ટ્વીન્કલ ને શું બોલવું કે શું કરવું તેની સમજ પડતી હતી. તેણે થોડી વાર વિચાર કરી ને ઝોયા ને પૂછ્યું કે આ મૂર્તિ તારી બહેન સેરાહ ની છે તો સેરાહ ક્યાં છે ?
ઝોયા પાસે ટ્વીન્કલ ના પ્રશ્ન ના જવાબ માં આપવા માટે આંસુ સિવાય બીજું કંઈ નહોતું. એટલે માહી એ તેના સવાલ નો જવાબ આપતાં કહ્યું કે તે વીરગતિ ને પ્રાપ્ત થઈ ચૂકી હતી અને હવે એ તારા રૂપ માં પરત આવી ગઈ છે.
માહી દુઃખ ઘણું ઓછું થઈ ગયું હોય એ રીતે જણાવ્યું. પણ વારંવાર પોતાને સેરાહ ના નામ થી બોલવા માં આવતી જોઈને ટ્વીન્કલ ને ગુસ્સો આવ્યો પણ ઝોયા અને માહી ની હાલત જોઈને તે શાંત રહી.
અને થોડી વાર પછી ટ્વીન્કલ ની નજર મૂર્તિ ની આંખો પર પડી. તે મૂર્તિ ની આંખો માં દયા અને દ્રઢતા ના ભાવ જોવા મળ્યા. હવે ટ્વીન્કલ ને લાગી રહ્યું હતું કે તેનો આ મૂર્તિ સાથે કોઈ જૂનો સંબંધ ધરાવે છે.
તેણે પાછા માહી તરફ જોઈને કહ્યું કે હું તમારા પર વિશ્વાસ કરું છું પણ મને પહેલાં એ જણાવો કે દરરોજ મને આ જગ્યા ના સપનાં કેમ આવે છે? તેનો જવાબ આપવા જગ્યાએ માહી એ ઝોયા તરફ જોઇને ઇશારો કર્યો એટલે ઝોયા એ ઉભા થઇ ને ટ્વીન્કલ ને પોતાની સાથે આવવા માટે કહ્યું.
એટલે ટ્વીન્કલ ઝોયા ની સાથે મહેલ માં પ્રવેશ કર્યો. બીજી તરફ માહી ત્યાં થી જ પાછી ફરી ગઈ. ઝોયા ની સાથે ટ્વીન્કલે મહેલ ના હોલમાં પ્રવેશ કર્યો ત્યારે આખો મહેલ પ્રકાશ થી ઝળહળી ઉઠ્યો. મહેલ ના વાતાવરણ માં એક અદભૂત પ્રકાર ની સુગંધ ફેલાઈ ગઈ.
આ પ્રકાર ની ગતિવિધિ પર થી ટ્વીન્કલ ને એવું લાગી રહ્યું કે જાણે મહેલ વર્ષો થી તેની આવવા ની રાહ જોઈ રહ્યો અને હવે તેને જોઈ ને તેનું સ્વાગત કરી રહ્યો હતો.
ઝોયા અને ટ્વીન્કલ એક વિશાળ ઓરડા માં પ્રવેશ્યા. આ ઓરડા માં દીવાલ પર મોટા કદ ની ઘણી બધી તસવીરો લગાડેલી હતી. એ તસવીરો ને હાથે થી દોરવા માં આવી હતી પણ એકદમ જીવંત લાગતી હતી.
ઝોયા ટ્વીન્કલ ને પહેલી તસવીર બતાવી. પહેલી તસવીર માં ઝોયા, માહી અને ટ્વીન્કલ એકસાથે બેસેલા હતા. ઝોયા બોલી આ તસવીરો માં આપણી યાદગાર પળો સમાયેલી છે. અને આ વાત નો સાબિતી છે કે તું અમારી બહેન સેરાહ છે.
આમ કહ્યા પછી ઝોયા એ ટ્વીન્કલ ને બીજી તસવીર બતાવી જેમાં બે ચહેરો ઢાંકેલ સ્ત્રી ઓ એકબીજા સાથે લડવા ની તાલીમ લઈ રહી હતી. આ તસવીર જોઇ ને ટ્વીન્કલ ને તેનું સપનું યાદ આવ્યું.
એટલે તેણે ઝોયા ને પૂછ્યું કે આ કોની તસવીર છે ? ત્યારે જવાબ માં ઝોયા એ આગળ ની તસવીર બતાવી જેમાં એ બે સ્ત્રી ઓ ના ચહેરા પર કોઈ આવરણ ન હતું એ તસવીર માં ટ્વીન્કલ અને ઝોયા હતા.
આ જોઈ ને ટ્વીન્કલ ને અત્યાર સુધી જે સવાલ સતાવી રહ્યો હતો તેનો જવાબ મળી ગયો હતો. તેને જે જગ્યા ના સપના આવતા હતા તે આ જ જગ્યા હતી. આમ બીજી બે-ત્રણ તસવીરો જોયા પછી ટ્વીન્કલે આગળ ની તસવીરો જોવાની ના પાડી.
ટ્વીન્કલ ની વાત સાંભળી ને ઝોયા એ તેને પૂછ્યું કે શું થયું તને ? ટ્વીન્કલ એ કહ્યું કે માહી દીદી ક્યાં છે ? ઝોયા એ કહ્યું કે માહી મહેલ ની બહાર બગીચામાં છે.
ટ્વીન્કલ કહ્યું તો એ અહીં કેમ ન આવ્યા ? ઝોયા આગળ કહ્યું કે એ વાત તને ફક્ત માહી જ જણાવી શકશે. પણ તું પહેલાં બાકીની તસવીરો જો.
ટ્વીન્કલ ફરી થી તસવીરો જોવાની ના પાડી અને પહેલાં માહી પાસે જવા નું કહ્યું. થોડી વાર પછી ઝોયા અને ટ્વીન્કલ બંને માહી પાસે આવ્યા. ત્યારે માહી બગીચા માં થી ગુલાબ ના ફૂલો ની રીગ બનાવી રહી હતી.
માહી એ તેની બનાવેલ રીગ ટ્વીન્કલ ના માથા પર મુકીને બોલી કે હવે તું બિલકુલ રાજકુમારી લાગી રહી છે. ટ્વીન્કલે એ રીગ ને માથા પર થી ઉતારી ને તેને વાળી ને બ્રેસલેટ બનાવી ને હાથમાં પહેરી લીધો.
પછી ટ્વીન્કલ બોલી કે આ રીતે પણ આ ફૂલ સારા લાગે છે. મેં ઝોયા એ બતાવેલ તસવીરો જોઈ પણ મને તેમાં કઈક ખૂટે છે એવું મને લાગે છે. એટલે હું તમારા દ્વારા જ સેરાહ અને તમારો ભુતકાળ જાણવા અને ભવિષ્ય જીવવા માગું છું.
ટ્વીન્કલ ની વાત સાંભળી ને માહી વિચાર માં પડી ગઈ. થોડી વાર સુધી વિચાર કર્યા પછી માહી બોલી કે જો સાચેજ બધું જાણવા માગતી હોય તો તારે તારું ઘર છોડી ને અહીં રહેવું પડશે.
માહી ની વાત સાંભળીને ટ્વીન્કલ ને પોતે જાણે મુશ્કેલી માં મુકાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું.
શું ભૂતકાળ હતો સેરાહ અને માહી નો ? ક્યાં સંજોગોમાં સેરાહ નું મૃત્યુ થયું હતું ? માહીએ ટ્વીન્કલ આગળ એ ઘર છોડવાની શરત કેમ મૂકી ? શું ટ્વીન્કલ માહી શરત સ્વીકારશે ?
જાણવા માટે વાંચતા રહો. ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ