મીલી અને પરી પણ એક જ રૂમમાં સૂવે છે. પરી તો સૂઈ જાય છે. પણ મીલીની આંખોમાંથી આજે ઊંઘ ગાયબ છે. આજે એને રણવીર સાથે વિતાવેલી દરેક પળની યાદ આવે છે. એ રણવીરનુ ટ્રેનમાં એને બ્લેન્કેટ ઓઢાડવુ, એ એ ચક્કરખાઈને રણવીરની બાહોમા પડવું, એ ઈન્જેકશન મૂકાવતી વખતે રણવીરનો હાથ પકડવુ, દરેક શર્ટ ટી શર્ટ પહેરીને ઈશારાથી એની પસંદ પૂછવું. મીલીને એકપછી એક બધુ યાદ આવ્યાં કરે છે. અને રણવીરના સપનાઓને માણતી ગાઢ નીંદરમા પોઢી જાય છે.
આ બાજુ રણવીરની આંખોમાથી પણ નીંદ ગાયબ છે. એને વારે વારે મીલી સાથે વિતાવેલી દરેક પળનો એહસાસ થાય છે.એ એનુ ઈન્જેકશન મૂકતી વખતે એના હાથને જોરથી પકડવુ, એ એનુ હકથી પોતાની જ પસંદના કપડાં લેવડાવવા, એ એનુ નજરથી નજર મળતા શરમાઈને નજર ઝૂકાવી લેવુ. મીલીની માસૂમ હસીમા એ ખોવાય જાય છે. અને અચાનક એને એ સંવાદ યાદ આવે છે અને એનુ મન ઉદાસ થઈ જાય છે. અને એક નિસાસો નાંખીને એ સુવાની કોશિશ કરે છે.
સવારે બધાં તૈયાર થઈ ને નીચે ભેગા થાય છે. મીલીને જોતા જ રણવીર પલક ઝબકવાનુ ભૂલી જાય છે અને અનિમેષ નજરે એને જ જોયા કરે છે. હાઈવેસ્ટ ટાઉઝર અને ક્રોપટોપમા મીલી એકદમ અદ્ભુત લાગતી હતી. ઘેરા કાળા રંગની કાજલથી આંખોમા ખૂણાથી બ્રોડ અને કિનારા પર પાતળી દોરી જેવો લસરકો કર્યો હતો.જાણે કાજલરૂપી તલવારથી કોઈનું કતલ કરવાની હોય. હોઠો પર ઘેરા લાલ કલરની લિપસ્ટિક લગાવી હતી. જેમાંથી ઝરતા અમીરસનુ પાન કરવા કોઈ પોતાની જીંદગી પણ ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય. અને ગાલો પર તો કાશ્મીરના સૌદર્યની કુદરતી લાલી આવી ગઈ હતી કે જાણે હમણાં જ તેની પર ગુલાબનાં પાનનો તાજો રસ લગાવ્યો હોય. ગળામાં પાતળી ચેનમા દિલ આકારનુ પેન્ડન્ટ લટકતું હતું. હાથમાં ટાઈટન રાગાની વોચ અને પગમાં પુમાના શુઝ. કોઈપણ હિરોઈનને જલન ફીલ કરાવે એટલી સુંદર લાગતી હતી એ.
આ બાજુ રણવીર પણ કોઈ હીરોથી કમ ન્હોતો લાગતો. સ્કીન ટાઈટ ટી શર્ટ પર લેધરનુ જેકેટ અને જીન્સમાં એ એકદમ ડેશીંગ લાગતો હતો. આંખો પર ફાસ્ટટ્રેકના ગોગલ્સ અને હાથમાં ફાસ્ટટ્રેકની વોચ. પગમાં વુડલેન્ડના શુઝ. કોઈપણ છોકરીના દિલની ધદકન રોકી દે તેટલો સોહામણો લાગતો હતો રણવીર.
મીલીએ જ્યારે અંગૂઠા ને આંગળી નુ રાઉન્ડ બનાવીને તેને ઈશારો કર્યો ત્યારે તે હોંશમા આવ્યો.
wow uncle looking handsome. પરી તેની તરફ આવતા બોલી.હા ખરેખર એકદમ હીરો લાગે છે વિવેક પણ તેની તારીફ કરે છે. કાવેરી પણ તેની ઘણી તારીફ કરે છે.
ઓફ ઓઓઓઓઓ મારી તરફ તો કોઈ જોતુ પણ નથી મીલી ગુસ્સામાં મો ફુલાવીને કહે છે.
અરેરેરે...મારી દીકીને ગુસ્સો આવી ગયો. વિવેક મીલી પાસે જાય છે અને તેના ચહેરાને પોતાના બન્ને હાથમાં લે છે અને કહે છે. તને તારીફની શુ જરૂર. તુ તો દુનિયાની સૌથી સુંદર છોકરી છે. કાવેરી પ્રેમથી તેના માથા પર હાથ ફેરવે છે.
" આ હથેળી એ ચાંદ પકડવાની જીદ કરી છે.
વિચારું છું તારા ચેહરાને બન્ને હાથોમાં સમાવી
તેની આ ખ્વાઈશ પૂરી કરી દવ."
રણવીરના આ શાયરાના અંદાજથી સૌ આશ્ચર્ય પામે છે. તે મીલી તરફ જાય છે અને કહે છે.હા મીલી તારી સુંદરતાની તારીફ કરવા માટે તો અમારી પાસે શબ્દો પણ ઓછા પડે. તુ તો અપ્સરાને પણ પાણી પિવડાવે એટલી સુંદર લાગે છે.
સાચ્ચે ??? મીલીની ખુશી એની આંખોમાં ચમકે છે. તે રણવીર સામે જુએ છે અને શરમાઈને નજર ઝૂકાવી લે છે.
હા મારી નણંદબા u are looking so beautiful.
હા હા હવે તમે બધાએ મને ચણાના ઝાડ પર ચઢાવવાની જરૂર નથી. હુ. કંઈ એટલી પણ સુંદર નથી લાગતી.
હવે ચાલો કેટલું મોડુ કરો છો તમે બધા. આપણે ફરવા નથી જવાનુ !!! પરી કહે છે. બધાં હસવા લાગે છે. રણવીર તેને ઊંચકી લે છે. અને બધા ફરવા માટે નીકળે છે.
રસ્તામાં એક મંદિર આવે છે. ત્યાં બધાં દર્શન કરવા જાય છે. મંદિર માં આજે કોઈનાં લગ્ન થતાં હોય છે.
દુલ્હનને જોઈને પરી એના પપ્પાને કહે છે. પપ્પા મારે પણ લગન કરવા છે. મારે પણ આના જેમ કપડાં પહેરીને તૈયાર થવું છે. તે દુલ્હન તરફ આંગળી બતાવે છે.
વિવેક તેને કહે છે, પણ બેટા દુલ્હનની સાથે તો દુલ્હાના લગન થાયને. તારા માટે વરરાજા ક્યાથી લાવીશું ?
મે તો રણવીર અંકલ સાથે જ મેરેજ કરીશ.
બધાં ખડખડાટ હસવા લાગ્યા. રણવીર ગોઠણભેર બેસે છે પરીના બન્ને હાથ હાથમાં લે છે. અને કહે છે, બેટા હું તો તારા કરતા કેટલો મોટો છું. તુ મોટી થશે ત્યારે તો હું બુધ્ધો થઈ જઈશ.
પણ હુ તો સોલ્જર સાથે જ મેરેજ કરીશ.
હમમમમ રણવીર માથા પર આંગળી થોકતા વિચારવાનું નાટક કરે છે અને કહે છે, એક કામ કરીએ,તુ મોટી થઈ જાય પછી આપણે મારાથી પણ handsome મેજર સાથે તારા મેરેજ કરીશું .okkkkkk.
ok.પરી માની જાય છે.અને પાછી પૂછે છે તમે કોની સાથે મેરેજ કરશો. એક કામ કરજો તમે ફોઈ સાથે લગન કરજો એમને પણ સોલ્જર બહુ ગમે છે.
તેની વાત સાંભળીને રણવીર ગભરાઈને આજુબાજુ જુએ છે. બધાં આગળ ચાલતા થયા હોવાથી કોઈએ તેમની વાત સાંભળી ન હોવાથી તે નિરાંતનો શ્વાસ લે છે. પણ અંદરથી એ ખુશ થાય છે.
સનસેટના સમયે તેઓ એક પહાડી પર જાય છે. મીલી હજુ ઊંચાઈ પર જવાની જીદ કરે છે. પણ બાળકો થાકી ગયા હોવાથી વિવેક અને કાવેરી ત્યાં જવાની ના પાડે છે. મીલી રણવીરને જબરજસ્તી ઉપર લઈ જાય છે. ઉપર જઈને મીલી ખૂબ ખુશ થાય છે. તે સૂર્ય સાથે અલગ અલગ પોઝમા ફોટા પડાવે છે. અચાનક એનો પગ એક પથ્થર પર પડે છે ને એ પોતાનુ બેલેન્સ ગુમાવે છે. રણવીર એને પકડી લે છે અને પડતા બચાવે છે. રણવીરનો હાથ મીલીની કમર ફરતે વીંટળાઈ છે. અને મીલી રણવીરનુ જેકેટ કસીને પકડી લે છે. અને આંખો બંધ કરી દે છે. થોડી સેકન્ડ આમ જ વિતે છે.
મીલી ડર નહી હું તને કંઈ નહી થવા દવ. રણવીર તેના ગાલ પર હાથ મૂકી ને કહે છે.
મીલી ધીરે ધીરે આંખો ખોલે છે. ડૂબતા સૂર્યની લાલી તેના ચહેરા પર પથરાય છે. તે થેન્કસ કહીને રણવીરથી અળગી થાય છે. બન્ને નીચે આવે છે.