હુ જ તારું નામ લઉં છું કે તુ પણ મારુ નામ લે છે....????
હુ જ તારી યાદ મા રોવું છું કે તુ પણ મારી યાદ મા રડે છે...???
હુ જ તને પોતાનો માનું છું કે તુ પણ મને પોતાની ગણે છે...????
હુ જ તારી યાદ મા તડપુ છું કે તુ પણ મારી યાદ મા તડપે છે....????
હુ જ તારી રાહ જોવું છું કે તુ પણ મારી રાહ જોવે છે...????
હુ જ તારા પર મરું છું કે તુ પણ મારી પર મરે છે....???
( આગળ ના ભાગ મા જોયું કે નિરાલી કઇ રીતે મારે ઘરવાળા નો સામનો કરવો અને શુ કેહવું બધાં ને એ વિચારે છે અને એને એમ થાય છે કે કોઈ નો સામનો કરવા કરતા હુ મરી જાઉ એ જ સારુ રેહશે અને એ વિચારે છે મરવું કઇ રીતે અને આ બાજુ વૈભવ વિશ્વા ને શુ આપી ને પ્રપોઝ કઇ રીતે કરવું અને એ હા પાડશે કે નહીં )
( હવે આગળ નિરાલી મરી જવાનું વિચારે છે અને એ બધાં સુઈ જાય પછી કાંઇક કરવું પણ શુ કરવું યે વિચારે છે ત્યાં જ એક વિચાર આવે છે હા ફીનાઇલ પી જઈશ એટલે અવાજ પણ ન આવે અને મરી પણ જવાય એટલે એ રાતે જ મરવાનું નક્કી કરે છે અને આ બાજુ વૈભવ વિશ્વા ને કોલ કરે છે કે કાલે તારા માટે એક સરપ્રાઇઝ છે એટલે કૉલેજ નથી જવાનું હો તુ કૉલેજ બહાર બસ સ્ટોપ પાસે જ ઊભી રહેજે)
વિશ્વા: શુ સરપ્રાઇઝ છે કે ને અત્યારે તે મને આવુ કેહવા કોલ કર્યો...????
વૈભવ: ના રે કહીશ તો નહીં જ એ તુ આખી રાત વિચાર હુ તો સુઈ જાવ છું
વિશ્વા: મતલબ હુ આખી રાત સરખી સુઈ ન શકુ એટલે જ તે મને અત્યારે કહ્યુ ને..??? ભૂ ખરાબ છે હ તુ સાચું જ સરપ્રાઇઝ છે કે મજાક જ કરે છો...???
વૈભવ: હા લે સાચું જ છે અને હા નહી સુવે તો ચાલશે એક દિવસ હો ને આજે તુ જાંઘ આખી રાત ગુડ નાઈટ હો ને
વિશ્વા: એ હા હો જા સુઈ જા તુ
( રાત પડે છે એટલે નિરાલી ના ઘરે પણ બધાં સુઈ જાય છે અને એનાં બાથરૂમ માથી ફીનાઇલ લાવે છે અને એક ચિઠ્ઠી લખે છે કે હુ વૈભવ વગર જીવી શકુ એમ નથી અને એ મને પ્રેમ નથી કરતો માટે હુ આવુ પગલું ભરું છું પણ હા મમ્મી પપ્પા આ માટે વૈભવ બિલકુલ જવાબદાર નથી હો હુ વૈભવ ને જ પ્રેમ કરુ છું અને હમેશા કરતી જ રહીશ એટલે એને કાંઇ જ કહેવાનું નથી મારો પ્રેમ એને ભારે પડે છે અને એની જુદાઈ મારા થી સહન નથી થતી મને માફ કરજો મમ્મી પપ્પા અને બહેન તુ મમ્મી પપ્પા ને રાખજે મારી જેમ જ હો ને તમારી બધાં ની લાડકી -નિરાલી અને પછી તે ફીનાઇલ પી જાય છે. બીજા દિવસે સવારે)
નિધી: મમ્મી નિરાલી દેખાતી કેમ નથી...????
મમ્મી: સૂતી હશે રૂમ મા જા ને જગાડી દે એને
નિધિ: શુ મમ્મી તુ પણ માર ખાવો છે મારે દી નાં હાથ નો તુ જ જા હો ને હુ નથી જવાની
મમ્મી: સારુ હુ જાવ છું લે તુ ચા મૂક બધાં માટે
(એનાં મમ્મી રૂમ મા જાય છે અને ફીનાઇલ ની બોટલ જોવે છે ખાલી અને નિરાલી ને બેભાન જોઇ ને બધુ સમજી જાય છે અને જોર જોર થી નિધિ અને એનાં પપ્પા ને સાદ પાડે છે અને તાત્કાલિક નિરાલી ને હોસ્પિટલ લઇ જવા મા આવે છે આ બાજુ વૈભવ વિશ્વા ને કોલ કરે છે)
વૈભવ: હેલો વિશ્વા ક્યાં છે હુ આવી ગ્યો હો તુ આવ જલદી
વિશ્વા: તો રાહ જો હો ને થોડી આવુ જ છું 5 મિનીટ મા જ
વૈભવ: ઓહ ગોડ છોકરી ની 5 મિનીટ મતલબ અડધી કલાક પાક્કી એમ ને..??
વિશ્વા: જા ને તુ આવુ વિચારે છો સાવ હુ બધાં જેવી નથી હો ચીકણી
વૈભવ: બસ હવે ખોટું નાં બોલ બધી છોકરીઓ સરખી જ હોય
વિશ્વા: ના રે મે 5 મિનીટ પેહલા 5 મિનીટ કહ્યુ હતુ ને હવે પાછળ ફરી ને જો
વૈભવ: ઓહહ ગોડ સાચું અલગ છે તુ આવી ગઇ હો 5 મિનીટ મા જ સારુ હવે જલદી ચાલ થોડુ ફોન મુકું હો હવે
વિશ્વા: એ હા
વૈભવ: ચાલ બેસી જા પાછળ જલદી
વિશ્વા: પણ ક્યાં જવાનું છે એ તો કે મને
વૈભવ: તુ કાંઇક બીજી વાત કર હો ને તુ એ કે ને રાતે ઉંઘ આવી ગઇ હતી તને...???
વિશ્વા: હા પણ બહુ મજા ન આવી મને
વૈભવ: તો હવે મજા આવશે હો ને તને ચાલ હવે જયાં જવાનું હતુ એ આવી ગયુ છે તુ આંખ બંધ તો નહીં જ કરે એટલે હુ એક રૂમાલ બાંધુ છું તારી આંખ પર
વિશ્વા: ના ના હુ આંખ બંધ કરી જ દઉં ને
વૈભવ: ના યાર એ બાબત મ નહીં માનુ તારું આમ કહી વૈભવ રૂમાલ બાંધી દે છે
(પછી એક રૂમ મા લઇ જાય છે જે આખો રૂમ એણે ફૂલો થી અને મીણબત્તી થી શણગારેલો હોય છે અને આખા રૂમ મા લાઈટ બંધ હોય છે અને વચ્ચે આઇ લવ યુ વિશ્વા એવું લખ્યું હોય છે અને રૂમ મા આવતાં જ વૈભવ એનો રૂમાલ ખોલે છે અને વિશ્વા ને લાઈટ કરવાનું કહે છે લાઈટ શરૂ કરતા જ વિશ્વા રૂમ જોતી જ રહે છે વૈભવ એની સાથે છે એ પણ ઈ ભૂલી જાય છે. અને રૂમ જોઇ ને એ વૈભવ ને હગ કરે છે મસ્ત વૈભવ વિશ્વા ને દુર કરી ને પ્રપોઝ કરે છે અને વિશ્વા હા પાડે છે કેમકે એ આ જ પલ ની રાહ જોતી હતી પણ એણે વિચાર્યું ન હતુ કે આ બધુ આટલુ જલદી બની જશે આ બાજુ નિરાલી હોસ્પિટલ મા છે)
નિરાલી નાં પપ્પા:( ડૉક્ટર પાસે જાય છે) સર કાંઇક તો કહો મારી છોકરી કેમ છે એ બચી તો જશે ને....?????
ડૉક્ટર: અત્યારે એની હાલત ખૂબ જ ખરાબ છે કાંઇ જ કહી શકાય એમ નથી.
ડૉક્ટર: સર એક પર્સનલ સવાલ કરુ ( ડૉક્ટર યંગ હોય છે એટલે એને લાગે છે કે નિરાલી એ કોઈ છોકરાં માટે જ આવુ પગલું લીધુ છે એટલે એ નિરાલી નાં પપ્પા ને પૂછે છે)
નિરાલી ના પપ્પા: હા બોલો ને
ડૉક્ટર: સર કાંઇ તકલીફ હોય તો કહી શકો છો મને નિરાલી એ આવુ કેમ કર્યું હશે એ તો હુ પણ સમજી શકુ પણ તમે જેનાં લીધે આવુ થયુ છે એને કહ્યુ...????
નિરાલી નાં પપ્પા:( સાવ ઢીલા પડી જાય છે અને રડવા લાગે છે અને રડતા રડતા બોલે છે) સાહેબ બહું જ પ્રેમ કરે છે નિરાલી એણે ચિઠ્ઠી લખી છે જોવો વૈભવ ને એક શબ્દ પણ કહેવાનો નથી એવી એટલે અમે ચુપ છીએ અને અમસ્તા પણ હવે બચી જાય તો એક ચિંતા તો રેહશે જ કોણ લઇ જાશે મારી દિકરી ને વૈભવ એ સાવ ખરાબ હાલત કરી દીધી છે એની
ડૉક્ટર: એ ચિંતા ન કરો તમે કોઈ ને કોઈ તો મળી જ જશે એને અને હા હુ પુરી કોશિશ કરીશ નિરાલી ને બચાવવા માટે
નિરાલી નાં પપ્પા: આભાર સાહેબ
( આ બાજુ નિરાલી ની ખૂબ જ ખરાબ હાલત છે અને એક બાજુ વૈભવ વિશ્વા ને કહે છે હવે આપણે આપણાં ઘરે વાત કરી ને જલદી એક થઈ જઇએ અને બન્ને પોત-પોતાના ઘરે વાત કરવાનાં હોય છે )
(સમાપ્ત)
શુ બન્ને નાં ઘર ના હા પાડી દેશે.....?????
વૈભવ ના ઘરે તો નિરાલી ને વહુ માની લેવા મા આઈ છે અને હવે વિશ્વા....??? શુ કહેશે એનાં ઘર નાં.....?????
નિરાલી એ આત્મહત્યા નો પ્રયાસ કર્યો એ વૈભવ ને જાણ થાશે કે નહીં અને થાશે તો એ શુ કરશે.....????
(બહુ બધાં સવાલો છે પણ અંત લાવવો જરુરી છે મિત્રો આ દરેક સવાલ નાં જવાબ જાણવા વાંચતા રહો વૈભવ-નિરાલી ની અનોખી કહાની-11 અપના અમુલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં)