kashi - 1 in Gujarati Horror Stories by Ami books and stories PDF | કાશી - ભાગ 1

The Author
Featured Books
Categories
Share

કાશી - ભાગ 1

                 આજે કાળી ચૌદસની રાત હતી. રાતો તો કાળી જ હોય પણ કાળી ચૌદસનું નામ પડતા જ ભૂતોના વિચાર આવે એવી એક રાતે.... સ્મશાનમાં કોઈક માણસ કંઈક સામગ્રી જેવુ લઈને જતો હતો. દેખાવે કસાયેલો પહાડ જેવું ખડતલ શરીર  થોડો ઉંચો બાંધો અને ગોરો રંગ ....  ધીમે ધીમે તે સ્મશાનમાં જઈ બેઠો  મનમાં કોઈ ઉચાટ કે ભયની રેખાય નહોતી દેખાતી એ શાંતિથી બેસી કોઈની રાહ જોવા લાગ્યો. આશરે રાતના ડોઢ વાગ્યા હશે. કૂતરા ને ભસવાના અને ક્યાંક ચિબરી જેવા અવાજો દૂર દૂર સંભળાતા હતાં. સ્મશાન મોટુ હોવાથી અંદર બેસવા ઉઠવાની  પાણીની સુવિધા હતી અને એક મોટુ શંકર ભગવાનનું મંદિર પણ હતું. તેથી સ્મશાનમાં આવેલો માણસ ઉભો થઈ સ્મશાન ની ચારે દિવાલે ફરીને જોવા લાગ્યો.. સ્મશાન ને અડી એક તળાવ હતું અને એક બાજુ મળદા દાટવાની જમીન હતી . તે શાંતિથી આ બધુ જોતો હતો. ત્યાં કોઈ નો આવવાનો અવાજ આવ્યો. એક નાની આશરે સત્તર વર્ષની છોકરી અને એની સાથે ત્રણ પુરુષો હતાં. છોકરીને બેભાન અવસ્થામાં ઉપાડીને લાવતા હતાં. ત્રણમાંથી એક છોકરીના બાપે ધીમેથી પેલા માણસને જોઈ બૂમ પાડી...
           " શિવા... ઓ શિવા... તૂ..સો... ભઈ...!"
            સામેથી અવાજ આવ્યો...
            " ઓ...વ... ભા મૂ જ છુ આવો તમ તમાર...."
             શિવ એ ભૂવા પણુ કરતો ગામે ગામ જતો પણ કોઈનું ખોટુ થવા દેતો નઈ કે કરતો નઈ કાળા જાદૂ ,મૂઠ મારવી એને વાળવી એ બધુ એના માટે રમત હતી પણ મજાલ છે કે કોઈ જુઠ્ઠુ બોલી એની જોડે ખોટુ કામ કરાવે ...એ માણસના મોઢા જોઈ પેટની વાત કઈ દેતો પણ જુઠાણા સામે નમતો નઈ આજે એ એક છોકરીને વળગેલ વળગાળ કાઢવા બીજા ગામ આયો હતો . પરિવારમાં પોતે અને એની માં બન્ને હતાં. મિલકત ઘણી હતી છતાં દંભ કે ખોટા દેખાવ કર્યા વગર સાદાઈ થી બન્ને જીવન જીવતા હતાં.
          બધા સ્મશાનની એક બાજુ બેઠા અને એક ચાદરા જેવુ પાથર્યુ.....અને ચાદરામાં છોકરીને સૂવાડી અને પોતાની થોડી વિધિ કરી. શિવો બોલ્યો..

         " છોડીના શરીર ન મેલી બાર આય.... કોઈન જવાબ ના આપવા પડ એટલ બેભોન થઈ પડી શ.... "
          શિવો એ છોકરીના શરીરમાં રહેલી આત્માને કલાવતો હતો જેથી એ બહાર આવે પણ હજી કોઈ જવાબ નહોતો મળતો.. બાકી નીરવ શાંતિ વરતાતી હતી.
         " હવ મુ  તન બાળુ એવુ કરુ તો પસ ના કેતી ક કકિધુ ના... શિવો ચેતવણી આપતો હોય એમ બોલ્યો...
         ત્યાં જ શરીરમાં થોડી હરકત થઈ.. છોકરીનો બાપ ચિંતા કરતા બોલ્યો..
          " આ તો આજ જ ખબર પડી ક ઓન આવુ વળગાળ સ થોડા દાડામ છોડીના  લગનસ એટલ તન તરત જ બોલાયો... "
           શિવો મસકરી કરતા બોલ્યો.... " લે હેડ અવ જટ.... કર નઈ તર આ છોડી હંગાથ તાર હાહર જવુ પડસે ન કોમ કૂટવુ પડશે..... હેડ ઉભી થા.... "
          શરીરમાં હરકત થઈ અને છોકરી ઉભી થઈ વિખરાયેલ વાળ અસ્તવ્યસ્ત શરીર .....અને ધીમુ ધીમુ હસવા લાગી....
          શિવો બોલ્યો..... " જો ઓમ... તારા ઘર મ જ તન લાયા .... બોલ હૂ લઈ આ છોડીન છૂટી કરે તું....  "
                છોકરીમાં રહેલી આત્મા ગેલ કરવા લાગી હસવા લાગી રડવા લાગી..... પણ બોલી નહીં...
        " તું બોલ તો આલીએ તન કોક નઈ તર કોય નઈ મલ..... આ છોડીના બાપ ન જો દયા તો ખા થોડી ઓના પર ... એ અવસર લઈ બેઠોસ..... હૂ જવાબ આપસે એ હોમ.વાળાન.... "
          છોકરી નું શરીર ધ્રુજવા લાગ્યુ  .... ધૂણવા લાગીને બોલી..... " મુ એ દુખિયારી જ છુ...... આ તો આ છોડીએ કિધુ ક હેડ એટલ મુ તો આઈ સુ..... "
           " પણ તું આઈ અવ જયે ચેવી રીતે એ કે.... "
          " મું એ કુવારી ભુવા .... શણગાર આલ એટલે મું જતી રયે.....  આજ તો મારી રાતસ તો એટલુ તો છોડીનો બાપ મન છોડી ગણી આપશે.... "
          છોકરીનો બાપ ઢીલા અવાજે બોલ્યો... " બૂન તુ જે હોય એ પણ મું ગરીબ  શું આ બંગળી અન આ ચૂંદળી લાયો શું આટલો શણગાર હમજી લઈ લે..... "
          છોકરી હસતા હસતા બોલી..... " તી મન છોડી ગણી જા કોય નઈ લેવુ બસ પોણી પઈ દે એટલે મું જવ... અન દસ રૂપિયા આપજે.... " આટલું બોલી છોકરી ઢળી પડી ...
         " લો બાપા તમારુ તો સસતામ પત્યુ અવ છોડીન લઈન જો અન પાસુ વળીન જોતા નઈ ઘેર જઈ હાથ પગ ધોઈ દે જો.... "બોલી શિવો ઉઠ્યો..
              છોકરી ઉપરથી વાળી સ્મશાનમાં મૂકી દિધુ અને એની વિધિ પતાઈ...... છોકરી થોડીવારમાં ઉઠી અને... બોલ્યા વગર એ લોકો ચાલતા થયા...
               શિવાએ... પાણી લઈ હાથ પગ ધોયા અને ત્યાંથી પોતાનો સામાન લઈ ઘર તરફ ચાલવા લાગ્યો..... આશરે રાતના ત્રણ વાગવા આવ્યા હશે... એ ચાલતો ચાલતો વગડામાં એક નેળીયામાંથી પસાર થતો હતો ત્યાં જ પાછળથી ધીમે ધીમે ઝાંઝરનો અવાજ સંભળાયો..... શિવા માટે તો નવાઈની વાત જ નહોતી..... એને તો જાણે ભૂત ભૂત નઈ મિત્રો હતાં... એમની સાથે વાતો કરવી એમને સાંભળવા એને આદત પડી ગઈ હતી...એણે પાછળ ફરી જોયુ પણ કોઈ દેખાયુ નહીં એટલે એ એની મજાક ની આદત મુજબ બોલ્યો...
           " આમ  ઝાંઝર ખખડાવી હેરાન કા કરો.... હામે આઈ બોલો... "
          કોઈ  જવાબ મળ્યો નઈ એટલે એ આગળ ચાલ્યો.. ફરી એજ અવાજ આવ્યો... એટલે એ નેળીયા વચ્ચે જ બેસી ગયો.... ને બોલ્યો...
            " તું જે હોય એ આ જોજરા ખખડાય ખખડાય ના કર ઓય આય બેસી વાતો કરીએ.... તું એ બેસ... મું એ બેહુ... " 
            શિવો જેટલો બહાદુર એટલો જ સરળ હતો.....એ તો એક બીડી કાઢી સળગાવી ત્યાં જ બેસી ગયો.... થોડી ક ક્ષણો એમ જ વહી ગઈ .... તમરા ના અવાજ શિવાય નિરવ શાંતિ જ હતી..થોડીવાર થઈને એક સુંદર રાજકુમારી જેવી નાજુક નમણી કન્યા એની સામે આવતી એને દેખાઈ..... પણ શિવો તો બેઠા બેઠા બીડીના કસ લેવામાં મસ્ત હતો. પેલો પડછાયો નજીક આવ્યો ને એને જોઈ ઉભો રહ્યો. શિવો એની સામે જોઈ હસ્યો ને બોલ્યો..
           " મોહણીયામ હખ નતુ તે પાસી મારા પાસડ પાસડ આઈ... "
            આ આત્મા પેલી છોકરી માંથી નીકળી  શિવાના પાછળ પાછળ આવી હતી... થોડીવાર તો એ ઉભી ઉભી જોઈ રહી અને પછી શિવાના બાજુમાં બેસી ગઈ... શિવો એ માણસ જોડે વાતો કરે એમ મંડ્યો...
           " તન કવ સુ ચમ મારા પાસડ આઈ... "
   
        મસ્ત રણકારથી એ બોલી " તમારા જોડે ગોઠ્યુ એટલ આઈ ... "
           "  આઈ તો ભલ આઈ તારુ નોમ ગોમ.... અન તુ મરી ચઈ રીતના એ કે .... "
           " મું કવ પણ તમે નઈ મો નો ..... "
            " મો ને તું બોલ આ જ તો હોભળવા જ બેઠો સુ  તુ તાર મન ખોલી ન બોલ "
             " મારૂ નોમ સીતા.... આ ગોમના શેમાડે મારુ ઘર હતું... હારી જીંદગી જાતીતી.... પણ... "
             બીજી બીડી સળગાવતા શિવો બોલ્યો..." પસ હૂ થ્યુ .... "
           " મારી હગઈ નક્કી થઈ... લગન લીધા પણ છોકરો પઈણવા ના આયો... મારા બાપ જોડે રૂપિયા નતા આપવા એટલ પસી મી મોત વાલુ કર્યું લોક લાજ મ જીવવુ ઈના કરત મરવુ હારુ... એવુ વિચારેલુ "
           " તી એટલ આજ પેલી છોડીના બાપ જોડે કોય ના લીધુ..... બરાબર ... અવ હમજોણુ.... "
          " ઈ બાપ એ મારા બાપ જેવો હૂ લવ ઈના જોડે...."
           " તે મારા પાસડ ચમ આઈ...."
            " કુવારી કન્યા ન કોડ બઉ હોય... ક આવો ઘરવાળો મલ તેવો મલ.... પણ મારા તો સપના જ સપના જ રર્યા મારી એક ઈચ્છા બાકી રઈ જઈ માર લગન કરવા ન   મુ લગન નઈ કરુ તો લગી મારી મુક્તિ નઈ થાય..."
       " તારી હારે લગન કૂણ કરશે અવ..."
       " તમે ભૂવાસો મારા જેવા રખડતા તમે જોયા હશે... કેટલાનાય જીવ ગતે કરાયા હશે... મારી મદદ કરી દો ....મન મોક્ષ મલ..  બસ આટલી આશાએ તમારી જોડે આઈ સુ "
          " હમ્મ...... વાત તો હાચી.... તારી પણ તારા જોડ લગન કરશે કૂણ... ?"

          " કરશે કોક મલી જશે.... પણ લગન કરવા ના બદલામ મુ ઈન એવુ કંઈક આપેક ઈનો આવનારો વંશ ...."
          " આગળ તો બોલ.... "
          " ઈ નો વંશ ભૂતપ્રેતોનો રાજા થશે..... કોઈ કાળી તાકાત ઈનું કોય બગાળી નઈ એક ...."
          " બરાબર તો હેડ તું મારા જોડે કોઈ મલ તો લગન કરી તું તારો જીવ ગતે કરજે તો હૂદી તું મારા ઘેર રઈ એક.....છૂટ જા તન..."
          " તમે ઘરમ જગ્યા આપી બસ... એટલુ મારા માટ બવ... "
          " તું ચોખ્ખા દિલ ની લાગી એટલ...તન છૂટ આપી તું એ યાદ રાખે કોઈ મલ્યો તો ભૂઓ....
   
ક્રમશ: