dwimukhi prem (part 9) in Gujarati Fiction Stories by Riya Shah books and stories PDF | દ્વિમુખી પ્રેમ (ભાગ 9)

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

દ્વિમુખી પ્રેમ (ભાગ 9)

......... ગતાંક થી ચાલું...... 
એક તરફ પ્રિયા અને મોહિત નાં સંબંધો બગડતા જતાં હતાં અને બીજી તરફ સોનાલી, રવિ, નેહા તથા વિનય પોત પોતાની રીતે મોહિત પર નજર રાખી રહ્યા હતા. એકવાર કોલેજ માં કોઈ કારણસર ચાર દિવસની રજાઓ આવી રહી હતી. સોનાલીએ નક્કી કર્યું કે તે આ દિવસોમાં તે મોહિત નાં ગામડે જઈને તપાસ કરશે. અને તેણે કોઈને પણ ન જણાવવાનું નક્કી કર્યું. તે પોતે જાતે તપાસ કરીને પછી બધાને જણાવવા માગતી હતી. 
સોનાલીએ ઘરે નેહા નાં ત્યાં જાય છે બે દિવસ રહેવા માટે એમ કહીને નીકળી જાય છે અને તે મિત્રો ને ગામડે પોતાનાં બા દાદા નાં ત્યાં જઈ રહી છે એમ કહીને જાય છે. તે બસ સ્ટેશન જઈને મોહિત નાં ગામડે જવા માટે ની બસ ની રાહ જોઈ રહે છે. તેના મનમાં હજારો સવાલો અને અનેક વિચારો ચાલી રહ્યાં હતાં. 
સોનાલીને પહેલાથી જ મોહિત પસંદ ન હતો. તેને જોઈને સોનાલીને હમેશાં નકારાત્મક તરંગો અવતા હતા. સોનાલીને મોહિત અને પ્રિયા નું નજીક આવવું પણ પસંદ ન હતું. અને જ્યારથી તેણે પ્રિયા નાં શરીર પર ઘા જોયાં હતાં તેનું મન બેચેન અને ગુસ્સે થઈ ગયું હતું. તેણે મનોમન નક્કી કર્યું કે તે પ્રિયા ને મોહિત થી અલગ કરીને જ રહેશે. તે થોડીવાર વિચારતી રહી અને તેની બસ આવી ગઈ અને તે તેમાં બેસીને ચાલી નીકળી. તેને કે બીજા કોઈને ખબર ન હતી કે તે પોતાને મોતની કેટલી નજીક લઈ જઈ રહી હતી. 
આ તરફ મોહિત પ્રિયા ને ફોન કરે છે તે પ્રિયા ને મળવા માટે કહે છે તો પ્રિયા જણાવે છે કે તેનાં પપ્પા બેંક માં જવા માટે નીકળી રહ્યાં છે અને મમ્મી કોઈ કામથી બહાર ગઈ છે. અને મને પણ ઠીક નથી તબિયત. તો મોહિત એ જીદ કરી કે તે પ્રિયા નાં ઘરે આવે છે. પ્રિયાની આનાકાની બાદ પણ થોડીવારમાં મોહિત તેનાં ઘરે આવી પહોંચ્યો. 
અંદર આવતાં જ તેણે પ્રિયા ને બાથમાં લઈ લીધી. પ્રિયા ને આજે તબિયત સારી ન હોવાથી સારું ન હતું લાગી રહ્યું. તેણે ધીરેથી મોહિત ને કીધું કે છોડી દે નથી ઠીક. પણ મોહિત ક્યાં તેનું માનવાનો હતો. તેણે પ્રિયા ને લઈને સોફા પર બેસાડીને તેને કિસ કરવાં લાગ્યો. પ્રિયાને ગભરામણ થવા લાગી. તેણે મોહિત ને ધક્કો મારી દીધો. ગુસ્સામાં મોહિતે તેનો ચહેરો જોરથી પકડી લીધો, 
"કેમ, કાલે તો મિત્રો આવ્યાં હતાં તો બહુ ખુશી થઈ હતી ને, હવે હું નજીક આવું છું તો તબિયત બગડે છે?" 
પ્રિયા ને મોહિતની પકડ થી દુખી રહ્યું હતું તેની આંખમાં આંસુ આવી ગયા હતા. મોહિત ફરીવાર પ્રિયાની નજીક આવે છે અને તેને પકડીને ગળે કીસ કરવાનું ચાલું કરે છે પ્રિયા એકવાર ફરી અકડાઈને ધક્કો મારીને આંખમાં આંસુ સાથે બૂમ પાડે છે, 
" એકવાર ના પાડી ને, ખબર નથી પડતી. દર વખતે પોતાની મરજી ચલાવા જોઈએ છે. મારો ક્યારેય વિચાર નથી કર્યો. બસ પોતાનુ મન થયું ચૂંથિને છોડ્યું. મારા જીવ જેવા મિત્રો ને પણ મારાથી દૂર કર્યા. અને હું પ્રેમમાં પાગલ તારી બધી વાતો માનતી ગઈ. પણ તું છે કે..."
આટલું બોલતાં પ્રિયા રડવા લાગે છે. અને મોહિત ગુસ્સામાં તેની નજીક આવીને તેનાં વાળ પકડીને, 
" તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે બોલવાની. એક વાત યાદ રાખી લે જે તું માત્ર મારી છે અને જે પણ આપણા વચ્ચે અવશે હું મારી નાંખીશ."
મોહિતની આંખોમાં ગુસ્સાનાં કારણે લોહી ઉતરી આવ્યું હતું. જે જોઈને પ્રિયા ડરી ગઈ. તેણે મોહિતનો ગુસ્સો જોયો હતો પણ તેનું આ રૂપ જોઈને તે ગભરાઈ ગઈ. તે કઈ બોલે એ પહેલાં ઘરનો દરવાજો ખુલ્યો અને પ્રિયા નાં પપ્પા ત્યાં આવી પોહાંચ્યા. તેઓએ મોહિતનાં છેલ્લાં શબ્દો સાંભળ્યા હતા અને જોયું મોહિત એ જે રીતે પ્રિયા ને પકડી હતી. આ જોઈને તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેઓ તરત ત્યાં આવીને મોહિતનો હાથ છોડાવ્યો. 
"અ....અ..અંકકક...અંકલ તમે.. અહીં...." 
મોહિત હજી કઈ બોલે એ પહેલાં, 
"સસસસસટટટાટાકકકકક્..." 
પ્રિયા નાં પપ્પાએ એક લાફો જડી દીધો. અને પ્રિયા તરફ જોઈને બોલ્યાં, 
"પ્રિયા, તને નાં પાડી હતી ને કે આ નથી લાયક તારાં. પણ તે પ્રેમમાં અંધ બનીને અમારી વાત ન માની. તને એમ લાગ્યું અમે ઊંચ નીચ નો ભેદ કરી રહ્યા છે. પણ બેટા મેં આ છોકરાની આંખોમાં ક્યારેય તારાં માટે પ્રેમ નથી જોયો. પણ તારી જીદ અને તારા આંસુઓ સામે હારીને તારી વાત માની લીધી. "
પ્રિયા તેનાં પપ્પાને વળગીને રડવા લાગી. તેનાં પાસે બોલવા માટે શબ્દો ન હતાં. તેના પપ્પાએ મોહિત તરફ ફરીને, 
" તું શું મારી છોકરીને હેરાન કરીને મારા ઘર માં બેશરમ બનીને ઊભો છે? હમણાં જ અહીંથી નીકળ અને આજ પછી મારી છોકરીથી દૂર રહે જે. મેં તને તેની આસપાસ પણ જોયો છે તો ખેર નથી તારી." 
મોહિત : અંકલ, તમને કોઈ ભૂલ થઈ લાગે છે. હું પ્રિયા ને પ્રેમ કરું છું. પ્લીઝ, હું તેનાં વગર નહીં રહી શકું. આજે બસ ગુસ્સો આવી ગયો હતો. પણ હવે આવું નહીં થાય. 
મોહિત બોલતાં બોલતાં કરગરી રહ્યો હતો પણ પ્રિયા નાં પપ્પાએ તેની વાત ન માની. મોહિત પ્રિયાની નજીક જઈને તેનાં પપ્પા ને વાત કરવાનું કહ્યું. પણ કદાચ પ્રિયા ની સહનશીલતા નો પણ અંત આવી ગયો હતો તે કઈ જ ન બોલી. 
મોહિત હવે અકડાઈને ગુસ્સે થઈ રહ્યો હતો. તેણે હવે છેલ્લું અસ્ત્ર વાપરવાનું નક્કી કર્યું. તેણે પોતાનો મોબાઇલ કાઢીને તેમાંથી તેનાં અને પ્રિયા નાં અંતરંગ ફોટો કાઢીને તેનાં પિતાને બતાવ્યાં. 
"તમને શું લાગે છે, તમે જે છોકરીનો પક્ષ લઈને મને અપમાનિત કરી રહ્યા છો તે બહું સીધી છે?" 
આમ કહીને મોહિતે બેશરમીની બધી હદ પાર કરતા પ્રિયા નાં પપ્પા ને તેની અને પ્રિયાની દરેક વાત, તેમનું શારીરિક સંબંધ વિશે અને બીજી અન્ય વાતો પણ કહી. અને કહ્યું કે કોઈ પ્રિયાનો સ્વીકાર નહીં કરે. અને જો તેઓ મોહિત ને તેનાથી દૂર કરશે તો તે પ્રિયા ને બીજા કોઈ સાથે નહીં જવા દે અને બદનામ કરી મૂકશે. 
તેની વાત સાંભળી પ્રિયા નાં પપ્પા એ એક બીજો તમાચો મોહિતનાં ગાલ પર ચોળી દીધો. 
"ખબરદાર, મારી છોકરી વિશે એક શબ્દ પણ તારાં મોં માંથી કાઢ્યો છે તો. હમણાં ને હમણાં અહીંથી જતો રહે. અને આ તારી ધમકીઓ બીજા બાપ ને જઇને આપ જે જેમને પોતાની છોકરી કરતાં બીજાં પર વિશ્વાસ હોય. અને આજ પછી તારું મોઢું નાં બતાવતો નહીં તો પોલિસ ના હવાલે કરી દઈશ." 
મોહિત પાસે હવે બોલવા જેવું કાંઈ ન બચ્યું હતું. તે ત્યાંથી જવા લાગ્યો પણ જતાં જતાં બારણે આવીને તેનાં પગ અટકી ગયાં. તે પાછું વળીને પ્રિયા ને જોવે છે. 
" તું માત્ર મારી જ છે. તને કોઈની નહીં થવા દઉં. જે વચ્ચે આવશે તેનો જીવ મારા હાથે જશે. " 
આટલું બોલીને મોહિત ત્યાંથી ચાલ્યો ગયો. અને પ્રિયા પોતાનાં પપ્પાને વળગીને રડવા લાગી. તેનાં પપ્પા એ તેને બેસાડીને વહાલથી તેનાં માથે હાથ ફેરવ્યો. 
"બચ્ચા, આટલું બધું થઈ ગયું તે અમને કહ્યું કેમ ના. અમે કોઈ કમી રાખી હતી તારાં માટે? "
આટલું બોલતાં પ્રિયા નાં પપ્પાનાં ગળે ડૂમો ભરાઈ ગયો. પ્રિયા એ પહેલીવાર પોતાનાં પપ્પાની આંખોમાં આંસુ જોયાં હતાં. તેને ખૂબ દુખ થયું. તે તેમની છાતીમાં માથું નાંખીને રડી રહી અને રડતા રડતા કહ્યું, 
" પપ્પા sorry, મને માફ કરી દો. હું હવેથી ભૂલ નહીં કરું પપ્પા. તમે રડો નહીં, પપ્પા Really Sorry." 
આટલું બોલતાં પ્રિયા રડવા લાગી. થોડીવારમાં પ્રિયાની મમ્મી પણ આવી ગઈ. તેણે પ્રિયા અને તેનાં પપ્પાને સાથે જોઈને અચરજ થયું. 
પ્રિયા નાં પપ્પા એ જણાવ્યું કે તેઓ એમનો ફોન ઘરે ભૂલી ગયા હતા તેથી રસ્તામાંથી પાછા લેવા માટે આવ્યા હતાં. ત્યારબાદ તેઓએ આખી વાત તેમને જણાવી. પ્રિયાની મમ્મી પ્રિયા ને ભેટીને રડી પડી. 
"મારી દીકરી આટલું બધું સહન કરતી રહી અમને ખબર પણ ન પડી." 
પ્રિયા તેની મમ્મીને ભેટી પડી. હવે તે ખૂબ હળવાશ અનુભવી રહી હતી. થોડીવાર આમ જ રહ્યાં બાદ પ્રિયા નાં પપ્પા બેંક માટે નિકળ્યા અને તેની મમ્મી રસોડામાં જમવાનું બનાવા ચાલી ગઈ. 


વધું આવતાં  અંકે...... 

  ------------------------------------------------------------

શું મોહિત ખરેખર પ્રિયા થી દૂર ચાલ્યો ગયો હતો? 
સોનાલી ને મોહિતનાં ગામડે જઈને સબૂત કે કોઈ જાણકારી મળી શકશે? 
શું થશે પ્રિયા સાથે તે જાણવા માટે મારા સાથે આ સફરમાં જોડાયેલા રહો.... 
આભાર. 
   - રિયા શાહ