Mahel - The Haunted For - 14 in Gujarati Horror Stories by Kalpesh Prajapati KP books and stories PDF | મહેલ - The Haunted Fort (Part-14)

Featured Books
Categories
Share

મહેલ - The Haunted Fort (Part-14)

પ્રસ્તાવના :-

આ વાર્તા લખવા પાછળનો મારો મુખ્ય હેતુ વાચક મિત્રો ને મનોરંજન મળી રહે એ જ છે, આ વાર્તા ના તમામ પાત્રો અને ઘટનાક્રમ કે સ્થળ કાલ્પનિક છે જેનું કોઈ જ વસ્તુ કે વાસ્તવિકતા સાથે લેવાદેવા નથી. મનુષ્ય જ્યારે જન્મે ત્યારથી જ્યાં સુધી  મરે ત્યાં સુધી તેનામાં ડર જ એક એવી વસ્તુ છે જે મનુષ્ય ને સૌથી વધુ હેરાન કરે છે. દરેક ને અલગ અલગ વસ્તુ થી ડર લાગે છે, જેમાંથી  એક છે શૈતાન, ભુત કે ચુડેલ. અને મારી આ વાર્તા પણ એક ભુત પ્રેત પર આધારિત છે.

લિ. કલ્પેશ પ્રજાપતિ

            મહેલ - The Haunted Fort (Part-14)

         જયસિંહ રાજાના સમયમાં તમામ લોકો ખુશ હતા, જયસિંહ દિલદાર અને દયાળુ રાજા હતાં. પણ એક વ્યક્તિ એવો હતો જે જયસિંહ ને હરાવી પોતાનું સામ્રાજ્ય સ્થાપવા ઈચ્છતો હતો એ માટે તે જૂનાગઢના જંગલ માં તંત્ર મંત્ર દ્વારા કુંવારી છોકરીઓની બલી ચઢાવી પોતે શક્તિશાળી બનવા માંગતો હતો. એ માટે તેને 25 કુંવારી છોકરી ની બલી ચઢાવવાની હતી. તે જૂનાગઢમાં આવી આમ કુંવારી છોકરીઓ ની બલી ચઢાવતો હતો, ગામવાળાઓને આમ એક પછી એક કુંવારી છોકરીઓ ના ગુમ થવાની ખબર પડતાં સમગ્ર ગામમાં ચકચાર મચી ગયો. એક દિવસ એ વ્યક્તિ બલિ ચઢાવતો હતો ત્યારે ગામના એક બે વ્યક્તિ તેને જોઈ ગયા ત્યારે સમગ્ર ગામવાળા એ ભેગા થઈને તે વ્યક્તિને ઢોર માર માર્યો પછી તેને રાજા જયસિંહ પાસે લઈ ગયા. જયસિંહ એ તે વ્યક્તિને મરાવી તેની આત્માને એક શીશીમાં કેદ કરી અને જૂનાગઢના જંગલમાં દાટી દીધી કે જ્યાં કોઈના પણ હાથ તે  શીશી ના લાગે. 
         " હંમ! તો વાત એમ છે." હાથમાં રહેલી સંપૂર્ણ બુક વાંચતા વસ્તુનો ખ્યાલ આવતા કુણાલ બોલ્યો.
         " પણ શું?" ખબર ન પડતા પ્રિયા બોલી.
         " એ જ કે જેસન ના હાથમાં જે સીસી લાગી એ તે જ સીસી છે, જેમાં તે વ્યક્તિની આત્મા કેદ કરી હતી. મતલબ કે આ બધું જેસન નથી કરી રહ્યો આ બધું પેલી સીસી માંથી આઝાદ થયેલી આત્મા કરી રહી છે, એ સીસી જૂનાગઢના જંગલ માં છુપાવી હતી મતલબ કે એ સીસી જ્યારે જેતપુર જંગલ હતું ત્યારે છુપાવી હતી અને જ્યારે જેસને અહીં મહેલમાં સ્વિમિંગ પૂલ માટે ખોદકામ કરાવ્યું ત્યારે નીકળી હશે અને તેને આ શીશીમાં શું છે એ જાણવાની ઈચ્છા માં તેને સીસી ખોલી હશે જેથી તે આત્મા એ તેના પર કબજો જમાવી લીધો હશે." ધીરે-ધીરે તમામ કડીઓને જોડતાં કૃણાલે બધાને જણાવ્યું
         " જો એ સીસી જંગલમાં છુપાવી હોય તો એ સીસી જ્યારે રાજા દ્વારા ત્યાં મહેલ બનાવ્યો ત્યારે રાજાને ના મળી હોત?" પૂર્વી એ કુણાલ દ્વારા પુસ્તક માં લખાયેલી વાત કહેવાતા પોતાના મનમાં રહેલો તર્ક રજૂ કર્યો.
         " ઇટ્સ પોસિબલ બની શકે છે, પૂર્વી મને પણ લાગે છે કે આ સીસી જરૂર તે રાજાને મળી હશે. પરંતુ તેને આ બુક વાંચી તે વાતનો ખ્યાલ આવતા તેણે પાછી આ  સીસી ને છુપાવી દીધી હશે. અને જ્યારે જેસને ત્યાં ખોદકામ કર્યું ત્યારે તેને મળી હશે." કુણાલે પોતાનો તર્ક રજૂ કરતા કહ્યું.
         " તો આ બુક કોણે લખી હશે?, અને શીશી જોડે જ કેમ છુપાવી હશે?" ક્રુણાલ ની વાત સાંભળી કેતને સવાલ કર્યો.
         " મને લાગે છે ત્યાં સુધી આ બુક પણ જ્યારે આ વ્યક્તિને મારી તેની આત્માને કેદ કરવામાં આવી હશે ત્યારે જ લખવામાં આવી હશે, અને તેને પણ શીશી જોડે જ દાટી દેવામાં આવી હશે જેથી ભવિષ્યમાં પણ જો કોઈને આ શીશી મળે તો સાથે બુક પણ મળે અને આ બુક વાંચતા તે આ દુષ્ટ આત્મા થઈ ચેતી જાય અને અનર્થ થતા રોકી લે."
         " તો પછી આ બુક જેસન ને નહીં મળી હોય?" ક્રુણાલ ની વાત સાંભળી ખ્યાતિ બોલી.
         " મને લાગે છે ત્યાં સુધી મળી જ હશે પણ એને સંસ્કૃત ન આવડતા તે બુક ફરી પાછી ત્યાં અંદર દાટી દીધી હશે."
         " તો હવે શું? આને મારવાનો કે આનાથી બચવાનો કોઇ ઉપાય છે આમાં?" ખ્યાતિ એ કૃણાલ ને બુક વિશે આગળ પુછતા કહ્યું.
         " આ બુક માં એનો કોઈ ઉલ્લેખ કર્યો નથી." નિરાશ શ્ચરે કૃણાલ બોલ્યો.
         " તો હવે શું કરીશું? " બ્રિજેશ બોલ્યો.
         " હું ગુરુજી સાથે વાત કરું, કદાચ કોઈ ઉપાય મળે  માટે કાલે સવારે હું ગુરુજીને મળીને તમામ ચર્ચા કરીને ઉપાય મેળવીશ." કુણાલે જવાબ આપતા કહ્યું અને સવારે જુનાગઢ તેના ગુરુજીને મળવા જશે એવું નક્કી કરી બધા નક્કી કરે છે.
                            ************
           સવારે ઉઠી બધા ગાડી લઈ જુનાગઢ જવા નીકળે છે. લગભગ અડધો કલાકમાં તેઓ જૂનાગઢમાં પહોંચી જાય છે, તેઓ જંગલમાં ચાલતા જાય છે. ગુરુજી નો આશ્રમ આવી જાય છે કુણાલ બધાને બહાર ઉભા રહેવાનો ઈશારો કરી આશ્રમમાં પ્રવેશે છે.
          " પ્રણામ બાબા." સાધુ ને પગે લાગતા કુણાલ બોલ્યો સાધુ અત્યારે ધ્યાન મુદ્રામાં હોય છે.
          " અરે બચ્ચા! ખુશ રહે, ક્યાં હુવા કોઇ તકલીફ હે ક્યા?" બાબાએ  કુણાલ ને આશીર્વાદ આપતા કહ્યું કૃણાલને જોઈ તેઓ ખુશ હતા.
          " જી બાબા થોડી પરેશાની હૈ ઉસકા ઉપાય ચાહિયે મેં મેરે દોસ્તો કે સાથ આયા હું વો બાહર ખડે હે." કૃણાલે ગુરુજીને બહાર તરફ ઇશારો કરતાં કહ્યું.
         " હા તો ચલ બચ્ચા બહાર ચલ કે બાત કરતે હૈ." ગુરુજીએ તેને ઉભા થઇ બહાર તરફ પ્રયાણ કરતાં કહ્યું.
          " પ્રણામ ગુરુજી." સાધુ ને બહાર આવતા જોઈ બધાએ તેમને વંદન કરતાં કહ્યું.
          " સબ ખુશ રહો બચ્યો." સાધુ એ બધાને આશીર્વાદ આપ્યા અને બહાર પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.
          " બોલ બચ્ચા ક્યા તકલીફ હૈ?" સાધુએ કૃણાલ ને પૂછ્યું. કૃણાલ સાધુને તમામ વાત જણાવે છે. સાધુ થોડીવાર ધ્યાનમુદ્રામાં રહે છે અને પછી ધ્યાન મુદ્રા માંથી બહાર આવતા કહે છે.
         " બચ્ચા તુમ લોગો કો ઇસ સે મુક્તિ મિલ સકતી હૈ, એક હી ઇન્સાન ઇનસે તુમ્હે બચા શકતા હૈ જો ઇસ આત્મા કો અપને શરીર મેં પ્રવેશ કરા કે અપને કાબુ મેં કરકે ઉસ આત્મા તો હંમેશા કે લીયે ખત્મ કર સકતા હૈ." ગુરૂજી એ તેમને ઉપાય બતાવતા કહ્યું.
           " પરંતુ ગુરુજી વો હમે કહા મિલેગા? " રિયા એ ગુરુજી ને પૂછ્યું 
           " વો તો તુમ્હેં ઢુંઢના હોગા." ગુરુજી એ રિયા ને કહ્યું.
          બધા ગુરુજી ના આશીર્વાદ લઇ ત્યાંથી નીકળે છે. તેમના નીકળતા જ ગુરુજી  હસે છે, તેમને ખબર હતી કે જે વ્યક્તિની તેમને જરૂરત છે એ વ્યક્તિ તેમની સાથે જ છે.

To be continued....... 

મિત્રો અગર આપ ને મારી કહાની પસંદ આવી રહી હોય તો પ્લીઝ રેટિંગ આપો અને આપને કેવી લાગી રહી છે તે કોમેન્ટ પણ કરો. અને આપના મિત્રો કે પરિવારજનોને પણ વાંચવા માટે આગ્રહ કરજો.
આપનો અભિપ્રાય આપ મને  whatsapp પણ કરી શકો છો (7405647805) 
ફેસબુક પર સર્ચ કરો :- kalpesh Prajapati kp