Ruh sathe ishq return - 20 in Gujarati Horror Stories by Disha books and stories PDF | રૂહ સાથે ઈશ્ક રિટર્ન 20

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 20

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 20

નોવેલ લખવા શિવગઢ આવેલો કબીર એક પછી એક ઘટનાઓની હારમાળ પછી રાધા નામની એક રહસ્યમયી યુવતીનાં પ્રેમમાં પાગલ બની જાય છે..કબીરનાં કેર ટેકર જીવાકાકા દ્વારા જ્યારે રાધા એક રૂહ છે એવું પુરાવા સાથે કબીરને સાબિત કરવામાં આવે છે.કબીર રાધાને એની સચ્ચાઈ જણાવવા કહે છે ત્યારે રાધા જણાવે છે કે કબીર જ એનો પ્રેમી મોહન છે જેની સાથે એનાં લગ્ન થવાનાં હતાં.. આ ઉપરાંત રાધા એ પણ જણાવે છે કે એને આત્મહત્યા નહોતી કરી પણ એની હત્યા થઈ હતી.

"કબીર આ વાત આજથી સાત વર્ષ પહેલાંની છે.."આમ કહી રાધા એ ભૂતકાળમાં શું બની ગયું એ વિશેની વિતક કબીરને કહેવાની શરૂ કરી.

"મોહન તું અને હું સ્કુલમાં પણ એક જ ધોરણમાં સાથે અભ્યાસ કરતાં હતાં.એ સમયે પણ તારી અને મારી વચ્ચે મતલબ વગરની મિત્રતા હતી.ધીરે-ધીરે આપણે બંને યુવાનીનાં આંગણે આવીને ઉભાં રહી ગયાં. બાળપણની એ દોસ્તી ક્યારે એકબીજાની તરફ આકર્ષણનું કારણ બની અને પછી એજ આકર્ષણ ક્યારે પ્રેમનું સ્વરૂપ ધારણ કરી બેઠું એની ના મને ખબર રહી ના તને.."

"તું અને હું ક્યારે એક મિત્ર મટી એક પ્રેમી યુગલ બની ગયાં એની સમજણ જ ના પડી..તારી સાથે દૂર નદી કિનારે જઈને ઢળતાં સૂરજને જોવો..તારાં હાથમાં હાથ નાંખીને નદી ઉપરથી આવતાં ઠંડા પવનનો આનંદ લેવો કે પછી આજુબાજુનાં ગામમાં ઉજવતાં પ્રસંગોમાં તારી સાથે મહાલવું એ બધો મારી જીંદગી નો સૌથી રૂડો અને રળિયામણો સમય હતો.હું ખૂબ જ ખુશ હતી તારી સાથે મોહન અને સામે તું પણ મારામાં તારી દુનિયા મેળવી ચુક્યો હતો."

"આખરે હિંમત કરીને તે તારાં ઘરે વાત કરી એટલે તારી માતા જશોદાબેન આવીને મારાં ઘરે તારી અને મારી લગ્નની વાત રાખી ગયાં.પહેલાં તો અમારાં ઘરનું તમારાં કરતાં આર્થિક રીતે સધ્ધર હોવાની વાત આડે જરૂર આવી.આ સમયે આપણી મદદે આવ્યાં મહાદેવ મંદિરનાં પૂજારી હરગોવનભાઈ..તું રોજ એમને ભગવાનની આરતીમાં મદદ કરતો હતો તો તારાં સંસ્કારોની એમને ખબર હતી..મેં એમની સહાયતાથી માં અને બાપુ ને મનાવી લીધાં અને બધું સમસૂતરું પાર પડી જતાં આપણાં લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ."

"હું અને તું બંને એ વિચારી ખૂબ ખુશ હતાં કે તું અને હું હવે એક થવાં જઈ રહ્યાં હતાં..એ વખતે તને ઠાકુર પ્રતાપસિંહ ની કોઠી પર નોકરી પણ મળી ગઈ હતી..એટલે આપણાં ભવિષ્ય અંગે તું નિશ્ચિન્ત હતો..એમાં પણ લગ્નનાં મહિના પહેલાં જ્યારે આપણે વડેશ્વર મહાદેવનાં મેળામાં ગયાં ત્યારે તે મને જે ઢીંગલો લઈ આપ્યો એ મારી જીંદગીની સૌથી ખાસ ભેટ બની ગઈ હતી..અને મારાં કહેવાથી તે હાથ પર રાધા કૃષ્ણ નું છુંદણું પણ કોતરાવી દીધું.બધું યોગ્ય ચાલી રહ્યું હતું પણ ખબર નહીં આપણાં પ્રેમને લોકોની શું નજર લાગી ગઈ.."?

રાધા દુઃખભર્યા સ્વરે પોતાની દુઃખભરી દાસ્તાન કબીરને સંભળાવી રહી હતી ત્યારે કબીર અમુક વસ્તુઓ પોતાની સાથે કેમ બની રહી હતી એમાંનાં ઘણાં મુદ્દા માર્ક કરી રહ્યો હતો..જેવાં કે કોઠીમાં પોતે વર્ષો રહ્યો હોય એવો કોઠીની મુલાકાત વખતે ભાસ થવો...આ ઉપરાંત રાધા નાં ઘરે પણ રબરનો ઢીંગલો કેમ એને ખાસ લાગ્યો હતો એ વાત પણ કબીરનાં મગજમાં પુનરાવર્તન પામી..અને રાધા કહી રહી હતી એવું જ છુંદણું એનાં હાથ પર પણ મોજુદ હતું. મનમાં સવાલો તો ઘણાં પેદા થઈ ચુક્યાં હતાં પણ અત્યાર પુરતા એ શબ્દોને કાબુમાં રાખી કબીર ચુપચાપ રાધા જે કહી રહી હતી એ સાંભળી રહ્યો હતો.

"રાધા અને મોહન એક થઈને રાધેમોહન બનવાનાં હતાં એ દિવસ એટલે કે લગ્નનો દિવસ આવી ચુક્યો હતો..બધાં લોકો ખૂબ ખુશ જણાતાં હતાં.બધું પાટે ચાલી રહ્યું હતું પણ લગ્નની આગળની રાતે જે બન્યું એને તારી અને મારી જીંદગી નાં રસ્તા બદલી દીધાં.. તારી ભાવિ પત્ની બનવાનાં કોડ જોઈને હું હાથની મહેંદીમાં તારું નામ જોઈ રહી હતી અને કાલે જે પાનેતર પહેરવાનું હતું એ પહેરી મારી જાતને અરીસામાં નિહાળી રહી હતી ત્યાં બાજુનાં ઘરમાં રહેતી ગીતા મારાં ઘરનાં બારણે આવીને ઉભી રહી.."

"પિતાજી અને બીજાં લોકો જમણવાર ની તૈયારી માટે વાડીમાં ગયાં હતાં જ્યારે માં અને બીજાં લોકો લગ્નની ચોરી શણગારતાં હતાં.. ગીતા નો પતિ શહેરમાં રહેતો હતો એટલે એ એકલી જ ઘરે રહેતી હતી.એ સમયે એ ગર્ભવતી હતી અને એને છેલ્લો મહિનો ચાલી રહ્યો હતો..એ રાતે એને પ્રસવ પીડા ઉપડી હોવાથી એ દર્દથી કરાહતી મારાં ઘરનાં આંગણે આવીને ઉભી રહી..એની હાલત જોઈને મેં બીજું કોઈ ત્યાં હોય તો એને મદદ માટે લઈ જાય એની શોધખોળ કરી પણ કોઈ નજરે ના પડ્યું..રાત એની ચરમ પર હતી અને ગીતાની હાલત વધતાં સમયની સાથે વધુ નાજુક બની ગઈ હતી."

"આખરે હું નિર્ણય પર આવી કે હું જ ગીતા ને દવાખાને લઈ જઈશ..મેં ટેકો આપી ગીતાને જેમતેમ કરી ગીરીશભાઈનાં દવાખાને પહોંચાડી દીધી..ગીરીશભાઈ તો હાજર નહોતાં પણ એમનો કંપાઉન્ડર રાજુ ત્યાં હતો..રાજુ એ અમને થોડો સમય રાહ જોવાનું કહ્યું અને પછી ગીરીશભાઈ ને કોલ લગાવ્યો..ગીરીશભાઈ થોડીવારમાં આવી ગયાં અને ગીતાને એડમિટ કરી..હું બહાર બેઠી બધું ઠીક થઈ જાય તથા ગીતા અને એનાં આવનારાં બાળકની જાન બચી જાય એની દુવા કરતી બેઠી હતી.."

"પાંચેક મિનિટ સુધી મને ગીતાની ચીસો સંભળાતી રહી પછી નીરવ શાંતિ પ્રસરી ગઈ..થોડીવારમાં ગીરીશભાઈ બહાર આવ્યાં અને મને કહ્યું કે ગીતા અને એનું બાળક બંને મૃત્યુ પામ્યાં છે..અને સવારે એનો મૃતદેહ આપવામાં આવશે..મારાં આવતી કાલે લગ્ન હોવાથી એમને મને મારાં ઘરે જવાની સલાહ આપી સાથે એમને એ પણ કહ્યું કે તેઓ ગીતા નાં ઘરવાળા ને ફોન કરી આવી જવા જણાવી દેશે."

"રાત નાં ઘોર અંધકારમાં હું બે માસુમ જીંદગી ને નહીં બચાવી શકવાનાં બોજ હેઠળ હોસ્પિટલમાંથી ઘરે જવા રવાના થઈ..હજુ તો અડધે રસ્તે પહોંચી હોઈશ ત્યાં મેં દૂરથી એક ગાડી પસાર થતી જોઈ..હું ગાડી જોઈ સમજી ગઈ કે એ ઠાકુર પ્રતાપસિંહની ગાડી હતી..કેમકે ગામમાં બીજાં કોઈ જોડે એવી ગાડી નહોતી.અચાનક મારી નજર એમની જીપની પાછળની સીટ માં આંખો બંધ કરી બેસેલી એક સ્ત્રી પર પડી જેને એક યુવકે પકડી રાખી હતી.."

"એ જોઈ મારાં હૈયામાં ફાડ પડી કે એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ ગીતા હતી જ્યારે એ યુવક ગીરીશભાઈનો કંપાઉન્ડર રાજુ હતો..એ લોકોની ગાડી ટેકરી તરફ આગળ વધી રહી હતી.આ બધું જોઈ મને કંઈક અજુગતું લાગી રહ્યું હતું..ઠાકુર પ્રતાપસિંહની ગાડીમાં રાજુ ગીતાનાં મૃતદેહ ને ટેકરી તરફ કેમ લઈ જઈ રહ્યો હતો એ સવાલોનાં જવાબ શોધવા મારાં પગ અનાયાસે જ ગાડી ગઈ હતી એ દિશામાં ચાલી નીકળ્યાં..આમ કરવું મારી જિંદગી ની સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી એની મને ખબર જ નહોતી."

"હું દોડતી દોડતી ટેકરી સુધી પહોંચી ગઈ..પણ મને ક્યાંક કોઈ વ્યક્તિ કે ગાડી નજરે ના પડી.મેં ચંદ્રની આછેરી રોશનીમાં મેં જમીન પર પડેલાં ગાડીનાં ટાયરનાં નિશાન જોયાં અને એ નિશાનનો પીછો કરતી કરતી હું ટેકરીની બીજી તરફનાં ઢોળાવ તરફ ચાલી નીકળી..મારાં દિલમાં એક અજબ પ્રકારની બેચેની થઈ રહી હતી..આગળ વધુ કે ના વધુ એ વિચારવાની ક્ષમતા એ વખતે હું ખોઈ બેસી હતી અને એ તરફ ચાલી નીકળી જ્યાં મારે નહોતું જવું જોઈતું."

"અચાનક મારાં કાને કોઈનાં મંત્ર બોલતાં હોય એવાં અવાજો પડ્યાં..હું ધીરે-ધીરે એ તરફ આગળ વધી અને જે તરફથી અવાજ આવી રહ્યો હતો ત્યાં જઈને જોયું તો પીપળાનાં વૃક્ષની નીચે એક ઓટલાં જેવાં ભાગની ઉપર ગીતા ને સુવડાવવામાં આવી હતી..જેની જોડે માતાજીની એક દેરી હતી..આ દેરી વિશે સાંભળ્યું હતું કે આજથી વર્ષો પહેલા લોકો અહીં પૂજા કરતાં અને વર્ષનાં કોઈ ચોક્કસ દિવસે માતાજીને બલી પણ ચડાવતાં..જે સમય ની સાથે બંધ થઈ ગયું હતું."

"ગીતા ને અત્યારે જે રીતે કપાળ પર કંકુ ને એવું લગાવી તૈયાર કરાઈ હતી એ જોઈ લાગતું હતું કે એની પણ બલી આપવામાં આવનાર છે..એનાં દેહ ને જ્યાં સુવડાવ્યો હતો ત્યાં બાજુમાં રાજુ ઉભો હતો અને એની જોડે ઉભાં હતાં લોકો જેને ભગવાન માનતાં એવાં ડોકટર ગીરીશભાઈ..દૂરથી જોતાં જ હું સમજી ગઈ કે ગીતા હજુ જીવિત હતી.સૌથી વધુ આશ્ચર્ય મને ગીતાની જોડે ઉભેલ ઠાકુર પ્રતાપસિંહ ને જોઈને થયું.શરીર પર ભભૂત ચોળેલી અને કપાળ પર કુમકુમ તિલક કરેલ ઠાકુર પ્રતાપસિંહ હાથમાં એક તલવાર લઈને ઉભાં હતાં."

"એક ગર્ભવતી સ્ત્રીની બલી આપવા જઈ રહ્યાં હતાં ઠાકુર પ્રતાપસિંહ.. એ અલગ અલગ મંત્રો બોલતાં..ખાસ નૃત્ય કરતાં કરતાં તલવાર ને હવામાં વીંઝી રહ્યાં હતાં..ગીતા નું મોત હવે નિશ્ચિન્ત હતું એ સમજતાં મને વાર ના થઈ..હું ખૂબ ડરી રહી હતી છતાં આ એક મોટો ગુનો હું મારી નજરો સામે જોઈ શકું એમ નહોતી એટલે હું જ્યાં છુપાઈ હતી ત્યાંથી બહાર નીકળી અને એ દુષ્ટ લોકોની સામે આવીને ઉભી રહી ગઈ.."

"મને ત્યાં પહોંચેલી જોઈને એ લોકો પહેલાં તો થોડાં નવાઈ પામ્યાં..મેં ઠાકુર પ્રતાપસિંહ ને પૂછ્યું કે એ જે કંઈપણ કરી રહયાં છે એ મહાપાપ છે..એક સ્ત્રી અને એનાં હજુ તો દુનિયા ના જોઈ હોય એવાં સંતાનની હત્યા કરી એ દેવીને ખુશ કરવાની જગ્યાએ પાપ કરી રહયાં છે..મને હતું કે મારી વાત એમને સમજાઈ હશે પણ એ મારી ભૂલ હતી.. જે લોકોની માનવતા મરી પરવરી હોય એમનાં માટે સારું શું અને ખોટું શું..?"

"ગિરીશ તું અને રાજુ આ છોકરીનું કંઈક કરો જ્યારે હું અમારાં ગુરુ એ કહ્યાં પ્રમાણે ગર્ભવતી ગીતાની બલી દેવીને ચરણે અર્પણ કરીને મારાં ભાગ્યને નિખારવાનું કાર્ય કરું છું."ઠાકુર પ્રતાપસિંહ દ્વારા જ્યારે આવું ગીરીશભાઈ અને રાજુને કહેવામાં આવ્યું ત્યારે પોતાની જાતને ગામલોકો નો મસીહા કહેતાં ઠાકુર પ્રતાપસિંહ નું અંધશ્રધ્ધાળુ વ્યક્તિ તરીકેનો ચહેરો અને એમની અસલિયત મારી સામે આવી ગઈ હતી.

"હું સમજી ચુકી હતી કે જો હું ત્યાં ઉભી રહીશ તો ગીતાને તો નહીં જ બચાવી શકું પણ પોતાની જીંદગીથી પણ હાથ ધોઈ બેસીશ.મેં ઠાકુર પ્રતાપસિંહ ને ધક્કો માર્યો અને પછી ત્યાંથી ભાગવા લાગી..પણ હવે પોતાનો અસલી ચહેરો ગામલોકો સમક્ષ ઉજાગર થઈ જશે એવી ભીતિ સાથે રાજુ અને ગીરીશભાઈ મારો પીછો કરતાં મારી પાછળ પડ્યાં..હજુ તો હું થોડી જ દૂર પહોંચી હોઈશ ત્યાં ચામુંડા વિજયાએ નમઃ નાં મંત્ર સાથે ઠાકુરનો અવાજ સંભળાયો અને એની બીજી જ ક્ષણે ગીતાની દર્દમાં ડૂબેલી ચીસ..જે શાયદ એની આખરી ચીસ હતી."

"હું રહીસહી હિંમત ભેગી કરીને મારો જીવ બચાવવા દોડી રહી હતી..પણ રાજુ અને ગીરીશભાઈ ની આગળ હું વધુ સમય ટકવા સક્ષમ નહોતી..હું હાંફી ગઈ હતી દોડી દોડીને..ગીતાની વિશે વિચારતાં તો ક્યારેક આપણાં લગ્ન વિશે વિચારતાં હું મહાપરાણે ગામ તરફ હું મુઠ્ઠી વાળીને દોડી રહી હતી એવામાં પગમાં ઠેસ વાગી અને હું જમીન પર ફસડાઈ પડી..માથામાં જોરદાર પથ્થર વાગતાં હું બેહોશ થઈને જમીન પર જ ઢળી પડી."

"જ્યારે મને ભાન આવ્યું ત્યારે મારાં ગળામાં એક દોરી હતી અને મને વડનાં વૃક્ષ પર લટકાવવામાં આવી રહી હતી..મેં આંખો ખોલીને જોયું તો ગીરીશભાઈ અને રાજુ મને જીવતી જ લટકાવી દેવાની કોશિશ કરી રહયાં હતાં જ્યારે ઠાકુર પ્રતાપસિંહ લોહી ખરડાયેલાં ચહેરે મને દર્દથી મરતાં જોઈ રહ્યો હતો..હું આંખમાં તારી સાથે લગ્નજીવન ના સુખી શમણાં જોતાં જોતાં અંતિમ શ્વાસ ભરી રહી હતી.હું હાથ જોડી એ લોકોની આગળ દયામણાં ચહેરે જીવની ભીખ માંગી રહી હતી પણ એ લોકો ઈન્સાન નહીં પણ જાનવર હતાં..એમને મારી તરફ કોઈ દયા આવી નહીં અને જીંદગીની અંતિમ ક્ષણોમાં આંખ આગળ તારો ચહેરો લાવી તારાં વિશે જ વિચારતાં વિચારતાં મેં આ દુનિયા છોડી દીધી...!!"

આટલું કહી રાધા જ્યારે અટકી તયારે રાધાની આંખોમાં આંસુ હતાં અને આંખમાં સચ્ચાઈ..જો રાધા સાચું કહી રહી હતી તો પોતાની સાથે પછી શું થયું એ જાણવાની બેતાબી કબીરનાં ચહેરા પર દેખાઈ રહી હતી..પોતે જ રાધાનો મોહન છે એ મહેસુસ થતાં કબીરે પોતાનાં હાથ પરનું તાવીજ ખોલી દીધું અને રાધાને પોતાની બાહોમાં સમાવી લીધી.

★★★★★★

વધુ આવતાં અંકમાં.

રાધાની મૃત્યુ પછી મોહન સાથે શું બન્યું હતું..?જો કબીર જ મોહન હતો તો લોકો એને કબીર તરીકે કેમ ઓળખતાં..?કબીરની જીંદગી આગળ નવો કયો વળાંક લેવાની હતો..?કબીરે કરેલો એક રૂહ સાથેનાં ઈશ્કનો શું અંજામ આવવાનો હતો..?એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ