Black eye - 10 in Gujarati Fiction Stories by AVANI HIRAPARA books and stories PDF | બ્લેક આઈ - પાર્ટ 10

Featured Books
Categories
Share

બ્લેક આઈ - પાર્ટ 10

બ્લેક આઈ પાર્ટ 10


દ્રષ્ટિ ને બધા વિશ કરી અને સાંજે મળવાનો ટાઈમ ફિક્સડ કરીને ચાલ્યા ગયા . હવે દ્રષ્ટિ અને સંધ્યા બેજ વધ્યા હતા , હજી તો સંધ્યા કઈ પૂછે તે પહેલા જ દ્રષ્ટિ અમર ના ડિપાર્ટમેન્ટ ની અંદર ચાલી ગઈ . સંધ્યા પણ પાછળ ગઈ , તે જાણતી હતી કે તે અમર માટે જ અંદર ગઈ છે પરંતુ તેને એ પણ ખબર હતી કે અમર અહીં મળવાનો ન હતો . તેને દ્રષ્ટિ ની મસ્તી કરવાનું સુજ્યું પાછળ જતા જતા .

સંધ્યા : વેઇટ ! વેઇટ ! દ્રષ્ટિ એક મિનિટ શ્વાસ લેવા તો ઉભી રે .

દ્રષ્ટિ : હા , બોલ શું કામ છે ?

દ્રષ્ટિ નું ધ્યાન હજી પણ આમતેમ જ હોય છે .

સંધ્યા : શું આમતેમ ડાફોળીયા મારે છે ? કોને ગોતે છે ?

દ્રષ્ટિ : કઈ નહીં હું તો એમ જ જોવ છુ .

સંધ્યા : તો ઠીક છે જો તું અમર ને ગોતતી હોય ને તો આજે એ નથી આવવાનો .

દ્રષ્ટિ : ના ના હું એને નોતી ગોતતી , પણ એમનમ જ પૂછું છું તને કેમ ખબર ?

સંધ્યા : કેમ જલેસ પણ મને સાગરે સવારે કીધું કે એના પપ્પા ની ઓફિસ માં કંઈક ઈમ્પોર્ટન્ટ મિટિંગ છે , આથી એને પણ ત્યાં હાજર રહેવાનું છે અને એનો ફોન પણ switched off રહેવાનો છે અને એ આજે પૂરો દિવસ કોલેજ પણ નથી આવવાનો .

દ્રષ્ટિ : શું ?

સંધ્યા : હા , સાચ્ચે જ

દ્રષ્ટિ : શું તેને મારો birthday યાદ નહીં હોય ?

સંધ્યા : તને birthday વિશ નથી કરી ?

દ્રષ્ટિ : ના ???

સંધ્યા : આમ ઉદાસ થા માં . કામમાં હશે એટલે ભૂલી ગયો હશે , યાદ આવશે કે તરત જ તને વિશ કરવા ફોન કરશે . ચાલ હવે બહાર જઈએ .

પછી બંને બહાર જાય છે પણ દ્રષ્ટિ નું મૂડ મરી જાય છે . સંધ્યા તેને cheer up કરે છે તોપણ તેનો મૂડ સારો થતો નથી . તે થોડીવાર સંધ્યા સાથે વાત કરીને , સાંજે પીઝા કોર્નર માં 7 વાગે મળવાનું કહીને નીકળી જાય છે . દ્રષ્ટિ ના નીકળી ગયા બાદ થોડીવાર પછી સંધ્યા પણ ચાલી જાય છે .

દ્રષ્ટિ રૂમે પોહચી જાય છે અને પાછી અમર ને ફોન લગાવે પરંતુ હજી પણ અમર નો ફોન switched off જ હોય છે . આથી દ્રષ્ટિ ઉદાસ થઈને તેનો ફેવરિટ કોર્નર બાલ્કની માં જઈને ચેઈર પર બેસી જાય છે . તેને ત્યાં બેઠા બેઠા જ ઊંઘ આવી જાય છે , એ જયારે ઉઠે છે ત્યારે allready 6 વાગી ગયા હોય છે આથી ફટાફટ ફ્રેશ થવા જાય છે અને પછી સંધ્યા ને ફોન કરીને પોતાને pickup કરવાનું કહીને તૈયાર થઇ જાય છે .

સંધ્યા 6:૩૦ તેને લેવા આવી જાય અને બંને પીઝા કોર્નર માં જાય છે . ત્યાં તેના બધા ફ્રેન્ડ allready આવી જ ગયા હોય છે . બધા એ પોતપોતાના પસંદ ના પીઝા મંગાવ્યા , અને બધા એ ત્યાં ખુબ મસ્તી કરી અને બોવ બધા ફોટા પડ્યા અને ઠગલો તો સેલ્ફી લીધી ?. આ બધા ચકર માં થોડીવાર દ્રષ્ટિ અમર ને પણ ભૂલી ગઈ .

તેઓ ત્યાંથી 10 વાગે નીકળી ગયા . દ્રષ્ટિએ સંધ્યા ને પોતાના રૂમે રોકાવાનું કહ્યું હતું , આથી સંધ્યા પણ તેની સાથે ગઈ , પોંહચીને પેલા
સંધ્યા ફ્રેશ થવા ગઈ પછી જયારે દ્રષ્ટિ ફ્રેશ થવા ગઈ ત્યારે સંધ્યા તેના માટે લીધેલી ગિફ્ટ લઇ આવી અને બેડ પર મૂકી દીધી . જયારે દ્રષ્ટિ ફ્રેશ થઈને બહાર નીકળી ત્યારે તેણે બેડ પર મુકેલ બોક્સ જોયું . તેમાં અંદર જોયું તો બ્લેક કલર નું વન પીસ હતું . તે જોઈને એકદમ ખુશ થઇ ગઈ . તેને દરવાજા તરફ જોયું સંધ્યા તેને જોઈને હસ્તી હતી . તે તરત જઈને સંધ્યા ને hug કરે છે અને thank you કહે છે .

સંધ્યા : wlc પણ હવે જા ફટાફટ આ પહેરીને આવ .

દ્રષ્ટિ : પણ , અત્યારે આ પહેરીને ક્યાં જવું છે ?

સંધ્યા : હવે જાને જાજી લપ ન કરે , તારા માટે મારા તરફ થી એક સરપ્રાઇઝ છે .

દ્રષ્ટિ : ok માતાજી હમણાં જ પહેરી લઉં , પણ સરપ્રાઇઝ શું છે એ તો કે ?

સંધ્યા : સરપ્રાઈઝ કોને કહેવાય ? એ હું તને નહીં કહું . હવે જલ્દી જા તારો birthday પૂરો થાય એ પહેલા તને સરપ્રાઈઝ આપવાની છે .

દ્રષ્ટિ તરત જ વન પીસ પહેરવા જાય છે . બહાર નીકળે છે તો સંધ્યા થોડીવાર તેની તારીફ કરે છે અને પછી તેને બેસાડીને તૈયાર કરે છે . તૈયાર કરીને પછી ...

સંધ્યા : આજે તો કોઈ તને જોવે તો જોતું જ રહી જાય ???

દ્રષ્ટિ : ( મનમાં ) પણ જેને બતાવવા માંગતી હતી તે આજે દેખાણો જ નથી અને મને birthday વિશ પણ નથી કરી .

સંધ્યા : કઈ કીધું દ્રષ્ટિ ?

દ્રષ્ટિ : ના ના કઈ નહીં .

હજી તેઓ વાત કરતા જ હોય છે ત્યાં સાગર નો સંધ્યા ને ફોન આવે છે કે તે કાર લઈને નીચે ઉભો છે તો જલ્દી નીચે આવે .

સંધ્યા : ચાલ દ્રષ્ટિ જઈએ સાગર આવી ગયો છે .

દ્રષ્ટિ : સાગર પણ આવવાનો છે ?

સંધ્યા : હા , અમે બંનેએ મળીને જ પ્લાનિંગ કર્યું છે .

બંને નીચે આવે છે અને સાગર ને hyy કહીને કાર માં બેસી જાય છે . સંધ્યા આગળ સાગર ની બાજુવાળી સીટમાં બેસે છે અને દ્રષ્ટિ પાછળ બારીની બાજુમાં બેસે છે . સાગર કાર દોડાવી મૂકે છે . દ્રષ્ટિ પુરા રસ્તે ખામોશ હોય છે કઈ બોલતી નથી ખાલી બારી ની બહાર જોયા રાખે છે , સાગર - સંધ્યા બંને તેની કન્ડિશન સમજતા હોય છે , આથી તેઓ પણ તેને બોલાવતા નથી . અડધા કલાક ની ડ્રાઈવિંગ પછી સાગર એક જગ્યા એ કાર ને ઉભી રાખે છે તે ગોલ્ડન રોઝ કાફે નું પાછળ નું પાર્કિંગ હોય , દ્રષ્ટિ ઉતારતા વેંત આ જગ્યા ઓળખી જાય કેમ કે તે અહીં પહેલા પણ ઘણીવાર આવી ચુકી હોય છે , infact તેની અને અમર ની આ ફેવરિટ જગ્યામાંની એક હોય છે . આ સાગર ના પપ્પા નું કાફે હોય છે અને કાફે ની બહાર મસ્ત ગાર્ડન હોય છે ત્યાં બપોર પછી ટેબલ , ચેઇર રાખવામાં આવે છે અને રંગબેરંગી છત્રી તેની ઉપર હોય છે .

દ્રષ્ટિ હજુ તો કઈ બોલવા જાય તે પહેલા પાછળ થી સંધ્યા આવીને તેની આંખે પટ્ટી બાંધી દે છે અને કહે છે તારે કઈ પૂછવાનું નથી હું તને લઇ જાવ ત્યાં આવવાનું છે . દ્રષ્ટિ હવે તેને કહી પૂછતી નથી , અને તેની સાથે ચાલવા લાગે છે . સંધ્યા તેને આગળ ના ગેટે લઇ જાય છે .

કાફે ની અંદર દ્રષ્ટિ ને કેવું સરપ્રાઈઝ મળે છે ? અમર અને દ્રષ્ટિ ની સ્ટોરી કેવી રીતે આગળ વધે છે અને દ્રષ્ટિ ના પપ્પા એ કહેલો તે પાસવર્ડ કઈ વસ્તુ નો છે તે જોવા માટે વાંચતા રહો બ્લેક આઈ .