કિસ્મત એક નજર
મારી કિસ્મત સારી છે કે નથી આ વિચાર આપડો છે પણખરેખરકિસ્મત એક આંખ નો ખેલ છે
ઘણી વાર તમારી પરિક્ષા નું પરિણામ હોય અને વિચાર આવે કે અચાનક એક કે બે આંકડા બદલાય જાય તો...પણ એવું બને તો નહિ જ ને ..કેમ કે પરિણામ તમારી કરેલી મહેનત પર આધાર છે.જો કે પરિણામ તો કર્મ વગર નહી જ આવે કેમ કે " કર્મ થી મહેનત સિદ્ધ થાય અને મહેનત થી ફળ "
ઘણી વાર લોકો વિચારે છે કે હું છું એના કરતાં વધુ સારો બનું વગર મહેનત એ કિસ્મત વગર .જોકે આ વાત પાયા વગર ની છે. હવે આપડું મૂળ શીર્ષક છે કિસ્મત એક નજર એ કેમ રાખ્યું છે એ હું તમને એક મે સાંભળેલી કથા ઉપર થી કહું છું..
જેના પર થી સમજાશે કિસ્મત તમારી દ્રષ્ટિ છે,
"એક ફ્લેટ એક middle-class family નોં છો ક રો એક ફ્લેટ માં રહેતો હતો .સામે એક મોટું આલીશાન ઘર તો નહિ બંગલો જ કહેવાય એમા પણ એક છોકરો. રહેતો તો .
આ છોકરા ના માં બાપ અમીર હતા કામ અને પાર્ટી માં બિઝી રહેતા . બસ આને રાખનાર અેક નોકર અને બોડી ગાર્ડ હતા .
હવે એક દિવસ સવારે આ ગરીબ છો કરા ને એના પપ્પા ખખડતા સ્કૂટર પર સ્કૂલ એ મુકવા જતા હતા ત્યારે જ ઓલા અમીર છોકરા ને એનો બોડી ગાર્ડ આલીશાન ગાડી માં સ્કૂલ એ મુકવા જતા હતા ત્યારે તન્યા જોનાર બે જણાં એ વિચાર્યું કેવી કિસ્મત છે બને જણાં ની
,
" બસ આજ ભૂલ છે આપડી બાહ્ય દેખાવ થી આપડે જાતે લોકો ની કિસ્મત આંકી લઈએ છીએ પણ એ લોકો ના અંતર માં ને કોણ જોવા જાય છે"
બસ આ છે કિસ્મત એક નજર પણ અંહી વાર્તા પૂરી નથી થઈ અને તમારી સમજણ પણ
હવે જાણીએ એમના અંતર મન ને ઓલા ગરીબ પાસે ગાડી નથી પણ પિતા ની પ્રેમ છે . તે તેના પિતા ને પેટે થી કડકાઈ ને વ્હાલ થી પકડી તો શકે છે જ્યારે આંહી તો અમીર. ના માં બાપ ને એને મળવા નો પણ સમય નથી બાકી ની વાત તો બાજુ માં રહી .
જોયું હવે અેક બીજું ઉદરણ આપુ એના થી. કિસ્મત ને જોવા ની નજર અને સમજણ બને સમજાઈ જશે.
હવે સ્કૂલ થી આવી ને ઓલો ગરીબ છોકરો પોતાના અતિ પ્રિય એક રમકડા ને લઇ ફ્લેટ ના બીજા ચાર પાંચ છોકરા સાથે નીચે રમે છે ..જ્યારે પોતાના બંગલા ની ગેલરી માંથી એ આ બધા બાળકો ને જુએ છે એને પણ આમની જેમ એમની સાથે રમવું છે ..પણ એ બધા અેના જેટલી રેપીટએશન નથી ધરાવતા આથી માં બાપ દ્વારા તેને તન્યાં જવાની ના પાડી દેવાયેલ છે .
એથી એ મજબૂર છે .શું કરે એક આખો રમકડa નોં રૂમ છે. પણ એમાના રમકડાં ની કિંમત નથી . કેમ કે એની પાસે બાળપણ નથી એની સાથે કોઈ રમવા વાળું નથી .એ કોની સાથે રમે. એના થી 20 વર્ષ મોટા બોડી ગાર્ડ સાથે .....? બોલો પૈસા છે પણ નાનપણ માં બાળપણ નો આભવ છે ....શું કામનું આ નાનપણ? જેમાં રમકડા છે પણ કિંમત નથી એને રમવા વાળું કોઈ નથી.
.
જોયું કિસ્મત તમારા નસીબ પર નહિ દ્રષ્ટિ પર છે .એટલે જ કદાચ " યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ " એટલે નસીબ કરતા કર્મ અને ભગવાન માં શ્રદ્ધા રાખો ..
એક કવિતા લખી છે.આના ઉપર .....
"કિસ્મત. એ શું છે ....
એતો આંખો નો ખેલ છે...
જોનાર ના જેવી....
કર્મ થી કરાય એવી છે"
By . Hetarth somani