ચાલ આ નવું વર્ષ એવું કંઈક કરીએ,
એકબીજાને સહજતાથી પ્રેમ કરતા શીખીએ,
ચાલ આ નવું વર્ષ એવું કંઈક કરીએ,
ગત વર્ષના બંધાયેલા વેરભાવને ભુલાવીએ,
ચાલ આ નવું વર્ષ એવું કંઈક કરીએ,
બગડેલા સંબંધોને સુધારવાના પ્રયત્નો કરીએ!!
પ્રેમની મૌસમ હોતી હશે??
એ પ્રેમ જ શું જેને કરવા માટે મૌસમની રાહ જોવી પડે,
પ્રેમની મૌસમ ન હોય, જ્યાં પાંગરે સોળે કળાએ,
બસ ત્યાં જ વર્ષે પ્રેમની મૌસમ!!
એ જિંદગી,
ચાલ આજ આપણે એકબીજાને આપવિતી સુણાવીએ,
એ જિંદગી,
ચાલ આજ આપણે એકબીજાને પ્રેમ કરીએ,
એ જિંદગી,
ચાલ આપણે આપણા તમામ દુઃખો ભુલાવીને હસીએ,
એ જિંદગી,
ચાલ તને જીવવાને બદલે માણતા હું શીખું!!
હળવાશ અનુભવવા મોબાઇલ નહીં,પોતાનાઓ જોડે બેસીને વાતો કરજો,
પહેલાંના સમયમાં સામ-સામે બેસીને વાતો કરવાથી પ્રેમ વધતો,
બસ આ મોબાઇલ યુગમાં પણ એવું જ કંઈક છે,
એ પ્રેમ વધારે પણ ખરો અને ઘટાડે પણ ખરો,
પછી એ તો કરે નિભૅર આપણા પર કે એનો કેટલો અને કેવો વ્યય અથવા અપવ્યય કરીએ છીએ!!
આ મોબાઇલ યુગમાં આપણી માનસિકતા:
ભવિષ્યમાં આ ડેટા કામ આવશે એમ ધારી delete નથી કરતા જે હકીકતમાં એનું ક્યારેય કામ જ નથી હોતું,
બસ આ જિંદગીનું પણ એવું જ કંઈક છે!!
આજ સહુ રંગાયા છે હોળીના રંગમાં,
એ જ રીતે રંગાઇએ પ્રેમ, ચાહત,ઇમાનદારીના રંગમાં,
હોળી અને ધૂળેટીનો તહેવાર નથી ફક્ત બે દિવસનો,
લઇને આવે સંદેશ જીવનનો આ તહેવાર,
આ તો માત્ર રિવાજ છે ધાણી, મમરા અગ્નિમા હોમવાનો,
બાકી જો એ અગ્નિમા નફરત, ઈર્ષા,દ્વેષની આપીએ આહૂતિ તો,
આ જીવન કાયમ ધૂળેટી જ લાગે,
ખાલી એક દિવસ જ રંગાઇએ છીએ રંગોથી,
પરંતુ સાચા અર્થમાં રંગાવાનુ હોય છે પ્રેમથી,
આ ધૂળેટીનો પાકકો રંગ કદાચ નીકળી જશે થોડા દિવસોમાં,
પણ જો રંગ્યા હશે પ્રેમથી એકબીજાને તો એ રંગ આજીવન રહેશે આપણા જીવનમાં!!
આ કુદરત પણ જીવન સંદેશો આપે છે,
એક સૂરજ એક હદ પછી તપતા શિખવાડે છે,
ત્યાં જ ચાંદ શીતળતા પ્રસરાવા જીવનમાં કહે છે,
આ દરિયાની ઓટ અને ભરતીનો,
સીધો ઇશારો છે જીવનની ભરતી અને ઓટ પર,
આ પાનખર પણ મજાનો સંદેશ લાવે છે,
ખરીને ફરી જીવતા શીખવે છે,
વસંત પણ સંબંધો રૂપી વસંતની વાત કરે છે,
દરિયાના મોજા પણ કહે છે આજ લાગણીને હિલોળે ચડવાનું,
આ પક્ષીઓનો કલરવ પણ મીઠાશ ભાષામાં વાપરવાનું કહે છે,
આ ફૂલો પણ અવિરત જીવનમાં ખીલતા રહેવું એમ શિખવે છે,
ભમરાઓ સદગુણ ગ્રહણ કરવાની વાત કરે છે,
પહાડો જીવનની પ્રગતિને ચીંધે છે,
ઝરણાઓ અસ્તિત્વ ભૂલીને એકમેક થતાં શીખવે છે,
નદીઓ કહે છે કે જીવનના પડકારો સામે વહેતા રહો,
આ અલગ અલગ ઋતુઓ મર્યાદા જાળવતા શીખવે છે,
આ પ્રકૃતિને પણ હોય છે વાચા,
ક્યારેક નિરાંતે બેસીને એને સાંભળવી પડે!!
ક્યારેક બને એવું કે એ શખ્સ જોડે કરવી હોય વાત,
પણ ક્યાંક નથી હોતો આપણો હક્ક પહેલ કરવાનો!!
હજી હારી નથી 'પ્રેમઝંકીત' જિંદગીથી,
હજી તો કેટલાયને હરાવવાના બાકી છે,
આમ તો કંઈ થોડી હાર માનતી હશે 'પ્રેમઝંકીત',
લોકોની અકડ તોડવાની બાકી છે હજી તો!!
સારા-નરસાનો ભેદ તો આપણી આંખોમાં હોય છે,
બાકી દુનિયાને ક્યાં ખબર હોય છે કે એ કેવી છે!!
કરી લે આજ મનોબળ ફરી એકવાર મજબૂત,
ચાલ પ્રયાસ કરીએ ફરી મંઝિલ મેળવવાનો એજ ઉત્સાહથી!!
સ્ત્રી પહેલા ઇજ્જતને ઝંખે છે, નહીં કે પ્રેમને,
સ્ત્રીની પહેલા ઈજ્જત કરો તો પ્રેમ આપમેળે થઈ જશે એનાથી!!
કેટલો વિરોધાભાસ છે આ દેશ,
અહીં સ્ત્રીઓને દેવી તરીકે સન્માન અપાય છે,
અને સ્વતંત્રતા અમુક હદ સુધી છીનવાય છે,
આપણે જ વાત કરીએ છીએ સ્ત્રી પુરૂષના સમોવડીયાની!!
વચૅસ્વ તો જુઓ આ દેશમાં પુરૂષોનું,
અહીં એક પુત્ર/પુત્રી/પત્ની પછી એમનું જ નામ લખાતું હોય છે!!
આઝાદી તો આપણા વિચારોની હોવી જોઈએ,
બાકી બીજાના વિચારોથી જિંદગી જીવીએ તો આઝાદી ગુલામીમા પરિવર્તિત થતી હોય છે!!
આજ સંભાળી લે સહુને, ક્યારેક તો કોક સંભાળશે ને તને!!