TRAPPED - THE FINAL WAR in Gujarati Short Stories by Dr Sagar Ajmeri books and stories PDF | ટ્રેપ્ડ : ધ ફાઇનલ વૉર

Featured Books
Categories
Share

ટ્રેપ્ડ : ધ ફાઇનલ વૉર

ટ્રેપ્ડ : ધ ફાઇનલ વૉર

રાજસ્થાન બોર્ડરથી ઘરે આવતા ટ્રેનમાં લેફ્ટેનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપસિંહને છાયા શર્મા નામની સ્વરૂપવાન સ્ત્રી મળ્યા પછી બંને વચ્ચે લાગણીનો તંતુ જોડાયો. સર્જીકલ સ્ટ્રાઇક માટે સૂર્યપ્રતાપસિંહને તાત્કાલીક દિલ્હી જવાનું થયુ. 29 સપ્ટેમ્બર, 2016ના દિવસે પાકિસ્તાન વિરુધ્ધ કરેલા સર્જીકલ સ્ટ્રાઇકમાં તેમને ટેરેરીસ્ટ્સ બંધક બનાવી એક્સ્ટ્ર્રીમ ટોર્ચરથી પૂછપરછ કરે છે, પરંતુ સૂર્યપ્રતાપસિંહ દરેક ટોર્ચરને સહન કરી એક શબ્દ પણ બોલતા નથી. છેવટે તેમની પૂછપરછ કરવા આ ટેરેરીસ્ટ ગ્રુપની હેડ – કોઇ લેડી આવે છે, જે બીજું કોઇ નહીં પણ છાયા જ હોય છે. સૂર્યપ્રતાપસિંહને આ જોઇ ઘણો આઘાત લાગે છે. છાયા તેમની જણાવે છે કે સૂર્યપ્રતાપસિંહ સાથેની તેની મુલાકાત અને દરેક બાબત તેમના પ્લાનનો જ એક ભાગ રહ્યો છે. આ સાથે દેશની મોટી બેંકમાંથી તેમના ટેરેરીસ્ટ ગ્રુપના એકાઉન્ટમાં 10 મિલીયન ડૉલર્સ ટ્રાન્સફર કરાશે જેનો ઉપયોગ દેશની યુવા પેઢીને ભયાનક ડ્રગ્ઝની આદતમાં ખતમ કરવા કરાશે. ડ્રગ્ઝના ડોઝને કારણે સૂર્યપ્રતાપસિંહ અસહાય બની બેહોશ જેવી સ્થિતિમાં રહ્યા હતા. ટેરેરીસ્ટ ગ્રુપના એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા રૂપિયા મેજર સૂર્યપ્રતાપસિંહની બહાદુરીથી રોકાય જાય છે. ટેરેરીસ્ટ સાથે ભારે મારધાડ કરી મેજર સૂર્યપ્રતાપસિંહ ગમે તેમ કરી ઇંડિયન આર્મીને પોતાના સ્થળનું લોકેશન પહોંચાડવામાં સફળ રહે છે, પરંતુ છાયા મેજર પર પાંચેક ગોળીઓ મારી તેમને ગંભીર ઘાયલ કરી ભાગી છૂટે છે. મેજરને બચાવવા આવેલી ઇન્ડિયન આર્મીના ઘણા પ્રયાસો કરવા છતાંયે મેજર છાયાના છેલ્લા શબ્દો “ઇટ્સ ઓલ ઇન ફેટ” યાદ કરતા વીરગતિ પામે છે. મૃત્યુ પહેલા મેજર પોતાના ભાઇ સ્કૉડ્રન લીડર રાજવીરસિંહને માત્ર છાયાનું નામ જ જણાવી શકે છે. પોતાના ભાઇના મૃત્યુનો બદલો વાળવા સ્કૉડ્રન લીડર રાજવીરસિંહ મનોમન કોઇ અલગ યોજના ઘડી રહ્યા છે. હવે આ વાર્તાનો અંતિમ ભાગ માણીએ...

“વ્હાઇ કાન્ટ યુ અન્ડરસ્ટેન્ડ..? આઇ કાન્ટ ડુ ઇટ.!” ડિફેન્સ મીનીસ્ટ્રીના જોઇન્ટ સેક્રેટરી ઋષિકેશ ભટ્ટાચાર્યએ સ્કૉડ્રન લીડર રાજવીરસિંહને સમજાવતાકહ્યું.

“ઇવન ઇફ યુ નો ધેટ સમ બાસ્ટર્ડ પોલીટીશીયન સપોર્ટેડ ધેટ સ્લીપર સેલ..?” ગુસ્સામાં લાલચોળ રાજવીરસિંહ તાડૂકતા બોલ્યો.

“યસ...આઇ કાન્ટ ગીવ યુ એની પરમીશન ટુ ઇન્ક્વાયર ડીફેન્સ મીનીસ્ટર..!” ઋષિકેશ ભટ્ટાચાર્યએ સમજાવતા કહ્યું.

“ધેન હેલ વીથ યોર જોબ.....આઇ’મ રીઝાયનીંગ ધિસ જોબ..!” રાજવીરસિંહે સાફ શબ્દોમાં ઉત્તર આપ્યો.

“તુમ યે ક્યા કર રહે હો, પતા હૈ..? અપને શહીદ ભાઇકી શકીદી કો ઝાયા મત કરો..!” ઋષિકેશ ભટ્ટાચાર્યએ ફરી સમજાવતા કહ્યું.

“શહીદી..? આપ કે લીયે શહીદી ક્યા હૈ..? દો દીન ટી.વી. પે ડીબેટ, ન્યુઝ પેપેરમેં શ્રધ્ધાંજલી કા ફોટો ઔર એક હપ્તે કી કેન્ડલ લાઇટ રેલીયા..? મેરે ઘરપે આજ ભી મેરે મા બાપ મેરે ભાઇકે ઇન્તેઝારમેં નજરે લગાયે બૈઠે હૈ... ઉન્હે લગતા હૈ કી કહીં સે કોઇ ચમત્કાર હોંગા ઔર ઉનકા બેટા વાપીસ આ જાયેંગા..!” રાજવીરસિંહની આંખમાં આંસુ ઉભરાયા.

“લેકીન હમને જો હો સકે વો કીયા..” ઋષિકેશ ભટ્ટાચાર્યની વાત અધવચ્ચે કાપી રાજવીરસિંહે ગુસ્સામાં તાડૂકતા જવાબ આપ્યો, “ક્યા કીયા..? અરે હા....યાદ આયા...યે લીજીયે આપકા ભેજા હુઆ પાંચ લાખ કા ચેક...આપ કે લીયે મેરે ભાઇ કી જીંદગી કી કિમત પાંચ લાખ હી થી ના...લેકીન જબ તક મૈં ઉસ સભી સ્લીપર સેલકો ખતમ ના કરા દૂં ઔર ઇસકે પીછે કામ કરતે પોલીટીશીયન કો બીચ રાહ કાટ ના દૂ, મુજે ચૈન નહીં મીલેંગા..!” સાફ શબ્દોમાં બોલી રાજવીરસિંહ જોબ છોડી ઑફીસની બહાર નીકળી ગયો.

બીજી સવારે સ્કૉડ્રન લીડર રાજવીરસિંહે રીઝાઇન આપ્યાની ખબર દેશના દરેક ન્યૂઝ પેપર્સમાં ચમકી રહી. તે દિવસ પછીથી રાજવીરસિંહનું કાયમી ઠેકાણું અલગ અલગ શરાબના બાર્સ બની રહ્યા. એક સમયે કાયમ એરફોર્સના યુનિફોર્મમાં સજ્જ કાયમ ડિસીપ્લીન્ડ રાજવીરસિંહ આજે ક્યાંક ક્યાંકથી ફાટેલા કપડામાં દાઢી ચઢી ગયેલા ચહેરા પર લઘરવઘર વાળ સાથે કાયમ મોંમાં શરાબની ગંદી બદબો સાથે ક્યાંય લથડિયા મારતા જોવા મળતા. તેની ઓળખ જ સાવ બદલાઇ ગઈ હતી અને સામાન્ય માણસ તેને માત્ર એક દારૂડિયા તરીકે જ ઓળખવા લાગ્યા. પોતાના ભાઇના મૃત્યુ પછીથી ઘણા જોશીલા અને બહાદુર એવા રાજવીરસિંહની આવી હાલત થશે તે કોઇએ સ્વપ્નમાં પણ વિચાર્યું ના હતું.

એક ઢળતી સાંજે કાયમની આદત મુજબ દિલ્હીના એક બારમાં ચીક્કાર દારૂના નશામાં રાજવીરસિંહ લથડિયા ખાઇ રહ્યો હતો. તેની આસપાસ શરાબની મહેફિલ માણતા કેટલાક સ્ત્રી પુરુષો તેની તરફ ઘૃણાની નજરે જોઇ રહ્યા. રાજવીરસિંહની સામેના ટેબલ પર એક યુવતી માથા પર બ્લેક સ્ટૉલ ઓઢી રાખી શાંત બની રાજવીરસિંહને જોઇ રહી હતી. રાજવીરસિંહે પણ ઘેરાયેલી લાલચોળ આંખે તેની તરફ જોઇ રહેલી આ યુવતી તરફ એક નજર ધ્યાન આપ્યું.

“દેખો ના યે બેવડા...કહાં કહાં સે આ જાતે હૈ ઐસે..!” હાથમાં વાઇનના ગ્લાસ સાથે એક સોફેસ્ટીકેટેડ દેખાતા યુવાને રાજવીરસિંહ તરફ ઇશારો કરતા સાથી મિત્રોને કહ્યું.

“અરે તુમને પહચાના નહીં ઇસે..?” બારટેન્ડરે વચ્ચે વાતમાં માથું મારતા પૂછ્યું.

“કૌન હૈ યે બેવડા..?” તે યુવાન સાથે પાર્ટી માણતી એક યુવતીએ સામે બારટેન્ડરને સવાલ કર્યો.

“યે વો એરફોર્સ વાલા રાજવીરસિંહ હૈ, જીસકા ભાઇ શહીદ હો ગયા થા..!” બારટેન્ડરે રાજવીરસિંહની ઓળખ આપતા કહ્યું.

“એક ભાઇને દેશ કે લીયે અપની જાન ન્યોછાવર કી, ઔર યે દૂસરા બેવડા દેશકા નામ મીટ્ટીમેં મીલા રહા હૈ...!” સામે યુવાને વાત ઉમેરી. આ વાત ટેબલ પર માથું ઢાળી પડેલા રાજવીરસિંહના કાન સુધી પહોંચી. પેલી બ્લેક સ્ટૉલ ઓઢેલી યુવતી પણ આ જોઇ રહી હતી.

“સુના હૈ ઇસને સામને સે રીઝાઇન રખ દીયા થા...સાલા ડરપોક...!” પેલા યુવાનની વાતમાં સાથે પાર્ટી માણતી યુવતીએ ટાપસી ઉમેરતા કહ્યું. આ શબ્દો રાજવીરસિંહના કાને અથડાયા કે તરત તે બૂમ પાડતો ઊભો થયો.

“કૌન હૈ જો મુજે ડરપોક બોલ રહા હૈ..?” હાથમાં વાઇનની ખાલી બોટલ લઈ લથડિયા ખાતો રાજવીરસિંહ પાર્ટી માણતા આ યંગ ગ્રુપ તરફ ધસ્યો. ઘડીવારમાં બારમાં ધમાચકડી મચી ગઈ. દારૂના નશામાં ડૂબેલા રાજવીરસિંહ અને પેલા યુવાનો વચ્ચે સંઘર્ષ થયો. આ મારામારીમાં પેલા યુવાનોએ રાજવીરસિંહને ધક્કો મારતા તે દૂર ફેંકાયો. બીજા કેટલાક યુવાનો પોતાના મોબાઇલમાં આ આખા દ્રશ્યના વીડિયો રેકોર્ડિંગ અને ફોટોગ્રાફી કરતા રહ્યાં. નીચે પડ્યા પછી જાતે ઊભા થવા પણ અક્ષમ રાજવીરસિંહને બારના મેનેજરે બહાર ગેટથી બાઉન્સર્સને બોલાવી બાર બહાર હડસેલાવ્યો. પેલા બાઉન્સર્સે રાજવીરસિંહને બારના ગેટ બહાર રીતસર ફંગોળી ફેંકતા તે બહાર વરસાદના કારણે ભરાયેલા પાણીના ખાબોચીયામાં જઈ પડ્યો. ચીક્કાર દારુના નશામાં તેને કંઇ જ ભાન ના હતું કે તે ક્યાં અને કેવી સ્થિતીમાં પડ્યો છે.

આંખો પર સૂરજનો પ્રકાશ પડતા આરમદાયક બેડ પર સૂતેલા રાજવીરસિંહની આંખો ખૂલી. આંખ પર સૂર્યનો પ્રકાશ આવતા તેમણે પોતાની આંખ નાની કરી, ત્યાં જ સામેથી કોઇએ આડશમાં આવી બારીથી આવતા સૂર્યના પ્રકાશને રોક્યો અને તે વ્યક્તિએ બારી તરફ ચાલી બારીનો પરદો સરખો લકર્યો જેથી રાજવીરસિંહની આંખો પર સૂર્યનો પ્રકાશ ના પડે. રાજવીરસિંહ પણ પોતાને આ અલગ જગ્યાએ જોઇ આશ્ચર્યમાં પડ્યો. તેણે જોયું કે તે પોતે એક આલીશાન રૂમમાં બેડ પર સૂતો હતો. હજુ રાજવીરસિંહનું માથુ હેંગઓવરને કારણેભમી રહ્યું હોય તેમ લાગ્યું. તેની સાથે રૂમમાંની વ્યક્તિને તેણે ક્યાંક જોઇ હોય તેવું રાજવીરસિંહને લાગ્યું. તેને અચાનક યાદ આવ્યું કે આ વ્યક્તિ બીજું કોઇ નહીં પણ પાછલી રાતે તે જે બારમાં દારૂના નશામાં ચકચૂરા હ્તો ત્યારે એક તરફ્થી તેની તરફ તાકીને જોઇ રહેલી બ્લેક સ્ટૉલ ઓઢેલી યુવતી જ હતી.

જેવી પેલી યુવતી રાજવીરસિંહ માટે લેમન ટી લઈ નજીક આવી તો રાજવીરસિંહ ઘડીભર આસપાસનું સર્વસ્વ ભૂલી જઈ બસ તે યુવતીને જ જોઇ રહ્યો. આશરે તેત્રીસેક વર્ષની આ યુવતી અણિયારી આંખે સ્મિત ફરકાવતી રાજવીરસિંહને જોઇ રહી. રાજવીરસિંહ આ યુવતીના દૂધથી ઉજળા વર્ણ, તેજથી ભરેલી અણીદાર આંખો, લાંબા રેશમી વાળ, ઘાટીલુ શરીર આ બધું નિ:શબ્દ બની જોઇ રહ્યા. જે રાજવીરસિંહ તરફ સામાન્યતય બધાની ઘૃણા અને તીરસ્કારભરી નજર રહી તેની તરફ આ યુવતી આટલી મીઠાશ અને પ્રેમભરી દ્રષ્ટિથી જોઇ રહી હતી. રાજવીરસિંહ ક્ષણભર જાણે આ સ્વરૂપવાન મેનકાથી મોહિત બની ગયો હોય તેમ એકીટશે તેને જોઇ રહ્યો.

“અગર આપ કા યું દેખના હો ગયા હો, તો ચાઇ લેંગે..?” શરમ સાથે મીઠું હાસ્ય વેરતા યે સ્વરૂપવાન યુવતી બોલી.

“હાં, હાં...ક્યું નહીં..!” પોતાની ચોરી પકડાઇ ગઈ હોય તેમ ખસીયાણા ચહેરે રાજવીરસિંહે તે મેનકાના સૌંદર્યપાનને અધવચ્ચે અટકાવતા કહ્યું. હાથમાં ચાનો કપ લેતા રાજવીરસિંહે સામે સવાલ કર્યો, “વૈસેઆપ કૌન હૈ..? ઔર મુજે યહાં કહાં લાયે..? આપ કા નામ..?”

“અપ બડે બેસબ્ર હો... અભી તો મિલે હૈ કી ઇતને સારે સવાલ..!” અણિયારી આંખોને જરા નાની કરી હળવા છણકા સાથે તે યુવતી બોલી. વધુમાં તે ફરી બોલી, “આપ ફિલહાલ હમારે મહેમાન હો, બસ ઇતના કાફી નહીં હૈ..? વૈસે મેરા નામ કામિની હૈ. કામિની પટેલ..!”

“આપ ભી ગુજરાતી હો..?” પેલી યુવતીની અટક સાંભળતાવેંત રાજવીરસિંહે સવાલ કર્યો.

“હાં...બાય બર્થ ગુજરાતી, લેકીન યહાં ડેલ્હીમેં હી સેટલ્ડ હૂં... ઔર આપને પૂછા અઅપ ભી ગુજરાતી મતલબ..?” કામિનીએ રાજવીરસિંહની પાસે ચેર પર બેસતા સામે પૂછ્યું.

“મતલ બકી મૈં ભી ગુજરાત સે હી હૂં...બહોત ટાઇમ કે બાદ કોઇ ગુજરાતી મીલા મુજે...વૈસે જ્યાદાતર લોગ મુજે શરાબી યા બેવડા કહકર ધક્કા દેતે હૈ...આપને કલ રાત સબ દેખા હી હોંગા..!” જરા શરમ સાથે નીચે નજર ફેરવતા રાજવીરસિંહે આગળ આગળ સવાલ કર્યો, “તો આપને મુજે યહાં અપને ઘરમેં લા કર મેરી મહેમાનનવાઝી કરને કા અહેસાન ક્યોં કીયા..?”

“જનાબ, આપને તો હમારી કદ્ર કો અહેસાન નામ દે કે બદનામ કરા દીયા..! મૈં આપકો જાનતી હૂં કી આપ ઇસ મુલ્ક કે એક ઇમાનદાર ફૌજી...” કામિનીની વાત અધવચ્ચે અટકાવતા રાજવીરસિંહે જરા ગુસ્સામાં કહ્યું, “નામ મત લીજીયે ફૌજી શબ્દ કા...નફરત કરતા હૂં મૈં ઇસ સબ સે...ઇસને મેરા સબ કુછ છીન લીયા..!” એક સમયનો દેશભક્ત આર્મીમેન આજે દેશભક્તિના નામ માત્રથી નફરત કરવા લાગ્યો. રાજવીરસિંહના મોં પર પોતાની આંગળી પ્રેમપૂર્વક મૂકી કામિનીએ તેને ચૂપ કર્યો. ઘડીભરની જ મુલાકાતમાં તે સ્વરૂપવાન અપ્સરા જેવી યુવતીના કોમળ સ્પર્શથી ગુસ્સો ક્યાંય ભૂલી ગયો.

“યે સબ બાતે છોડીયે... જો કુછ હોતા હૈ અચ્છે કે લીયે હી હોતા હૈ...દેખીયે ના કલ રાત આપકો ઉસ બારમેં દેખા, ઔર વો સબ હુઆ તભી આજ આપ મુજે ઇસ તરહ મીલે ના....યુ નો, ઇટ્સ ઓલ ઇન ફેટ..!” કામિનીના આ શબ્દો સાંભળતા આંખોમાં અલગ તેજ સાથે રાજવીરસિંહ તેની તરફ તાકી રહ્યો. રાજવીરસિંહના મનમાં પોતાના શહીદ ભાઇ સૂર્યપ્રતાપસિંહની લખેલી પર્સનલ ડાયરીના એક એક પાના ઉલટવા લાગ્યાં.

“વૈસે દેખા જાયે તો મુજે ભી ઇસ કંટ્રીકે પોલીટીક્સ સે બહુત નફરત હૈ.... હમ દોનો કે ખયાલાત કાફી મીલતે હૈ..!” કામિનીએ પોતાના મનની વાત સાફ શબ્દોમાં કરી.

“નફરત તો મુજે ભી બહોત હૈ, લેકીન ક્યા કરા સકતા હૂં..!” પોતાઈ વિવશતા બતાવતા રાજવીરસિંહે કામિનીને કહ્યું.

“જનાબ, યે સબ બાતે બાદ મેં...અભી તો આપ બતાઇયે કી આપ કો મેરી મહેમાનનવાઝી પસંદ આઇ..?” કામિનીએ વાત ફેરવતા સવાલ કર્યો.

“બહુત પસંદ આઇ..!” રાજવીરસિંહે ચાનો કપ એક તરફ ટેબલ પર મૂકતા કહ્યું.

“ઔર મૈં..?” માદક અવાજમાં કામિનીએ નાનકડો પણ ભારે ભરખમ સવાલ કર્યો.

કામિનીના આ સવાલથી જરા ખચકાતા ખચકાતા હિંમત કરી કામિનીનો હાથ પકડી સાફ શબ્દોમાં રાજવીરસિંહે જવાબ આપ્યો, “બહુત બહુત જ્યાદા પસંદ આઇ..!”

કામિની અને રાજવીરસિંહની આ પહેલી મુલાકાતથી વધી ગયેલી નીકટતા દરેક નવી મુલાકાતોમાં વધતી રહી અમે તેમના વચ્ચે પ્રણયફાગ ખીલ્યો. કોઇ કોઇ વાર કામિની પોતાના હીસ્ટરી સબ્જેક્ટના રીસર્ચ માટે બેત્રણ મહિના વિદેશ જઈ આવતી ત્યારે પાછળ રાજવીરસિંહ તેની આતુરતાથી રાહ જોતો રહેતો. એકાદ વર્ષ પછી પોતાની સ્ટડી ટુરમાં કામિનીએ રાજવીરસિંહને પોતાની સાથે આવવા જણાવ્યું. બંને પહેલી વાર એકસાથે દુબઈ ફરવા ગયા. એકાદ મહિનાની આ વિદેશયાત્રા સ્ટડી ટુર કરતાં તેમનાં વચ્ચેની દરેક મર્યાદા તોડી સંબંધો બનાવવાની ટુર વધુ રહી. રાજવીરસિંહ પૂર્ણ રીતે કામિનીના પ્રેમમાં ગળાડૂબ બન્યો હતો.

દુબઈથી પરત ફરતા પહેલા કામિનીને સ્ટડી માટે કંદહાર આસપાસના સથળોની મુલાકાતે જવાનું હતું, જેમાં રાજવીરસિંહ તેની સાથે રહે છે. આ સ્થળોની મુલાકાતમાં અચાનક આ બંનેને કેટલાક ટેરેરીસ્ટ ઘેરી લઈ કેદ કરી કોઇ અજ્ઞાત સ્થળે લઈ જાય છે, જ્યાં રાજવીરસિંહને એક્સ્ટ્રીમ ટોર્ચર આપી ઇન્ડિયન આર્મી વિશે જાણવા નકામા પ્રયાસો કરાય છે. જ્યારે તે ટેરેરીસ્ટ્સને ખાતરી થઈ જાય છે કે રાજવીરસિંહ ઇન્ડિયન આર્મીથી સખત નફરત કરે છે તો રાજવીરસિંહ પર હિપ્નોટીઝમ અને માનસિક જોર આપી દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા સતત ચારેક મહિના ટોર્ચર કરાય છે. રાજવીરસિંહને દરેક સમયે કેદમાં રાખેલી કામિની બતાવી તેની સલામતીની ધમકી આપી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરવા માનસિક સજ્જ કરવામાં આવ્યો. રાજબીરસિંહને આ રીતે સજ્જ કરી કેટલાક ટેરેરીસ્ટ્સ ગ્રુપ્સ સાથે ભારતમાં એક્ટીવ સ્લીપર સેલની પ્રવૃત્તિઓ માટે કામિની સાથે ભારત પરત લાવવામાં આવ્યા.

તારીખ 14 ફેબ્રુઆરી, 2019. જમ્મુ કશ્મીરના પુલવામામાં સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સના જવાનોની ગાડી પર ટાર્ગેટ કરી આશરે 100 કિગ્રા એક્સ્પ્લોઝીવ સાથે સુસાઇડ બોમ્બરના હુમલામાં આશરે 40 જવાનો શહીદ થયાના બનાવે માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો. આ સમાચારથી રાજવીરસિંહનું લોહી પણ ઉકળી ગયું, પરંતુ તેના પરના અત્યાચાર અને કામિનીની સુરક્ષાને કારણે તે નિ:સહાય બની રહ્યો. સ્લીપર સેલ્સનો હવે પછીનો ટાર્ગેટ રાજવીરસિંહને સુસાઇડ બોમ્બર બનાવી દેશમાં તબાહી ફેલાવવાનો બન્યો.

“દેખો....યે વહી સબ લોગ હૈ જીસને તેરે ભાઇકી મૌત કો સીર્ફ એક ટી.વી. ન્યૂઝ બના દીયા...આજ વક્ત હૈ ઇન સબ કો સબક સીખાને કા....!” અંધિયાર રૂમમાં મોં પર કપડું ઢાંકી બાંધેલ રાજવીરસિંહને ટોર્ચર કરતા કોઇ બોલ્યુ.

“અગર તુને ઇસ કામ સે મના કીયા....તો તેરી કામિની મેડમ તો ગઈ...!” બીજા કોઇના અવાજ સાથે કામિનીની બૂમો પણ સંભળાઇ.

“પ્લીઝ કામિની કો કુછ મત કરના...મૈં સબ કરને તૈયાર હૂં..!” ભયાનક યાતના પછી રાજવીરસિંહ સ્લીપર સેલના ઇશારે કામ કરવા તૈયાર થયો. તે દિવસથી રાજવીરસિંહ સ્લીપર સેલના આ ભયાનક પ્લાનમાં જોડાયો. સ્લીપર સેલનો પ્લાન પુલવામા હુમલા કરતા પણ ભારે હુમલાનો બન્યો, જે માટે દેશના સંરક્ષણ વિભાગ સાથે જોડાયેલા કેટલાક અધિકારી પણ આ પ્લાનમાં જોડાયેલા હોવાનું રાજવીરસિંહે જાણ્યું. આ પ્લાનની આગલી રાતે રાજવીરસિંહના રૂમમાં કોઇ અલગ પગરવ સંભળાયો. અંધિયારા રૂમમાં આ નવા પગરણને રાજવીરસિંહ પારખી ગયા હોય તેવો અંદેશો થયો. અંધિયારા રૂમમાં મોં ઢાંકી કોઇ યુવતી આવી.

“રાજવીરસિંહ, બસ યહ એક આખરી કામ હી કરના હૈ...બાદ મેં કુછ નહીં....ઔર ઇસે પર્સનલ મત લેના, ક્યોંકી ઇટ્સ ઓલ ઇન ફેટ..!” કોઇ અજાણી યુવતીના મોંથી જાણીતા શબ્દો સાંભળી રાજવીરસિંહ મૌન બની બેસી રહ્યો. તે યુવતીના ચાલ્યા ગયા પછી મોડી રાત્રે આ બિલ્ડીંગમાં લાઇટનો મોટો ફોલ્ટ થતાં એકાદ કલાક ભારે ભાગદોડ મચી ગઈ. રાજવીરસિંહને સાચવીને રાખેલા આ સેન્ટર પર આ સ્લીપર સેલના લગભગ બધાં જ ટેરેરીસ્ટ્સ હાજર રહ્યા હતા. વહેલી સવારે ખભે ભારેભરખમ જેકેટ પહેરાવી રાજવીરસિંહને કેટલાય દિવસો પછી બહાર કાઢવામાં આવ્યો.

“અબ બતાઓ, તુમ્હે ક્યા કરના હૈ..?” રાજવીરસિંહનું બ્રેઇન વૉશ કરનાર સાઇકીયાટ્રીકે રાજવીરસિંહને સવાલ કર્યો.

“મુજે આપને જહાં બતાયા હૈ, વહાં જાના હૈ....ઔર ઇસ જેકેટમેં આપને બતાયા હુઆ બટન પ્રેસ કરના હૈ..!” યાંત્રિક ભાષામાં હિપ્નોટાઇઝ્ડ રાજવીરસિંહે સામે જવાબ આપ્યો. પોતાની યોજના સંપૂર્ણ રીતે સફળ થતી જોઇ તમામ ટેરેરીસ્ટ્સ અને તેમના આકા ખુશખુશાલ થઈ ગયા. લગભગ એક સાથે ત્રણેક મોટી બિલ્ડીંગ ઉડાવી શકે તે ક્ષમતાનો વિસ્ફોટક જથ્થાવાળો જીવીત બોંબ રાજવીરસિંહને બનાવ્યો હતો. યોજના મુજબ રાજવીરસિંહને એકલી પેલી મોં બાંધેલી યુવતી જ પોતાની સાથે ગાડેમાં બેસાડી નિર્ધારીત કરેલા સ્થળે લઈ જવા નીકળે છે.

“એક ભાઇને દેશ કે લીયે શહીદી કૂબૂલ કી, ઔર યે દૂસરા એક ટેરેરીસ્ટ હો ગયા...વાહ ક્યા ફેટ હૈ...સચ હી કહા હૈ...ઇટ્સ ઓલ ઇન ફેટ..!” મનોમન આ વિચારતી પેલી યુવતી ગાડી ડ્રાઇવ કરી રહી. ઘડીભર રાજવીરસિંહ માટે મનમાં કૂણી લાગણી આવતા થોડે દૂર જઈ ગાડી થંભાવી તે યુવતી રાજવીરસિંહ સામે જોઇ રહી. છેલ્લા ઘણા દિવસોથી અહીં કેદ રાજવીરસિંહ માત્ર એક મશીન માફક કોઇ જ હાવ ભાવ કે એક્સ્પ્રેશનવિહીન દેખાતો હતો, જેના ચહેરા પર આજે કોઇ અકળ્ય ભાવ ઉપસી રહેલો દેખાયો.

“એક સવાલ પૂછું..? તુમ કામિનીસે ઇતના જ્યાદા પ્યાર કરતે હો..?” રાજવીરસિંહની આંખોમાં તાકી રહી તે યુવતીએ સવાલ કર્યો. ઘણા સમયથી રાજવીરસિંહની ભીરુ દેખાતી આંખોમાં આજે અલગ જ તેજ ઉપસી આવ્યું. તેના ભાવવિહીન ચહેરા પર હળવું સ્મિત ફરક્યું. કોઇ હિપ્નોટાઇઝ્ડ વ્યક્તિમાં જે ક્યારેય શક્ય ના બને તેવા ફેરફાર આજે રાજવીરસિંહમાં જોઇ તે યુવતી ઘડીભર અવાક બની રહી.

“પ્યાર..? યે પ્યાર નહીં, ફેટ હૈ.... યુ નો ઇટ્સ ઓલ ઇન ફેટ....કામિની..!” રાજવીરસિંહે પેલી યુવતીની આંખમાં આંખ પરોવી સાફ શબ્દોમાં કહ્યું. હિપ્નોટાઇઝ્ડ રાજવીરસિંહના મોંથી આમ પોતાને ઓળખી જઈ નામ બોલાયેલ સાંભળી પેલી યુવતી સચેત બની અને તરત જ ગાડીમાં રાખેલી પીસ્ટલ રાજવીરસિંહ તરફ તાકતા બોલી, “તુમ્હે યે કૈસે પતા ચલા..? તુમ તો હિપ્નોટાઇઝ્ડ...!”

“યાર, અબ તો ચહેરા મત છૂપાઓ..!” રાજવીરસિંહે ડ્રાઇવર સીટ પાસેની સીટ પર શાંતિથી બેઠા બેઠા કહ્યું. પેલી યુવતીએ મોંથી પરદો હટાવ્યો. તે જ કામિની હતી..!

“આઇ લવ યુ કામિની...તુમ્હે કામિની કહું....યા છાયા શર્મા કહું...યા ફીર કોઇ ઔર ભી નામ હૈ તુમ્હારે...?” રાજવીરસિંહના મોંથી બોલાયેલા આ શબ્દો સાંભળતા જ જાણે પેલી યુવતીના પગ તળે જમીન ખસી ગઈ. રાજવીરસિંહ તેને જાણતો જ હતો..? આ વિમાસણભર્યા સવાલના વિચારમાં ગૂંચાયેલી તે યુવતી બે ઘડી ધ્રુજી ઊઠી.

“મતલબ...તુમ્હે સબ પતા....મગર કૈસે....યે પ્લાન તો હમારા.....તુમ...!” થોથવાતા શબ્દે તે યુવતી મનની મૂંઝવણ રજૂ કરવા મથે છે.

“યે પ્લાન સીર્ફ મેરા હી રહા હૈ...ધીસ ટાઇમ નોટ મી....બટ યુ આર ટ્રેપ્ડ. ઔર હા, એક ઔર સરપ્રાઇઝ....વૈસે તુમ મુજે સચ્ચા પ્યાર કરતી હી હો...તો મેરે સાથ મરને કો તૈયાર ભી હો ના...!” બોલતા રાજવીરસિંહે પોતાના જેકેટમાં લગાડેલ બટન હાથમાં લેતા કહ્યું.

“યે....યે...ક્યા પાગલપન હૈ...? ક..ક..ક્યા કરતે હો યે...? છોડો યે બટન...અગર યે પ્રેસ કર દીયા તો...તો હમ દોનો કે ટુકડે ટુકડે હો જાયેંગે...!” તે યુવતીએ ગભરાતા ગભરાતા રાજવીરસિંહને કહ્યું.

“અબ જબ પ્યાર કીયા હૈ, તો નિભાના ભી પડેંગા...ચલો તો સાથ મરતે હૈ....રેડી...સ્ટેડી...એન્ડ ગો...!” રાજવીરસિંહના બોલાયેલા શબ્દે પેલી યુવતી બીકથી આંખો બંધ કરી નાખે છે. રાજવીરસિંહ પોતાના જેકેટનું બટન દબાવી દે છે અને ધડામ....! એક ખૂબ જ મોટો ધડાકો સંભળાય છે. આખો વિસ્તાર આ ધડાકાથી ધ્રુજી ઊઠે છે. રાજવીરસિંહના ખડખડાટ હાસ્યાની ગૂંજ સાંભળી પેલી યુવતી પોતાની બંધ કરેલી આંખો ખોલે છે.

“સરપ્રાઇઝ...!” બોલતા રાજવીરસિંહ સ્લીપર સેલ્સની બિલ્ડીંગ કે જ્યાં તેને કેટલાયે દિવસોથી કેદ રખાયેલો તે તરફ ઇશારો કરતા બોલે છે. વાસ્તવમાં પાછલી રાતે રાજવીરસિંહે ઇલેક્ટ્રીસીટી ફેઇલ કરી તે સમયે તેના માટે રેડી કરાયેલ એક્સ્પ્લોઝીવ આ બિલ્ડીંગમાં પ્લાન્ટ કરી દીધેલા, જેથી અત્યારે જેકેટનું બટન દબાવતા ખૂબ મોટા ધડાકા સાથે તે આખી બિલ્ડીંગ તૂટી પડી. ઘડીભરમાં વાસ્તવિકતાનો ખ્યાલ આવતા તે યુવતી રાજવીરસિંહ તરફ ફરી, પણ તેને હવે ખ્યાલ આવ્યો કે તેના હાથમાં રહેલી પીસ્ટલ હવે સામે પક્ષે રાજવીરસિંહ પાસે પહોંચી ગઈ.

“એક ધમાકે સે ઇતની ડર ગઈ કી અપની ગન હાથો સે ગીરા દી..!” હળવા સ્મિત સાથે રાજવીરસિંહે કહ્યું.

“દેખો રાજવીરસિંહ...મૈં સચ મેં તુમ્હે બહુત પ્યાર..” ધડામ અવાજ સાથે રાજવીરસિંહ તરફ પેલી યુવતીએ લંબાવેલા હાથ પર રાજવીરસિંહે એક ગોળી ધરબી. મોટા આહ સાથે તે યુવતી ગાડીના ડોર સાથે અથડાઇ. ખભે ગોળી વાગતા લોહીની ધાર તે યુવતીના હાથ પર રેલાવા લાગી. ગાડીમાંથી બહાર નીકળી તે રાજવીરસિંહ તરફ આવવા કરે કહ્હે, ત્યારે રાજવીરસિંહ પણ ગાડીમાંથી બહાર નીકળી તેની તરફ પીસ્ટલ તાકતા ઊભો રહ્યો.

“તુમ્હારે મુંહ સે પ્યાર લબ્ઝ અચ્છા નહીં લગતા..! ક્યા બીગાડા થા મેરે ભાઇ ને જો તુમને ઉન્હે ધોકે સે મારા..? ક્યા બીગાડા થા મેરે નૌજવાનો ને જો ઉનકી પીઠ પે વાર કરા કે માર ગીરાયા..?” ગુસ્સાભર્યા અવાજે રાજવીરસિંહે તે યુવતીને કહ્યું.

“મૈં તુમ્હે સબ સચ બતાઉંગી...યે હમ કુછ નહીં કરતે, લેકીન હમારે બોસ જો .........મેં હૈ વો સબ કરવાતે હૈ...ઔર ઇસ મેં તુમ્હારે મુલ્ક કે કઈ લોગ ઔર ભી શામીલ હૈ..!” તે યુવતીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું.

“મુજે પતા હૈ...હમારે કુછ કમીને બીકાઉ ના હોતે તો કીસી કી ઔકાત નહીં કી હમારે દેશ કી ઔર આંખ ઉઠાકર ભી દેખ સકે...!” ગુસ્સામાં રાજવીરસિંહે વ્યથા ઠાલવતા કહ્યું.

“મૈં હમેશા તુમ્હારે સાથ રહૂંગી...મુજે અપને આગોશ મેં સમા લો...આઓ..!” પોતાના નશીલા અંદાજમાં રાજવીરસિંહને લલચાવતા આગળ વધતા તે યુવતી બોલી.

ધડ....ધડ...ધડ...ધડ.. તે યુવતી તરફ તાકેલી પીસ્ટલમાંથી રાજવીરસિંહે ધાણીફૂટ ગોળીઓ વરસાવી. તે યુવતી નીચે ઢળી પડી. લોહીના વહી જતા ખાબોચિયામાં પેડેલી તે યુવતી – છાયા શર્મા સદાય માટે આંખ મીંચી ગઈ. “કમિની, અભી ભી મુજે $%&$%$ બના રહી હૈ...!” બાકી રહેલીબે ગોળીઓ પણ છાયાના મૃતદેહ પર ધડામ...ધડામ કરી મારી રાજવીરસિંહ તે ગાડીમાં બેસી સડસડાટ રવાના થયો.

તારીખ 26 ફેબ્રુઆરી. સમય 12:00 કલાક. એરફોર્સ ગ્રાઉન્ડથી એક પછી ઇન્ડિયન એરફોર્સના એક કરતા 12 મીરાજ 2000 ફાઇટર પ્લેન સડસડાટ ઉડ્યા. તેમાંના એક પ્લેનમાં સવાર સ્કૉડ્રન લીડર રાજવીરસિંહ પણ સવાર હતા. ફાઇટર પ્લેનના વર્તમાન લોકેશન ડિટેક્ટર પર 34°27’48”N 73°19’08”E સ્થળ પાકિસ્તાનનો બાલાકોટ વિસ્તાર. એક પછી એક બારેય મીરાજ ફાઇટર પ્લેન્સથી છૂટેલી મીસાઇલ્સ નીચે વિસ્તારમાં સ્થિત ટેરેરીસ્ટ્સ હેડક્વાર્ટર્સને ધડાકાભેર ઉડાવતા માત્ર 2 કલાકમાં જ તે બધાંયે ફાઇટર પ્લેન્સ સહીસલામત ભારત તરફ પરત ફર્યા.આ ફાઇટર પ્લેન્સ પૈકી એક પ્લેન ક્રેશ થઈ તેમાં સવાર સ્કૉડ્રન લીડર રાજવીરસિંહ આતંકવાદ વિરુધ્ધની આ મોટી લડાઇમાં શહીદ થયાના સમાચાર સમગ્ર દેશના મીડીયામાં ફેલાયા. તે જ રાત્રે કોઇ અજ્ઞાત કારણોસર ડીફેન્સ મીનીસ્ટ્રી મંત્રાલયમાંના એક મંત્રીના સુસાઇડના અને બીજા એક મંત્રી અને અધિકારીની ગાડીના એક્સીડેન્ટમાં થયેલા મૃત્યુના સમાચાર પણ ચકચાર મચાવતા રહ્યાં, જેની તપાસ માટે કમીટી રચવામાં આવી.

એકાદ અઠવાડિયા સુધી શહીદ સ્કૉડ્રન લીડર રાજવીરસિંહને શ્રધ્ધાંજલિ આપવા દેશભરમાં ઠેરઠેર કેન્ડલ્સ રેલી અને વિવિધ કાર્યક્રમો થતા રહ્યા. સપ્તાહ પછીની વહેલી સવારે બૂર્ઝ ખલીફાના ટેરેસ પર લેપટોપમાં કંઇક કામ કરી રહી હાથમાં વરાળ નીકળતી કૉફીનો મગ રાખી એક પરિચિત અવાજ સાથે સામે છેડે સેટેલાઇટ ફોન પર કોઇ વાત કરી રહ્યું, “ઉન સભી કરપ્ટ ઑફીસર્સ કે ન્યુઝ દેખ લીયે...આઇ ફૂલફીલ્ડ માય પ્રોમીસ. નાઉ રેડી ફોર અનધર મીશન..!”

“થેંક યુ સર. એન્ડ આઇ’મ ઓલવેઝ રેડી ફોર ઓલ યોર ઓર્ડર. માય લાઇફ ઇઝ ફોર માય કન્ટ્રી..!” બોલતા કોલ કટ કરી ટેરેસની એક તરફ ઊભા થઈ નીચે નજર નાખતા આંખો પર ગોગલ્સ ચડાવી આત્મવિશ્વાસ સાથે સ્કૉડ્રન લીડર રાજવીરસિંહ રીસર્ચ એન્ડ એનાલીસીસ વીંગ એટલે કે રૉમાં પોતાની નવી ડ્યુટી માટે આગળ વધતા નજરે પડ્યા..!

**********