Aghor Aatma-16 Maithun-Balidan in Gujarati Horror Stories by DHARMESH GANDHI (DG) books and stories PDF | અઘોર આત્મા - ૧૬ મૈથુન-બલિદાન

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

Categories
Share

અઘોર આત્મા - ૧૬ મૈથુન-બલિદાન

અઘોર આત્મા

(હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા)

(ભાગ-૧૬ મૈથુન-બલિદાન)

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

---------------------

(ભાગ-૧૫માં આપણે જોયું કે...

મેગી જણાવે છે કે પ્રેતયોનિમાંથી આવેલો કાળો પડછાયો એની ચૂડેલ મા પાસે પોતાની બલિનો હિસાબ માગશે, ને ફરી એક વાર તપસ્યા સામે ઉપસ્થિત થશે. કાલા ડુંગરની તળેટી તરફ જતાં તપસ્યા તથા તેના પ્રેત-મિત્રો જુએ છે કે અઘોરી એક સળગતી ચિતામાંથી મૃતદેહોને બહાર ખેંચી રહ્યો છે. અડધા બળી ચૂકેલા મૃતદેહવાળી યુવતીની હવસ સંતોષાતા જ એ યુવકના શેકાયેલા મૃતદેહની છાતી અને જાંઘ ઉપરનું માંસ આરોગવા માંડે છે. કર્કશ અવાજમાં એ મૃત યુવતી જણાવે છે કે એ પોતે જ અઘોરી અંગારક્ષતિ છે. બળી રહેલા મડદા ઉપર અઘોર-સાધના કરીને એણે પરકાયાપ્રવેશ કર્યો હોય છે. મૃતદેહ સાથે સંભોગ કરવાથી અઘોરપંથની સજા માફ થઈ શકશે એમ એ જણાવે છે...

હવે આગળ...)

--------------

જંગલ ભેંકાર અને ભયાવહ બની ચૂક્યું હતું.

‘બસ, હવે એક વિકટ સાધના બાકી રહી ગઈ છે - અમૃત-સાધના...’ અંગારક્ષતિએ આકાશની દિશામાં ચહેરો રાખીને ગર્જના કરી, ‘તારી ભરાવદાર છાતીમાં સમાયેલો અમૃતરસ... તારી ગુલાબી કોમળ યોનીમાંથી નીકળતું ચીકણું અમૃત-પ્રવાહી... તપસ્યા, એ હું ગ્રહણ કરીને અમૃત-સાધના પૂર્ણ કરીશ, હા..હા..હા...’

મારી વેદના ચિત્કાર કરી ઊઠી. મારાથી પૂછાઈ ગયું, ‘શું મૈથુન તથા અન્ય જીવનું બલિદાન એ જ અઘોરપંથનો ધર્મ છે?’

‘જેમ હવા, પાણી અને ખોરાક એ જીવન માટે જરૂરી તત્વો છે, એમ જ મૈથુન અને બલિદાન પણ જીવન માટે – શક્તિશાળી જીવન જીવવા માટે આવશ્યક છે!’ અંગારક્ષતિએ અઘોરી-ધર્મનો પાયાનો સિદ્ધાંત વર્ણવ્યો.

એટલામાં જ નગારા વાગવાનો પ્રચંડ ધ્વનિ વાતાવરણમાં ગૂંજવા માંડ્યો. એની સાથે લયબદ્ધરીતે માનવખોપરીઓમાં નક્કર હાડકું અથડાવાનો નાદ વેરાન જંગલમાં ભયના ભણકારા સર્જવા લાગ્યો. એકાએક યુવતીનો મૃતદેહ ધ્રૂજવા માંડ્યો. એનું અડધું બળેલું શરીર કાળું પડવા માંડ્યું. યુવતીએ એક કારમી ચીસ પાડી. અને એનું નિર્જીવ શરીર ફરી એકવાર પ્રાણ છોડી રહ્યું હોય એમ ઢગલો થઈને જમીન પર ઢળી પડ્યું. થોડી વાર સુધી ખામોશી છવાયેલી રહી. બીજી જ ક્ષણે અઘોરી અંગારક્ષતિએ યુવતીનો દેહ ત્યાગી દીધો. પરકાયાપ્રવેશથી અઘોરી એક તાજગી અનુભવી રહ્યો હતો. ક્ષણભર એ ખામોશ રહ્યો. પછી મારી તરફ લાલ આંખે કરીને બોલ્યો, ‘તારે જોવો છે અઘોરી-મૈથુનનો જાહેર નાચ? મૈથુન અને બલિદાન દ્વારા અઘોરીઓની પ્રચંડ શક્તિ મેળવવાની શૃંગારિક સાધના?’ અને મારા પ્રત્યુત્તરની રાહ જોયા વગર એ આગળ ચાલવા માંડ્યો.

મારે પણ એ જ રસ્તે જવા વગર છૂટકો ન હતો. મારે કેમેય કરીને કાલા ડુંગરની તળેટીમાં પહોંચવાનું હતું. ઓચિંતો જ અઘોરી ઊભો રહી ગયો. પાછળ નજર કર્યા વગર એના ઘોઘરા સ્વરમાં બોલ્યો, ‘તારા એ પ્રેત-મિત્રોને પણ સાથે લાવી શકે છે!’ હું ચોંકી ગઈ. અત્યાર સુધી હું તિમિર તથા ત્રણેય વિદેશી મિત્રોના પ્રેતને અઘોરીથી છૂપાયેલા સમજતી રહી હતી. પરંતુ, અંગારક્ષતિની દિવ્યદ્રષ્ટિ સામે મારી ધારણા અત્યંત વામણી સાબિત થઈ હતી. અમે ચૂપચાપ અઘોરીની પાછળ પાછળ ચાલવા માંડ્યું.

શિયાળવાંઓના રડવાનો તીવ્ર અવાજ અમારા હાંજા ગગડાવી નાખતો હતો. અમે જેમ-જેમ તળેટી તરફ આગળ વધતાં ગયાં તેમ-તેમ સંખ્યાબંધ મશાલોનો પ્રકાશ ઘનઘોર જંગલના વાતાવરણને ગંભીર બનાવી રહ્યો હતો. એક વિશાળ યજ્ઞકુંડની ફરતે પચીસ-ત્રીસ અઘોરીઓ મશાલ પકડીને ચક્કર લગાવી રહ્યા હતા. એક સપાટ ખડક ઉપર લાંબી દાઢી તથા અંબોડો વાળેલા બરછટ વાળવાળો એક વૃદ્ધ અઘોરી પદ્માસન લગાવીને તદ્દન નગ્નાવસ્થામાં બેઠો હતો. ‘એ વૃદ્ધ અઘોરી સાડી ત્રણસો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ચૂક્યા છે... હજી જીવે છે!’ અંગારક્ષતિએ હાથનો ઈશારો કરતા જણાવ્યું, ‘એ અમારા વામદેવ છે... મુખ્ય અઘોરી!’

અમે જોયું કે જેવા એ વામદેવ પોતાની બેઠક ઉપરથી ઊભા થયા કે તરત જ બધા જ અઘોરીઓ શક્તિદેવીનો જયઘોષ કરવા માંડ્યા. ‘મા... મા... દેવી... મા શક્તિ મા...’ મંત્રોચ્ચારથી વામદેવ તથા શક્તિ પ્રદાન કરનારી દેવીને વંદન કરવા માંડ્યા. થોડી મિનિટોના મંત્રોચ્ચાર બાદ ઢોલ-નગારાઓનો ધ્વનિ બંધ થયો. આઘોરીઓ પોતાની પાસે રહેલા માનવખોપરીના પાત્ર ઉપર મજબૂત હાડકાથી જે ઠક-ઠક-ઠકનો સંગીતમય નાદ ફેલાવી રહ્યા હતા એમાં પણ વિરામ આપવામાં આવ્યો. ફરી એક વાર કંપારી છૂટી જાય એવી નીરવતા પથરાઈ ગઈ. માત્ર યજ્ઞકુંડમાં બળી રહેલા હાડકા ફૂટવાનો તડ-તડ-તડ અવાજ ક્યારેક એ શાંતિમાં વિઘ્ન પાડી ઊઠતો હતો. વામદેવ યજ્ઞકુંડની નજીક આવ્યા. મંત્રોચ્ચાર કરીને માનવખોપરીના પાત્રમાંથી લાલ રંગનું પ્રવાહી પોતાની હથેળીના ખાડામાં ઠાલવ્યું. કુંડ ફરતે એના છાંટા નાખ્યા.

‘સોમરસ... શક્તિ અને ઉત્તેજના પ્રદાન કરતુ પીણું...’ અંગારક્ષતિ બોલી રહ્યો હતો, ‘એમાં કોઈક પશુનું તાજું રક્ત ભેળવ્યું છે.’ શિયાળવાંઓનું રુદન જંગલને વધુ બિહામણું બનાવી રહ્યું હતું.

વામદેવ પાત્ર ઊંચું કરીને બાકી બચેલો સોમરસ પી ગયા. યજ્ઞકુંડની અગનજવાળાઓમાં અમે જોયું કે રક્તમિશ્રિત સોમરસથી એમના હોઠના ખૂણા લાલ થઈ ગયા હતા. એ સાથે જ દરેક અઘોરીઓ પણ પોતાની પાસે રહેલા માનવખોપરીના પાત્રમાં મોઢું ખોસીને રાની પશુનું ધગધગતું લોહી મેળવેલો સોમરસ પીવા માંડ્યા. અને જાણે કે ઉત્તેજિત થઈ ઊઠ્યા. ‘હવે તેઓ મૈથુન માટે તૈયાર છે!’ અંગારક્ષતિએ જણાવ્યું.

અઘોરીઓ ઉત્તેજિત થઈને સિસકારા બોલાવી રહ્યા હતા. અને વામદેવ જે ખડક ઉપર બેઠા હતા એની પાછળ રહેલી નાની-નાની ઝુંપડીઓ તરફ પોતપોતાની ડોક ઉંચી કરીને આતુરતાથી જોવા લાગ્યા. અમારું ધ્યાન પણ એ તરફ દોરાયું. પચીસ-ત્રીસ જેટલી આદિવાસી યુવતીઓ એ ઝુંપડીઓમાંથી સજી-ધજીને બહાર આવી રહી હતી. જાણે કે એમની ઉપર વશીકરણ થયું હોય અને તેઓ ફક્ત કોઈક આદેશને અનુસરી રહી હોય એમ અઘોરીઓની સામે આવીને ઊભી રહી ગઈ. મેં અનુભવ્યું કે ખૂલ્લા અને વિશાળ વક્ષઃસ્થળને કારણે દરેક યુવતીઓ આકર્ષક લાગતી હતી. ફરી એક વાર નગારા ઉપર પશુના હાડકામાંથી બનેલી દાંડીઓથી થપાટો લાગવા માંડી. એ તાલ ઉપર દરેક યુવતીઓ પોતાની કમર તથા આંખોને લટકોમટકો આપીને નચાવી રહી હતી. અઘોરીઓ એમની માદક અદાથી હોશ ગુમાવી રહ્યા હતા. યુવતીઓએ એમના આખા શરીરે માત્ર કમર ઉપર એક પાતળું વસ્ત્ર વીંટાળ્યું હતું. જેની આરપાર નજર પડતા જ અઘોરીઓ ઉગ્ર કામોત્તેજના અનુભવી રહ્યા હતા. ધીમે-ધીમે નગારા ઉપર પડતી થપાટો વેગ પકડતી જતી હતી. તેમ-તેમ એ લય-તાલ સાથે સુસંગત થવા માટે મનમોહક આદિવાસી યુવતીઓ પોતાની કમર તથા નિતંબોને વધુ વેગથી ઉપર-નીચે લટકમટક કરતી ઉછાળી રહી હતી. અને ત્યાંથી ઊઠતા સ્પંદનો એમની ભરાવદાર છાતીના ઉઘાડા ઉભારને ઉછળતી ગિરિમાળાઓ જેવો નજારો આપી રહ્યા હતા.

અમે જોયું કે અઘોરીઓ બેકાબૂ બની રહ્યા હતા. યુવતીઓની કમર ફરતે એમના હાથ સરકી રહ્યા હતા. કેટલાક અઘોરીઓએ પોતપોતાની પસંદ મુજબની યુવતીઓને પોતાની બાહોમાં ઊઠાવી લીધી હતી. કેટલાકે યુવતીઓની કમર ફરતેનું વસ્ત્ર ખેંચી નાખ્યું હતું. કેટલાક અઘોરીઓ યુવતીના ઘાટીલા વક્ષઃસ્થળોને નિર્દયતાથી મસળી રહ્યા હતા; ચૂસી રહ્યા હતા... તો વળી કેટલાક અઘોરીઓ વચ્ચે એક જ યુવતી માટે ખેંચતાણ પણ થવા માંડી હતી. ધીમે-ધીમે દરેક અઘોરીઓ તથા દરેક યુવતીઓએ પોતપોતાના નામમાત્રના વસ્ત્રો પણ ફગાવી દીધા હતા. અઘોરીઓ યુવતીઓને નીચે ઘાસમાં સુવડાવીને ઉપર સવાર થઈ ચૂક્યા હતા. કોઈક વળી ઝાડના મજબૂત થડ સાથે ટેકો લઈને યુવતીઓને ભીંસી રહ્યા હતા. બધી જ મશાલો ઓલવી નાખવામાં આવી હતી. યજ્ઞકુંડમાં સળગતા અગ્નિના પ્રકાશમાં રતિક્રીડામાં મગ્ન અઘોરીઓના પડછાયા નજીકના પથ્થરો ઉપર બિહામણું સ્વરૂપ ધારણ કરી રહ્યા હતા. નગારાનો ધ્વનિ બંધ થઈ ચૂક્યો હતો. હવે માત્ર ઉંહકારા તથા સિસકારાઓનો કામુક અવાજ વાતાવરણને ભયાવહ બનાવી રહ્યો હતો!

દૂર દૂર સુધી ફેલાઈ જતા વિચિત્ર વાસનામય અવાજો જંગલની શાંતિને હણી રહ્યા હતા. વાતાવરણમાં કામુકતા પેદા કરી રહ્યા હતા. અઘોરીઓના ભયંકર ઉંહકારાઓથી જંગલના વિકરાળ પશુઓ પણ ઉત્તેજિત થઈ ઊઠ્યા હતા. શિકાર કરીને સૂઈ ગયેલા જંગલી પ્રાણીઓ પણ મધરાતે એકાએક ઊભા થઈ ગયા હતા. પોતપોતાના પાત્રો સાથે ઊંઘમાં પણ સંભોગરત થવા માંડ્યા હતા. પશુઓની ગર્જના, ચીસો, રુદન બધું એકરસ થઈને જંગલને ખોફનાક બનાવી રહ્યું હતું.

‘આ હતી મૈથુન-સાધના... તપસ્યા... અઘોરીઓની શક્તિમાન થવાની સંભોગ-સાધના.’ અંગારક્ષતિએ કહ્યું.

‘તો હવે..?’ મારા હૃદયમાં ધ્રાસ્કો પડ્યો.

‘બલિદાન...’ અઘોરી અંગારક્ષતિની આંખમાં એક અનોખી ચમક ઉભરી આવી.

‘બલિદાન..?’ મારા મોંમાંથી એક રુંધાયેલી ચીસ નીકળી ગઈ.

પણ ત્યાં જ, મારી તીણી ચીસને દબાવી નાખતી સેંકડો ચીસો રાતના સન્નાટાને ચીરતી હવામાં ગૂંજી ઊઠી. એ ચીસો એ જ જગ્યાએથી આવી રહી હતી જ્યાં અઘોરીઓ આદિવાસી યુવતીઓ સાથે સંભોગ કરી રહ્યા હતા. મેં ડરતા ડરતા એ તરફ નજર નાખી. અને ત્યાંનું દ્રશ્ય જોતાં જ મારા ચહેરા ઉપર ભય, ધૃણા, ક્રોધ એમ દરેક પ્રકારના ભાવ ફરી વળ્યા. મારા રુંવાટા મને જ ઈજા પહોંચાડી રહ્યા હતા. મારી નજર સમક્ષ યજ્ઞકુંડના અગ્નિના પ્રકાશમાં ભયાવહ સ્વરૂપ ધારણ કરી ચૂકેલું એ દ્રશ્ય ધ્રૂજી ઊઠ્યું. અઘોરીઓ એક પછી એક આદિવાસી યુવતીઓને ભોગવી ભોગવીને એમની બલિ ચઢાવી રહ્યા હતા. અઘોરીઓ પોતાના હાથમાં તીક્ષ્ણ હાડકા લઈને યુવતીઓના પેટમાં, ગરદનમાં આડેધડ રીતે ઘોંચી રહ્યા હતા. યુવતીઓ ચીસાચીસ કરી રહી હતી. જમીન રક્તરંજીત થઈ ઊઠી હતી. અમુક અઘોરીઓએ સંભોગ કરવાની અવસ્થામાં જ યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કેટલાક અઘોરીઓ મૃત્યુ પામી ચૂકેલી યુવતીઓ ઉપર સૂઈને હજુ પણ એમને ભોગવી રહ્યા હતા. જેમની એક વાર સંભોગ કરવા છતાં વાસના તૃપ્ત નહોતી થઈ એવા અઘોરીઓ બીજી, ત્રીજી અને ચોથી યુવતીને પણ એટલા જ જનૂનથી ભોગવી રહ્યા હતા, જે બળ અને જુસ્સાથી પ્રથમ યુવતીને ભોગવી હતી.

અમે જોયું કે દરેક અઘોરીઓ ફક્ત એક વાતનું વિશેષ ધ્યાન રાખતા હતા કે સંભોગ બાદ એમનું સ્ખલન યુવતીની યોનીની અંદર ન થાય. પ્રચંડ શક્તિ પ્રાપ્ત કરવા માટે લગભગ બે કલાક જેવી ચાલેલી અઘોરીઓની આ સામૂહિક સંભોગ-સાધનાનો અંત આખરે સામૂહિક નરસંહારમાં પરિણમ્યો. ઠેર-ઠેર યુવતીઓના મૃતદેહો લોહી નીગળતી હાલતમાં અસ્તવ્યસ્ત પડ્યા હતા. આખરે એમના પંથની પ્રણાલી મુજબ મૈથુન અને બલિદાન એ જ સર્વશક્તિમાન થવા માટેના સ્ત્રોત હતા!

ને ફરી એક વાર કાન ફાડી નાખે તેવો જયઘોષ જંગલમાં ગૂંજી ઊઠ્યો, ‘મા... મા... દેવી... મા શક્તિ મા...’

***

(ક્રમશઃ) દર મંગળવારે...

(અઘોર આત્મા : ભાગ-૧૭ વાંચવાનું ચૂકશો નહિ.)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------