Mari Mansi - 3 in Gujarati Love Stories by Dhaval Limbani books and stories PDF | મારી માનસી -3

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

Categories
Share

મારી માનસી -3

        એલ્યા રવી સાંભળ...
          
         માનસી માટે એક મસ્ત માંગુ આવ્યું છે અને છોકરો પણ સરસ છે. કાલે એ લોકો માનસી ને જોવા આવવાના છે અને તારે જ બધુ કામ પાર પડવાનું છે..

( રવિ થોડી વાર થંભી જાય છે.આસપાસ નુ વાતાવરણ એને શાંત લાગવા માંડે છે.આજુ બાજુ નો અવાઝ એને સંભળાવવાનો બંધ થઈ જાય છે રવિ ને એવું લાગે છે જાણે બધું જ સ્ટોપ થઈ ગયું હોય.)

રવિ- માસી હું આવું હમણાં.

એમ કહી રવિ પોતાના ઘરે ચાલ્યો જાય છે.ઘરે જઈને પોતાના  રૂમ માં જતો રહે છે અને પોતાના મન ની અંદર વિચારો કરે છે.

" યાર માનસી આ શું થઈ રહ્યું છે ?
આજે હું તને મારા દિલ ની વાત કહેવા માંગતો હતો અને આજે જ મારા થી દુર તને કોઈ લઇ જાવા માટે આવવાના છે.
યાર મારે તને કઇ રીતે કહેવું ? ખૂબ મોડું થઈ ગયું માનસી યાર ખૂબ મોડું. તું જાણતી નથી કે હું તને કેટલો લવ કરું છું. તારી એક એક વાત મારા મન માં છે, તારી એક એક યાદ મારી મેમરી માં ફિટ છે. તારા માટે ઘણું બધું કરવું છે યાર પણ હવે કેમ કરીશ હું બધું ? માનસી યાર હું તને ખુશ જ જોવા માંગુ છું કદાચ તું મારી સાથે હોય કે ના હોય પણ યાર હું તને મારા થી દુર જવા દેવા પણ નથી માંગતો"

(પાછળ થી આવાઝ આવે છે " રવિ નીચે આવતો રવિ ના માસી એ કહ્યું ) રવિ પોતાનું ફેસ વોશ કરી ને એમના માસી  પાસે જાય છે..

રવિ- હા બોલો માસી.. આ રવિ તમારા માટે શું કરી શકે?

રવિ ના માસી - અરે આશાબેન નો ફોન આવેલો કે રવિ ને ફટાફટ ઘરે મોકલો એને મેં સવાર નું કીધું હતું અને આ સાંજ પાડવા આવી તોય આવ્યો નથી હજુ..
આશામાસી કહેતા હતા કે મેં રવિ ને કોલ કર્યા પણ એને એક પણ રીસીવ ના કર્યા.

રવિ - માસી  એક મિનિટ.. સાંજ પડી ગઈ એટલે. કેટલા વાગ્યા ?

રવિ ના માસી - એ મારા વાલીડા ક્યાં ધ્યાન છે તારું..
ઘડિયાળમાં જો 5:30 થવા આવ્યા.

રવિ- શુ વાત કરે છે ? 5:30 ? પણ હું તો હજુ હમણાં જ આવ્યો આશામાસી ને ત્યાંથી..

રવિ ના માસી - ઓ ભઈ. ક્યાં ધ્યાન છે તારૂ? તું સવાર માં આશામાસી ને ત્યાં ગયેલો 10 વાગે અને 10 : 30 એ પાછો આવતો રહેલો. ક્યાં ખોવાયેલો છો બેટા ?

(રવિ માનસી ના વિચાર માં એટલો બધો ગુમ થઈ ગયેલો કે એને ખબર જ ના રહી કે ક્યારે સાંજ પડી ગઈ.

રવિ- અરે કાઈ નહીં માસી. બસ બુક રિડ કરતો હતો એમાં ખબર જ  ના રહી. સારું ચાલ હું આશામાસી ને ત્યાં જાવ છું.
નહીંતર પછી કહેશે કે આ રવિડો ક્યારેય કામ હોય ત્યારે આવે જ નહીં..રખડતો જ હોય જ્યાં ત્યાં.

રવિ ના માસી - હા સારૂ જઇ આવ.

          રવિ માસી ના સામે તો ઘરેથી હસતા હસતા નીકળે છે પણ જે રવિ ના મન ની અંદર છે એ એને ગૂંગળાવી રહ્યું હતું.
રવિ ચાલતા ચાલતા માનસી ના ઘરે પહોંચી જાય છે.

આશામાસી - એ રવિડા ક્યાં જતો રહ્યો હતો. તને મેં કેટલા કોલ કર્યા , તારા મમ્મી ને કોલ કર્યા. તું ક્યાં હતો. તને ખબર છે ને આજે માનસી ને જોવા આવવાના છે એને તું ક્યાં છે એ ખબર જ નહીં.
   
           કાઈ નહીં જે હોય એ બધુ છોડ ને કામ મા લાગી જા ચાલ અને હા સાંભળ પેલા નિલેશભાઈ ની ત્યાંથી ગરમા ગરમ સમોસા, મેથી ની વડી અને તીખો મીઠો ચેવડો લઇ આવ અને સાથે જ કંઈક ઠંડુ લેતાવ જે.

           એને હા રવિ બધુ યાદ રહ્યું ને શુ શુ લાવવાનુ છે ?

રવિ - અરે હા મારા ક્યુટ ક્યુટ માસી. તમે ચિંતા ના કરો હુ છુ ને. અને હા પેલી તમારી મહારાણી કયા છે એ કહો તો જરા.
મારે એને સાથે લઈ જવી છે.

આશામાસી - એ ગાંડા. એને જોવા આવે છે અને તારે એને બહાર લઈ ને જવી છે ?

રવિ - અરે માસી એમા શુ થઈ ગયુ.ખાલી જોવા આવે છે જાન લઈ ને નહીં. ચાલો ચાલો અને બોલાવો અને મારી સાથે આવવા દો.

( રવિ ને માનસી સાથે વાત કરવી હતી એટલા માટે એ માનસી ને સાથે લઈ જવાની જીદ કરી રહ્યો હતો)

આશામાસી - એ રવલા તમે બંને છે ને મારુ BP વધારી દયો છો.કોણ જાણે ક્યાં જન્મ નો બદલો લ્યો છો મારા જોડે.

રવિ - અરે માસી બોલાવો ને માનસી ને. પછી કહેતા નહી કે " રાવીડા તે મોડું કેમ કર્યું "

         રવિ જોરથી બુમ પાડે છે " એ જગદંબા નીચે આવો "
(હસતા હસતા)
          એ રવિડા તને નામ પાડતા સિવાય કશું આવડતું નથી? આશામાસી એ કહ્યું. ત્યાંજ ઉપર થી માનસી આવે છે અને બોલે છે. " એ મમ્મી આ કયો રાક્ષસ ચીસો પાડે છે , એને કહે કે આ જગદંબા આવશે ને તો તારું આવી બનશે "

રવિ- આવ આવ. ચાલ આપડે બહાર જવાનું છે, મારા જોડે ચાલ..

માનસી - અરે ક્યાં જવું છે અત્યારે ? એક તો પેલા લોકો આવે છે અને તારે મને બહાર લઈ જવી છે. હું બહાર હઇશ અને પહેલા લોકો આવી જશે તો શું વિચારશે ?

રવિ - ઓહ હો. મળવાની બોવ ઉતાવળ. શુ વાત છે વાહ વાહ..જ્યા એટલુ રવિ બોલે છે ત્યાંજ માનસી રવિ ની પાછળ દોડે છે

       દોડતા દોડતા રવિ બોલે છે " જોયું આશામાસી આ તમારા મેડમ ને કેટલી ઉતાવળ છે. અત્યારથી જોવો કેવું ધ્યાન રાખે છે.

આશામાસી - અરે તમને બેય ને શરમ જેવું છે કે નહીં. અહીં મહેમાન આવવાના છે અને તમે બનેં ને મસ્તી સુજે છે.
એ રવિ હવે તારે જવાનું છે..

રવિ - અરે હા માસી જાવ છું.

              રવિ દોડતા દોડતા ઘર ની બાહર નીકળી જાય છે અને સાથે જ માનસી ને પણ લેતો જાય છે. રવિ અને માનસી એક બાઈક ઉપર સવાર છે.હવે,

રવિ માનસી ને શુ પૂછે છે ?
શુ કહે છે ?
માનસી રવિ ને શુ કહે છે ?
માનસી ના મેરેજ કોના સાથે થાય છે ?
રવિ અને માનસી નું શુ થાય છે આગળ ?
અને આગળ ક્યાં નવા Twist આવે છે

      એ જોઈશું મારી માનસી- ૪ માં.

તમામ વાચકમિત્રો ને મારા દિલ થી નમન અને આભાર.
મારી રચનાઓ ને પસંદ કરવા અને મને સપોર્ટ કરવા.બસ આમ જ તમારો સાથ આપતા રહો. આભાર.

?Mr. NoBody

for More Updates..
My Instagram Id - i_danny7
Facebook page - Mr Danny
Facebook Id - Danny Limbani