Mahi-Sagar (Part-7) in Gujarati Love Stories by PARESH MAKWANA books and stories PDF | માહી-સાગર (ભાગ-૭)

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

માહી-સાગર (ભાગ-૭)

             જાણે રાસ ની રમઝટ જામી હું શ્યામ ને જાણે માહી મારી રાધિકા બસ તાળીઓ ના તાલે એકમેકને સંગાથે રાસ રમી રહ્યા હતા.. મને લાગ્યું જાણે માહી મારા માટે જ બની છે.. બસ હવે સમય મળતા જ હું એને મારા દિલની વાત કહી દઈશ.. 
             આમને આમ એક પછી એક દિવસ અને નવરાત્રીની એક પછી એક રાત વિતતી ગઈ અને જાણે અમારા હદય એક થતા ગયા..માહી પ્રત્યેનો મારો પ્રેમ દિવસે ને દિવસે વધી રહ્યો હતો.. બીજી તરફ માહી પણ શાયદ મારા પ્રત્યે દિવસે ને દિવસે ખેંચાઈ રહી હતી.. 
             આખરે નવમી રાત એટલે કે નવરાત્રીની છેલ્લી રાત આવી ગઈ અને ત્યાં સુધી મને હિંમત ના થઈ કે હું માહી ને મારા દિલની વાત કહી દવ.. બીજી તરફ માહીનો પણ મને એવો કોઈ સંકેત ના મળ્યો.. 
             ત્યારે મને અહેસાસ થયો કે પ્રેમ કરવો અને પ્રેમ નો. ઇઝહાર કરવામાં બહુ જ મોટો ફરક છે પ્રેમ તો બધાને આસાની થી થઈ જાય છે પણ પ્રેમ છે એવું કહેવું ઘણું જ મુશ્કેલ છે..
          રોજની માફક રાસોત્સવમાં આ રાત પણ વીતી ગઈ.. સવારે હું રોજ કરતા જરાક મોડો ઉઠ્યો માહી મંદિરે થી ક્યારની પાછી આવી ચુકી હતી અને એ અત્યારે કાંઈક લખતી હતી.. મેં પૂછ્યું - માહી શુ લખો છો..? એણે કહ્યું કાઈ નહીં.. આતો દેવની રજાચિઠ્ઠી છે બે દિવસ થી ગયો નથી તે નિશાળે તો દેવી પડશે..
             થોડીવારમાં હું તૈયાર થઈ ગયો. અને પછી મારો સમાન લઈને મેં માસીની રજા માંગી - માસી મારાવતી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મને. માફ કરી દેજો.. આટલા દિવસ તમારા ઘરે રહ્યો અને તમે મને મારી સગી માં ની જેમ રાખ્યો એ બદલ હું જિંદગીભર તમારો ઋણી રહીશ.. 
             માસી એ કહ્યું - દીકરા તે મને માં કહી છે ને તો આ મા ને મળવા આવતો રહેજે રતનપુર.. 
             મેં કહ્યું - ચોક્કસ માસી.. 
  
             એ પછી મેં મારુ બેગ લીધું માહી અને દેવ મને બસસ્ટેન્ડ સુધી વળાવવા આવ્યા.. આજે જાણે એમના ચહેરા પર જાણે ઉદાસી છવાયેલી હતી.. માહીની ભીની થયેલી આંખો જાણે કહી રહી હતી સાગર પ્લીઝ રોકાઈ જાવ.. દેવનો ઉદસ ચહેરો પણ આ જ કહેતો હતો કે સાગરભાઈ રોકાઈ જાવ ને.. 
              મારુ મન પણ જાણે ઉદાસ હતું.. દિલ કહેતું હતું કે સાગર તારી માહી ને છોડીને ચાલ્યો જઈશ.. બીજી જ પળે થતું કે જો માહી અત્યારે જ કહી દે કે સાગર આઈ લવ યુ.. તો હું હમેશા ને માટે આ ગામમાં રોકાઈ જવા પણ તૈયાર હતો.. પણ એની ખામોશી હતી કે કંઈક કહેતી જ નોહતી..
              અચાનક જ બસ આવી પોહચી અને હું એમાં ચડી બેઠો.. બારીવળી સીટ પર બેસી મેં ફરી એ બન્ને તરફ જોયું.. દેવ વારંવાર કહી રહ્યો હતો.. સાગરભાઈ પ્લીઝ રોકાઈ જાવો.. અને એના માટે મેં હસીને બસ એટલું કહ્યું કે દેવ હું તમને મળવા જલ્દી પાછો ફરીશ.. મારુ આ વાક્ય સાંભળીને જાણે બન્નેના ચહેરા પર છવાયેલા ઉદાસીના ભાવ જાણે ઓછા થયા અને ખુશીનો નવો ભાવ ઉપસવા લાગ્યો.. મેં બને તરફ હાથ હલાવી બાય કર્યું અને બસ ઉપડી ગઈ.. પણ મારી આંખો તો બસ ત્યાં સુધી એ માહી ને જોતી રહી જ્યાં સુધી એ નજરો થી ઓઝલ ના થઈ.. એ પછી ફટાફટ મેં કેમેરો ઓપન કરી કેમેરામાં કેદ થયેલી માહીની એકએક તસવીરો જોવા લાગ્યો.. માહી રતનપુર આવ્યો અને બસ તારી આ જ યાદો ને મારી સાથે લઈ જાવ છું હું જાણું છું કે તારી આ યાદો જીવવા માટે કાફી નથી મારી તો જિંદગી જ તું છો.. આજે જ જઈને માં સામે તારી વાત કરું.. 
                 મેં ડાયરી બંધ કરી અને મુકવા જતી હતી ત્યાં જ એમાંથી  વચ્ચે થી ફોલ્ડ કરેલો એક કાગળ નીચે સરકયો.. કાગળ ઉઠાવી જોયું તો એ પ્રેમપત્ર હતો માહી નો..  એ લખતી હતી..

                સાગર તમને જ્યારે પહેલી વખત મંદિરે જોયા ત્યાર થી તમે મારા દિલમાં વસી ગયેલા.. એટલે જ તમને નવરાત્રી માટે રોકવા મેં તમને સમ આપ્યા..  તમે રોકાયા અને હું દિલથી તમારી નજીક આવી હું તમારા પ્રત્યે જે કઈ અનુભવતી હતી એ શાયદ તમે પણ મારા પ્રત્યે અનુભવતા હશો એવું મને લાગતું હતું.. તમને એકનજર જોવા માટે મારી અધીરાઈ.. તમે જ્યારે ગરબામાં  કોઈ અન્ય યુવતી સાથે રાસ રમતા ત્યારે. મનમાં ઉદભવતી એકજાતની ઈર્ષા.., તમે જ્યારે મારો હાથ પકડતા ત્યારે રોમરોમમાં ઉમટતો આનંદ.. તમે જ્યારે આંખ સામે હોય ત્યારે એ પળને મુઠ્ઠીમાં કેદ કરી લેવાની ઈચ્છા..સાગર મારા પ્રેમના કેટલા પુરાવાઓ આપું તમને હું તમારી છું તમને ઘણું જ ચાહું છું.. 
               જો તમે પણ મને ચાહતા હોય તો આ ચિઠ્ઠી વાંચી તમે મને રતનપુર લેવા આવજો હું તમારી રાહ જોઇશ..
                                                                    તમારી ફક્ત તમારી
                                                                                માહી...
                 

                 આ ચિઠ્ઠી સાગરે નથી વાંચી લાગતી નહિતર એ મારી સાથે લગ્ન કરેત જ નહીં.. એકપળ લાગ્યું કે હું બે પ્રેમ કરવાવાળા ની વચ્ચે આવી ગઈ.. મારા લીધે બે પ્રેમકરવાવાળા અલગ થયા.. એકપળ લાગ્યું કે આ ચિઠ્ઠી સાગર ને આપી દવ..
                 બીજી જ પળે થયું કે ગોરી પાગલ તો નથી થઈ ગઈ ને.. જો આ ચિઠ્ઠી સાગરના હાથમાં આવશે તો છોડીને ચાલ્યો જશે તને.. તારા સાગરની સાથે ફરનારનો તે જીવ લઈ લીધો તો આ માહીએ તો એની સાથે નવદિવસ રાસલીલા રમી છે.. તું એને કેવી રીતે છોડી શકે છે..માહી ને મરવું જ પડશે.. (ક્રમશ)