હાઈ ડીયર રીડર્સ....સ્ટોરી માં આટલો બધો સાથ સહકાર આપવા ખુબ ખુબ આભાર... આશા રાખું છું કે આગળ પણ આવો જ સાથ સહકાર મળી રહે...
હવે આગળ......
અરમાને ટિકિટ્સ તો બુક કરાવી નાખી પણ એ ખુબ મોટી દુવિધા માં હતો. થોડીવાર વિચાર કર્યો પણ કઈ હલ ના નીકળતા ફ્રિજ માંથી ઠંડા પાણી ની બોટલ નીકાળી ને પાણી પીધું મગજ શાંત કરવા માટે..... પછી તેને વિચાર્યું કે મુંબઈ માં જઈને રહીશુ ક્યાં? એટલે મોબાઈલ હાથ માં લઇ ગૂગલ માં જોઈ સારી હોટેલ સર્ચ કરી અને એમાંથી ગ્રાન્ડ હયાત નામ ની હોટેલ પર પસંદગી ઉતારી. પછી હોટેલ થી રેડ લાઈટ એરિયા સુધી નું ડિસ્ટન્સ ચેક કર્યું. જે અંદાજે અડધા કલાક જેવું હતું પણ મુંબઈ ના ટ્રાફિક ના લીધે કલાક ની ગણતરી કરી. અત્યાર સુધી માં સવાર તો ઓલરેડી પડી ચુકી હતી. ઇરિકા એ જરૂરી સમાન પેક કરી લીધો હતો.
"અરે ....અરમાન , ઇરિકા તમે બંને ક્યાંય જાવ છો બેટા?"
"ઓહ...હા મમ્મી. સોરી હું તને કહેવાનું ભૂલી ગયો. મારે મુંબઈ એક અગત્ય ની મિટિંગ છે. અને હમણાં ઘણા સમય થી હું અને ઇરિકા પણ ક્યાંય બહાર ગયા નથી એટલે એને પણ મારી સાથે આવવું છે તો એને પણ લઇ જાઉં છું." અરમાન મહાપરાણે આટલું ખોટું બોલ્યો. મુંબઈ ના બદલે પુણે કહેવાનું હોઠ સુધી આવીગ્યું હોવા છતાં મુંબઈ જ બોલાઈ ગયું. અને ઇરિકા તો નીચું માથું કરી ને જ ઉભી હતી કે મમ્મીજી મને કોઈ સવાલ ના કરે નહિ તો મારા થી ખોટું નહિ બોલાય.
"ઓહો હવે સમજી....એટલે ઇરિકા ક્યારની શરમાઈ ને નીચું જોઈ ને ઉભી છે." મમ્મી એ હાથ થી ઇરિકા નું મોઢું ઊંચું કર્યું. "પણ બેટા આટલી ઘભરાય છે કેમ?" ઇરિકા ના મોઢા ના હાવભાવ નિહાળી અરમાન ના પપ્પા બોલ્યા.
"અરે શું મમ્મી પપ્પા તમે પણ! એ તો મારે એક બહુ અગત્ય ની મિટિંગ છે ને એટલે. સારું હવે તમે ઘર નું ધ્યાન રાખજો અમે હમણાં કલાક માં નીકળીએ છીએ.અમારે હજી બહુ તૈયારી કરવાની છે. હે ને ઇરિકા!" આટલું બોલી અરમાન ફટાફટ ઇરિકા નો હાથ પકડી ત્યાં થી લઇ જઈ બેડરૂમ માં ભરાઈ બારણું બંધ કરી દીધું. ઇરિકા તો રીતસર ની અરમાન ને ભેટી ને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. અરમાન તેની પીઠ પર હાથ ફેરવી તેને શાંત કરવા પાણી આપ્યું.
"અરમાન તે કઈ વિચાર્યું છે? આપણે મુંબઈ જઈને કરીશુ શું? આપણે કઈ રીતે સર્વાઇવ કરીશુ? શું આપણે તેની છોકરી ને પાછી લાવવામાં સક્સેસફુલ થઈશુ? અને નઈ થઈએ તો? અને આપણે તો એ છોકરી ને જોઈ પણ નથી તો આપણે તેને ઓળખીશુ કઈ રીતે? અને શું ખાતરી છે કે એ હજી ત્યાં એ જ કોઠા પર હશે? અને અરમાન કઈ હા-ના થશે તો? મને કઈ થઇ.....?
"શશશ.....ઈરીકા કામ ડાઉન....હું છું ને તારી સાથે , હું કઈ નઈ થવા દઉં તને સો પ્લીઝ ડોન્ટ વરી એન્ડ શેક ઈટ ઑફ ઍવેરીથીંગ...ઓકે!!"
ઈરીકા તેનું માથું નાના બાળક ની જેમ હલાવીને અરમાન ને લપાઈ જાય છે.
**********
અરમાન અને ઇરિકા મુંબઈ એરપોર્ટ ઉતરી ને એમની હોટલ ઉપર પહોંચે છે. અત્યાર સુધી તો બધું બરાબર હતું. બપોર નું લંચ રૂમ પર મંગાવી ને પતાવી દીધું. પછી બંને થોડી વાર સુઈ જાય છે.
સાંજે ઇરિકા ઉઠી ત્યારે અરમાન તેની બાજુ માં નહોતો. ઇરિકા એ હાંફળી-ફાંફળી થઇ રૂમ માં ચક્કર લગાવી ને જોયું અને બાથરૂમ માં પણ નહોતો. એ બસ અરમાન ને ફોન કરવા જ જતી હતી ત્યાં એક ચિઠ્ઠી પર નજર પડી. "ઈરીકા ડીયર , હું જરા બહાર જઈને આવું છું. મારે આવતા લેટ થશે. ડિનર માં મારી રાહ ના જોતી. કરી લેજે. બાય. ટેક કેર."
ચીઠ્ઠી વાંચી ને ઇરિકા ને થોડી રાહત થઇ પરંતુ જ્યાં સુધી અરમાન ના આવ્યો ત્યાં સુધી ઉચાટ જીવે રૂમ માં આમ થી તેમ આંટા ફેરા કરતી રહી.વારે વારે સમય જોતી ઊંચી નીચી થઇ રહી હતી ત્યાં એક્સઝેટ સાડા નવ ના ટકોરે બેલ વાગી. ઇરિકા એ દોડી ને ડોર ઓપન કર્યું. ત્યાં તો સામે અરમાન ને જોઈને ખુશ થવાને બદલે તેનો લૂક જોઈને ડઘાઈ ગઈ.
નીચે પગ માં સાવ ઘસાઈ ગયેલા સ્લીપર , જીન્સ નું પેન્ટ મેલુંઘેલું અને એ પણ એક પગે ઊંચે પિંડી સુધી વાળેલું અને બીજા પગ માં લાબું. ઉપર પીળા રંગ નું ગંજી અને ઉપર એવો ફૂલડાં ની ડિઝાઇન નો શર્ટ અને એના પણ બટન ખુલ્લા તેમજ શર્ટ ના છેડે નીચે બંને છેડે ગાંઠ મારેલી. મોઢું પણ એવું કાળું કરેલું અને વાળ માં પણ કચરો અને વિખરાયેલા તેમજ કપાળ માં પણ લાલ રંગ નો સ્કાર્ફ બાંધેલો હતો. અને બાકી રહી જતું હોય એમ માથે સસ્તા ગોગલ્સ ચડાવેલા હતા અને મોઢામાં બીડી નું ઠૂંઠું.
"છીઇઇઇઇઇઇ.....અરમાન આ શું છે?" ઈરીકા પોતાનું નાક દબાવીને ચાર કદમ પાછળ ખસી ગઈ.
અરમાન હસતા હસતા રૂમ માં આવીને હાથ માં રહેલું ડિનર નું પાર્સલ ટેબલ પર મૂકીને ડોર લોક કરી ને ઇરિકા તરફ આગળ વધે છે. પરંતુ ઇરિકા પણ સામે પાછળ પાછળ ખસતી જાય છે.
"અરે મેરી રાની , મેરી જાનેમન કિધર જારેલી હે અપ્પૂન તેરા પુરાના આશિક હે રે"
"ખબરદાર અરમાન જો મારી નજીક આવ્યો તો." ઇરિકા ગુસ્સા માં ઓશીકું અરમાન તરફ ફેંકતા બોલે છે.
"ઈરીકા , ચીલ.આ તારે ફેસ કરવું જ પડશે નજીક ના ભવિષ્ય માં. સો બી રેડી ફોર ધીસ. અને તને શું લાગે છે? હું શું ફરવા ગયો હતો મુંબઈ માં? મને શું શોખ થાય છે આવો ટપોરી ટાઈપ ગેટ અપ લેવાનો? ના.... હું એ બાર શોધવા ગયો હતો જ્યાં સપના કામ કરતી હતી. એ બાર મળી ગયો છે. ત્યાર બાદ એની સામે ના ગલ્લે ઉભા રહી ને બધું નિરીક્ષણ કર્યું કે કોણ આવે છે ને કોણ જાય છે. હજી પણ કાલે સવાર થી જઈશ આજ ગેટ અપ માં, બધું નિરીક્ષણ કરવા. આજે ત્યાંના એક ટપોરી રઘુ જોડે તો દોસ્તી ની શરૂઆત કરી દીધી છે મેં. જોઈએ હવે આગળ શું થાય છે. અને ઇરિકા પ્લીઝ કાઇન્ડલી સપોર્ટ કર યાર મને કારણકે હું તને બધી જરૂરી માહિતી પુરી પાડી શકું પણ હું ત્યાં બાર ગર્લ બની ને જઈ ના શકું. એ તારે જ જવું પડશે. એટલે થોડી બ્રેવ બન. લે ચાલ હવે ખાવાનું કાઢ પાર્સલ માંથી ભૂખ લાગી છે મને , હું ફટાફટ નાહી ને આવું છું."
ઈરીકા અવાક બની ને બધું સાંભળી રહી હતી. અરમાન ના ન્હાવા જતા ઉભી થઇ ને પાર્સલ લઈને આવી. ડાઇનિંગ ટેબલ પર બધું ગોઠવ્યું ત્યાં અરમાન બાથરોબ પહેરી ને આવ્યો અને કઈ પણ બોલ્યા વિના સીધો જમવા બેસી ગયો જે ઇરિકા ને થોડું ખટક્યું. પરંતુ સમય વર્તી ને એ પણ ચુપચાપ જમવા બેસી ગઈ. જમી ને બન્ને માંથી કોઈ પણ એક શબ્દ બોલ્યા વિના સુઈ ગયા બેડ માં એક બીજા ની તરફ પડખા ફેરવી ને જે આટલા વર્ષો માં પહેલી વાર થયું હતું. અંતે અડધી રાત્રે ઇરિકા ના ડુસકા નો અવાજ સાંભળી ને અરમાન તેને સોરી કહી ને મનાવે છે અને ફરી થી બંને એક થઇ ને સુઈ ગયા પહેલા ની જેમ જ.
***************
લગાતાર દસ દિવસ સુધી ત્યાં જઈને બધું નિરીક્ષણ કરીને અરમાન ઘણીબધી જરૂરી માહિતી ભેગી કરી ચુક્યો હતો.તેમજ કોણ ક્યારે આવે છે જાય છે બધી માહિતી ભેગી કરી ચુક્યો હતો. અને સપના ના બધા જ કાતિલ ટપોરીઓ ને પણ મિત્ર બનાવી ચુક્યો હતો તેમજ તેમનો વિશ્વાસુ પણ બની ચુક્યો હતો. જેના લીધે એકાદ બે વાર મલ્હારી માસી ને પણ મળી ચુક્યો હતો પરંતુ હજી સુધી પરી નો ક્યાંય અતોપતો લાગ્યો નહોતો.
અને એ ખૂની ટપોરી ની મદદ થી તેને ત્યાં એક ફ્લેટ પણ ભાડે મળી ચુક્યો હતો. જ્યાં થી તેને પોતાનો પ્લાન શરુ કરવાનો હતો. અરમાને પોતાની ઓળખ એક છોકરીઓ ના વેપારી તરીકે ની આપી હતી. અને આજે હવે એ ઇરિકા ને આ બધા ટપોરીઓ સામે પહેલી વાર લાવવાનો હતો. તે ઇરિકા માટે એવા જ કપડાં લઈને આવ્યો હતો જેવા એક વૈશ્યા પહેરતી હોય એક વૈશ્યાગૃહ માં.
શું થશે આગળ? બધો પ્લાન વ્યવસ્થિત પાર પડશે કે પછી સપના ની જેમ જ ઇરિકા ના હાલ થશે? જાણવા માટે વાંચો નેક્સટ પાર્ટ ગુમનામ હૈ કોઈ નો.....