Rahasmay purani deri - 11 in Gujarati Love Stories by Prit's Patel (Pirate) books and stories PDF | રહસ્યમય પુરાણી દેરી - 11

Featured Books
Categories
Share

રહસ્યમય પુરાણી દેરી - 11

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ -11

(આગળના ભાગમા જોયું કે ઢોલીને ગામ ચૉહરે સળગવા માટે બાંધે છે અને મુખી વહેણમાં મણીડોશીને શોધે છે. હવે આગળ..)

"આવ મુખી આવ, તારી જ રાહ જોતી હતી આટલા વર્ષોથી"

આટલું સાંભળતા મુખી અચંબોથી એ ડોશીને જોઇ રહ્યો. પરન્તુ ડોશીનું મોઢું સફેદ વાળથી અડધું ઢંકાયેલ હતુ. અને હાથમાં એક લાકડી પકડી હતી. મુખીની નજર લાકડી પર આંખો પહોળી થઈ ગઇ. લાકડી ને ફરતી બાજુ હાડકા દોરીથી બાંધેલા હતાં.

મુખીને ફરતે બાજુ નાયળા આંટા ફરી રહ્યાં હતાં. ડરનાં વાદળને ચીરી હિમ્મત કરી મુખી બોલ્યો " મણી બહેન, તમે છો ?"

ત્યાં તો મણી બહેને પોતાનું મોઢું ઊંચું કર્યું, ખુલ્લા સફેદ વાળ મુખની બને  તરફ ગોઠવાયા. મુખી એ ચાંદનાં પ્રકાશમાં તેનુ મોઢું જોયું. કોઈ ભયંકર સ્ત્રી જેમ મુખ પર ચામડીની કરચલી પડી ગઇ હતી. આંખો થોડી ઊંડી ગરકાવ કરી ગઇ હતી. માથા પર કાળો મોટો ચાંદલો કર્યો હતો. આંખની બન્ને બાજુમાં આછા ત્રણ ટપકાં ગુણથયેલાં હતાં. જેટલી સુંદર મણી બહેન હતી એટલી જ આજ ભયંકર મણી ડોશી હતી.

મુખી એ બધી જગ્યા પરથી નજર હટાવી તેણી આંખમાં કરી તો પહેલાની જેમ જ મણી ડોશીની આંખ અંગારા જેમ તેજ હતી.  મુખી ધીરેથી બોલ્યો " મણી બહેન, મને માફ કરી દયો. અત્યારે..."

અડધી વાત કાપતા મણી બહેને હાથ ઊંચો કર્યો અને બીજા હાથમાં લાકડીના ટેકે ઉભા થયા. મુખી હવે તેની આંખમાં જોય નહાતાં શકતા. તેને નીચી નજરે ફરીથી વાક્ય ચાલુ કર્યું "અત્યારે ગામને તમારી બહુ જ જરૂરત છે, તમે માફ કરીને મારી સાથે ચાલો"

ત્યાં તો મણી ડોશી ગામ તરફ ચાલવા લાગ્યા હતાં અને ચાલતા ચાલતા કહ્યુ કે " 7 વર્ષ પહેલા ગામમા જે ગુનો કર્યો હતો એની જ માફી માગવી છે કે પછી અત્યારે ગુનો થઈ રહ્યો છે એને રોકવો છે"

મુખીએ ઊંચું જોયું તો મણી ડોશી ગામ તરફ ચાલવા લાગી હતી. મુખી તેને જોઇ તેની પાછળ ઝડપભેર પગલાં માંડી ચાલવા લાગ્યો. પરન્તુ તેને કાંઇ સમજાણું નહી. એટ્લે ફરીથી મુખીજી એ ચાલતા ચાલતા કહ્યુ " અત્યારે શેનો ગુનો થઈ રહ્યો છે".

ત્યાં જ નાયળાઓ ચીસાચીસ કરવા લાગ્યા. એટલાં લાંબા અવાજો કરવા લાગ્યા અને ત્યાં જ ઉભા રહી ગયા. મુખીજી ની એક વાત સાંભળી શકાય તેમ નહતી. થોડા આગળ નીકળી મણી ડોશી એ કહ્યુ કે " કંઇક અનહોની સર્જાવાની હોઇ તો માનવ પહેલા પશુને જાણ લાગી જાય છે."

મુખીજી ને કોઈ વાત નો અંદાજ નહતો આવી રહ્યો. તેં ખૂબ જ વિચલિત થઈ રહ્યાં હતાં. મણી ડોશીની બધી વાત ઉપરથી જ જઇ રહીં હતી. મુખીજી ત્યાં જ ઉભા રહી ગયા અને કહ્યુ કે " તમે મને બધી વાતનું સ્પષ્ટતા પૂર્વક વર્ણન કરશો."

મણી ડોશીએ ચાલતા ચાલતા કહ્યુ કે " તમે ચાલો અત્યારે, એક નિર્દોષની જાન મારા અને તમારા કારણે ચાલી જશે."

મુખીજી ને હજુ કાઈ જ વાતમાં ભાન નહતું પડતું પરન્તુ મણી ડોશી સાથે તેં ચાલવા લાગ્યા અને કહ્યુ કે " કેમ આટલી ઉતાવળ કરો છો કંઇક તો કહો"

મણી ડોશીએ થોડુ હાસ્ય કર્યું અને કહ્યુ કે " 7 વર્ષ પહેલા આ ગામમાં મને સજા કરી હતી ત્યારે પણ તમારા ઘરે ખુશીનું ઝરણું વહ્યુ હતુ"

મુખીજીએ થોડા વિચારોની સાથે કહ્યુ "હા, મારા ભાઈનાં ઘરે બાળકનો જન્મ થયો હતો..પરન્તુ..."

ત્યાં જ મણીડોશી ફરીથી બોલી "અત્યારે 7 વર્ષ પછી પણ  તમારા ઘરે ખુશીનું ઝરણું વહેવાનું છે અને એક ફરીથી ઘોર પાપ તમારો ભાઈ કરી રહ્યો છે. "

મુખીજી ના મુખ પર ખુશી છલકાય રહી હતી પરન્તુ મારો ભાઈ કેનુ પાપ કરી રહ્યો હતો. મુખી જી કાઈ બોલે તેં પહેલાં જ મણી ડોશીએ કહ્યુ " જો આ સાત વર્ષ પછી તમારા ઘરે ખુશી નો આવાની હોત તો..."

મુખી એ ઉતાવળમાં જ કહી નાખ્યું " તો શું?"

મણી ડોશી એ કહ્યુ કે " તો કરશન ભગતનાં માથા સાથે તમારા ભાઈનું પણ માથું વાઢી નાખ્યું હોત."

મુખીનાં મુખ પર એક પલ માટે તો દુઃખી નાં રેલા છવાઈ ગયા કે મારા ભાઈએ એવું શુ પાપ કર્યું છે.

મુખીએ કહ્યુ કે આગળ ચાલો રસ્તામાં બધી વાત કહું પછી મુખીજી અને મણી ડોશી બને વાતું કરતા કરતા ગામમાં પહોંચ્યા.

ક્રમશ...

મુખીનાં ભાઈ ઘનશ્યામએ શુ પાપ કર્યું હશે ?


નોંધ :- મારી નવી વાર્તા કાશ... વાંચો. જે તમારા દિલને પ્રેમરસમાં ઉતારી દેશે. તમારુ દિલ પ્રેમ કરવા તત્પર થઈ ઉઠશે. અને મારી રચના " ગ્રીન સિગ્નલ " સંપુર્ણ થઈ ચૂકી છે તે વાંચી તમારો અભિપ્રાય આપશો જી. આભાર...?


   પ્રિત'z...?

૯7૩7૦1૯2૯5