ઘસાયેલો હિરોઆ કેટલા મશીનમાંથી નીકળીને આવ્યો છે....?
ત્યારે રાણા ભાઇએ મને કહ્યું માત્ર એક જ..! અને ત્યારે અર્જુન મારો દોસ્ત બોલ્યો તો પણ આટલો ચળકતો કેમ...? રાણા ભાઇએ કહ્યું ફરીવાર બોલતો કંઈ સમજાયું નહીં...? ત્યારે જ વિનય બોલ્યો કે રાણાભાઇ...! આ ઘસાયેલો હીરો બહુ જ ચળકતો છે એટલે અમે પૂછીએ છીએ કે આ હીરો આવો ચળકતો હોવા છતાં માત્ર એક મશીનમાં જ...? જ્યારે રાણા ભાઈએ કહ્યું હા..
એક જ મશીનમાં પણ....!
તમે મને કેમ બધા એમ પૂછો છો એ પણ એટલા આશ્ચર્ય વડે...?
ત્યારે અર્જુન બોલ્યો કે રાણા કાકા તમે સમજ્યા નહીં તમે આ મનુષ્ય સૃષ્ટિને નિહાળી છે...?
રાણાભાઇ બોલ્યા કેમ મનુષ્યને અને હીરાને શું લેવા દેવા...?
ત્યારે વિનયે કહ્યું કે છે રાણાભાઇ છે...ને ! ત્યારે રાણાભાઇ કહ્યું શું છે...?
ત્યાં જ અર્જુન બોલ્યો રાણા કાકા મનુષ્ય અને હીરાને લેવા દેવા છે.
ત્યાં જ રાણા ભાઈએ કહ્યું....ચાલ બોલતો મનુષ્ય અને હીરાને શું લેવા દેવા છે...?
આમ કેટલી વાર થઇ છતાં પણ હીરાનો બાળકો અને રાણાભાઇ વચ્ચેનો હીરાનો સંવાદ ખૂટીયો જ નહીં...
ચાલ્યો........ચાલ્યો..........ચાલ્યો.........ચાલ્યો..........
આમ થતાં અચાનક જ એક સંત આવી પહોંચ્યા અને એ સંત પણ હીરાના સંવાદની વાતો સાંભળી રહ્યા હતા.
આ સંત હવે બધું જ સાંભળી ચૂક્યા હતા અને તે થોડા આગળ હાલિયા અને રાણાભાઇ અને બાળકો પાસે ગયાં.
અને આ સાંભળીને જ સંતે રાણાભાઈ ને કહ્યું કે હે.. ભાઈ તમે તો સમજું છો તમે આ બાળકોની વાત ન સમજ્યા કે શુું...?
આ જોઈને રાણાભાઇ એક ધ્યાન થઇ ગયા અને બોલી ઉઠ્યા શું સમજુ છે...?
મને કંઈ જ સમજાયું નહીં આ વાતને મારાથી દૂર ન રાખો અને મને કહો કે આ બધું મારા સાથે થઇ રહ્યું છે શું અને મને જણાવો કે તમે મને શું કહેવા માંગો છો...?
સંતે રાણા ભાઈને કહ્યું કે હે મૂર્ખ.....!
તું સમજે છે કે આ હીરો નિર્જીવ છે આ હીરો એ જંગમ નથી પણ મનુષ્ય એ જંગમ (સજીવ) છે.
રાણાભાઇ કહ્યું હા તો....?
અને ત્યાં જ સંત બોલી ઉઠ્યા તો સાંભળ આ એક હીરો નિર્જીવ હોવા છતાં એક જ મશીનમાં ચળકતો બને છે. પણ આ આપણી મનુષ્ય સૃષ્ટિ કેટલાય મશીનમાં એટલે કે કેટલાય અનુભવમાંથી પસાર થાય છે પરંતુ તે સમજતો (ચળકતો) નથી.
હવે સમજાયું કે શું....?
કે પછી તું જ ચળકતો નથી.
સંત ની આ વાત સાંભળીને રાણા ભાઇ ને પુરતી સમજ આવી ગઈ અને રાણાભાઇ સંત ને ગુરુ અને ત્રણેય બાળકો ને વડીલો સમજ્યાં.
અને અંતે રાણાભાઇ એ કહ્યું કે તમે મને કેટલાક સમયથી સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા પણ હું મૂર્ખ સમજતો જ ન હ્તો એટલે મને માફ કરજો. અને હું ગુરુજી આપ પાસે પણ માફી માંગુ છું કારણ કે આપે પણ મને બહું સમજાવ્યો અને મને જ્ઞાન આપ્યું તે બદલ આપનો પણ હું આભારી છું.
આમ રાણાભાઈ એ આ બોલતાંની સાથે જ બધા પણ ઊઠયાંં કે ના રાણાભાઈ તમારે કોઇ માફી માંગવાની જરુર નથી પણ તમે..... ખાલી આ સાનને ન સમજ્યાં તેટલી જ તમારે ભુલ થઇ છે અને 'માણસ માત્ર ભુુુલને પાત્ર' તે ખરેખર સત્ય છે એ તો થાય જ તેમાં તમારો કોઈ દોષ નથી.
બધાં બોલ્યા કે આપણે તો ખાલી આમા નિમિત રૂપ જ બન્યાં છીએ પણ સમજ્વાનું ખાલી એટલું જ છે કે એક હીરો નિર્જીવ હોવા છતાં પણ એક વાર ઘસાયે ચળકતો બની જાય છે પણ આ સજીવ એવો માનવી જ ખાલી એવો છે જે વારંવાર ઘસાય છે અર્થાત અનુભવ કરે છે છતાં પણ સમજી શકતો નથી આ સાથે જ વાર્તા નો સુઃખદ અંંત થાય છે.
લેખક: ~ નિરજ મહેતા 'રાગ' 'સંદિપ'