પ્રોફેસર રંગરાજ રોજીંદા ક્રમ મુજબ ઘેર સાંજે વોક કરી ને પરસેવે રેબઝેબ ઘેર પહોચ્યા.લગભગ ૭ વાગ્યા નો શુમાર હતો.આવી ને ફ્રેશ થઇ દીવાનખંડ માં સોફા પર બેઠા.ઉભા થઇ ને અલમારી માંથી જેક ડેનિયલ ની નવી જ બોટલ કાઢી અને રસોડા માં થી ગ્લાસ અને સોડા લઇ ને ફરી સોફા પર બેઠા અને ટીવી માં હિસ્ટરી ચેનલ ચાલુ કરી ધીરે ધીરે પીવા નું શરુ કર્યું.૨ પેગ પીધા પછી રસોડા તરફ ચાલ્યા અને જાતે રસોઈ બનાવવા નું શરુ કર્યું.આજે પ્રોફેસર ખુબ સારા મૂડ માં હતા.કારણ કે આજે તેમને જાણવા મળ્યું હતું કે આ વર્ષ નો રાષ્ટ્રીય કક્ષા નો પ્રતિષ્ઠિત “ફેકલ્ટી અવોર્ડ” તેમને મળવા જઈ રહ્યો હતો.છેલ્લા લગભગ ૩ વર્ષ થી તેઓ “ભારતીય પુરાતત્વ વિભાગ” સાથે મળી ને ગુજરાત માં દ્વારિકા ના દરિયા માં કૃષ્ણ ની પુરાની નગરી વિષે સંશોધન કરી રહ્યા હતા અને એમાં તેમને ઘણી સફળતા પણ મળી હતી.અવોર્ડ નું ફંક્શન દિલ્હી ના એક પ્રતિષ્ઠિત સરકારી હોલ માં ૫ દિવસ પછી યોજાવા નું છે.પ્રોફેસર દિલ્હી યુનીવર્સીટી માં છેલ્લા કેટલાક વર્ષ થી ઈતિહાસ નો વિષય ભણાવી રહ્યા હતા.મૂળ દક્ષિણ ભારત માં કોઇમ્બતુર ને અડી ને આવેલા નાનકડા ગામ અશોકાપુરમ ના એક કર્મકાંડી બ્રાહ્મણ કુટુંબ માં તેમનો જન્મ થયેલ.૬ ભાઈઓ બહેનો હોવાથી ખુબજ ગરીબી મેં તેમનો ઉછેર થયેલો.પરંતુ ખુબજ તીક્ષ્ણ બુદ્ધિક્ષમતા ના માલિક હોવા ના કારણે પૈસા ના હોવા છતાં સ્કોલરશીપ મેળવી મેળવી ને અભ્યાસ પૂર્ણ કર્યો,અને વિદ્યાવાચસ્પતિ ની ઉપાધી પણ મેળવી હતી.તેમના લગ્ન તામીલનાડુ નાં જ એક ગામડા ની થોડું ઘણું ભણેલી લક્ષ્મી સાથે નાનપણ માં જ થઇ ગયેલા.પરંતુ પ્રથમ પ્રસુતિ વખતે જ તેમનું નિધન થઇ ગયેલું.પરંતુ ત્યાર પછી એમને તેમના પરિવાર તરફ થી ઘણું બધું દબાણ હોવા છતાં પુનર્લગ્ન નો વિચાર માંડી વળ્યો હતો.અને સમગ્ર ધ્યાન દીકરા ના ઉછેર અને પોતાના સંશોધન પર લગાવવા નું નક્કી કર્યું હતું.પોતાના દીકરા અક્ષ ને પ્રોફેસરે ખુબજ લાડકોડ થી એકલા હાથે ઉછેર્યો અને મોટો કર્યો.આજે અક્ષ તેના પરિવાર સાથે કેનેડા માં વેલ સેટલ છે.અને પ્રોફેસર દિલ્હી યુનીવર્સીટી માં નિવૃત થયા ના ૪ વર્ષ પછી પણ માનદ સેવા આપી રહ્યા છે.રાત્રે લગભગ ૧૦ વાગ્યે રોજીંદા ક્રમ મુજબ તેઓ બેડરૂમ માં સુવા માટે ગયા.
દેવ દિલ્હી યુનીવર્સીટી માં જ ઈતિહાસ ના વિષય માં પ્રોફેસર રંગરાજ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાવાચસ્પતિ ની પદવી માટે શોધ નિબંધ તૈયાર કરી રહ્યો હતો.આજે સવારે ઉઠી ને તેને નિત્ય ક્રમ મુજબ ન્યુઝ ચેનલ શરુ કરી તો પ્રથમ ન્યુઝ જોઈ ને જ કાપો તો લોહી ના નીકળે તેવો આભો બની ગયો.સમાચાર માં બતાવી રહ્યા હતા કે ગઈ કાલે રાત્રે લગભગ ૧ વાગ્યે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પ્રોફેસર રંગરાજ નું મર્ડર થઇ ગયું છે.દેવ માની જ નહોતો શકતો કે પ્રોફેસર ની હત્યા થઇ શકે.પ્રોફેસર એટલા સાલસ સ્વભાવ ના વ્યક્તિ હતા કે તેમની કોઈ ના સાથે દુશ્મનાવટ હોઈ જ ના શકે.અસંખ્ય વિચારો દેવ ના મગજ માં એક સાથે વીજળી ની ગતિ એ દોડવા લાગ્યા. તે વિચારી રહ્યો હતો કે “આવા અજાતશત્રુ માણસ ની હત્યા કોણ કરી શકે?”.સમગ્ર યુનીવર્સીટી માં પણ પ્રોફેસર રંગરાજ નું નામ ખુબજ ઈજ્જત થી લેવાતું.દરેક વિદ્યાર્થી તેમને પ્રોફેસર કરતા મિત્ર વધુ માનતો અને પ્રોફેસર પણ દરેક વિદ્યાર્થીઓ ની સાથે પોતે પણ એક વિદ્યાર્થી હોય તેમ ભળી જતા.
દેવ ફટાફટ જ્યુસ પી ને નાસ્તા ના ટેબલ પર થી ઉભો થઇ ગયો અને મોં ધોઈ ને રાત્રી પોષક માં જ ઘર ની બહાર જવા લાગ્યો.માં એ કહ્યું,”બેટા નાસ્તો તો કરી લે.”
દેવ બોલ્યો,”માં થોડું અરજન્ટ કામ છે થોડી વાર માં આવું છું.”
દેવે પોતાની કાર નીકાળી અને ચાલવા લાગ્યો પ્રોફેસર ના ઘર તરફ.ઔરંગઝેબ રોડ પર આવેલા વૈભવશાળી બંગલા માં પ્રોફેસર નું રહેણાક હતું.ત્યાં પહોચતા જ દેવે જોયું ઘર ની આજુ બાજુ લોકો ની સખત ભીડ હતી.દેવે રસ્તા ની સાઈડ માં ગાડી પાર્ક કરી અને પ્રોફેસર ના ઘર તરફ ભીડ માં થી રસ્તો કરી ને ચાલવા લાગ્યો.ઘર ની એકદમ નજીક પહોચ્યો તો જોયું પોલીસે આખા બંગલા ને કોર્ડન કરી ધીધો હતો અને પોલીસ કમિશ્નર મીડિયા ની સામે તેમનું સ્ટેટમેન્ટ આપી રહ્યા હતા.દેવ ના મગજ માં સવાલો નો મારો ચાલી રહ્યો હતું.ત્યાં અચનાક તેની નજર કોન્સ્ટેબલ શર્માજી પર પડી.શર્માજી દેવ ના પિતા ના બચપણ ના મિત્ર હતા.દેવ શર્માજી ની નજીક ગયો અને કહ્યું,”કાકા શું થયું?”
શર્માજી બોલ્યા,”અરે દેવ બેટા તને સમાચાર મળી ગયા?”
આજે સવારે પ્રોફેસર ના દુધવાળા એ પોલીસ સ્ટેશન માં ફોન કરી ને જાણ કરી કે પ્રોફેસર સાહેબ દરવાજો નથી ખોલી રહ્યા.અમે આવી ને દરવાજો તોડી ને તપાસ કરી તો તેમના બેડરૂમ માં તેમનું શરીર લોહી ના ખાબોચિયા માં મળ્યું.કોઈ એ તેમનું ગળું કોઈ તીક્ષ્ણ હથિયાર થી કાપી ને હત્યા કરી છે.વધુ જાણ તો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા પછી જ થશે.
દેવ બોલ્યો,”કાકા કોઈ સસ્પેક્ટ કે કોઈ ના પર શંકા જેવું કાઈ ?”
શર્માજી એ કહ્યું,”ના બેટા આજુબાજુ માં પૂછપરછ કરવા પર થી તો હજુ સુધી કોઈ ના પર શંકા જેવું કઈ નથી.અને બીજી નવાઈ ની વાત એ છે કે જેને પણ હત્યા કરી એને આખું ઘર ફેંદી નાખ્યું છે તિજોરી સુદ્ધા તોડી છે પણ તેમાં પડેલા લગભગ ૧૦ લાખ રૂપિયા અને કેટલાક ઘરેણા એમ ના એમ જ છે”
દેવ પણ વિચારવા લાગ્યો કે,“આ હત્યારા નો ઉદ્દેશ શું હશે?”તેને વિચાર્યું કે હું ગમે તે થાય પણ આ હત્યારા સુધી જરૂર પહોચીશ.કારણકે તે પ્રોફેસર ને પિતાતુલ્ય માનતો હતો.તેની આંખો માં થી અશ્રુધારા અવિરત રીતે વહેવા લાગી.શર્માજી એ દેવ ને કહ્યું,”બેટા તું અત્યારે ઘેર જા પછી થી શાંતિ થી તું પોલીસ સ્ટેશન આવજે અને કદાચ તારા સ્ટેટમેન્ટ ની પણ અમને જરૂર પડશે.તું એમને ખુબ નજીક થી ઓળખાતો હતો.પ્રોફેસર સાહેબ કોને મળે છે કોને ઓળખે છે એ વિષે તને વધારે ખબર હશે.હું મારા સાહેબ સાથે વાત કરીશ અને તને બોલાવું ત્યારે તું પોલીસ સ્ટેશન આવજે,અત્યારે તું ઘેર જા આરામ થી અમે ચોક્કસ થી સાહેબ ના હત્યારા ને પકડી પાડીશું.”
દેવ ભારે મન લઇ ને ઘેર પહોચ્યો અને માં ના ખોળા માં માથું નાખી ને નાના બાળક ની જેમ ડૂસકે ને ડૂસકે રડવા લાગ્યો.માં બોલી “તું મને કઈ કહીશ કે શું થયું?”
દેવ બોલ્યો,”માં પ્રોફેસર સાહેબ નું ગઈ કાલે રાત્રે કોઈએ ખૂન કરી નાખ્યું.”
માં નું મોં આશ્ચર્ય થી ફાટી ગયું અને બોલી,”તું શું બોલે છે?”
દેવ બોલ્યો,”માં હું સાચું કહું છું હું અત્યારે તેમના ઘેર જી ને આવ્યો,પોલીસ તેમના શબ ને પોસ્ટમોર્ટમ માટે લઇ ગઈ”
દેવ ના પપ્પા સુબોધભાઈ નો “એન્ટીક” ની લે-વેચ નો વારસા માં મળેલો ધંધો છે.તેમની દુકાન જૂની દિલ્હી માં ખુબજ ભરચક વિસ્તાર માં આવેલી છે.સુબોધભાઈ એ પૈસા ની સાથે સાથે નામ પણ સારું કમાઈ લીધું છે.તેમની મોટા ઉદ્યોગપતિઓ થી માંડી ને રાજકારણી ઓ સુધી સારી એવી ઓળખાણ છે. દેવ તેમનો એક નો એક દીકરો છે.તેઓ મૂળ મારવાડી છે પણ તેમના પરદાદા વખત ના દિલ્હી માં સ્થાઈ થયા છે.દેવ ને આજે ચેન નહોતું પડી રહ્યું.તેના મગજ માં સતત પ્રોફેસર ના મૃત્યુ વિષે ના વિચારો ચાલી રહ્યા હતા.તે વિચારી રહ્યો હતો કે “આની પાછળ કોનો હાથ હશે?.તેને વિચાર્યું કે,”લાવ પપ્પા ને ફોન કરી આ વિષે જણાવું”પણ પછી વિચાર્યું કે “અત્યારે તેઓ ધંધા માં વ્યસ્ત હશે સાંજે ઘેર આવે એટલે મળી ને શાંતિ થી વાત કરીશ.:
રાત્રે સુબોધ ભાઈ ઘેર આવ્યા ડ્રાઈવર તેમની બેગ અંદર લઇ ને આવ્યો.અને તેમના બેડરૂમ માં મૂકી ને બહાર આવ્યો અને કહ્યું,”સાહબે હું જાઉં?”
સુબોધભાઈ બોલ્યા,”હા કરીમ જા પણ કાલે સવારે થોડો ૬ વાગ્યે આવી જજે નોઇડા એક બીઝનેસ મીટીંગ માટે જવાનું છે.”
કરીમ બોલ્યો,”હા સાહેબ ચોક્કસ આવી જઈશ”
કરીમ સુબોધભાઈ ના ત્યાં લગભગ ૨૦ વર્ષ થી નોકરી કરી રહ્યો હતો.અને ખુબજ વફાદાર હતો.
કરીમ ના ગયા પછી દેવ પપ્પા માટે પાણી નો ગ્લાસ લઇ ને આવ્યો અને બોલ્યો,”પપ્પા પ્રોફેસર રંગરાજ ની હત્યા થઇ ગઈ.”
સુબોધભાઈ બોલ્યા,”હા બેટા મને સમાચાર મળ્યા બહુ ખરાબ થયું.”
બસ આટલું કહી ને એ બેડરૂમ તરફ ચાલ્યા.
દેવ ના મમ્મી ભારતીબેન બોલ્યા,”જમી તો લો.”
સુબોધભાઈ એ કહ્યું,”હું બહાર જમી ને આવ્યો છું અને મારી તબિયત નથી સારી હું સુઈ જાઉં છું.”
આજે સુબોધભાઈ નું વર્તન ખુબજ અજીબ લાગ્યું દેવ અને ભારતીબેન બંને ને.
દેવ બોલ્યો,”મમ્મી કેમ પપ્પા આજે આવું વર્તન કરે છે સર ના મૃત્યુ ના સમાચાર વિષે જાણ્યા પછી પણ મારી સાથે એ વિષે કોઈ વાત ના કરી.”
ભારતીબેને કહ્યું,”ના બેટા એવું કઈ નહિ હોય તેમના મગજ માં પણ ધંધા ની કોઈ મગજમારી કે ટેન્શન હશે એટલે સ્ટ્રેસ માં માણસ નું વર્તન થોડું બદલાઈ જાય.એમાં તું કાઈ ખોટું ના લગાડતો.”
બીજા દિવસે સવારે પોલીસ સ્ટેશન થી દેવ ને ફોન આવ્યો,”જો તમે સ્વસ્થ હો તો પોલીસ સ્ટેશન આવી તમારું એક સ્ટેટમેન્ટ લખાવી જાઓ.”
દેવ પોલીસ સ્ટેશન પહોચ્યો.ત્યાં પોલીસ સ્ટેશન ના પ્રભારી રવિ યાદવ સાહેબ તેને મળ્યા.યાદવ સાહેબ નું વ્યક્તિત્વ ખુબજ પ્રભાવશાળી હતું તેમના ચહેરા પર થી જાણે દૈવી તેજ છલકાતું હતું.દેખાવે તેઓ ખુબજ મજબુત અને ફીટ હતા પણ ચહેરા પર એક બાળક જેવી નિર્દોષતા દેખાઈ રહી હતી.દેવ તેમને જોઇને જ તેમના થી ખુભ પ્રભાવિત થયો.
યાદવ સાહેબ તેને જોઈ ને એક મંદ મુસ્કાન સાથે બોલ્યા,”યુ આર મિસ્ટર દેવ,રાઈટ?”
દેવ પણ પણ હળવી મુસ્કાન સાથે બોલ્યો,”હા સર.”
યાદવ સર બોલ્યા,”તમે પ્રોફેસર સાહેબ વિષે જેટલું પણ જાણતા હોવ તે બધું મને કહો,પ્રોફેસર સાહેબ ની જીંદગી નું એવું કોઈ પાસું હોય જેના વિષે ફક્ત તમને જ ખબર હોય તો પણ જણાવો,આ બધી માત્ર ઔપચારિકતા છે.માટે તમારે આમાં કોઈ પણ જાત નું ગભરાવવા ની જરૂર નથી.”
દેવ પ્રોફેસર સાહેબ વિષે જે કઈ પણ જાણતો હતો તે બધું તેને યાદવ સર ને કહ્યું.એમાં આવી કોઈ વાત નહોતી કે જે પ્રોફેસર સાહેબ ના ચરિત્ર પર કોઈ શંકા ની સોય તાણતી હોય.
દેવ બોલ્યો,”સર આપ જલ્દી થી પ્રોફેસર સાહેબ ના હત્યારા ને શોધી કાઢો.”
યાદવ સાહેબ બોલ્યા,”હા દેવ અમે અમારા થી બનતી કોશિશ કરીશું હત્યારા સુધી જલ્દી પહોચવા ની,જો તને હજુ પણ કઈ જાણવા મળે તો મને મારા મોબાઈલ પર સીધો કોન્ટેક્ટ કરી શકે છે કે અડધી રાત્રે પણ.”
દેવ બોલ્યો,”હા સર હું તમને મારા થી બનતી મદદ કરીશ.”
બીજા દિવસે પોલીસ યુનીવર્સીટી માં પણ આવી તપાસ માટે.પણ ત્યાં થી પણ એવું કાઈ ખાસ મળ્યું નહિ કે જેના થી તેમને આ કેસ માટે કોઈ આશા નું કિરણ મળે.
પ્રોફેસર સાહેબ ની હત્યા ને આજે લગભગ એક મહિનો થઇ ગયો.પણ હજુ સુધી હત્યારા નો કોઈ પત્તો મળ્યો નહોતો.દેવ ને આ વાત ખુબજ ખૂંચી રહી હતી.પણ તે પણ શું કરી શકતો હતો.તેને પોતાના શોધ નિબંધ નું કામ પણ અત્યારે અટકાવી દીધું હતું.કોલેજ માં થી તેના મિત્રો અને પ્રોફેસરો પણ તેને સમજાવી રહ્યા હતા કે,”તું હવે બીજા કોઈ પ્રોફેસર ના માર્ગદર્શન હેઠળ આ કામ પતાવી ને ઉપાધી તો મેળવી લે.”
પણ દેવે હવે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી પ્રોફેસર નો હત્યારો નહિ પકડાય ત્યાં સુધી તે આગળ નો અભ્યાસ પૂર્ણ નહિ કરે.
આજે એને નક્કી કર્યું કે તે આજે પોલીસ સ્ટેશન જશે અને યાદવ સાહેબ ને થોડા કડક શબ્દો માં કહેશે કે”સાહેબ તમે કેમ હત્યારા ને હજુ પકડી શકતા નથી?”
સવારે ઉઠી ને તે દાઢી બનાવવા માટે ની બ્લેડ શોધી રહ્યો હતો પણ તે તેને મળતી નહોતી.પોતાના બેડરૂમ ના બધા કબાટ ફેંદી નાખ્યા બાથરૂમ ની અલમારી માં પણ શોધી ચુક્યો.પણ તેને બ્લેડ ના મળી અંતે તેને થાકી ને મમ્મી ને બૂમ મારી,”માં તે મારી દાઢી ની બ્લેડ નું પેકેટ તે ક્યાય મુક્યું છે?”
માં એ કહ્યું,”બેટા મેં ક્યાય નથી મુક્યું પણ કદાચ તારા પપ્પા ની બ્લેડ ખલાસ થઇ ગઈ હશે તો તેમને લીધું હોય તું તેમના રૂમ માં જોઈ લે.”
દેવ બબડતો બબડતો પપ્પા ના રૂમ માં ગયો.પપ્પા તો આજે સવારે વહેલા નીકળી ગયા હતા એમણે કોઈ બીઝનેસ મીટીંગ માં જવાનું હતું એટલે.દેવ પપ્પા ના રૂમ માં ગયો અને બાથરૂમ માં જઈ ને જોયું પણ ત્યાં તેને બ્લેડ ના દેખાઈ.તેને બેડરૂમ ના કબાટ માં ખોલી ને જોવા નું શરુ કર્યું.અંદર નું ડ્રોઅર ખોલી ને જોયું.તો તેને એક તાંબા ની અડધી કાપેલી તકતી જોઈ જેના પર સંસ્કૃત માં લખેલું હતું ”સંભવામિ” અને તેના પછી નો ભાગ કપાઈ ગયેલો હતો એકદમ પરફેક્ટ રીતે કાપેલી લંબચોરસ તકતી હતી.આ તકતી ને જોઈ ને તેને બે ઘડી લાગ્યું કે આ તકતી તેને ક્યાંક જોઈ છે.પણ પછી વિચાર્યું કે”પપ્પા અમુક સ્પેશિઅલ એન્ટીક વસ્તુ ઓ જે તેમને ગમી જતી તે ઘેર લઇ આવતા અને તેમના કબાટ માં મૂકી રાખતા.જયારે કોઈ સ્પેશિઅલ ગ્રાહક આવે અને એમાંની કોઈ વસ્તુ માં રસ બતાવે તો તેઓ દુકાને લઇ જતા.જેથી કદાચ તેને દુકાન માં જોઈ હશે.”દેવ ને દાઢી ની બ્લેડ પપ્પા ના રૂમ માં પણ ના મળી.તેને પેલી તાંબા ની તકતી હતી તેમજ પપ્પા ના ડ્રોઅર માં મૂકી દીધી.અને તે ચાલ્યો ઘર ની બહાર બ્લેડ લેવા માટે.તેની સોસાયટી ની બહાર થોડાક ડગલા દુર જ એક કેમિસ્ટ ની શોપ હતી જ્યાંથી તે અવારનવાર વસ્તુઓ ખરીદતો.દેવ ચાલી ને જી રહ્યો હતો ત્યાં અચનાક જ તેના મગજ માં એક ચમકારા ની જેમ વિચાર આવ્યો કે,”પેલી તાંબા ની તકતી જેના પર “સંભવામિ” લખેલું હતું તે તો મેં પ્રોફેસર સાહેબ ના ઘેર લગભગ ૫ મહિના પહેલા જોઈ હતી...........
ક્રમશ(વધુ આવતા પ્રકરણ માં)