વિવાન અને અનાયા સાથે ભણતા હતા બેય ખૂબ સારા મિત્ર હતા પણ હસી મજાક ખોટા જગડા ઓ વચ્ચે વિવાન અનાયા ને ક્યારે પ્રેમ કરવા લાગ્યો એ ખબર જ ન પડી એક દિવસ એને પ્રપોઝ કર્યું તો અનાયા એ કહ્યું કે હું તને મારો સારો મિત્ર જ માનું છું આ વિશે મેં કાઈ વિચાર્યું નથી વિવાન ઉદાસ થઈ ગયો પણ એને કહ્યું કે ક્યારેક પ્રેમ થઈ જાય તો કહી દેજે હું તારી રાહ જિંદગીભર જોઇશ અનાયા એ કહ્યું હા ભલે..
એ વાત ને ઘણો સમય થઇ ગયો પણ હજી સુધી અનાયા તરફ થી કોઈ સકારાત્મક જવાબ આવ્યો ન હતો વિવાન એના જવાબ ની રાહ જોતો હતો પણ એની મિત્રતા અંકબધ હતી ત્યાં અચાનક અનાયા ને કોઈ કારણસર દુબઇ જવાનું થયું 2 દિવસ પછી વિવાન નો જન્મ દિવસ આવતો હતો એ જન્મ દિવસ પર અન્ય ની સાથે નહીં હોય એ જાણી એ દુઃખી થઈ ગયો એને અનાયા ને કહ્યું મારા જન્મદિવસ પર ભલે આપણે સાથે નથી પણ હું તારા વિડિઓ કૉલ ની રાહ જોઇશ.. અનાયા એ કહ્યું હા ભલે... અને અન્ય નું પ્લેન દુબઇ તરફ રવાના થયું વિવાન પણ એના મિત્રો સાથે આબુ ફરવા ગયો હવે અનાયા પણ વિવાન ને પ્રેમ કરવા લાગી હતી પણ એને જણાવ્યું ના હતું એને વિચાર્યું આવતી કાલે એ નો જન્મ દિવસ છે ત્યારે એને સરપ્રાઈઝ આપીશ!...
વિવાન ના જન્મદિવસે 12 વાગે અનાયા એ વિવાન ને મેસેજ કર્યો happy birthday પણ હજી વધારે કાઈ લખે એ પેલા જ હોટસ્પોટ ડિસકનેક્ટ થઈ ગયું અનાયા એ વિચાર્યું કાલ ઉઠી ને એને ફોન કરીશ સવારે ઉઠતા જ અનાયા એ જોયું તો હજી નેટવર્ક મળતું ના હતું અહીંયા વિવાન સવાર નો ઉઠી અને એના વિડિઓ કૉલ ની રાહ જોતો હતો અનાયા એ ઘણી ટ્રાઈ કરી પણ આખો દિવસ નેટવર્ક ના મળ્યું અને અહીંયા આખો દિવસ વિવાન મોબાઈલ હાથ માં લઇ બેસી રહ્યો એના મિત્રો એ જોઈ રહ્યા હતા એને ઘણું કહ્યું છોડ યાર આજ નો દિવસ એન્જોય કર પણ એ ના માન્યો ઘણા મિત્રો ના ફોન આવતા હતા શુભેચ્છા માટે પણ વિવાન તો અનાયા ના કોલ ની રાહ જોઈ બેસી રહ્યો બપોરે બધા જમવા ગયા એને વિવાન ને કહ્યું હવે રાહ ના જો એ નહીં કરે ચલ જમી લે એને કહ્યું ના એ કરશે જ એ જમ્યો પણ નહીં કે હમણાં એનો કૉલ આવશે પણ રાત ના 8 વાગી ગયા કૉલ ના આવ્યો વિવાન હતાશ થઈ એના મિત્રો સાથે દારૂ પીવા લાગ્યો એને ક્યારેય દારૂ નહોતો પીધો પણ આજ એ એટલો દુઃખી હતો કે ના ચાહવા છતાં એને દારૂ પીધો એના મિત્રો એ કહ્યું દુઃખી ના થા છોકરીઓ આવી જ હોઈ અમે સવાર ના કહીયે છે કે રાહ ના જો તું સવાર નો રાહ જુવે છે અને એને કાઈ નથી પડી તારી એને તારા પ્રેમ ની કદર નથી ભૂલી જા એ બેવફા ને એના મિત્રો એ અનાયા વિશે આમ કહેતા વિવાન ગુસ્સે થઈ ગયો અને ગુસ્સે થઈ ત્યાં થી એની ગાડી લઈ નીકળી જાય છે રસ્તા માં વિચારે છે મારી આ જિંદગી નો શુ મતલબ જેને હું મારા જીવ થી પણ વધુ ચાહું છું એને મારી કાઈ પડી નથી એ આમ વિચારી ગાડી ને ફૂલ સ્પીડ માં ખાઈ માં ધકેલી દે છે આ બાજુ 10 વાગે નેટવર્ક મળતા જ અનાયા એને મેસેજ કરે છે અહીંયા ગાડી ખાઈ માં પડવાથી ગાડી ના ચૂર બોલી ગયા અને વીવેન છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે વિવાન એ અનાયા ને છેલ્લીવાર યાદ કરે છે એનો હસતો ચેહરો એની આંખો સામે ફરી વળે છે અને વિવાન ની આંખો છલકાઈ જાય છે વિવાન કહે છે હું તને હજી પણ એટલો જ પ્રેમ કરું છું i love u અનાયા આટલું બોલી અને છેલ્લો શ્વાસ લે છે અને બાજુ માં પડેલા મોબાઈલ માં મેસેજ ડિસ્પ્લે થાય છે "happy birthday again dear સોરી અહીંયા આખો દિવસ નેટવર્ક ના મળતા હું તને કૉલ ના કરી સકી હું આજ તને એક વાત જણાવા માગું છું હું પણ તને પ્રેમ કરવા લાગી છું i love u વિવાન મારા ઇન્ડિયા આવતા જ આપણે લગ્ન કરી લેશુ" આ મેસેજ વાંચી તું મને કૉલ કરજે હું તારા કોલ ની રાહ જોવ છું" અનાયા એકીટશે મોબાઈલ હાથ માં લઇ ને વિવાન ના કૉલ ની રાહ જુવે છે કે હમણાં વાંચશે એટલે પાગલ ની જેમ ખુશ થઈ કૉલ કરશે પણ અહીંયા એ મેસેજ વાંચવા માટે વિવાન હવે જીવિત નહોતો ??? કાશ એને થોડી રાહ જોઈ હોત..
મોરલ:~જિંદગી માં તમારું ધાર્યું ના થતા ક્યારેય હતાશ થઈ ખોટું પગલું ના ભરવું જિંદગી થી હારી ના જતા થોડી રાહ જોવી કારણ કે જિંદગી ગમે ત્યારે સુખદ વણાંક લઈ શકે છે,???