The Author Keyur Pansara Follow Current Read અપરાધ ભાગ - ૩ By Keyur Pansara Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books बैरी पिया.... - 56 अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ... साथिया - 127 नेहा और आनंद के जाने के बादसांझ तुरंत अपने कमरे में चली गई... अंगद - एक योद्धा। - 9 अब अंगद के जीवन में एक नई यात्रा की शुरुआत हुई। यह आरंभ था न... कॉर्पोरेट जीवन: संघर्ष और समाधान - भाग 1 पात्र: परिचयसुबह का समय था, और एक बड़ी बहुराष्ट्रीय कंपनी की... इंटरनेट वाला लव - 90 कर ये भाई आ गया में अब हैपी ना. नमस्ते पंडित जी. कैसे है आप... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Keyur Pansara in Gujarati Horror Stories Total Episodes : 15 Share અપરાધ ભાગ - ૩ (112) 5.3k 6.2k 2 નિકુલ ની હાલત તો અવિનાશ કરતા પણ વધારે ખરાબ હતી.એરકન્ડિશનર દ્વારા થયેલા ઠંડા વાતાવરણમાં પણ તે પરસેવે રેબઝેબ હતો. આ વખતે ડો.તન્ના ઘરે આવીને જ નિકુલને પ્રાથમિક સારવાર આપી ગયા હતા. 'મને તો કંઈક અશુભ ઘટના ના અંદેશા લાગે છે.'વિરલ બોલ્યો. નિકુલે આ વખતે વિરલની વાત નો વિરોધ ના કર્યો. ડો.તન્નાની સારવાર બાદ તે સ્વસ્થ જણાતો હતો. આવી રીતે દરરોજ તે ઘરમાં એક પછી એક એમ બધા જ વ્યક્તિઓ સાથે આ ઘટનાનું પુનરાવર્તન શરૂ રહ્યું. અને એક દિવસ તેઓને સમાચાર મળ્યા કે તેમના પિતરાઈ ભાઈ કેતનનું મૃત્યુ થયું છે. તેથી તેમના કાકાના ઘરે ગયા અને તેમનાં ભાઈ ના મૃત્યુનું કારણ જાણીને નિકુલને પરસેવો છૂટી ગયો. જે ધટના તેઓની સાથે છેલ્લા કેટલાક દિવસોથી બનતી હતી તેવીજ ધટના આ લોકો સાથે પણ બની હતી. નિકુલ કેતનના નાના ભાઈ કેશવ પાસે ગયો અને જણાવ્યું કે અમારી સાથે પણ કંઇક અજીબ ધટના બની રહી છે અને પોતાની સાથે બનેલી ધટના તેણે વિસ્તારમાં કહી સંભળાવી. તેના પ્રત્યુત્તરમાં તેને જે સંભાળવા મળ્યું તેનાથી ભયનું એક લખલખું તેના શરીર માંથી પસાર થઈ ગયું. ત્યારબાદ ત્યાંની બધી વિધિ પતાવીને નિકુલ તેના પરિવાર સાથે પોતાના ઘરે પાછા ફર્યા. "હા તો શું વાત કહેવાની છે?" વિરલે મૌન તોડતા નીકુલ ને કહ્યું.બધાની નજર અત્યારે નિકુલ તરફ હતી અને બધા તેની બોલવાની રાહ જોતા બેઠા હતા. ઘરે આવીને જ્યારે બધા પોતપોતાના રૂમમાં જવા લાગ્યા ત્યારે નીકુલે બધાનેહોલમાં બેસવાનું કહ્યું હતું. નિકુલે વાત કહેવાની શરુઆત કરી "આપણી સાથે જે ધટના પાછલા થોડાંક દિવસોથી બની રહી છે તેવીજ ધટના તે લોકો સાથે છેલ્લા કેટલાક મહિનાઓથી બની રહી છે એટલુજ નહિ છેલ્લા એક મહિનાથી તો ખૂબ જ વિચિત્ર અને ખતરનાક ધટનાઓ બની રહી છે." આટલું કહેતા નિકુલને પરસેવો વળી ગયો. તેને હાથ લંબાવીને પાણીનો ગ્લાસ ઉચક્યો અને એક જ શ્વાસે આખો ગ્લાસ પૂરો કરી નાખ્યો. "સ્પષ્ટ શબ્દોમાં શું થયું એ કહે વાતને ગોળ ગોળ ના ફેરવ" અવિનાશે કહ્યું. તે ખુબજ થાકી ગયો હોય તેવું તેના ચહેરા પરથી લાગતું હતું. નિકુલે વાત આગળ વધારી"તેઓને ઘરમાંથી કોઈ સ્ત્રીના રડવાના અવાજ સંભળાતા તો ક્યારેક જોરજોરથી હસવાના અવાજો સંભળાતા.તેઓ જ્યારે રાત્રે સુતા ત્યારે ભયંકર સ્વપ્ન આવતા.તેઓ જમવા બેસતા ત્યારે થાળીમાં ભોજનની બદલે હાડ- માંસ દેખાતા.પાણી પીતા તો તેમાં જાણે પાણી નહીં પણ લોહી હોય તેવું તેઓને લાગતું.તેઓએ પાણીની ટાંકી,પાણીની લાઈન તથા પાણીનું ફિલ્ટર બધું પ્લંબર પાસે ચેક કરવી જોયું પણ ક્યાંય કશું મળ્યું નહિ." "અરે પણ તે કેતન નો ભ્રમ પણ હોઇ શકે ને!" અવિનાશ નીકુલની વાત કાપતા બોલ્યો."અને આમ પણ તે હોરર મૂવી જોવું વધુ પસંદ કરતો." "તમારી વાત સાચી ભાઈ કે કેતન હોરર મૂવી વધુ જોતો અને તેને ભ્રમ થયો હોય પણ ઘરના બીજા સભ્યોને પણ એવોજ અનુભવ થયો છે તો બધાને એકસાથે તો ભ્રમ ના જ થાય"નિકુલે પ્રત્યુતર આપ્યો "હું..." અવિનાશના ગળા માંથી અવાજ નીકળ્યો. "તો શું કેતન ભાઈનું મૌત કુદરતી રીતે નહિ પણ બીજી કોઈ રીતે થયું છે?"નિકુલની પત્નીથી પૂછાઈ ગયું "હા, તેઓએ આત્મહત્યા કરી છે." નિકુલે જવાબ આપ્યો. "ના હોય,યાર કેતન તો જિંદાદિલ માણસ હતો.એ આત્મહત્યા કરે એવું મને નથી લાગતું." "તમારી વાત મુદ્દાની છે મોટાભાઈ,પરંતુ આજ હકીકત છે જે મને કેશવે જણાવી છે. તેના કહેવા મુજબ તે લોકો ક્યાંક બહાર જવાનું વિચારતા હતા અને કેતનભાઈ ને બહાર આવતા વાર લાગી તેથી તેઓ તેમના રૂમ પાસે ગયા" (ક્રમશઃ) ‹ Previous Chapterઅપરાધ ભાગ-૨ › Next Chapter અપરાધ - ભાગ - ૪ Download Our App