Vicharo na kinare - 2 in Gujarati Moral Stories by Ramoliya Nalin books and stories PDF | વિચારો ના કિનારે !! પ્રકરણ -2

Featured Books
Categories
Share

વિચારો ના કિનારે !! પ્રકરણ -2



  “હા...હા.....હા..! પાર્થ” પાર્થ આટલું સાંભળતા તેને તેની મિત્રતાના સુંદર દિવસો ને યાદ કરવા લાગ્યો તેણે બન્ને વચ્ચેની મિત્રતા ના ૧૦ વર્ષ ના પાનાં મનોમન ફંફોસવા લાગ્યો પણ પાર્થ ને ભૂતકાળ ના પુસ્તક માથી કશું પણ અજુક્તું જોવા ના મળ્યું પણ હજી પાર્થ મનોમન વિચારતો હતો ચાર પતિ !! ત્યાં નિશા રડતાં અવાજે બોલી  “ મને માફ કરજે આપણે બન્ને  ની ૧૦ વર્ષ  ની મિત્રતાનો  નો પ્રથમ ભૂકંપ છે. પાર્થ તને એમ હસે કે મે તને હોટેલ ના કેફેટ એરિયા માં માત્ર ચા પીવા  માટે તને ફોન ન હતો કર્યો! પરંતુ પાર્થ મારે તને મારા જીવન ની ખાસ મહત્વ પૂર્ણ વાત કરવા ની હતી એટલે તને બોલાવ્યો હતો અને એટલા માટે જ હું તારા પર ગુસ્સે થઈ હતી કારણ કે તું મોડો આવ્યો હતો.” નિશા આગળ બોલવા જતી હતી પરતું પાર્થ વચ્ચે બોલ્યો “ચાર...ચાર... પતિ! નિશા તું ભાન માં તો છોને શું બોલી રહી છે,મને માનવમાં નથી આવતું.” પાર્થ ગુસ્સે થતો થતો પાણી પીવા માટે ટેબલ પર રાખેલા ગ્લાશ ને હાથ લંબાવ્યો ને ધીમે ધીમે પાણી પીવા લાગ્યો “પાર્થ મે તને જે કીધું તે એકદમ સાચું છે. આ વાત કરવા માટે જ તને અહિયાં બોલાવ્યો હતો બીજું કઈ કારણ ના હતું.” હવે નિશા પુરે પુરી સ્વસ્થ થઈ ને વાત કરી રહી હતી કારણ કે નિશાને ખબર હતી કે એમની પાસે ટાઇમ નથી પરંતુ બીજી તરફ પાર્થ ની મનોદશા ખરાબ હતી એમને સમજાતું ન હતું કે નિશા આજે આવું વર્તન કેમ કરે છે.

પાર્થ હજુ કઈ વિચારે ત્યાં નિશા એ તેના મોબાઇલ માથી એક અંગત નંબર માથી આવેલ ફોટો પાર્થ ને બતાવ્યો અને બોલી “પાર્થ જોઈ લે આટલો સમય છે મારી પાસે” પાર્થ રૂંધાતા અવાજે બોલ્યો શું છે, આ બધું નિશું!! મોબાઇલ માં જોતાં જોતાં પાર્થ નિશા સામે બોલ્યો આ વિમાન ની ટિકિટ આજે સાંજે સાત વાગ્યાની છે.!!! આ ટિકિટ જોયા પછી પાર્થ પરસેવે રેબજેબ થઈ ગયો હતો.  જાણે સ્વર પેટીના સ્વર ને કાટ લાગી ગયો હોઈ તેમ કઈ ના બોલ્યો નિશા એની પરિસ્થિતી સમજી શક્તી હતી પરતું અત્યાર સુધી આજુ બાજુમાં બેઠેલા માણસો તેમની તરફ જોઈ રહિયા હતા. નિશા તે પરિસ્થિતી થી સભાન હતી પરંતુ પાર્થ ને તે કઈ ની ખબર ના હતી. નિશા એ તેમની કાંડા ઘડિયાળ પર સમય જોયુ તો ખબર પડી કે બપોરના સાળા બાર વાગ્યા છે તેને પણ સમય ની ભાન ના રહી ક્યાં સવારના પાંચ અને ક્યાં સાળા બાર અને મન માં ને મન માં વિચાર્યું આજનું છેલ્લું ભોજન પાર્થ સાથે લઈશ મારા ઘરે તેણે પાર્થ સામે જોયું પરંતુ પાર્થ ક્યાં ભાનમાં હતો એ તો કઈક વિચારતો હતો.
“ પાર્થ ...... ઓ પાર્થ ..... ક્યા ખોવાઇ ગયો ચિંતા કરમાં હું કહી પણ નથી જવાની  ચાલ વિચારવાનું બંધ કર મારી ઘરે ચાલ આજે બન્ને સાથે મારા ઘરે ભોજન લઈશું ને આખી વાત તને કહીશ મારા જીવનની તારા બધા સવાલોનો જવાબ મળી જશે.” પાર્થ ને પણ આશા જાગી ને વિચારવા કરવા લાગ્યો કે હવે નિશા નથી જવાની તો ત્યાજ ભોજન કરશું અને બધા સવાલોનો જવાબ પણ મળી જશે ને નિશાનું ઘર પણ આ હોટલ છોડતા બે મકાન પછી છે “ હા નિશું તું કે તેમ કરી એ અને પાર્થ ચા અને નિશાના કોફી  ના બિલની રકમ ટેબલ પર રાખી. બન્ને ચાલતા થયા પાર્થ ખુશ હતો, અને ધીમા ધીમા સ્વરે નિશા ના ગીત સાથે તાલ મેળવ તો મેળવતો જતો  હતો અને ગીત ગાઈ રહ્યો હતો.  નિશા ગીત ગાતા ગાતા વિચારતી હતી અત્યારે તો પાર્થ ખુશ છે પરંતુ મારા ગયા બાદ શું પાર્થ આટલો ખુશ રહી શકશે? “ત્યાં પાર્થ ગીત ગણ ગણ તા બોલ્યો નિશું લાવ ચાવી ડોર ખોલું” નિશા એ પાર્થ ના હાથ માં ચાવી આપી ને બોલી” શું બનાવું ભોજનમાં પાર્થ “તને જે ગમતું હોઈ તે બનાવ નિશું, મારે તો અત્યારે નહાવા જવું છે. આમ પણ આવો તડકો છે,સવારે સ્નાન નથી કર્યું” નિશા હસતાં હસતાં બોલી આજે તારું મન પસંદ ભોજન બનાવીશ” હા નિશું તારી ઈચ્છા!!” એમ કહેતા.... કહેતા..પાર્થ સ્નાન રૂમ માં ગયો, નિશા મનોમન બોલી આમ પણ આપણાં બન્નેનું છેલું ભોજન છે...........
                                                                           નીલ