(ગતાંક થી શરુ)
"કેમ ખોટું બોલી રહી છે? મીરા !! તને મારાં સાથે નથી ફાવતું તો હું તને ફોર્સ ફૂલી મારી સાથે રાખવા નથી માગતો... પણ તું હવે ખોટું કરવા નું બંધ કર... અને જે થાય છે એ સાચું કહી દે... મેં આજ સુધી માં તને ક્યાય રોકી નથી આજે પણ નહીં રોકુ... પણ જે ભવિષ્ય છે તેને હું બગડવા દેવા નથી માગતો... જવાબ આપ મીરા!!"
"વિશાલ! તું જે સમજી રહ્યો છે તેવું કઇ જ નથી... થોડી શાંતિ થી વાત કર... બધાં સામે જુએ છે..."
"તો શું થઇ ગયું? આજે નહીં તો કાલે બધાં ને ખબર તો પડવા ની જ છે ને તો આજે જ કેમ નહીં?"
બંને વચ્ચે થોડી તકરાર ચાલતી હોય છે ત્યાં...
"રીટા!!! તું અહીં શું કરે છે?"
"વિશાલ! મેં તેને અહીં બોલાવી છે... હવે થોડી શાંતિ રાખ અને બધી વાત સાંભળ..."
"આ બધું શું થઇ રહ્યું છે? મને કઇ જ સમજ નથી આવતું..."
"બધું સમજાવું છું... થોડી શાંતિ રાખ..."
"હા..."
"ચાર મહિના પહેલા મેં જયારે જોબ સ્ટાર્ટ કરી ત્યારે મને ખબર પડી કે રાજન પોતાના મમ્મી સાથે અહીં એકલો રહે છે... સારો છોકરો છે... અને એક વખત હું જયારે રાજન જોડે વાત કરતી હતી ત્યારે જ મને રીટા નો ફોન આવેલો... મોબાઈલ માં રીટા નો ફોટો જોતા જ રાજન ને ખૂબ જ ગમી ગઈ હતી અને મને પણ રાજન નો નેચર ખૂબ જ ગમ્યો હતો... રીટા પણ પોતાની જિંદગી માં એકલી હતી અને રાજન પણ... મેં રીટા સાથે આ વિશે ઘણા ટાઈમ પહેલા વાત પણ કરી હતી અને એના પહેલા બે વખત અમે આ જ રેસ્ટોરેન્ટ માં મળવા પણ બોલાવી હતી રીટા ને રાજન સાથે... પણ... રીટા મળવા આવી નહતી... આજે એ ફાઈનલી રેડી થઇ છે કે, રાજન સાથે વાત કરે... મેં પહેલા જ રાજન ને રીટા ના ડિવોર્સ અને તેના માતાપિતા ની પૈસા ની જરૂરિયાત વિશે વાત કરી દીધી હતી... બધી વાત માં રાજન ની હા હતી અને એ ત્યાં સુધી ઈચ્છતો હતો કે, રીટા ના માતાપિતા અહીં એમની સાથે જ રહે... હું તને વાત પહેલા જ કહેવા ની હતી પણ... થોડા દિવસો થયાં આપણે ખૂદ માટે પણ ટાઈમ કાઢી નહતા સક્તા... સો... આ બધું..."
"હા, સર! તે દિવસે જયારે મીરા મળવા આવી ત્યારે પણ તેણે મને આ વાત કરી હતી... પણ ત્યારે પણ મેં ના જ પાડી દીધી હતી... કારણ કે, હું હવે કોઈ પુરુષ પર વિશ્વાસ કરી શકું એવી સ્થિતિ માં નહતી... પણ... પછી મીરા ના બહું જ કહેવા થી હું અહીં પહેલી વાર મળવા આવી... "
"હા, વિશાલ! મીરા તને ખૂબ જ ચાહે છે... તેની હર એક વાત માં માત્ર તું હોય છે... જ્યાં સુધી તેણે જોબ કરી મારાં સાથે જયારે પણ વાત કરતી ત્યારે તારી જ વાત હોય... વિશાલ ને આ મારાં હાથ નું ભાવે છે... વિશાલ ની ફેવરિટ પ્લેસ... વિશાલ આમ... વિશાલ તેમ... (હાહાહા) ક્યારેક તો તમારો પ્રેમ જોઈ ને મને જેલેસિ ફીલ થતી... સાચું કહું વિશાલ મીરા જેવી પત્ની મેળવી ખૂબ જ મુશ્કેલ છે..."
"સૉરી, મીરા! મેં તારા પર શક કર્યો... આઈ એમ રીઅલી વેરી સૉરી..."
"કઇ વાંધો નહીં વિશાલ એમાં તારો વાંક નથી પરિસ્થિતિ જ એવી હતી કે જે તે જોયું એ કદાચ હું જોવ તો પણ... બાય ધ વે તું કેમ વહેલો નીકળી ગયો? તું તો આઠ વાગ્યે નીકળવા નો હતો... અને આ બેગ માં શું લાવ્યો છે!!??"
"આજે હું તને સરપ્રાઈઝ આપવા માટે વહેલો નીકળ્યો હતો... તારા માટે ગુલાબ લાવ્યો છું... આપણા આવનારા બાળક માટે હું ખૂબ જ ખુશ છું..."
રાજન અને રીટા...
"તો તો સેલેબ્રેસન થવું જ જોઈએ..."
"હા - હા કેમ નહીં હું કેક લાવ્યો છું..."
કેક કટ કરે છે... રાજન રીટા ને પ્રપોઝ કરે છે... રીટા ની હા સાથે... રાજન - રીટા... વિશાલ - મીરા એક થઇ જાય છે...
(વધૂ આવતા અંકે)