સાગર અને ધારા બંને વિપરીત અને જુદા જ વિચાર વાળા હોવા છતાં પણ આજે પ્રેમ ના અહેસાસ થી એકબીજાના બની જવા અને એકબીજા ને પામી લેવા આજે લાગણીરૂપી પુષ્પોથી એક દોરી માં વણાઈ જવાના હતા. સાગર અને ધારા બંને પોતાની રીતે તૈયાર થઈને રૂપેણ અને નર્મદા નદીના તટે સંધ્યાકાળે ખીલેલું નૈનપ્રિય વાતાવરણ અને આહલાદક સમા સંગમ પર પોતાના નાજુક હૈયાઓ નો સંગમ કરાવા આવી ગયા હતા. બંને ને પ્રેમ નો અહેસાસ થયો એ પછી દિલમાં દબાવી પડેલી અકબંધ લાગણીઓ અત્યારે ઉછાળા મારીને એકબીજા ને ભીંજાવા છલકાવ કરી રહી હતી. બંને ધીરે ધીરે એકબીજાની જોડે આવી રહ્યા હતા.
રૂ ના પુમળા જેવું દેહલાલિત્ય ધરાવતી ધારાને એકીટશે સાગર જોઈ રહ્યો હતો, પ્રેમની આગ સમો સાગર આ રૂ ના પુમળા સમી ધારાને બાળીને પોતાની અંદર સમાવી લેવાનો હતો અને આ રૂ જેવી ધારા ને આગ જેવો સાગર આજે પોતાના પ્રેમનો દિવ્યપ્રકાશ જરૂર કરવાના હતા.
સાગર અને ધારા બંને એકબીજા ની એકદમ નજીક આવીને ઉભા થઇ ગયા. અને સાગર ની આંખો ધારા ની સુંદરતા અને મનમોહક ચહેરા પર સ્થિર થઇ જાય છે ને ધારા ની કાતિલ આંખો જોઈને સાગર ના મોં માંથી એક તખલ્લુસ નીકળી જાય છે...
"તમારી ધારદાર આંખોથી જોઈને મને પ્રેમી મજનુ બનાવી દીધો,
તમારી આ આંખો છે કે કોઈ મયખાનું? મને તો ઇશ્ક નો શરાબી બનાવી દીધો."
સાગર નું આવું બોલવાથી ધારા નો ચહેરો શરમ થી લાલ થઇ જાય છે, બંને આ પળની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ને આ પળ હાથ માંથી નીકળી જાય એ પહેલા તો બંને એકબીજાને બાહોમાં લઇ લે છે, સાગર અને ધારા ને બાહોમાં જાણે ભરઉનાળે તપી રહેલી ધરતીને માવઠું આવીને પલાળીને ઠંડી કરે એવુ અજીબ સુકુન મળી રહ્યું હોય છે. આ આલિંગન માં બંને વર્ષો વિતાવી દેવાના હોય એમ બંને પોતાના હાથોની પકડ વધારે જતા હતા. થોડીવાર એકબીજાની બાહોમાં પ્રેમસ્પર્શ નો અહેસાસ લઈને છુટા પડે છે.
સાગર ની બાહોમાં ધારાને થયેલ અહેસાસ થી ધારા લજામણી ના છોડની જેમ શરમાઈ ગઈ હતી. સાગર ધારા ના શરમાળ થઇ ગયેલ ચહેરાને જોઈને સાગર પોતાના હાથથી ધારા ની હડપચી થી પકડીને ધારા નો ચહેરો ઊંચો કરે છે અને સાગર પોતાનો ચહેરો નજીક લઇ જાય છે, જે જોઈ ધારા પોતાની આંખો બંધ કરી લે છે ને સાગર પોતાના અધરો ધારા ના મુલાયમ અધરો પર રાખી દે છે. બંને પોતાના અધરોની ટક્કર કરાવામાં સાગર પોતાના દાંતથી ધારા ના અધર ને દબાવી લે છે ને ધારા ના મોં માંથી મીઠી છિછકારી નીકળી જાય છે.
સાગર આ પછી ધારા ને પોતાના હાથોમાં ઉઠાવી લે છે ને નદીઓના સંગમ થી નીચે એક ઝાડના ફરતે બનાવેલા ઓટલા પર લઇ જાય છે. ત્યાં જઈ બંને પાસપાસે બેસીને હાથ માં હાથ નાખીને થોડી પ્રેમગોષ્ઠી કરે છે ને ફરીથી બંને અધરો નું રસપાન કરવામાં લાગી જાય છે. સાગર ધારા ના પૂનમ ના ચાંદ જેવા ચહેરા પર, તો કોઈવાર કાનની બૂટ પર, તો કોઈવાર ગળાના ભાગ પર ચુંબન કરે જાય છે ને સામે ધારા પણ આ ચુંબન થી આનંદ મળી રહ્યો હોય એમ આંખો બંધ કરી લુપ્ત ઉઠાવી રહી હતી.
સાગર હવે એના હાથ ધારા ના ઉન્નત ઉરોજ પર લઇ જાય છે પણ ધારા સાગર નો હાથ હડસેલી નાંખે છે, સાગર ને મનોમન એવું લાગે છે કે ધારા જાણી જોઈને કરે છે એટલે સાગર ફરીથી એના હાથ ધારા ના ઇન્કાર કર્યા પછી પણ ઉરોજ પર ફેરવવા લાગે છે અને ધારા ની થોડી આનાકાની કરવા પર પણ સાગર હવે ધારા ની કમર અને પીઠ પર ઉત્તેજનાસહ હાથ ફેરવી રહ્યો હોય છે, હવે ધારા ને પણ આવી પ્રેમચેષ્ઠા ગમવા લાગે છે ને એ પણ સાગર ની બાહોમાં લપેટાઈ જાય છે, બંને હવે એટલા અધીરા થઇ જાય છે કે આજુબાજુ નું વાતાવરણ અને વિસ્તાર નો વિચાર કર્યા વગર પ્રેમની પરાકાષ્ઠા અને પ્રેમની પરિપૂર્ણતા સુધી પહોંચી જાય છે. સાગર અને ધારા દિલ અને મન ની ઈચ્છાઓને તનની ઈચ્છાઓમાં બદલી દે છે. એકબીજાના તન ની પ્યાસ બુઝાવામાં ને એકબીજાને સંતૃપ્ત કરવામાં લાગી જાય છે.
સાગર અને ધારા એકબીજાનો સહવાસ માણ્યા પછી થોડીવાર એકબીજાની બાહોમાં રહીને સ્વશ્થ થઈને પોતાના કપડાં અને વાળ સરખા કરે છે પણ સાગર અને ધારા નું આ મિલન ને કોઈ વ્યક્તિ જોઈ રહ્યો હોય છે જેનાથી સાગર અને ધારા બિલકુલ અજાણ હોય છે.
*****
સાગર અને ધારા ના મિલન ને કોણ જોઈ ગયું હતું? સાગર અને ધારા ની પ્રેમકહાનીમાં આગળ શું થશે? કોને કરી હતી પ્રેમી યુગલ ની આવી હાલત એ આવતા અંકે...
તમે મારી અન્ય કહાની પણ વાંચી શકો છો..
દર્દભર્યો પ્રેમ : સત્યઘટના પર આધારીત
બસ એક તારા માટે
તમારું રેટિંગ ના આપવું અથવા ઓછું રેટિંગ આપવું એ મારા લખાણમાં ભૂલ છે એ તરફ આંગળી ચીંધે છે તો તમે Personaly મને મારી ભૂલ નીચે આપેલ Number પર કહી શકો છો.
તમારો અભિપ્રાય મને સારુ લખવા પ્રેરણા આપશે તો તમારો કિંમતી અભિપ્રાય મને આપવો.. તમારો અભિપ્રાય મને Chat Box અથવા મારા નીચે આપેલ Whatsup No. પર કરી આપી શકો છો.
નીતિન પટેલ
8849633855