irfan juneja ni kavitao (sangrah-16) in Gujarati Poems by Irfan Juneja books and stories PDF | ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૬)

Featured Books
Categories
Share

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૬)

પિતા

પરિવારનું ભરણપોષણ કરતો,
તડકે પરસેવો વહાવતો,

બાળકના સુખ માટે જે,
પોતાની ખુશીઓને મારતો,

દિવસ રાત જોયા વગર,
અઢળક મહેનત કરતો,

બાળકના સારા શિક્ષણ માટે,
ચારેકોર ઘોડાધોળ કરતો,

પોતે બે જોડી કપડાંમાં જીવી,
પત્ની અને બાળકને નવાં નવાં કપડાઓ અપાવતો,

સૌનું ભલું ચાહનારો,
આ દુનિયામાં પિતા કહેવાતો..

તમે મળી ગયા

જીવનની આ સફરમાં તમે મળી ગયા,
મારી ડૂબતી નાવને સહારા મળી ગયા,

પ્રેમભરી વાતો તમે કરી ગયા,
મારા જીવનમાં નવાં રંગો મળી ગયા,

એકલતાને આખરે તમે દૂર કરી ગયા,
મારા શરીરમાં તમે એક સુવાસ બની પ્રસરી ગયા,

નસીબને મારુ ઉજાગર કરી ગયા,
ખુશીઓનો ખજાનો જીવનમાં આપી ગયા,

મારા જીવનનું દરેક દુઃખ ભુલાવી ગયા,
પ્રેમ જ પ્રેમ જીવનમાં ભરી ગયા,

ઈરફાનને હવે શું જોઈએ જીવનમાં,
તમે જ એને જો જીવનમાં મળી ગયા..

નવરાત્રિ

મિલનની આશ,
પ્રેમ ભર્યાં રાસ,
નવરાત્રિની એ રાત,
આવી રહી છે..

સંગ હશે શ્યામ,
તાલ હશે સાથ,
ગરબે ઝુમવાની રાત,
આવી રહી છે..

તારી ધીમી ધીમી ચાલ,
હશે સંગીતના સૂરતાલ,
હૈયાં ડોલાવવાની રાત,
આવી રહી છે..

ચણિયાચોળીને સાથ,
દાંડિયા હશે પાસ,
જોબન થનગનાવાની રાત,
આવી રહી છે..

હૈયાં ને મળશે હૈયું,
આંખો થશે ચાર,
પ્રીતના પર્વની રાત,
આવી રહી છે..

શ્યામ

મીરાં કહે શ્યામ મારો થયો,
રાધા કહે કાન મારો થયો,

સુદામાનો મિત્ર, રુકમણીનો સાથી,
કૃષ્ણ તો આખા જગતનો થયો,

પ્રસરાવી પ્રેમ શ્યામ,
સૃષ્ટિનો લાલ થયો,

સંસારમાં એનો રાધા સાથે સંબંધ,
સૌથી ન્યારો થયો,

મીરાંની ભક્તિનો એ દિવાનો થયો,
સુદામા પણ જેનો ખાસ મિત્ર થયો,

માખણચોર, રણછોડ રાય નામથી,
જે લોકોમાં પ્રખ્યાત થયો,

ઈરફાન હવે તો આપણાં સૌના શ્યામનો,
જગતમાં જય જયકાર થયો..

અમે છીએ તમારા સંગમાં


વસી ગયાં અમે મનમાં,
હવે જીવન છે ઉમંગમાં,

ન રહો ઉદાસ તમે,
અમે છીએ તમારા સંગમાં,

આવે વિઘ્ન કે કોઈ મોટી ઉપાધિ,
અમે અડગ ઉભા રહેશું સાથે આ જીવનમાં,

પ્રેમભરી વાતોથી દિલનાં ઘાવ ધોઈ,
હસી મજાક કરતાં રહીશું આ જીવનમાં,

વિખેરાઈ જશે એક'દી દુઃખના વાદળો,
બસ એવો વિશ્વાસ રાખજો મનમાં,

ખાલી હાથે આવ્યા'તા ખાલી હાથે જ જવાના,
તો શાને ભરીએ ઉદાસી ને દુઃખ આ જીવનમાં,

મળશે તમને સમજનાર લોકો,
કોશિસ તો કરો કોઈએક પળમાં,

ઈરફાન નિભાવશે સાથ તમારો,
તમે પણ સંગ રહેજો આ જીવનમાં..

તારા વગર..

શબ્દો સજાવતા ગયા
તારા વગર...

અંધારે ચાલતા ગયા
પ્રકાશ વગર...

ક્યારેક તો યાદ આવતી હશે
મારા વગર...

એવું વિચારીને જ ખુશ થયા
તારા વગર...

મધુર વાણીથી યાદ કર્યા
નામ વગર...

પણ તમે સમજી ગયા
કહ્યા વગર...

બસ વીતી જશે જિંદગી આમ'જ
તારા વગર...

રહી જશે તારી પાસે યાદો
મારા વગર...


***
ઈરફાન જુણેજા "ઇલ્હામ"
અમદાવાદ

***
વિનંતિ:

તો મિત્રો આપ સૌ એ મારી કવિતાઓ વાંચી જશે. તમને એમાં કોઈ કવિતા ખુબ ગમી હશે એવી આશા રાખું છું. આપ મને કોઈ સલાહ આપવા માંગતા હોય અથવા કોઈ સુધારાની જરૂર જણાય તો મને મારા ઈમેલ આઈડી પર આપનો મંતવ્ય જરૂર જણાવજો.

મારુ ઈમેલ આઈડી છે: iajuneja@gmail.com

તમને કોઈ રચના ગમી હોય તો પણ મને ઈમેલ કરી જણાવશો. તમારા પ્રતિભાવો મારી લખવાની જિજ્ઞાશામાં વધારો કરશે. હું કોશિશ કરીશ આપને કંઈક ને કંઈક નવું વાંચવા માટે આપું. સાહિત્યની મારી આ સફર લગભગ બે વર્ષ પહેલા શરૂ થયેલી અને આજે માતૃભારતીમાં હું મારી ઘણી એપિસોડિક સ્ટોરી અને ટૂંકી વાર્તાઓ લખી ચુક્યો છું. કવિતાઓનો માતૃભારતી પર મારો આ પહેલો પ્રયાસ હતો. આશા છે આપને એ પ્રયાસ પસંદ આવ્યો હશે.

તમારા ધ્યાનમાં કોઈ વિષય હોય જેના પર કવિતા, ટૂંકી વાર્તા, લેખ, એપિસોડિક નોવેલ કે પછી પ્રેમ કથા લખી શકું તો મને ઈમેલ કરી જરૂરથી જણાવજો. મને આપના મંતવ્યો, આપના વિચારો અને આપ દ્વારા મળતા પ્રેરણાત્મક અભિપ્રાયોનો ઇન્તેજાર રહેશે.

બસ એ જ અસ્તુ..
? ? 
***