Double Murder - 2 in Gujarati Crime Stories by Dhruv vyas books and stories PDF | ડબલ મર્ડર - 2

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

Categories
Share

ડબલ મર્ડર - 2

     વેદે મોહિત અને હરિત  ને બહાર પૂછપરછ કરવા કહ્યું અને સંકેત વિશે માહિતી એકઠી કરવા કહ્યું.અને પોતે રૂમનું બારીકાઇ થી નિરીક્ષણ કરવા લાગ્યો.રૂમ માં ક્યાંય પણ કોઈ પણ વસ્તુ અસ્તવ્યસ્ત ન હતી બધી વસ્તુ વ્યસ્થિત રીતે ગોઠવાયેલ હતી.રૂમ માં અંદર આવવા જવા માટે એક જ દરવાજો હતો. અને એક બારી હતી તે પણ વધારે ઊંચી હતી અને તેને લોખંડ ની ગ્રીલ થી કવર કરેલ હતી.તેથી ત્યાંથી કોઈની આવવાની શક્યતા નહિવત હતી.નીરજ દ્વારા  બાથરૂમ ની તલાશી લેવા ગયો બાથરૂમ વિશાળ અને આધુનિક હતું ત્યાં પણ કઈ શંકાસ્પદ લાગ્યું નહિ. એણે વેદને જઈ ને તમામ માહિતી આપી. 

           ત્યાં  ડો.ચિન્મય દેશમુખ અને તેની ફોરેન્સિક ટિમ આવી ગઈ. તે લોકો રૂમ માંથી ફિંગરપ્રિન્ટ અને ફૂટપ્રિન્ટ લેવા લાગ્યા.ફોટોગ્રાફર દ્વારા લાશ ના અલગ અલગ એંગલ થી ફોટા લીધા તેમજ રૂમ ના પણ થોડા ફોટા લીધા.એ લોકો ને કામ કરવા દઈ અને વેદ પણ મોહિત પાસે આવ્યો ત્યાં મોહિત ની પૂછ પરછ ચાલુ હતી.વેદ ને આવેલ જોઈ અને તેણે અત્યાર સુધી ની માહિતી આપી. અને રમેશ નો પરિચય આપતા કહ્યું “આ રમેશ છે તેણે જ આપણને ફોન કરી અને આ ઘટના ની જાણ કરેલ હતી.તે સંકેત ને ત્યાં નોકરી કરે છે.” અહીંથી વેદે  પુછપરછ પોતાના હાથ માં લીધી.

“તને કેવી રીતે ખબર પડી ?” વેદ.

“સાહેબ ને તેમના રૂમ માં કોફી આપવા માટે ગયો ત્યારે” રમેશ 

“તું અહીંયા જ રહે છે ?”  વેદ 

“હા.” રમેશ 

“તારી સિવાય આ ઘર માં કોણ કોણ રહે છે?” વેદ 

“સાહેબ અને તેના પત્ની નવ્યાબહેન,તેનો પુત્ર પાર્થિવ અને સાહેબના માતા પિતા મોહનસાહેબ,અને સંગીતાબહેન.” રમેશ .   

“એ બધા ક્યાં છે?” કોઈને હાજર ન જોઈ ને વેદે પૂછ્યું.

“મોહનભાઇ અને સંગીતાબહેન યાત્રા પર ગયા છે. અને નવ્યાબહેન અને પાર્થિવ બંને સુરત ગયા છે.” રમેશે આગળની માહિતી આપતા કહ્યું કે “તે લોકો ને માહિતી આપીદીધી છે. અને સાંજ સુધીમાં બધા  આવી જશે”.

“ઠીક છે એ બધા આવી જાય એટલે અમને જાણ કરજે” વેદ 

આ બધી વાતો ની નોંધ મોહિતે ડાયરી માં કરી લીધી.

              આ પુછપરછ  કરી વેદ ફરી સંકેત ના બેડ રૂમ માં આવી અને શોધ ખોળ કરવા લાગ્યો. આમ તો સંપૂર્ણ રૂમ માં ક્યાંય કોઈ વસ્તુ અસ્તવ્યસ્ત ન હતી કે કોઈ પણ જગ્યાએ હાથ પાઇ ના નિશાન ન હતા આથી એક વાત તો ધ્યાન માં આવતી હતી કે ખૂની દ્વારા સંકેત ને કોઈ પણ પ્રકાર ની તક આપવા માં આવી ન હતી.બાકી રૂમ માં આવેલ  કબાટ અને તેમાં રહેલ તિજોરી પણ એમ જ હતી. આથી બીજી એ વાત સ્પષ્ટ હતી કે ખૂન ચોરી કરવાના ઈરાદા થી થયું ન હતું. કબાટ ના ખાના માં સંકેત નું પાકીટ પડેલ હતુંસંકેત ના બેડ પાસે આવેલ સ્ટુલ પર તેનો કિંમતી મોબાઈલ  ફોન પણ એમને એમજ પડ્યો હતો. તેની તપાસ કરતા તે માંથી દસેક હજાર રૂપિયા કેશ અને બીજા થોડા કાગળ હતા.બાકી બધું વ્યવસ્થિત હતું.

        ત્યાંરે ડો.દેશમુખ આવે છે અને જણાવે છે કે અહીંની બધીજ કાર્ય વાહી પુરી થઇ ગઈ છે અને બોડી ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ  માં લઇ જવી પડશે.

“ઠીક છે તમે લઇ  જાવ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એટલે મને જાણ કરજો” વેદે ડો. દેસાઈ ને કહ્યું.

           ત્યાર બાદ રૂમ ને સીલ કરી અને વેદ તથા બાકી બધા ત્યાંથી પોલીસ  સ્ટેશન જવા નીકળ્યા સાથે સાથે રમેશને કહ્યું કે સંકેત ના પરિવાર ના સભ્યો જેવા આવે એટલે તુરંત જાણ કરે અને આ રૂમ માં કોઈ ને પણ જવા દેવા માં ન આવે.

          બધા પોલીસ સ્ટેશન માં આવ્યા ત્યારે બપોર ના સાડા ત્રણ વાગી ગયા હતા જેથી બધા વારા ફરતી જમવા ગયા. અને પાંચ વાગ્યા આસપાસ બધા ફરી સ્ટેશન માં ભેગા થયા. વેદ એ તેની કેબીન માંજ હતો ત્યાં જઈ અને  મોહિતે જણાવ્યું કે “રમેશ નો ફોન હતો કે સંકેત ના પરિવાર ના સભ્યો પરત આવી ગયા છે.” 

ક્રમશ......