Evergreen Friendship - 8 in Gujarati Short Stories by Gopi Kukadiya books and stories PDF | એવરગ્રીન ફ્રેન્ડશીપ - 8

Featured Books
Categories
Share

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 8

                 એવરગ્રીન ફ્રેન્ડશીપ - 8

મારો બર્થ ડે મેં ખૂબ એન્જોય અને મસ્તી સાથે પસાર કર્યો, હું ખુશ હતી, થોડા દિવસો પછી મારી ફાઇનલ એક્ઝામ સ્ટાર્ટ થવાની હતી આથી હું તેની પ્રિપેરેશન કરવામાં વ્યસ્ત થઈ ગઈ.

કોઈની ખુશીઓ ઝાઝો સમય રહેતી નથી એવું જ મારી સાથે પણ થયું, મારી લાસ્ટ એક્ઝામના આગલા દિવસે અચાનક ઘરેથી કોલ આવ્યો, મારી મમ્મીની તબિયત બગડી ગઈ હતી આથી મને બીજા દિવસે તરત ઘરે આવવાનું કહેવામાં આવ્યું.

હું બીજા દિવસે મારી એક્ઝામ આપીને તરત જ ઘરે જવા નીકળી ગઈ, નીક્કી મને સ્ટેશન મુકવા આવી હતી.

"પ્રીતું, ચિંતા ના કરતી, બધું ઠીક થઈ જશે, કઈ પણ હેલ્પ જોઈએ તો મને કોલ કરજે"

"થેન્ક્સ નીક્કી"

ટ્રેઈન આવતા હું નિકકીને ગળે મળી અને મારી સીટ પર જઈને ગોઠવાઈ ગઈ, ટ્રેઈન ધીમે ધીમે સ્ટેશનથી દુર જવા લાગી.

બધું અચાનક થયું હોવાથી મારી વૈશ્વ સાથે કઈ વાત નોહતી થઈ શકી આથી મેં વૈશ્વને કોલ લગાવ્યો, બે ત્રણ રિંગ વાગ્યા પછી વૈશ્વએ કોલ રિસીવ કર્યો," હલો"

"વૈશ્વ" મારો રડમસ અવાજ સાંભળી વૈશ્વએ ચિંતાતુર અવાજે પૂછ્યું," શુ થયું પ્રગતિ? કેમ રડે છે?"

મેં તેને ઘરેથી આવેલા કોલ વિશે બધી વાત કરી તેણે મને સાંત્વના આપતા કહ્યું," તું ચિંતા ના કરીશ, આન્ટીને જલ્દી સારું થઈ જશે અને ઓફિસનું ટેંશન ના લઈશ, હું સર સાથે વાત કરી લઈશ."

વૈશ્વની વાતોથી મને થોડી રાહત થઈ, હું ટ્રેઇનની સીટ પર માથું ઢાળીને સુઈ ગઈ, લાસ્ટ નાઈટના ઉજાગરાને લીધે મને ઊંઘ આવી ગઈ, હું ઉઠી ત્યારે સાંજ ઢળવા આવી હતી, થોડીવારમાં મારુ સ્ટેશન આવી ગયું.

સ્ટેશન પર પપ્પા મને લેવા આવ્યા હતા, મેં તેમને મમ્મીની તબિયત વિશે પૂછ્યું," શુ થયું મમ્મીને, હવે તેમની તબિયત કેમ છે?"

"સારું છે હવે તેને, ચક્કર આવતા પડી ગઈ હતી એટલે હાથમાં ફ્રેક્ચર આવ્યું છે, ડોકટરે એક મહિનો આરામ કરવા કહ્યું છે" 

"ઓકે, તમે ચિંતા ના કરો, હું આવી ગઈ છું ને એમ પણ મારે વેકેશન છે એટલે મમ્મીને આરામ મળી રહેશે અને જલ્દી સારું થઈ જશે" મેં પપ્પાને સાંત્વના આપતા કહ્યું.

ઘરે પોહચીને હું પહેલા મમ્મી પાસે ગઈ અને તેમની ખબર પૂછી, ત્યારપછી ફ્રેશ થઈને મેં સાંજનું જમવાનું બનાવ્યું, આજે ઘણા ટાઈમ પછી અમે બધા સાથે બેસીને જમ્યા.

જમીને મેં ઘરનું કામ પતાવ્યું અને પથારીમાં લંબાવ્યું, આખા દિવસની મુસાફરીને લીધે મને તરત જ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.

સવારે ઉઠી ત્યારે મમ્મી તૈયાર થઈ ગયા હતા અને નાસ્તો પણ કરી લીધો હતો.

"અરે મમ્મી તમે શુકામ કરો છો બધું હું કરી લેત ને, મને ઉઠાડાઇ ને?"

"બેટા તારી પરીક્ષાઓ હમણાં જ પુરી થઈ અને મારા કારણે તારે ઉતાવળમાં અહીં આવવું પડ્યું એટલે તારે પૂરતો આરામ પણ ના થયો હોય એટલે મેં તને સુવા દીધી, અને આમ પણ મારો એક હાથ તો ફ્રી જ છે ને, કાલથી તું કરજે"

મેં ફ્રેશ થઈને નાસ્તો કર્યો અને કામ કર્યું, સાંજે ફ્રી થઈને હું મારી અહીંની બધી ફ્રેન્ડને મળવા ગઈ, ઘણા સમય પછી અમે બધાએ ભેગા થઈને ખૂબ વાતો કરી.

"યાર તું તો અમને ભૂલી જ ગઈ" સ્વાતિએ ફરિયાદ કરી.

"હા, સાચે જ, નવી ફ્રેન્ડ્સ મળી ગઈ એટલે આ જૂની ફ્રેન્ડને કોણ યાદ કરે?" ખુશ્બુએ પણ સ્વાતિનો સાથ આપ્યો.

"અરે ગાઇસ એવું કંઈ નથી, તમે બન્નેને હું હમેશા યાદ કરતી જ હતી, કોલેજમાં જ્યારે પણ અમે બધા ફ્રેન્ડ્સ બેઠા હોઈએ ત્યારે હું તમને અચૂક યાદ કરતી જ હતી" મેં મારો બચાવ કરતા કહ્યું.

"અચ્છા ચલ એ તો કે ત્યાં કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં તારે?" ખુશ્બુએ મને પૂછ્યું.

"ના યાર, એવું કંઈ નથી" મેં એટલું કહ્યું ત્યાં જ વૈશ્વનો કોલ આવ્યો, હું વાત કરવા ઉભી થઈને થોડી દૂર જતી રહી, વૈશ્વએ મમ્મીના ખબર પૂછવા કોલ કર્યો હતો, વાત કરીને હું પાછી આવી ત્યાં સ્વાતિ અને ખુશ્બુ મારી સામે જોઇને હસતા હતા.

"તમે બન્ને કેમ આમ હસો છો?"

"કઈ નહિ એ તો એમ જ" બન્ને એ એકબીજાને સ્માઈલ આપતા કહ્યું.

"જુઓ આ મારા ઓફિસનો મારો સિનિયર અને ફ્રેન્ડ છે, બીજું કંઈ નથી એટલે ખાલી ખાલી ખયાલી પુલાવ પકવવાનું બંધ કરો" મને ખબર પડી ગઈ કે વૈશ્વનો કોલ આવ્યો એટલે બન્ને હસતી હતી.

"ઓકે ઓકે, તું તો ગુસ્સે થઈ ગઈ" તે બન્નેએ મને શાંત કરતા કહ્યું.

"સારું હું હવે ઘરે જાઉં છું મારે કામ છે, મળીએ પછી, તમે બન્ને મારા ઘરે આવજો" હું બન્નેને બાય કહીને ઘરે આવી.

દિવસો ધીમે ધીમે પસાર થતા રહ્યા, મમ્મીનો હાથ હવે સારો થઈ ગયો હતો, પ્લાસ્ટર પણ કાઢી નાખ્યું હતું, થોડા થોડા દિવસે મારી નીક્કી અને વૈશ્વ સાથે વાત થતી રહેતી હતી.

એક દિવસ હું અમુક વસ્તુઓ લેવા માર્કેટ ગઈ ત્યારે પર્સમાંથી પૈસા બહાર કાઢવા જતા મોબાઈલ નીચે પડી ગયો અને ડેમેજ થઈ ગયો, મેં ઘણી ટ્રાઈ કરી બટ સ્ટાર્ટ ના થયો.

હું તેને રીપેર કરવા માટે આપી આવી, મારુ સિમ કાર્ડ પણ ડેમેજ થઈ ગયું હતું આથી મારે ન્યુ સિમ લેવું પડે તેમ હતું, મારો મોબાઈલ પંદર વીસ દિવસ પછી રીપેર થઈને આવવાનો હતો આથી મેં પછી જ સિમ કાર્ડ લેવાનું વિચાર્યું.

મોબાઈલ ડેમેજ થવાથી મારા બધા કોન્ટેક્ટ્સ પણ જતા રહ્યા, મને કોઈનો નમ્બર યાદ પણ નૉહતો, આથી હું નીક્કી કે વૈશ્વનો કોન્ટેક્ટ પણ નોહતી કરી શકતી.

પંદર વીસ દિવસ એમ જ વીતી ગયા, આખરે મારો મોબાઈલ રીપેર થઈને આવી ગયો, મેં નવું સિમ લઈને મોબાઈલ સ્ટાર્ટ કર્યો, બેકઅપ લઈને મેં બધા કોન્ટેક્ટ્સ ફરીથી મોબાઈલમાં લીધા.

મેં પહેલા વૈશ્વને કોલ કર્યો બટ તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો, ત્યારબાદ મેં નિકકીને કોલ લગાવ્યો બટ તેનો મોબાઈલ પણ આઉટ ઓફ કવરેજ આવતો હતો.

મેં સીતુને કોલ કરીને કોલેજ ક્યારે સ્ટાર્ટ થવાની છે તેની માહિતી મેળવી, એક વિક પછી કોલેજ સ્ટાર્ટ થવાની હતી, આથી મેં બે દિવસ પછી જવાનું નક્કી કર્યું. 

મમ્મીને હવે સારું હતું અને તેઓ હવે બધું કામ કરી શકતા હતા, મેં જરૂરી સામાન બધો પેક કર્યો અને હું સુરત આવવા તૈયાર થઈ, મમ્મીએ મારા અને નીક્કી માટે નાસ્તાનો ડબ્બો ભરી આપ્યો હતો.

મેં આવતા પહેલા પણ નિકકીને એકવાર કોલ લગાવ્યો, આ વખતે રિંગ જતી હતી બટ કોઈ રિસીવ નોહતું કરતું, મારી પાસે ઘરની એક ચાવી હતી જ આથી મને બીજી કોઈ મુશ્કેલી નોહતી.

ટ્રેન આવતા હું મારી સીટ શોધીને બેસી ગઈ, મેં કાનમાં ઈયરફોન લગાવ્યા અને આંખ બંધ કરીને સીટ પર માથું ઢાળીને સોન્ગ સાંભળવા લાગી.

ટ્રેન અડધે પોહચી ત્યારે નિક્કીનો કોલ આવ્યો,"હેલો, નીક્કી"

"કોણ?" નવો નમ્બર હોવાથી નીક્કી મને ઓળખી ના શકી.

"હું પ્રીતું વાત કરું છું, આ મારો નવો નમ્બર છે."

"ઓહહ, પ્રીતું તું ક્યાં છે અને તારો નંબર કેમ બંધ આવતો હતો?"

"મારો મોબાઈલ ખરાબ થઈ ગયો હતો, હું ટ્રેનમાં છુ, સુરત આવું છું, વૈશ્વનો નંબર પણ બંધ આવે છે તારી કઈ વાત થઈ તેની સાથે?" મેં આતુરતાથી વૈશ્વ વિશે પૂછ્યું.

"તું આવ પછી આપણે નિરાંતે વાત કરીએ, સ્ટેશન આવે એટલે મને ઇન્ફોર્મ કરજે હું તને લઈ જઈશ" નીકકીએ વાત ત્યાં જ અટકાવી દીધી.

"ઓકે, બાય" નીક્કી સાથે વાત થવાથી મને થોડી રાહત થઈ.

સ્ટેશન પર ઉતરીને મેં નિકકીને કોલ કર્યો, દસ મિનિટમાં નીક્કી મને લેવા પોહચી ગઈ, અમે બન્ને ઘરે આવ્યા, હું નાહીને ફ્રેશ થઈ અને અમે નાસ્તો કરવા બેઠા.

"નીક્કી તારી વૈશ્વ સાથે કોઈ વાત થઈ છે?" મેં નિકકીને પૂછ્યું.

"પહેલા નાસ્તો તો કરી લે, પછી વાત કરીએ" મેં ચૂપચાપ નાસ્તો કરવા લાગ્યો.

"નીક્કી, શુ થયું કેમ તું ચૂપ છે?" નિકકીનું મૌન મને અકળાંવતું હતું આથી નાસ્તો પૂરો કર્યા પછી મેં તરત જ તેને સવાલ કર્યો.

"વૈશ્વ અમેરિકા જતો રહ્યો છે" નીકકીએ ચુપ્પી તોડતા કહ્યું.

(ક્રમશઃ)

જો તમને સ્ટોરી પસંદ આવે તો રેટિંગ અને કમેન્ટ્સ ચોક્કસ આપજો.

Thank you
                 - Gopi Kukadiya.