Mahek - 17 in Gujarati Fiction Stories by Bhoomi books and stories PDF | મહેક - ભાગ-૧૭

The Author
Featured Books
Categories
Share

મહેક - ભાગ-૧૭

 મહેક ભાગ-૧૭

ઝાડની આડમાં છુપાયેલા એક વ્યક્તિને સુખવિન્દરે પાછળથી દબોચી લીધો હતો. એની મજબૂત ભૂજામાં એ વ્યક્તિની ગરદન ફસાઈ ગઈ હતી. એ છુટવા તાકાત લગાવી રહ્યો હતો પણ સુખવિન્દરની તાકાત સામે લાચાર થઈ ગયો.! સુખવિન્દરે એક ઝટકો આપ્યો અને એ વ્યક્તિની ગરદન તુટેલ ડાળી જેમ એક તરફ લબડી ગઈ હતી.
મકાનના મેન ડોર પાસે એક હથિયારધારી વ્યક્તિ ઉભી હતી, અભય એ તરફ દબાતા પગલે આગળ વધી રહ્યો હતો. એના હાથમાં ધારદાર મોટો છરો હતો. પગ નીચે કચડાતા સુકા પાનનો અવાજ સાંભળી એ વ્યક્તિ અભય તરફ પલટીયો હતો, પણ કોઈ હરકત કરે એ પહેલાં અભયે છરાનો છુટો ઘા કર્યો હતો. છરો એ વ્યક્તિના જમણા ખંભામાં ઉંડે સુધી ઉતરી ગયો હતો. એ પોતાને સંભાળે એ પહેલા અભયે છલાંગ લગાવી હતી. એ વ્યક્તિ જમીન પર પડ્યો અને અભય તેની પર ચડીબેઠો, ખંભામાં ખુચેલો છરો ખેચી છાતીમાં ઉપરાછાપરી ચાર-પાંચ વાર કર્યા.. એ વ્યક્તિને બચવા માટે જરા જેટલો પણ સમય ન મળ્યો. 
પ્રભાતને રસ્તો સાફ થવાનું કહી અભય અને સુખવિન્દર મકાનની પાછળ તરફ ધીમે ધીમે આગળ વધ્યા..
★★★★★★
બારણું ખોલી એક વ્યક્તિ અંદર આવ્યો તેની નજર બારી તરફ હતી. મહેકે પુરી તાકાતથી એક લાત એ વ્યક્તિની પીઠ પર મારતાં તે સામેની દિવાલ સાથે ટકરાઇને ફર્શ પર પડ્યો. મહેકે બીજી લાત એના હાથ પર મારી, હાથથી પિસ્તોલ છટકી દુર જતી રહી. એ ઉભા થવાની કોશિશ કરતો હતો ત્યારે તેના મોઢા પર એક લાત પડવાથી તેનુ માથું જોરથી ફર્શ સાથે ટકરાયું, તે બેહોશ થઈ ગયો. મહેકે પિસ્તોલ ઉઠાવી બારણા પાસે આવી. બારણાની બાહર નજર કરી, તે એજ રૂમ હતો જ્યા પહેલાં એકવાર આવી હતી, એ ટીવી વાળો રૂમ હતો જ્યાં મહેકે સી.સી.ટીવીનું રેકોર્ડીંગ જોયું હતું. મહેકને કેદ કરી હતી તે રૂમ આજ રૂમનો એક ભાગ હતો... 
મહેકે કાચના દરવાજામાથી બાહર નજર કરી લોબીમાં પાંચ વ્યક્તિ હથીયાર સાથે ઉભા હતા. મહેકે પહેલા રૂમનો ડોર લોક કરી ટીવીમાં બાહરના દ્રશ્યો નીહાળી રહી હતી. નીચે હોલમાં ઘણા વ્યક્તિ છુપાઇને મેન ડોર તરફ નજર રાખી બેઠા હતા. એક સ્ક્રિન પર કોંફરેન્સ રૂમનું દ્રશ્ય દેખાઇ રહ્યું હતું. એક મોટા ટેબલ ફરતા વીસ-પચ્ચીસ લોકો બેઠા હતા; અને ટેબલના એક છેડે દિવ્યા બોલી રહી હતી..
શું વાત થઇ રહી છે તે જાણવા ઓફિસ અને કોંફરેન્સ રૂમને જોડતો એક નાનો ડોર હતો એ અંદરથી બંધ હતો પણ કિ-હોલમાથી અંદર થતી વાતો સ્પષ્ટ પણે સંભળાતી હતી. દિવ્યા બોલી રહી હતી.
"આપ સબ કો અપને અપને રાજ્યો મે બારી બારી એક એસા ધમાકા કરના હોગા જીસ સે પુરા દેશ હિલ જાયે... આપકો રૂપિયા ઓર બારૂદ સહી સમય પર મીલ જાયેગા લેકીન અગલે આને વાલે ઈલેક્શન તક  ધમાકે રૂકને નહી ચાહીયે."  અત્યાર સુધી કોઇની જાન ના લેવાના વિચારવાળી મહેકને પહેલી વાર દિવ્યાને જાનથી મારી નાખવાનું મન થયું.! પણ અત્યારે મહેકને એના ફ્રેન્ડસની ચિંતા હતી, જે મેન ડોર તરફ આગળ વધી રહ્યા હતા અને અંદર હોલમાં શિકારીની જેમ ઘાત લગાવી દુશ્મનો બેઠા હતા...!
★★★★★
પ્રભાત મેન ડોર સુધી પહોચી ગયો હતો . દિવાલની આડમાં ઉભો રહી અંદર થતી હિલચાલને સમજી બધાને સાવધાન કરતા બોલ્યો. "ફ્રેન્ડસ, જરા સંભાળીને.! અંદર આપણા વેલકમની પુરી તૈયારી કરીને બેઠા છે. તમે પહેલા મેન ડોર નજદીક આવી જાવ પછી હું અંદર જવાનું સાહસ કરું...
★★★★★
પાછળની તરફ બે વ્યક્તિ પહેરો દઈ રહી હતી. એક જમણી તરફની દિવાલ પાસે અને એક દાબી દિવાલ પાસે. અભયે સુખવિન્દરને જમણી તરફ જવાનું કહી એ દાબી તરફના વ્યક્તિને દબોચવા ઝાડના થડની આડ લેતો આગળ વધી રહ્યો હતો. એક આર્મીમેનમાં હોવી જોઇએ એવી જ ચપળતા અભયે દેખાળી હતી. એક સેકન્ડનો પણ સમય ન આપતા છરાના એક વારથી પેલી વ્યક્તિની અડધી ગરદન કાપી નાખી હતી.
જમણી બાજું સુખવિન્દરે પેલા વ્યક્તિ પર છલાંગ લગાવી હતી. તેની રાઈફલ દુર ફંગોળાઈ ગઈ હતી પણ એ વ્યક્તિ સુખવિન્દર કરતા વધું તાકાતવર સાબિત થયો હતો. એણે સુખવિન્દરને જમીન પર પછાડી તેની છાતી પર ચડીબેસી સુખવિન્દરનું ગળું બન્ને હાથોથી પુરી શક્તિથી દબાવી રહ્યો હતો. સુખવિન્દર એની પકડમાંથી છૂટવા હાથ-પગ ચલાવી રહ્યો હતો પણ અફસોસ! એ કંઈ કરી શકયો નહી. સુખવિન્દરને એ વ્યક્તિ યમદૂત જેવો લાગી રહ્યો હતો. સુખવિન્દરની છેલ્લી ઘડ્યું ગણાય રહી હતી ત્યારે જ નાળીયેર ફાટવા જેવો એક અવાજ આવ્યો અને સુખવિન્દરના ગળા પરની પકડ ઢીલી થઈ ગઈ હતી. ફરી એકવાર એવો જ અવાજ આવ્યો અને પેલો વ્યક્તિ જમીન પર ઢળી પડ્યો.
સુખવિન્દર શ્વાસને કંટ્રોલ કરતા ઉપર જોઈ રહ્યો હતો. હાથમાં રાઈફલ લઈ એની ઉપર ઝળુંબી રહેલ કેપ્ટન અશોક અત્યારે દેવદૂત સમાન લાગી રહ્યો હતો. 
અભય પણ ત્યાં આવી ગયો હતો એટલે અશોકે તેને રાઈફલ સોપી ટીમ સાથે મકાનને ઘેરવાનો આદેશ આપી એ મકાનના મેન ડોર તરફ આગળ વધ્યો..
★★★★★★
આબાજું મહેક વિચારે છે. એવું શું કરવું જેનાથી મારા સાથી સાવધાન થઈ જાય.? મહેકે એક ઘાતક નિર્ણય લીધો.! ક્યારેય પિસ્તોલ ચલાવવાનો અનુભવ ના હોવા છતા આજ પિસ્તોલનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો... કાચના ડોરમાથી લોબીનું દ્રશ્ય ફરીવાર નીહાળ્યું, પાંચ વ્યક્તિ હાથમાં પિસ્તોલ સાથે કોંફરેન્સ રૂમ બાહર પહેરો દઈ રહ્યા હતા. મહેકને પિસ્તોલનો કોઇ અનુભવ નહતો પણ વાંચ્યું હતું, એણેે લોક ચેક કર્યો અને ડોર ખોલી પહેલું ફાયર કર્યું. નીશાન સચોટ ન હતું પણ એકનો પગ ઘાયલ કરવામાં સફળ રહી હતી. તેના એક ફાયરથી આખા મકાનમાં અફરાતફરી મચી ગઇ હતી. મહેક એક નિશાને બે કામ કરવા માંગતી હતી.. એક એના સાથીને સાવધાન કરવા અને બીજું દુશ્મનોમાં ભય ફેલાવવો.! એ બન્નેમાં સફળ રહી હતી. હવે તે દિવાલની આડમાં દુશ્મનોના વળતા જવાબની રાહ જોઇ રહી હતી..
★★★★★
પ્રભાત, જનક, અને પંકજ મેન ડોર પર ભેગા થઇ વિચારતા હતા હતા કે અંદર કેમ જવું.! એજ સમયે ઉપરથી ફાઇરિંગનો અવાજ આવ્યો અને ત્રણેયના મનમાં એક જ નામ આવ્યું... "મહેક....!"
ફાયરથી હોલમાં છુપાઇને બેઠેલા માણસોમાં હલચલ થઇ અને પ્રભાતે પોતાનો નિર્ણય જાહેર કર્યો.. "હું અંદર જઉં છું, તમે મને કવર કરો." પ્રભાતે પહેલું નિશાન દાદરની નીચે છુપાયેલા વ્યક્તિ પર સાધ્યું અને ફર્શ પર ગુલાટ મારી અંદર પ્રવેશ્યો. પાછળ જનક અને પંકજ પણ અંદર આવ્યા પણ એક મોટી ભુલ કરી.! ત્રણેયમાથી એકેયને હોલ  વિશે કોઈ ખબર ન હતી. કોઇ એવી વસ્તુ ના હતી કે એની આડમાં છુપાઇ શકે. ત્રણેયને એ ખબર પડી ત્યારે મોડું થઇ ગયું હતું. અને બધા ઘેરાય ગયાં હતા.. ઘેરીને ઉભેલા વ્યક્તિમાથી એક બોલ્યો.  "મેડમ કો બોલ દો, બકરે હલાલ હોને આગયે હૈ..."
★★★★★
મહેક તરફ બે ફાયર થયા હતા પણ મહેકે કોઇ જવાબ ન આપ્યો...
"બસ બહોત હોચુકા, ઉસ લડકી કો લેકે આવો. સબકો સાથમે દફનાતે હૈ..." દિવ્યાનો આવાજ સાંભળી મહેક ફર્શ પર સૂઈને લોબીનું દ્રશ્ય જોયું. બે વ્યક્તિ દિવ્યા સાથે નીચેની તરફ જતા હતા, એક ઘાયલ થઇ ત્યાં જ પડ્યો હતો. બે વ્યક્તિ તેની તરફ આવી રહ્યા હતા. મહેકે સુતા-સુતા ફરીવાર ફાયર કર્યું આ વખતે સાચી જગ્યાએ  નિશાન બેઠું. ગોળી આગળ આવતા વ્યક્તિની છાતીમાં વાગી અને તે જમીન પર ઢળી પડ્યો. પાછળ આવતી વ્યક્તિએ અંધાધુધ ગોળીયો વરસાવતો મહેક તરફ આવી રહ્યો હતો...
મહેકે ફરી ફાયર કર્યું પણ ખાલી રહ્યું. સામે આવતી વ્યક્તિની ગોળીયો ખાલી થઇ ગઇ હતી એ મેગઝીન બદલવા થોડીવાર અટકીયો હતો. મહેકે એજ સમયે તેજીથી બાહર આવી તેની સાવ પાસેથી ફાયર કર્યું ગોળી એની છાતીની આરપાર થઈ ગઈ, એ ત્યાં જ ઢળી પડ્યો... મહેક આગળ વધી કોંફરેન્સ રૂમનો દરવાજો બાહરથી લોક કરી નીચેની તરફ આગળ વધતા મહેકની નજર સૌથી પહેલા ઘાયલ થયેલ વ્યક્તિ પર પડી, તે હરકતમાં આવી રહ્યો હતો. મહેક એ તરફ ફાયર કરતી આગળ ચાલી તેના પર બે ફાયર કરી તેની પિસ્તોલ ઉઠાવી લીધી ... હમેશા અહિંસાની વાતો કરનાર મહેકે આજ હિંસક રૂપ ધારણ કરી લીધું હતુ...
★★★★
હોલમાં પ્રભાત, જનક, અને પંકજની સામે  પિસ્તોલ તાકી દિવ્યા બોલી રહી હતી....
"મે ઇન્ડિયા કી સભી ઈન્ટેલિજન્સ એજન્સી કો દો સાલસે નાચ નચા રહી હુ, ઓર તુમ ચાર-પાંચ અનપ્રેક્ટિકલ બચ્ચે દિવ્યા કો પકડને આયે હો.. તુમ સબકો તો મે કબકા માર દેતી પર મુજે તુમારે બોસ કો દિખાના થા કી દિવ્યા ક્યા ચીજ હૈ.. મેરે જાને કે બાદ પુરા હિન્દુસ્તાન દિવ્યા કો યાદ રખેગા.."
પ્રભાત અને એના સાથી અંતિમ ઘડીયા ગણી રહ્યા હતા ત્યાંરે જ, એક પછી એક ફાયર થયું અને દિવ્યાના સાથી જમીન પર ઢળવા લાગ્યા... દિવ્યાએ પ્રભાતના કપાળ પર પિસ્તોલ રાખતા ચિલ્લાઇ.... "જો ભી હો ચુપચાપ સામને આજાવ વરના ઇસકી ખોપડી ઉડા દુંગી.!" મેન ડોર તરફથી એક આર્મી મેનને બન્ને હાથમાં પિસ્તોલ સાથે અંદર આવતા દિવ્યા જોઇ રહી. "પિસ્તોલ ફેક દો વરના ઇસકી ખોપડી મે છેદ હો જાયેગા." અશોક હજી પિસ્તોલ તાકી દિવ્યા સામે ઉભો હતો.
મહેક દાદર તરફ આવી રહી હતી ત્યારે અચાનક ચક્કર આવવાથી દિવાલના ટેકે આંખો બંધ કરી થોડીવાર ઉભી રહી અને પોતાને જ મનોમન સમજાવતા કહી રહી હતી. 'મહેક હિંમત રાખ અત્યારે તું બેહોશ નહી થઇ શકે, હજી મિશન અધુરું છે, તારા સાથીયોને તારી જરૂર છે.' હિંમત કરી મહેક દિવાલનો સહારો લેતી ધીરે ધીરે દાદર તરફ આગળ વધી.... થોડા પગથિયાં ઉતરી નીચે હોલનુ દ્રશ્ય જોયું. પ્રભાત પર પિસ્તોલ તાકી દિવ્યા ઉભી છે, ડોર તરફ અશોક બન્ને હાથમાં પિસ્તોલ લઇ ઉભો છે. જનક અને પંકજ સામે ત્રણ વ્યક્તિ પિસ્તોલ તાકી ઉભા છે... 
અચાનક અશોકની નજર દાદર પર છુપાયેલ મહેક પર પડે છે.!
મહેક ત્રણ આંગળી બતાવી પેલા ત્રણેય વ્યક્તિ તરફ ઇશારો કર્યો, પછી પોતાની તરફ ઇશારો કરી, દિવ્યા તરફ ઇશારો કર્યો. અશોક એક સેકન્ડમાં સમજી ગયો કે મહેક શું કહેવા માંગે છે. અશોક  માથું હલાવી સમજી ગયાનો ઇશારો કરતા પેલા ત્રણેય પર નજર રાખી મહેક તરફથી ફાયરની રાહ જોતો તૈયારીમાં ઉભો રહ્યો.... મહેકને વિશ્વાસ નથી હોતો કે આટલી દુરીથી એ દિવ્યા પર નિશાન લગાવી શકશે પણ અંતિમ જુગાર રમી નાખવાના ઇરાદા સાથે મહેકે ફાયર કર્યું.! ગોળી દિવ્યાના કમરના ભાગે લાગી તે સાથે અશોકે પોતાના શુટીંગનો બેસ્ટ નમુનો દેખાડતા એક પછી એક ફાયર કરતા ત્રણેયને શુટ કર્યા..... દિવ્યા બેવડ વળી જમીન પર ઢળી પડી.. પ્રભાતે દિવ્યા પાસેથી પિસ્તોલ આંચકી તેની સામે તાકી ઉભો રહ્યો.... હવે બધા પિસ્તોલ લઇ ચારે બાજુ ફેલાઇ ગયા હતા અશોકે પોતાના સાથીયોને અંદર આવવાનો સંકેત આપ્યો....
મહેક લળખડાતા ધીરે-ધીરે, દિવ્યા પાસે આવી એના પર પિસ્તોલ તાકી ઉભી રહી. 
મહેકના ચેહેરાને જોતા અશોક બોલ્યો.... "મેડમ, ડોન્ટ શુટ, મને ઉપરથી ઓર્ડર છે કે આને જીવતી પકડવી.. તમે પણ બધાને કહ્યું હતું આ જીવતી પકડાઈ તોજ આપણું મિશન સફળ ગણાશે... પિસ્તોલ નીચે કરો મેડમ.." પ્રભાત પણ સમજાવી રહ્યો હતો પણ મહેક ગુસ્સાથી દિવ્યાને જોતી પિસ્તોલ તેના પર તાકેલી જ રાખી...
"લો ફીર હોગઈ નોટંકી શુરું." દિવ્યા દર્દથી કણસતી હસતા-હસતાં, બોલી રહી હતી. "સાલો ગુજર જાયેગે એ સાબીત કરને મે, કે મે, કોન હુ..! ડ્રગ્સ માફિયા ડોન..?  યા ટેરેરીસ...? યા આઇ.એસ.આઇ કી એજન્ટ? ઇન્ડિયા કી પોલીટીક હમ જેસે લોગો કો અપને મતલબ કે લીયે જીંદા રખતે હૈ ઓર અપને મતલબ કે લીયે મારતે હૈ. તુમ મુજે જીંદા પકડોગે ઓર પોલીટીસ્યન હમે જેલમે ભી વિ.આઇ.પી. ફેસીલીટી દેંગે.."
"બકવાસ બંધ કર..! કશાબ, સમયે જે ભુલ કરી હતી એ ભુલ હું નહી કરું." મહેકે આવેશમાં આવી દિવ્યા પર ફાયર કર્યું.! ત્યાં સુધી ફાયર કરતી રહી જ્યાં સુધી પિસ્તોલમાથી ગોળીયો પુરી ન થઇ.. મહેકનું આખું શરીર ગુસ્સાથી કાંપતુ હતું. અચાનક ચક્કર આવ્યા, દિમાગ શુન થયું અને મહેક બેહોશ થઇ જમીન પર ઢળી પડી..
"પ્રભાત, મેડમને લઇ તમે બધા અહીંથી જાવ, હવે અમે બધું સંભાળી લઈશું." અશોક બેહોશ મહેક તરફ જોતા બોલ્યો..

"મનોજ, તમે કાર તરફ જાવ અમે આવ્યે છીએ.." મનોજને જાણ કરી પ્રભાત મહેકને ખંભા પર ઉચકી બાહરની તરફ ચાલતો થયો.
આગળ થોડી દુર ચાલતા મનોજ કાર લઇને સામે આવ્યો બધા કારમાં બેસી કારને શહેર તરફ દોડાવી...!!

ક્રમશઃ