યા ?? હવે કોઈ પણ બણ નહીં… નિકેશ અધીરતા થી બોલે છે…

ના નિકેશ… પણ હું હવે પહેલા ની નવ્યા નથી…. આપણા વચ્ચે જે કાંઈ પણ હતું…. એનાથી મને કાંઈ જ લેવા દેવા નથી… હું મારા ગયી કાલના નિર્ણય ઉપર અડીગ જ છું… તું હજી પણ ગલત સોચે છે… એટલે તારી ગલતફેહમી દૂર કરૂં છું… નવ્યા ધીર ગંભીર અવાજ થી નિકેશ ને કહે છે.

તે મને સમજ્યો શું છે ? એક બાજુ મને એટલો પ્રેમ અને સાથ આપ્યો કે મને તારી આદત જ થઈ ગયી…. અને બીજી બાજુ જાણે મન ભરાઈ ગયો હોય તેમ પોતાના સ્વાર્થ ખાતર મને છોડવાનો વ્યક્તિગત નિર્ણય પણ કરી લીધો… અને આજે જાણે કાંઈ જ બન્યું જ ના હોય તેવું વર્તન કરે છે. તું કહીશ ત્યારે તારી સાથે ને તું કહે ત્યારે બધું ભૂલી જવાનું ? કઠપૂતળી છું ને તારો હું ! નિકેશ ગુસ્સો એકધારો નવ્યા પર ઉતારી નાંખે છે.

આ બધી વાતની નવ્યા પર કાંઈ જ અસર ના થઈ..નવ્યા નિકેશ ની બધી વાત એકદમ લાઈટલી લે છે… 

મારી આદત પડી ગયી છે ને તને નિકેશ… એટલે જ હું આજે તારી સાથે છું… અને હા મને પણ તારી આદત છે જ નિકેશ… એ પણ ના ભૂલ જે…. નવ્યા નિકેશ ને કહે છે.

તો પ્રોબ્લેમ ક્યાં છે તને નવ્યા ? 

પ્રોબ્લેમ કાંઈ જ નથી. બસ આપણો સંબંધ હવે પહેલાં જેમ નથી… એટલું જ સમજવાનું છે… નવ્યા સ્પષ્ટ ઉતર આપે છે.

જો નવ્યા હું તને પ્રેમ કરૂં છું બસ એટલું તું સમજી લે… હું આમ સંબંધ પૂરો થવા નહીં દવ અને આ રીતે હું રહી શકીશ પણ નહીં… નિકેશ ના શબ્દોમાં દંભ સ્પષ્ટ જણાઈ આવતો હતો…

કેમ નિકેશ આપણે સારા મિત્ર જેમ ના રહી શકીએ ? કે પછી ક્યારેય પણ બાંધી ના શકાય તેવા સંબંધની પાછળ બન્નેની જીંદગી બગાડીએ ? જવાબ દે મને નિકેશ…

અને આ બધાં માં તારી પત્ની અને પુત્રીનો વાંક શું ? એમની જીંદગી બગાડવાનો આપણે ને કોઈ અધિકાર નથી… એટલું કાં નથી સમજતો…. નવ્યા પોતાની વાત મૂકે છે…

અને જે સંબંધ ને સમાજ ક્યારેય સ્વિકૃતી નથી આપવાનો સંબંધ ને ક્યાં સુધી ટકાવી શકશું એ તો સમજ….નિકેશ…

જો તારા આટલા જ સારા વિચારો હતાં તો પ્રેમનો એકરાર શા માટે કર્યો ? મેં તો પ્રથમ વખતે જ હું મેરીડ છું… એક સંતાન નો પિતા છું… કહ્યું જ હતું… કોઈ દગો નથી કર્યો તારાથી… તેમ છતાં તું શા માટે આગળ વધી અને હવે મઝધારે મૂકવાની વાત કરે છે…. હવે તું આપ જવાબ મને નવ્યા….

એ મારી ભૂલ હતી નિકેશ… નવ્યા જવાબ આપે છે…

ભૂલ….!!! શાને તું ભૂલ કહીને આપણા પ્રેમને લજાવે છે નવ્યા... દુખી શ્વરમાં નિકેશ કહે છે.

હા ભૂલ હતી મારી અને ભૂલ સુધારવા માટે કોઈ સમય અનુચિત નથી હોતો નિકેશ. હું બસ મારી ભૂલ સુધારુ છું…..

ને રહી વાત પ્રેમની તો સાંભળ… મેં તને પ્રેમ કર્યો છે… કરું છું… અને કરતી રહીશ… અને હું પણ તને ખોવા નથી માગતી… માટે જ અત્યારે પણ તારી સાથે છું… બસ આપણા સંબંધને મિત્રતાનો પવિત્ર ઓપ આપવા માગું છું… અને તે રીતે આપણે સાથે રહીશું નિકેશ…

પ્રેમને ભૂલનું નામ આપી…. મને છોડીને પોતાનો સ્વાર્થ સાધવા માગે છે તું નવ્યા….. નિકેશ બોલી ઉઠે છે….

તું મારી જ છો બસ સમજી લે જે આટલું...નિકેશનું આવું તોછડું વર્તન નવ્યા એ ક્યારેય જોયું ન હતું…

શું આપણે મિત્ર બની રહી ના શકીએ… શું તારો પ્રેમ આટલો અંધ થઈ ચૂક્યો છે કે સારું નરસું સ્પષ્ટ દેખાતું હોવા છતાં તને નથી દેખાતું ! કે પછી જાણી જોઈને નજર અંદાજ કરે છે…. શું પ્રેમી પ્રેમિકા બનીને ફીઝીકલ થાશું તો જ પ્રેમ કહેવાશે ? મને લાગે છે તે કદી મને પ્રેમ કર્યો જ નથી… મારા આ શરીર અને રૂપને જ પ્રેમ કર્યો છે… શું તું મને તારી રખા….. કટૂતા થી ભરપૂર શબ્દો નવ્યાના મૂખેથી નીકળતા જ જાય છે….

નવ્યાના છેલ્લા શબ્દો રખા…. પૂર્ણ થવા પહેલાં જ નિકેશ પોતનો આપો ખોઈને નવ્યાને જોરથી કસીને થપ્પડ  લગાવી દે છે…..વાતાવરણ ગંભીર ….. શાંત બની જાય છે…

બીજી જ ક્ષણે નિકેશ ભાનમાં આવી પોતે નવ્યા પર હાથ ઉગામ્યા ના પસ્તવા થી પીડાય ઉઠે છે…. અને ગૂંટણીએ બેસી નવ્યા ને એકધારો સોરી નવ્યા… પ્લીઝ માફ કરી દે… મારો આવો કોઈ ઈરાદો ન હતો… પ્લીઝ… પ્લીઝ માફ કરી દે… ચો-ધાર અશ્રુઓ આંખોમાંથી સરી પડે છે…. નવ્યા તું જાણે જ છે કે તારી ઈચ્છા વિના મેં ક્યારેય કાંઈ નથી કર્યું… અને તે આજે મારા પ્રેમને વાસના કહેતાં… હું મને કન્ટ્રોલ ના કરી શક્યો ને તારા પર હાથ ઉગામવાની ભૂલ કરી બેઠો… મને માફ કરી દે પ્લીઝ…. 

આ ઘટનાથી આહત થઈ નવ્યા કાંઈ જ બોલ્યા વિના ત્યાંથી નીકળી જાય છે….

ક્રમશઃ… 
(હવે નિકેશ શું કરશે… નવ્યાનો અભિગમ કેવો રહેશે.... વધુ ભાગ-૩ માં….)